વંદું અક્ષર સાથ નાથ હરિને, ને નિષ્કુળાનંદને; જેને સંત જ તે સ્વયં હરિ કહ્યા, કાવ્યો રચી ગાઈને; જેવા લક્ષણ ગ્રંથ ચોસઠ પદીમાંહી લખ્યા, સંતના; એવા સદ્ગુણવંત સંત પ્રમુખસ્વામીજીને, વંદના, વંદના, વંદના, વંદના. એક વાત અનુપ અમોલ, કરું છું કહેવાતણું; પણ મનભાઈ કહે છે મ બોલ, ઘોળ્યું ન કહેવું ઘણું... પણ વણકહ્યે જો વિગત, પડે કેમ પરને; સંત અસંતમાં એક મત, નિશ્ચે રહે નરને...
Nishkulanand Swami
પદ ૧-૮
માટે કહ્યા વિના ન કળાય, સહુ તે સુણી લહીએ; મોટા સંતનો કહ્યો મહિમાય, તે સંત કોને કહીએ... કે’ છે સંત સેવ્યે સરે કાજ, એમ છે આગમમાં; સુણી નિષ્કુળાનંદ તે આજ, સહુ છે ઉદ્યમમાં... એવા સંત તણી ઓળખાણ, કહું સહુ સાંભળો; પછી સોંપી તેને મન પ્રાણ, એ વાળે તેમ વળો...
જેના અંતરમાં અવિનાશ, વાસ કરી વસિયા; તેણે કામ ક્રોધ પામ્યા નાશ, લોભ ને મોહ ગયા...
એવા શત્રુતણું ટળ્યું સાલ, લાલ જ્યાં આવી રહ્યા; તેણે સંત થયા છે નિહાલ, પૂરણકામ થયા... એવા સંત જે હોય સંસાર, શોધીને સેવી લીજીએ; કહે નિષ્કુળાનંદ નિરધાર, તે લાભ તો લીજીએ...
સાચા સંત સેવ્યે સેવ્યા નાથ, સેવ્યા સુર સહુને; સેવ્યો મુક્ત મુનિ ઋષિ સાથ, બીજા સેવ્યા બહુને... એવા સંત જમ્યે જમ્યા શ્યામ, જમ્યા સહુ દેવતા; જમ્યા સર્વે લોક સરવે ધામ, સહુ થયા ત્રપતા... એવા સંતને પૂજીને પટ, પ્રીત્યેશું પહેરાવિયાં; તેણે ઢાંક્યાં છે સહુના ઘટ, ભલાં મન ભાવિયાં...
એવા સંત મળ્યે મળ્યા સ્વામી, ખામી કોયે ન રહી; કહે નિષ્કુળાનંદ શીશ નામી, સાચી સહુને કહી...
નક્કી વાત છે એ નિરધાર, જૂઠી જરાયે નથી; સહુ અંતરે કરો વિચાર, ઘણું શું કહું કથી... એક જમતાં બોલિયો શંખ, અસંખ્યથી શું સર્યું; એક જમીને બોલ્યો નિઃશંક, યમુના જાવા કર્યું...
એમ એક પૂજ્યે પૂજ્યા સહુ, સેવ્યે સહુ સેવિયા; માટે ઘણું ઘણું શું કહું, ભેદ ભક્તના કહ્યા... હવે એવા વિના જે અનેક, જગતમાં જે કહીએ; કહે નિષ્કુળાનંદ વિવેક, સેવ્યે સુખ શું લહીએ... જેના અંતરમાં કામ ક્રોધ, લોભની લાહ્ય બળે; એવા બહુ કરતા હોય બોધ, તે સાંભળ્યે શું વળે...
માન મમતા મત્સર મોહ, ઈરષા અતિ ઘણી; એવો અધર્મ સર્ગ સમોહ, ધારી રહ્યા જે ધણી...
તેને સેવતાં શું ફળ થાય, પૂજીને શું પામીએ; જે જમાડીએ તે પણ જાય, ખાધું જે હરામીએ... એનાં દર્શન તે દુઃખદેણ, ન થાય તો ન કીજીએ; સુણી નિષ્કુળાનંદનાં વેણ, સહુ માની લીજીએ...
એવા વિકારી જનની વાત, દેનારી છે દુઃખની; જેના અંતરમાં દી’ ને રાત, ઇચ્છા વિષય સુખની...
એને અરથે કરે ઉપાય, શોધી સારા ગામને; પોતે પોતાનું મા’તમ ગાય, ચા’યે દામ વામને... કરે કથા કીરતન કાવ્ય, અરથ એ સારવા; ભલો દેખાડે ભક્તિભાવ, પર ઘર મારવા
એથી કેદી ન થાય કલ્યાણ, જિજ્ઞાસુને જાણવું; કહે નિષ્કુળાનંદ નિરવાણ, પેખી પરમાણવું દેહ પોષવા સારુ જે દંભ, કરે છે જે કુબુદ્ધિ; ખોટા સુખ અરથે આરંભ, મૂકે નહિ મૂઆ સુધી... તેણે જનમ પશુને પાડ, ખોયો ખોટા કારણે; મોક્ષ મારગે દીધાં કમાડ, કડી જડી બારણે...
ફેરો ન ફાવ્યો થયો ફજીત, જીત ગઈ જળમાં; મેલી મુક્ત મોટપ્યની રીત, ખ્યાતિ કરી ખળમાં...
આપ ડહાપણે આખો દિવસ, દુઃખે ભર્યો દો’યલો; કહે નિષ્કુળાનંદ અવસ, ખાટ્યો માલ ખોયલો... સંત અસંતની ઓળખાણ, પાડી છે પુરાણમાં; સુણી સરવે જન સુજાણ, તણાશો મા તાણમાં...
જડભરત જનક જયદેવ, એવું થાવું આપણે; ત્યારે કરતાં અસંતની સેવ, વાત કહો કેમ બણે... અતિ આદર્યું કામ અતોલ, પરલોક પામવા; ત્યારે ખરી કરી જોઈએ ખોળ, વિઘનને વામવા... વણ સમજે સાર અસાર, પાર કહો કોણ થયા; કરી નિષ્કુળાનંદ વિચાર, સંત અસંત કહ્યા...
પદ ૯-૧૬
સાચા સંતનાં અંગ એંધાણ રે, જોઈ લેવાં જીવડીએ; જેને મળવે માન્યું કલ્યાણ રે, તેને જોવા ઘડીઘડીએ... ખાતાં પીતાં જોતાં જણાશે રે, આશય એના અંતરનો; ઊઠે બેસે બોલે કળાશે રે, પાસે વસતા એ નરનો... હશે હારદ હૈયા કેરું રે, વણ કહ્યે પણ વરતાશે; જેમ જેમ છપાડશે ઘણેરું રે, તેમ તેમ છતું થાશે...
ખાય ખૂણે લસણ લકીરે, તે ગંધ કરે છુપાવાનું; કહે નિષ્કુળાનંદ વાત નકી રે, જેમ છે તેમ જણાવાનું...
જેવો રસ ભર્યો જે ઠામે રે, તેવો તેમાંથી ઝરશે; કોઈ કાઢશે પડ્યે કામે રે, નિશ્ચે તેવો નીસરશે... જોને આહાર કરે જન જેવો રે, તેવો આવે ઓડકારે; અણપૂછે નીસરે એવો રે, આશય અંતરનો બા’રે... ૨; જોને ચીલ ચડે આસમાને રે, નજર તેની નીચી છે; દેખી મારણને મન માને રે, અન્ય જોવા આંખ મીંચી છે...
એવા લક્ષણવાળા લાખું રે, દીઠા મેં દગે ભરિયા; કહે નિષ્કુળાનંદ શું ભાખું રે, ઓળખો એની જોઈ ક્રિયા... કામી બોલે કામે ભરિયું રે, લોભી બોલે લોભ લઈ; ક્રોધી બોલે ક્રોધે અનુસરિયું રે, માની બોલે માન સઈ... સ્વાદી બોલે સ્વાદ વખાણી રે, દંભી બોલે દંભ ભરી; અહંકારી અહંકાર આણી રે, કપટી બોલે કપટ કરી...
માટે જે જનને મળે જેવા રે, તેવો તેને રંગ ચડશે; નહિ જાય શ્રોતા સારુ લેવા રે, જેમ છે તેમ તેનું જડશે...
ખૂબ ખરા હોય ખપવાળા રે, તેને જોવું તપાસી; થાય નિષ્કુળાનંદ સુખાળા રે, ખરી વાત કહું ખાસી... વણ સાધુનો પછી શોધી સમાગમ સારો રે, તે સાથે પ્રીતિ થાશે...
તેહ વિના મન નહિ માને રે, બીજે દલડું નહિ બેસે; કાયરની વાતો કાને રે, સાંભળી પંડ્યમાં નહિ પેસે... આંખ અંતરની ઊઘડશે રે, પડશે પારખું પોતાને; ખરા ખોટાની ગમ પડશે રે, જડશે વાતો એ જોતાને... પછી સંત અસંત એક પાડે રે, નહિ દેખે તે કોઈ દને; કહિ નિષ્કુળાનંદ શું દેખાડે રે, જાણશે જેમ છે તેમ મને...
જેનું તન મન માન્યું ત્યાગે રે, ભક્તિ ધર્મ ભાવે છે; તેનાં વચન વીંટ્યાં વૈરાગ્યે રે, અંતરમાંથી આવે છે...
શીલ સંતોષ ને વળી શાંતિ રે, એમાં રહીને બોલે છે; ધીરજતા કહી નથી જાતી રે, જ્ઞાન ધ્યાનમાં ડોલે છે... એવા સંત સહુના સગા રે, પર ઉપકારી પૂરા છે; જેના દલમાં નહિ કોઈ દગા રે, સત્ય વાતમાં શૂરા છે...
વળી હેત ઘણું છે હૈયે રે, આંખે અમૃત વરસે છે; કહે નિષ્કુળાનંદ શું કહિયે રે, એ જન જોઈ હરિ હરખે છે... કેને દુઃખ દેવાનો દલમાં રે, ભૂલ્યે ભૂંડો ભાવ નથી; પર ઉપકારે પળપળમાં રે, ઊપજે ઇચ્છા અંતરથી... પંચવિષયને પરહરીને રે, વરતે છે વણ વિકારે; તેહ જણાય જોવે કરીને રે, જન એ બોલે છે જ્યારે...
વણ વિચારે પણ વાતું રે, આવે એના અંતરથી; બોલે અહં મમતાનું ઘસાતું રે, ઊતર્યું મન તનસુખ પરથી...
એવા ક્યાંથી મળે જન એકે રે, નિર્મળ અંતર નિષ્કામી; કહે નિષ્કુળાનંદ વિવેકે રે, બીજા બહુ હોય હરામી... વિષયી જનનાં વાયક રે, ભર્યાં ભરપૂર ભૂંડાઈયે; હોય સહુને દુઃખદાયક રે, એથી સુખિયાં શું થાયે...
જોને આગ્નીધ્ર દીર્ઘતમા રે, વિષય સારુ વલખ્યા છે; એનાં વચન શોધી શાસ્ત્રમાં રે, સર્વે લઈને લખ્યાં છે... વળી વશિષ્ઠ ને દુર્વાસા રે, લોભી ક્રોધી કા’વે છે; એના અંતરની જે આસા રે, સર્વે શાસ્ત્ર જણાવે છે... માટે જે જનમાં ગુણ જેવો રે, એવો આપે સેવકને; કહે નિષ્કુળાનંદ ન સેવો રે, જાણી એવા વિવેકને...
કહ્યાં ખટ દશ કહ્યું તન મનમાં મેં તોળી રે, જેમ છે તેમ જણાવાને...
કોઈ પીયૂષ રસને પાઈ રે, ઉછેરે નર ઉરગને; તોય નિરવિખ તે ન થાય રે, વાધે વિખ એના અંગને... જોને જેવો ગુણ જે બીજે રે, તેવો તેહ જણાવે છે; તેની કોટિ જતન જો કીજે રે, તોય તે શું બદલાવે છે...
એવા ઝેરીલા જન જાણી રે, તરત તેને તજી દેવા; સુણી નિષ્કુળાનંદની વાણી રે, શુદ્ધ સંતની કરીયે સેવા...
પદ ૧૭-૨૪
કઠણ વચન કહું છું રે, કડવાં કાંકચ્ય રૂપ; દરદીને ગોળી દઉં છું રે, સુખ થાવા અનૂપ... ખરે મને જે જન ખાવશે રે, આવું જે ઔષદ; જીરણ રોગ તેનો જાવશે રે, સુખી થાશે સદ...
પણ બીક રહે છે બોલતાં રે, સાચી દેતાં શિખ; ખરાં છિદ્ર કેનાં ખોલતાં રે, વવાઈ જાશે વિખ... દેહ માનીને દલમાં રે, સુણતાં જાશે સુખ; પ્રજળશે તેહ પળમાં રે, દાઝ્યે થાશે દુઃખ... માટે કહું ન કહું કોઈને રે, એમ આવે વિચાર; નિષ્કુળાનંદ વિચારી જોઈને રે, પછી કરું ઉચ્ચાર...
સુણો સાધુ શુકજી સરખા રે, નારદ જેવા નેક; નથી ઉપમાં માનો મૂરખા રે, ઉર કરો વિવેક...
જડભરત જેવા જાણીએ રે, સનકાદિક સમાન; કદરજ જેવા વખાણીએ રે, ખરા ક્ષમાવાન... એવી સાધુતાને આશરી રે, જ્યારે લીધો જોગ; ત્યારે પ્રીત સહુશું પરહરી રે, ભૂલવા ભવ ભોગ...
એની રીત્યે રીત્ય આપણી રે, બીજી રીત્યે બાધ; પરહરો પરી પાપણી રે, વળગી એ વરાધ... ફોગટ પડતાં બીજા ફંદમા રે, આવે દુઃખ અત્યંત; નિષ્કુળાનંદ આનંદમાં રે, સદા રહોને સંત... શુકજીએ નથી સંઘર્યું રે, ધાતુ વળી ધન; નાણું નારદે ભેળું ન કર્યું રે, કહે છે કોયે દન...
જડભરતે ન જોડાવિયું રે, ગાડું ગાડી વેલ; કદરજનું વ્યાસે કા’વિયું રે, ખરી ક્ષમાનો ખેલ...
સનકાદિકે સુખ કારણે રે, ઘોડું ન રાખ્યું ઘેર; આ તો બાંધ્યાં બીજાને બારણે રે, કરવા કાળો કે’ર... મેલી ઊભી અસલ રીતને રે, નકલ લીધી નેક; તે તો ચોંટી ગઈ ચિત્તને રે, છોડી ન છૂટે છેક...
કોઈ કહે એની કોરનું રે, તે શું બંધાયે વેર; કહે નિષ્કુળાનંદ નોરનું રે, મું પર રાખજો મે’ર... જરૂર જાવું છે જાણજો રે, પ્રભુજીની પાસ; એવી દેશીયે મ આણજો રે, વણ કર્યે તપાસ... જાણો જગ મોટાઈ જૂઠ છે રે, તેની તજો તાણ; એને ઇચ્છે તે હૈયાફૂટ છે રે, ન ઇચ્છે સુજાણ...
મેલો લાભ આ લોક સુખનો રે, પ્રીત કરો પરલોક; એ તો મતો છે મૂરખનો રે, ખોટો હરખ શોક...
રૂડા સંતની રીતડી રે, જાણો જુદી જન; જેને પ્રભુ સાથે પ્રીતડી રે, તે વિચારો મન... માથે કલંક ને મરશું રે, એ તો છે અકાજ; તે તો નિષ્કુળાનંદ નરસું રે, જોઈ રીઝે નહિ રાજ...
શોધી આવ્યો તું સતસંગમાં રે, ભજવાને ભગવાન; આવ્યો તૈંયેં તારા અંગમાં રે, નો’તા મોટપ માન...
સહુ સંતને શીશ નામતો રે, થઈને દાસાનુદાસ; ગુણ ગોવિંદજીના ગાવતો રે, જગથી થઈ ઉદાસ... એહ ગયું તારી ગાંઠનું રે, બીજું પેઠું પાપ; લઈ લીધું લક્ષણ લાંઠનું રે, અવળું કર્યું આપ...
બની વાત ગઈ બગડી રે, કવથાણું છે કામ; દિલે સળગે છે સગડી રે, સહુનો થાવા શ્યામ... નાને ગુણે મોટપ ન મળે રે, વિચારી જોને વાત; કહે નિષ્કુળાનંદ કાં બળે રે, ઠાલો દી’ ને રાત... મોટા થાવાનું મનમાં રે, દલમાં ઘણો ડોડ; તેવા ગુણ નથી તનમાં રે, કાં કરે તું કોડ...
તું તપાસી જોને તુજને રે, ઊતરી અંતર માંય; પછી ઇચ્છજે થાવા પૂજ્યને રે, તેનું નથી કાંય...
કામ ક્રોધ વળી લોભ છે રે, લિયે છે તારી લાજ; તેણે કરી અંતરે ક્ષોભ છે રે, જો વિચારી આજ... ભૂંડા ઘાટ ઊઠે છે ભીતરે રે, જે ન કહેવાય બા’ર; એહ વાતનો તારે અંતરે રે, નથી નર વિચાર...
નથી ખોળતો ખોટ્ય માંયની રે, દે છે બીજાને દોષ; કહે નિષ્કુળાનંદ ન્યાયની રે, અમથો શો અપસોષ... એક ભૂંસાડીને એકડો રે, વાળ્યાં મીંડા વીશ; જોતાં સરવાળો ન જડ્યો રે, ત્યારે કરે છે રીશ... ધન વિના કરે છે ધાંખના રે, કાંઈક મળવા કાજ; પામીશ નહિ પડીકાં રાખનાં રે, ઠાલી ખોઈશ લાજ...
દીવો દિનકર આગળે રે, કરવા જાયે કોય; શોભા શું લખાય કાગળે રે, ઊલટી હાંસી હોય...
મોટા પંડિત આગે મૂરખો રે, કરે કોય ઉચ્ચાર; સહુ જાણે પશુ સરખો રે, ભૂલ્યે ન પડે ભાર... માંડી મોર કળા સોહામણી રે, પછી દેખાડે પૂંઠ; નિષ્કુળાનંદ લાગે લજામણી રે, જરાય નથી જૂઠ...
વાત હેતની હૈયે ધારજો રે, સમજીને સુજાણ; કામ પડે એ વિચારજો રે, તો થાશે કલ્યાણ... પ્રભુજીનાં પદ પામવા રે, આ છે સુંદર સાર; વડાં વિઘનને વામવા રે, પામવા બેડો પાર... કહ્યું લગાડીને કડવું રે, લીમથી ઘણું લાખ; એમ કહીને નો’તું લડવું રે, સહુ પૂરશે સાખ...
કોઈ વીંધે આવી કાનને રે, કરીને કળ છળ; પણ સમજો તેના તાનને રે, પે’રાવશે કુંડળ...
રૂડું આપણી જે રીતનું રે, શોધી કહ્યું સાર; કહ્યું નિષ્કુળાનંદે હિતનું રે, સારું સુખ દેનાર...
પદ ૨૫-૩૨
માનો મળી છે મોટી વાત, હાથ આવી તે મા હારજો રે; કરી જતન દિવસ રાત, સૂતાં બેઠાં સંભારજો રે... સાચો મળ્યો છે સતસંગ, અંગે અચળ કરી રાખજો રે; રખે ચડે બીજાનો રંગ, એવું ડહાપણ દૂર નાખજો રે... લઈ બેઠા છો મોટો લાભ, ભેટી પૂરણ બ્રહ્મને રે; નહિ તો દુઃખનો ઊગત ડાભ, માની લેજો એ મર્મને રે...
આજ પામ્યા છો આનંદ, વામ્યા દારુણ દુઃખને રે; એમ કહે નિષ્કુળાનંદ, રખે મૂકતા એવા સુખને રે...
ઘણા મોંઘા જે ઘનશ્યામ, નાવે નજરે ન મળે કોઈને રે; અક્ષરવાસી આઠું જામ, જેને રહ્યા છે અખંડ જોઈને રે... અતિ થઈને દીન આધીન, નિત્ય નમાવે છે શીશને રે; લગ્નિ લગાડી લેલીન, જોઈ રહ્યા છે જગદીશને રે...
એવા મુક્તને મળવા કાજ, મોટા ઇચ્છે છે મનમાં રે; શિવ બ્રહ્મા ને સુરરાજ, તે તો તલસે છે તનમાં રે... એવા દેવતાના દર્શન, થાતાં નથી થોડી વાતમાં રે; નિષ્કુળાનંદ વિચારો મન, આવો રહસ્ય બેસી એકાંતમાં રે... કિયાં જીવ કિયાં જગદીશ, જાણો જૂજવી એ જાત છે રે; મર આપિયે સો સો શીશ, તોયે વણ મળ્યાની વાત છે રે...
કિયાં કીડી કરી મેળાપ, ભેળું થાવા ભારે ભેદ છે રે; કિયાં પૂર્ણ પુરુષોત્તમ આપ, કિયાં જીવ જેને બહુ કેદ છે રે...
અતિ અણમળ્યાનું એહ, મળવું માયિક અમાયિકને રે; તે તો દયા કરી ધરી દેહ, આવે ઉદ્ધારવા અનેકને રે... તૈંયેં થાય એનો મેળાપ, જ્યારે નરતન ધરે નાથજી રે; કહે નિષ્કુળાનંદ આપ, ત્યારે મળાય એને સાથજી રે...
એવા મળ્યા છે મહારાજ, જે કોઈ સર્વેના શ્યામ છે રે; વળી રાજા એ અધિરાજ, એને આધારે સૌ ધામ છે રે... ધામ ધામના જે રહેનાર, હજૂર રહે છે જોડી હાથને રે; કરી આરત્ય શું ઉચ્ચાર, શીશ નમાવે છે નાથને રે... શિવ બ્રહ્મા ને સુરેશ, દેવ અદેવ રહે છે ડરતા રે; જેની આજ્ઞામાં અહોનિશ, શશી સૂરજ રહે છે ફરતા રે...
કંપે કાળ માયા મનમાંય, અતિ ઘણું અંતરમાં રે; કહે નિષ્કુળાનંદ કાંય, તું પણ ડરને તેના ડરમાં રે...
એની આગળ જો આપણ, કોણ ગણતીમાં આવીએ રે; શીદ ડો’ળીને ડહાપણ, સમજુ શિયાણા હસાવીયે જેણે રચ્યું આ જગત, જોને જૂજવી જાત્યનું રે; જોતા મૂંઝાય જાય મત, એવુ કર્યું ભાત ભાતનું રે...
એણે કર્યું એવું એક, થાય નહિ જરૂર જાણીએ રે; વણકર્યે એ વિવેક, શીદ અભિમાન આણીએ રે... મેલી ડા’પણ ભોળાપણ, રહીએ દાસના દાસ થઈને રે; કહે નિષ્કુળાનંદ આપણ, તો બેસિયે લાભ લઈને રે... જે જે હરિએ કર્યું હેત, એવું કરે કોણ આપણે રે; માત તાત સગાં સમેત, માન્યા સનેહી ભોળાપણે રે...
જોને ગર્ભવાસની ત્રાસ, ટળી ટળે કેમ કોયની રે; તે પણ ટાળીને અવિનાશ, રાખે ખબર અન્ન તોયની રે...
વળી સમે સમે સંભાળ, જાણો કરે હરિજનને રે; બીજુ એવું કોણ દયાળ, કાં રે મનાય નહિ મનને રે... એમ સમજ્યા વિના જન, આવે ઉન્મત્તાઈ અંગમાં રે; કહે નિષ્કુળાનંદ વચન, પછી મન માને કુસંગમાં રે...
જ્યારે ગણ્યો પોતામાં ગુણ, જાણ્યું હું પણ છૌં કોઈ કામનો રે; ત્યારે કો’ને વધ્યો કુણ, લેતાં આશરો સુંદર શ્યામનો રે... જ્યારે કરી દીનતા ત્યાગ, અંગે લીધો અહંકારને રે; ત્યારે મળ્યો માયાને લાગ, ખરો કરવા ખુવારને રે... પછી પ્રભુ પામવા કાજ, જે જે કર્યું’તું આ જગમાં રે; તે તો સર્વે ખોયો સાજ, પડ્યો ઠાઉકો જઈ ઠગમાં રે...
એવા મૂરખની મિરાત, એને અર્થે નથી આવતી રે; કહે નિષ્કુળાનંદ વાત, હરિભક્તને મન ભાવતી રે...
આવી અરથની જે વાત, કોય નર ઉતારે અંગમાં રે; ત્યારે સુખી થાય સાક્ષાત, પછી સમજી રે’ સત્સંગમાં રે... થઈ ગરીબ ને ગર્જવાન, શિષ્ય થઈ રહે સર્વનો રે; મેલી મમતા ને માન, ત્યાગ કરે તન ગર્વનો રે...
ખોળી ખોટ્ય ન રાખે કાંઈ, ભલી ભક્તિ ભજાવવા રે; એક રહે અંતરમાંઈ તાન, પ્રભુને રીઝાવવા રે... એવા ઉપર શ્રી ઘનશ્યામ, સદા સર્વદા રાજી રહે છે રે; સરે નિષ્કુળાનંદ કામ, એમ સર્વે સંત કહે છે રે...
પદ ૩૩-૪૦
કો’ તો વળી કહું એક વાત, સુણજ્યો સહુ મળી; છે જો સાંભળ્યા જેવી સાક્ષાત, વા’લપે કહું વળી... જેમ નરદેવ દઈને દંડ, વેરીને વશ્ય કરે; લિયે ખાટી તે સર્વે ખંડ, દુષ્ટ તે સરવે ડરે... તેમ પ્રગટી પૂરણબ્રહ્મ, સંતના શત્રુ હણ્યા; કામ ક્રોધ લોભ જે વિષમ, તે તૃણ તુલ્ય ગણ્યા...
સ્વાદ સ્નેહ મમતા માન, પાપી પારોઠા કીધા; કહે નિષ્કુળાનંદ નિદાન, નિજ જન તારી લીધા...
જેમ જીત્યા એ શત્રુ સમૂહ, કામ ક્રોધ લોભ લઈ; સ્વાદ સ્નેહ મમતા મોહ, તે તો દેખાડું કઈ... કામ કારણે કઢાવી લાજ, ક્રોધે બોલી બંધ કરી; લોભ ઉપર મહા મુનિરાજ, આવિયા ઝાડે ફરી...
સ્વાદે સૌ એકઠું કરી અન્ન, જળ નાખી જન જમે; સ્નેહે સંભારે નહિ સ્વજન, માનથી દૂર રમે... કાઢી રીસ કરી હડકાર, બીજા દુષ્ટ બહુ ડર્યા; કહે નિષ્કુળાનંદ નિરધાર, વેરી એમ વશ્ય કર્યા... સારો શક્કો બેસાર્યો સુંદર, પ્રભુજી પ્રગટ થઈ; નિષ્કલંક કર્યાં નારી નર, ઉત્તમ ઉપદેશ દઈ...
કોઈ કાળે સુણી નહિ કાન, એવી રીતિ આપે આણી; લોકમાંહી અલૌકી નિદાન, આશ્ચર્ય પામ્યાં પ્રાણી...
બહુ સામર્થી વાવરી શ્યામ, કામ તે કંઈક કરી; પછી પધારિયા નિજ ધામ, શ્રી ઘનશ્યામ હરિ... વાંસે રહ્યા વેરી વિપરીત, ખરે ખરા ખીજે ભર્યા; કહે નિષ્કુળાનંદ તેની રીત, દેખી સાચું દાઝી મર્યા...
વડું વેર વાળવાને કાજ, સાબદા એ સહુ થયા; મોટા મોટાની લેવાને લાજ, તાકે છે તેહ રહ્યા... ઝીણા ઝાલવામાં નહિ જશ, માટે મોટાને જોશે; કરશે દગો દેખજ્યો અવશ્ય, વેર વાળી વગોવશે... માટે સહુ રે’જો સાવધાન, ખબડદાર થઈ ખરા; જેનું આગે કર્યું અપમાન, તે જાળવે નહિ જરા...
એમ છે એ અનાદિની રીત, નવી એ નથી થઈ; કહે નિષ્કુળાનંદ ધારો ચિત, સનાતન સાચી કહી...
કૃષ્ણ પધાર્યા કેડ્યની વાત, શ્રી ભાગવતે ભાખી; કર્યો અસુરે બહુ ઉતપાત, હરિનારી ઘેર રાખી... અર્જુનનું ન ઊપજ્યું કાંય, ગાંડીવ ઘણુંયે હતું; તોય ન થઈ તેહની સા’ય, બુઢાપણ આવ્યું નો’તું...
માટે પ્રભુ ગયા પછી એમ, થાય તેના સંશય શિયા; સમા સમું રહે કહો કેમ, જેના રખવાળ ગયા... માટે સમજી સર્વે સુજાણ, વચનમાં વળગી રહેજો; કહે નિષ્કુળાનંદ નિરવાણ, કઠણ પળ આવી છે જો... નારી નજરે ન જુવો કોય, વિત્તની તો વાત ભૂંડી; સ્વાદ સ્નેહ દુઃખદાયી દોય, ઇચ્છા એની ટાળો ઊંડી...
માન મોટો છે અરિ અજિત, સમજીને સંગ તજો; ન કરો એ પંચની પ્રતીત, હેતે શું હરિને ભજો... આવો અવસર જાય અમોલ, પાછો તે પમાતો નથી; તેનો તપાસી કરવો તોલ, ઊંડો અતિ અંતરથી...
માંડી મૂઠી જુગટાની જેમ, જીત્યા તો જીત થઈ; કહે નિષ્કુળાનંદ (તો) એમ, હાર્યા તો હાર્ય સઈ... અન્ન ધન ગયે મળે અન્ન ધન, વસ્ત્ર ગયે વસ્ત્ર મળે; ગયે ભુવન મળે ભુવન, દિન ગયે દિન મળે... રાજ ગયે આવી મળે રાજ, સાજ સમાજ સહી; પણ ગઈ મળે નહિ લાજ, કહેવાની હતી તે કહી...
લાજ ખોઈને કરવું કાજ, એ તો અકાજ ખરું; મર મળે ત્રિલોકીનું રાજ, ઘોળ્યું પરહરો પરું...
બેઠી બદલામી જેને શીશ, ટળે નહિ કોઈ પળે; કહે નિષ્કુળાનંદ વસાવીશ, લખાય છે તે કાગળે... જોને ભવ બ્રહ્માજીની ભૂલ્ય, જન સહુ જાણે છે; એકલશૃંગી સૌભરીનાં શૂલ, પોથીમાં પ્રમાણે છે...
નારદ પર્વતની નિદાન, કીર્તિ કથામાં કહી; માટે સહુ રહેજ્યો સાવધાન, ખબડદાર ખરા થઈ... જેની પાસે હોય જોખમ, જાળવો તે જતન કરી; માથે મોટા છે વેરી વિષમ, ખોટી નહિ વાત ખરી... રહેવું નહિ ગાફલ ગમાર, માલ અતોલ મળે; કહે નિષ્કુળાનંદ વિચાર, કરવો પળે પળે...
પદ ૪૧-૪૮
જેનું કામે કાપી લીધું નાક, લોભે લઈ લાજ લીધી રે; જેને જીભે રોળી કર્યો રાંક, માને તો ફજેતી કીધી રે...
એવા જનનું જાણો જરૂર, નથી મુખ જોયા જેવું રે; દોષે ભર્યું જાણી તજો દૂર, અઘે અવરાણું તેને પાસે વસતાં વાસ, લાંછન તો લાગે જ લાગે રે; તજો તેને આણી તનત્રાસ, જેથી કુબુદ્ધિ જાગે રે...
એવા પાપીનું સ્પર્શતાં અંગ, પુણ્ય જાય પોતાતણું રે; કહે નિષ્કુળાનંદ એ કુસંગ, તે સંગે જ્યાન ઘણું રે... એવા જન જીવતા જરૂર, મૂઆ છે માની લેજો રે; દેખી દુર્ગંધને રહેજો દૂર, આભડછેટ એ તો છે જો રે... કાઢ્યા વિના નહિ સૂઝે કામ, સૂતક એ શીદ રાખો રે; બાળી જાળી ટાળો એનું ઠામ, વાની વહેતે જળે નાખો રે...
ઘણું રાખતાં એ ઘરમાંય, સૂણી કે સડી જાશે રે; કાઢો વેલ્ય મ કરજો કાંય, ઘણું રાખ્યે ગંધ થાશે રે...
કેડે કરવી નહિ તેની કાણ, ખરખરો ખોટો ખોળી રે; કહે નિષ્કુળાનંદ સુજાણ, કહ્યું મેં તપાસી તોળી રે... કહેશો હરે ફરે નર આપ, મૂઓ તેને કેમ કહીએ રે; તે તો પૂંછ હલાવે છે સાપ, ઘડીવાર જીવ ગયે રે...
પણ પંડમાંયે નથી પ્રાણ, જરૂર જાણી લેજો રે; જોઈ એના અંગનાં એંધાણ, પછી ડરી દૂર રહેજો રે... કાપ્યું તરુ કાઢે છે કૂંપળ, સરે પણ સૂકી જાશે રે; તેમ નર કરે કોટિ કળ, અંતે તે ઉઘાડું થાશે રે... કહો કપટ કેટલા દન, નર એહ રાખી રહેશે રે; કહે નિષ્કુળાનંદ સહુ જન, જેમ હશે તેમ કહેશે રે...
જેમ મહાજળમાં મગર, સાગર સહુને રાખે રે; નાનાં મોટાં કરી રહે ઘર, કોઈને ન કાઢી નાખે રે...
પણ જિયાં લગી જીવ હોય, ત્યાં લગી તેમાં રહે રે; વણ જીવે રહે નહિ કોય, લે’રે દૂર નાખી દહે રે... હરિજનનું જીવન છે ધર્મ, પોતે પોતાનો પાળે રે; તજે નહિ ભજે પરબ્રહ્મ, તો રહે તેમાં સદાકાળે રે...
વણ જીવે હોય નહિ વાસ, સતસંગ સિંધુમાંઈ રે; કરવો નિષ્કુળાનંદ તપાસ, કહ્યું નથી કૂડું કાંઈ રે... જે કોઈ ડચકાં દિવસ રાત, ખાતો નર હોય ખરાં રે; તેને જીવવાની જૂઠી વાત, પાંપળાં મેલો પરાં રે... જેની નાડી છાંડી ગઈ ઘર, જિહ્વા તો ટૂંકી પડી રે; દૃગ દોય દઈ ગયાં દર, શ્વાસ આવ્યો સુધો ચડી રે...
તેહ સમામાંહી સગપણ, કરે કોય કન્યાતણું રે; તેને રોકડું છે રંડાપણ, એવાતણ ઉધારે ઘણું રે...
તેમ સત્સંગમાં કોઈ જન, ગડબડ ગોટા વાળે કહે નિષ્કુળાનંદ કોઈ દન, રખે તે જીવત બાળે ડોરી દેખી મ ડગાવો દલ, સમજીને સંગ કરો રે; સારા સંત ઓળખી અવલ, મન કર્મ વચને વરો રે... દેખી ઉપરનો આટાટોપ, મને રખે મોટા માનો રે; એ તો ફોગટ ફૂલ્યો છે ફોપ, સમજો એ સંત શાનો રે...
જેને જાણજો જગ મોટાઈ, જડાણી જીવ સંગે રે; તેને મોટા માનો જગમાંઈ, ખોટા છે મોક્ષ મગે
જોને શુકજી ને જડભરત, કો’ કેણે મોટા જાણ્યા રે; હતા નિષ્કુળાનંદ એ સમ્રથ, પછી સહુએ પરમાણ્યા રે... એહ વિના મોટાઈ જે અન્ય, ખરી તે પણ ખોટી નથી રે; તે તો સુણી લિયો સહુજન, તે પણ કહું કથી રે...
જેમ પંખીમાં મોટેરો ઘૂડ, ઝાડમાં તાડ લઈએ રે; તળાવ જળમાં મોટો ઝૂડ, પશુમાં પાડો કહીએ રે... સર્પમાં મોટેરો તક્ષક, વીંછીમાં ઠાકરિયો વળી રે; એ તો મોટપ દુઃખદાયક, સમજો સહુ મળી રે... એમ જાણ્યા વિના જગમાંય, ઉપાય નથી ઊગર્યાનો રે; કહે નિષ્કુળાનંદ તે ન્યાય, માનો કે નવ માનો રે...
ખોટીલા સાંભળી આવી ખોટ, દોષ જે બીજાને દેશે રે; પોતે પેટે કપટ રાખી કોટ, બા’ર તો સાધુતા ગ્રે’શે રે...
છળે કળે છપાડી છિદર, વાંકમાં નહિ આવે આપે રે; એમ કરતાં જાણશે કોઈ નર, તેને ડરાવશે શાપે રે... આણી આખ્યાન તેની ઉપર, બોલવા નહિ દિયે રે; જેને નથી મહારાજનો ડર, તે કહો કેથી બીયે રે...
એવા પાપી જે પાપના પુંજ, દેખીને દૂર રહીએ રે; કહે નિષ્કુળાનંદ તે શું જ, કહી કહી કેટલું કહીએ રે...
પદ ૪૯-૫૬
સુંદર સારી શિખામણ મારી, માની લે મનવા મારા રે; ધારી વિચારી મેં વાત ઉચ્ચારી, તે જોઈ સ્વભાવ તારા રે... પરને કહેવા પ્રવીણ છો પૂરો, પોતાનું તો તું ન પેખે રે; સામાને શીખ દેવામાં છો શૂરો, નિજ દોષને નવ દેખે રે... કાંયે ન સમજે કારજ તારું, કહું છું કાંયે નહિ થાય રે; શીદને ઉતારે છે પરબારું, કાંરે ન મનાય કાંય રે...
અવળી સમજણ અળગીએ કરી, સવળું સમજાય તો સારું રે; નિષ્કુળાનંદ કહે વિચારી, એટલું માની લે મારું રે...
મન તુંને સમજાવવા સારુ, કહ્યું મેં વારમવાર રે; તેં તો ગમતું ન તજિયું તારું, ગઈ શિખામણ ગમાર રે... જે જે વાત કરી તુજ સાથે, તે તો તેં રતિ ન રાખી રે; ખોટ્ય આવવા દીધી નહીં માથે, લઈ બીજા પર નાખી રે...
કહો ખોટ્ય ટળે કેમ તારી, નિજ દોષને ન દેખે રે; એથી ભૂલ બીજી કઈ ભારી, સહુથી સરસ આપ લેખે કહેનારાને કહેવા ન રહ્યું, તેં ન ધર્યું જ્યારે કાન રે; નિષ્કુળાનંદ કહે તુંને શિયું, તારે તો બીજું છે તાન રે... સમું સમજે શોધતાં એવા, જોતાં ઝાઝા નવ જડે રે; જેને ન આવડે અવળું લેવા, વણતોળી વિપત્ય જો પડે રે...
માન મોટપ ને મમતા મૂકે, ગમતું ગોવિંદનું જાણી રે; ચોટ નિશાન ઉપરથી ન ચૂકે, પરલોકે પ્રતીતિ આણી રે...
કોઈ કાળે જો કામ પોતાનું, વણસાડે નહિ વળી રે; કપટ કેદીયે ન રાખે છાનું, મોટા સંતને મળી રે... એવા જન જગતમાં જાણો, ઘર ઘર ઘણા ન હોય રે; નિષ્કુળાનંદ કહે પરમાણો, સાચા સંત કા’વે સોય રે...
આ લોકની જેણે આશા તજી છે, પરલોકના સુખ સારુ રે; તેણે કરી હરિભક્તિ રજી છે, સંસાર સુખ થયું ખારું રે... ચૌદ લોક ને ચતુરધા લગી, જગમાં જે જે કહેવાય રે; સર્વે એ ઠેકાણે અગનિ સળગી, દેખે તપતાં ત્યાંય રે... ઠરવા ઠાઉકું ઠામ ન સૂઝે, કો’ સુખ કિયાં મનાય રે; કાળ માયાથી સહુ રહ્યાં ધ્રૂજે, હરિનાં ચરણ વિનાય રે...
એમ અહોનિશ અંતરમાંઈ, વરતે છે વૈરાગ્ય રે; નિષ્કુળાનંદ કહે તેને કાંઈ, કઠણ નો’યે કરવું ત્યાગ રે...
એવા જનની ઉપર હરિ, રાજી છે અક્ષર પતિ રે; જેણે ભક્તિ ભાવે શું કરી, ફરે નહિ કેદી મતિ રે... શરીરનાં સુખ સર્વે ત્યાગી, બાંધી પ્રભુ સાથે પ્રીતિ રે; જેની લગની લાલશું લાગી, તે તો ગયા જગ જીતી રે...
કપટ રહિત શ્રીજીની સેવા, જાણજો જે જને કરી રે; પ્રભુના પદને પામિયા એવા, આ ભવજળ ગયા તરી રે... તેમા સંશય લેશ મ લાવો, પૂરણ પ્રતીતિ આણો રે; નિષ્કુળાનંદ કહે નિરદાવો, જેના જીવમાં જાણો રે... એવાને સંગેથી અક્ષરધામે, જવાય છે જો જરૂર રે; બીજાને સંગે તો સુખ ન પામે, દુઃખ રહે ભરપૂર રે...
જેને જાવું હોય જમને હાથે, દક્ષિણ દેશની તે તો સુખે રહો કપટી સાથે, તેનું કહેતા નથી કાંય રે...
પણ જાવું જેને પ્રભુજી પાસે, તેને કરવો તપાસ રે; અંતરે બીજો તજવો આશે, થઈ રહેવું હરિદાસ રે... આવી વાત અંતરે ઉતારી, કરી લેવું નિજ કામ રે; નિષ્કુળાનંદ કહે વિચારી, તો પામિયે અક્ષરધામ રે...
જેહ ધામને પામીને પ્રાણી, પાછું પડવાનું નથી રે; સર્વે પર છે સુખની ખાણી, કેવું કહીએ તેને કથી રે... અનંત મુક્ત જ્યાં આનંદે ભરિયા, રહે છે પ્રભુજીની પાસ રે; સુખ સુખ જ્યાં સુખના દરિયા, તિયાં વસી રહ્યા વાસ રે... તેજ તેજ જિયાં તેજ અંબાર, તેજોમય તન તેનાં રે; તેજોમય જ્યાં સર્વે આકાર, શું કહીએ સુખ એનાં રે...
તે તેજ મધ્યે સિંહાસન શોભે, તિયાં બેઠા બહુનામી રે; નિષ્કુળાનંદ કહે મન લોભે, પૂર્ણ પુરુષોત્તમ પામી રે...
એવા ધામની આગળ બીજાં, શી ગણતીમાં ગણાય રે; મા’પ્રલય કાળના અગ્નિમાં સીજાં, હંમેશ જેહ હણાય રે... પ્રકૃતિ પુરુષ પ્રલયમાં આવે, ભવ બ્રહ્મા ન રહે કોય રે; ચૌદ લોક ધામ રે’વા ન પાવે, સર્વે સંહાર હોય રે...
જેમ કડાયામાં કણ ઊછળે છે, ઊંચા નીચા અગ્નિ જ્વાળે રે; તેમ જ તનધારી બળે છે, સ્વર્ગ મૃત્યુ ને પાતાળે રે... માટે સુખ નથી કિયાં માને, પ્રભુજીના પદ પખી રે; નિષ્કુળાનંદ કે’ ભૂલે છે શાને, લે વાત આવી તું લખી રે...
પદ ૫૭-૬૪
એવા ધામને પામવા કાજ, અવસર અમૂલ્ય આવ્યો; આવ્યો સુખનો મળી સમાજ, ભલો અતિ મન ભાવ્યો... ભાવ્યો એ રસ જેહને ઉર, તેણે પીવા પ્યાસ કરી; કરી દેહબુદ્ધિ વળી દૂર, એક ઉર રાખ્યા હરિ... હરિ વિના રાખ્યું નહિ કાંય, અસત્ય જાણી આપે; આપે વિચાર્યું અંતરમાંય, તેહ તપે નહિ તાપે...
તાપે તપતાં જાણી ત્રિલોક, ઇચ્છા ઉરથી તજી; તજી નિષ્કુળાનંદ સંશે શોક, ભાવે લીધા પ્રભુને ભજી...
ભજી ભલી ગઈ પામી પ્રગટ પ્રભુ સાક્ષાત, કહો કાંઈ રહી ખામી... ખામી ભાંગી ખરી થઈ ખાટ, ખોયા દી’ની ખોટ્ય ટળી; ટળી ગયા સર્વે ઉચ્ચાટ, શ્રી ઘનશ્યામ મળી...
મળી મોજ અલૌકિક આજ, આવ્યું સુખ અતિ અંગે; અંગે કરવું ન રહ્યું કાજ, મળી મહારાજ સંગે... સંગે રહીશ હું તો સદાય, સુખકારી શ્યામ જાણી; જાણી નિષ્કુળાનંદ મનમાંય, રહું ઉર આનંદ આણી... આણી આંખ્યે મેં જોયા જીવન, સહજાનંદ સ્વામી; સ્વામી દોયલી વેળાનું ધન, પામી દુઃખ ગયાં વામી...
વામી વેદના મારી આ વાર, શરણ શ્રીજીનું લઈ; લઈ મું અર્થે અવતાર, આવિયા આપે સઈ...
સઈ કહું આ સમાની રીત, આજ આડો આંક વળ્યો વળ્યો દિવસ ટળ્યો કાળની ઝાળનો ત્રાસ, પૂરણ સુખ પામ્યો; પામ્યો નિષ્કુળાનંદ ઉલ્લાસ, ફૂલી ત્રિલોકે ન શામ્યો...
શામ્યો અસત સુખનો ઉછાહ, સુરતિ સાચામાં લાગી; લાગી પ્રભુપદની જો ચાહ, બીજી ભૂખ સર્વે ભાગી... ભાગી આ લોકસુખની આશ, નિરાશે નિરાંત થઈ; થઈ પરી એ સર્વે કાશ, અન્ય અભિલાષા ગઈ... ગઈ સુરતિ સહુની પાર, અક્ષરધામે ધાઈ; ધાઈ ઇચ્છતાં સુખ સંસાર, તેમાં ન દીઠું કાંઈ...
કાંઈ માને બીજે તેનું મન? મહાસુખ મોટું જોઈ; જોઈ નિષ્કુળાનંદ મગન, મનમાં રહ્યો મોઈ...
મોહી રહ્યા જેને મુનિરાજ, ત્યાજ તનસુખ કરી; કરી લીધું છે પોતાનું કાજ, ફેરો નથી રાખ્યો ફરી... ફરી ફસવું જે ફંદમાંય, એવું ન રાખ્યું એણે; એણે કરવું રાખ્યું નહિ કાંય, તલ એકભાર તેણે...
તેણે નજર પોં’ચાડી છે નેક, શાબાશ સમજણ એની; એની મતિ પોં’ચી ગઈ છેક, હું બલિહારી તેની... તેની જોડ્યે આવે કહો કોણ, વાત વિચારી જોઈ; જોઈ નિષ્કુળાનંદ એવું જોણ, કહે ધન્ય સંત સોઈ... સોઈ સુખ પામવાને કાજ, મોટા મનમાંય ઇચ્છે; ઇચ્છે ભવ બ્રહ્મા સુરરાજ, મળવા મનમાં રહે છે...
રહે છે આશા એવી ઉરમાંય, મને મહાસુખ લેવા; લેવા આનંદ ઇચ્છા સદાય, દલમાંઈ ઇચ્છે દેવા... દેવા ઉપમા એહને એક, જોતાં બીજી જડતી નથી; નથી છાની એ વારતા છેક, કહેવાય છે કથી કથી...
કથી કહ્યું એ ધામનું સુખ, વરણવી વળી વળી; વળી નિષ્કુળાનંદ કે’ શું મુખ, દુઃખ જાય એને મળી... મળી મહારાજને મુનિરાય, સહુ સુખ પામે સોય; સોય કહું દૃષ્ટાંતની માંય, જાણો કાચભૂમિ હોય... હોય કાચના સર્વે આકાર, રવિ શશી તારા વળી; વળી તેજ તેજ ત્યાં અંબાર, રહે બહુ ઝળમળી...
મળી પૂરણ દીશે પ્રકાશ, એકરસ તેજ એવું; એવું ધામમાંઈ છે ઉજાશ, એ વિના કહીએ કેવું...
કે’વું કેડે નથી હવે કાંય, સમજો તો સમજો સાને; સાને નિષ્કુળાનંદ ન ગાય? જેને આવ્યું એવું પાને... પાને લખ્યાં આ પદ ચોસઠ્ય, સુંદર સારાં શોધી; શોધી જોજો સહુ સારી પઠ્ય, જેવી હોય જેની બુદ્ધિ...
બુદ્ધિમાંહી તે કરી વિચાર, સવળું સાર ગ્રહેજો; ગ્રહેજો કરવાનું તે નિરધાર, ન કરવાનું મૂકી દેજો... દેજો માં વળી કોયને દોષ, રોષ અંતરમાં આણી; આણી હૈયામાંઈ ઘણી હોંશ, મંડો સહુ સુખ જાણી... જાણી જોઈને આળસ અંગ, રતિ એક રખે રહે રહે નિષ્કુળાનંદ તો રંગ, અલભ્ય લાભ લહે...