ભક્ત થાવું રે ભગવાનનું, છે જો કઠણ કામ; સુખ સર્વે સંસારનાં રે, કરવાં જોઈએ હરામ. ભક્ત॥ દેહ ગેહ દારા દામનું, મેલવું મમતા ને માન; એહમાંથી સુખ આવે એવું રે, ભૂલ્યે ન પડે ભાન. ભક્ત॥
Nishkulanand Swami
પદ – ૧
વિપત આવે વણ વાંકથી, તે તો સહે જો શરીરે; ઉપહાસ કરે આવી કોય રે, તેમાં રહે દૃઢ ધીરે. ભક્ત॥ ખૂની ન થાય ખમે ઘણું, એવા સહજ સ્વભાવે; નિષ્કુળાનંદ એવા ભક્તનો, જશ જુગોજુગ કહાવે. ભક્ત॥
પદ – ૨
પદાતિ કહે પે’લવાનને, હુકમ કર્યો છે રાયે; ચીરી નાંખ્ય પ્રહલાદને, બાંધી હાથીને પાયે. પદાતિ॥ ત્યારે માવતે વાત માની મને, બાંધ્યા હાથીને પગે; તેમાંથી પ્રહલાદ ઊગર્યા, સહુએ દીઠા છે દૃગે. પદાતિ॥
ત્યાર પછી તેણે તપાસીને, આપ્યું ઝેર અન્નમાં; તે તો અમૃતવત થયું, તર્ત ઊતરે તનમાં. પદાતિ॥ શિશુ એ સાત વર્ષના, બાંધ્યું વડાશું વેર; નિષ્કુળાનંદ કહે અસુરને, નહિ કોઈને મે’ર. પદાતિ॥
પદ – ૩
ભક્ત સાચા ભગવાનના, ઝાઝા જડતા નથી; લક્ષણ જોઈ લેવાં લખી રે, શું કહિયે ઘણું કથી. ભક્ત॥ અતિ દયાળુ દિલના, પડ્યે કષ્ટે ન કાય; પ્રાણધારીને પીડે નહિ રે, પર પીડ્યે પિડાય. ભક્ત॥ પોતાને સુખ જો પામવા, બીજાનું ન બગાડે; દુષ્ટ આવે કોઈ દમવા, તેને શાંતિ પમાડે. ભક્ત॥
ક્ષમા ઘણી ક્ષોભે નહિ, સુખ દુઃખને સહે; નિષ્કુળાનંદ એવા ભક્તથી, હરિ દૂર ન રહે. ભક્ત॥
પદ – ૪
ઇચ્છ્યા અટળ પદ આપવા, અલબેલો અવિનાશ; આવી એમ ધ્રુવને કહ્યું રે, માગો માગો મુજ પાસ. ઇચ્છ્યા॥ ધ્રુવજી કહે ધન્ય ધન્ય નાથજી, તમે પ્રસન્ન જ થયા; એથી બીજું શું માગવું, દિન દુઃખના ગયા. ઇચ્છ્યા॥ અખંડ રે’જો મારે અંતરે, પ્રભુ આવાના આવા; મોટું બંધન છે માયા તણું, તેમાં ન દેશો બંધાવા. ઇચ્છ્યા॥
એમ ધ્રુવજી જ્યારે ઓચર્યા, લાગ્યું સારું શ્યામને; નિષ્કુળાનંદ કહે નાથે પછી, આપ્યું અચળ ધામને. ઇચ્છ્યા॥
પદ – ૧
ભક્ત થાવું રે ભગવાનનું, છે જો કઠણ કામ; સુખ સર્વે સંસારનાં રે, કરવાં જોઈએ હરામ. ભક્ત॥ દેહ ગેહ દારા દામનું, મેલવું મમતા ને માન; એહમાંથી સુખ આવે એવું રે, ભૂલ્યે ન પડે ભાન. ભક્ત॥
વિપત આવે વણ વાંકથી, તે તો સહે જો શરીરે; ઉપહાસ કરે આવી કોય રે, તેમાં રહે દૃઢ ધીરે. ભક્ત॥ ખૂની ન થાય ખમે ઘણું, એવા સહજ સ્વભાવે; નિષ્કુળાનંદ એવા ભક્તનો, જશ જુગોજુગ કહાવે. ભક્ત॥
પદ – ૫
સત્યવાદી સંત સંકટને સહે, રહે ધીર ગંભીર નીરનિધિ જેવા આપે અમાપે તાપે તપે નહિ કે દી, અડગ પગ મગે પરઠે એવા. સત્યવાદી॥ જગ ઉપહાસ ત્રાસ હરિદાસ સહે, અન્ય કાસ ત્રાસ નાશ કીધી જેણે; અવિનાશ પાસ વાસ આશ કરી, શ્વાસ ઉચ્છવાસ ઉલ્લાસ રહે છે તેણે. સત્યવાદી॥ અતિ પ્રસન્નવદન નિશદિન રહે, ધન્યધન્ય જન પાવન સરે; જગજીવન સ્વજન વિઘન હરે, તેહ વિન ભજન મન નવ કરે. સત્યવાદી॥
ગ્રહી ટેક એક વિવેક કરી ખરી, છેક તે નેક કહ્યે નવ તજે; નિષ્કુળાનંદ જગવંદ સહજાનંદ, સુખકંદ ગોવિંદ મુકુંદ ભજે. સત્યવાદી॥
પદ – ૬
રાણી વાણી જાણી તાંણી તીખી કહે, કાઢ કાઢ કાઢ કરવાળ તારી; ગ્રહે અતિ ગાઢ ગાઢ ગાઢ મને, વાઢ વાઢ વાઢ વળી મુંડ મારી. રાણી॥ રખે અડર નર ડરે ડરતો, થરથરથર કર કરીશ મા જો; ધરી ધીર શરીર શૂરવીર થઈ, નાથ હાથ વાળતા દિલે ડરીશ મા જો. રાણી॥ ત્યારે અચાનક ચાનક ચિત્તે ચડી, દડવડી ડગ ભરી દોટ દીધી; અતિ વિકરાળ કરવાળ ઝાળ જેવી કહીએ, તે ભૂપાળ ઉતાળ તતકાળ લીધી. રાણી॥
કાઢ્યું ખડગ થડક ધડક નથી, થડક થડક તે થડક ટળી; ફડક ફડક ફડકતી નથી, ઝડક ઝડક કહે મને માર વળી. રાણી॥
તીખી તરવાર માર માર માર કરે, ધારે ધારે ધારે ધીરજ ન રહે; તારે તારે તારે તારા ભણે, માર માર માર એમ સ્વમુખે કહે. રાણી॥ સુર નર સાથ સાથ સાથ મળ્યા, પાથ પાથ પાથ પડે રડે રહ્યાં; નિષ્કુળાનંદ અનાથનાથ નાથ, હાથે હાથ હાથ ગ્રહી લીધો છે તિયાં. રાણી॥
પદ – ૭
કઠણ કસોટી મોટી મહારાજની, સહી રહે વળી કોઈ સંત શૂરા; જેમ જેમ દુઃખ પડે આવી દેહને, તેમ તેમ તેમ પરખાય પૂરા. કઠણ॥
જેણે પાડી છે આંટી મોટી જીવમાં, મન માન્યું છે મરી કરી મટવું; ભર અવસર પર ધરધરી, ફરી ખરી હાક વાગ્યે નથી જ હટવું. કઠણ॥ અનેક દેહ ખોયા અણઅરથે, તેહ દેહ કાંયે નાવ્યા કામે; હવે આ દેહ હરિઅરથે કરી, રાખવું છે અચળ તે આઠું જામે. કઠણ॥
એમ દૃઢ ધીરજ ધરી કરીને, ભજે છે જેહ ભગવાન ભાવે; નિષ્કુળાનંદ કહે એમ જાણવું, અંતે અરથ પણ એ જ આવે. કઠણ॥
પદ – ૮
આકરે કાકરે કરવત કાઢિયું, વાઢિયું મસ્તક લલાટ લગે; ધડક ફડક થડક નથી મને, અચળ અકડ ઊભા એક પગે. આકરે॥
છૂટી છોળ અતોળ લાલ લોહીની, તે જોઈ જન મન ચડી ચિત્તે ચિતરી; દેખી ભૂપતિની વિપત્તિ મતિ ચળી, ઢળી વળી પડ્યાં મૂરછાયે કરી. આકરે॥ કરે કરેરાટ ચરેરાટ માંડ્યું ચાલવા, તે વામ અંગે એહની વાત જાણી; એહ અંગ તેહ ઉમંગ ભંગ થયું, વળી આવી ગયું આંખ્યમાંય પાણી. આકરે॥
તે જોઈ દ્વિજ બોલિયો ક્રોધ કરી, કલપીનું દાન હું ન લેઉં કદી; હડકી ફડકી ચડકી ચાલિયા, તેહને વાળિયા દીનતા વાણી વદી. આકરે॥ પછી આવીને પૂછ્યું એહ અંગને, કહે આંસુ આવ્યાનું કારણ સહિ; ત્યારે તે કહે અભાગ્ય શી અર્ધા અંગની, જે બ્રાહ્મણને અર્થે આવ્યું નહિ. આકરે॥ એવું સુણી દ્વિજ પલટીને થયા, તિયાં પ્રગટ પુરુષોત્તમરૂપ રે; નિષ્કુળાનંદનો નાથ ગાથ કહે, માગ્ય માગ્ય માગ્ય મુજ પાસથી ભૂપ રે. આકરે॥
પદ – ૨
પદાતિ કહે પે’લવાનને, હુકમ કર્યો છે રાયે; ચીરી નાંખ્ય પ્રહલાદને, બાંધી હાથીને પાયે. પદાતિ॥ ત્યારે માવતે વાત માની મને, બાંધ્યા હાથીને પગે; તેમાંથી પ્રહલાદ ઊગર્યા, સહુએ દીઠા છે દૃગે. પદાતિ॥
ત્યાર પછી તેણે તપાસીને, આપ્યું ઝેર અન્નમાં; તે તો અમૃતવત થયું, તર્ત ઊતરે તનમાં. પદાતિ॥ શિશુ એ સાત વર્ષના, બાંધ્યું વડાશું વેર; નિષ્કુળાનંદ કહે અસુરને, નહિ કોઈને મે’ર. પદાતિ॥
પદ – ૯
દોયલું થાવું હરિદાસ રે સંતો... દોયલું જોઈએ તજવી તનસુખ આશ રે સંતો... દોયલું… ટેક શૂરો જેમ રણમાં લડવા, ધરે હૈયામાં અતિ હુલાસ; પેટ કટારી મારી કાયર મનમાં કરે મનસૂબા, રે’શું ઊભા આસપાસ; એમ કરતાં જો ચડી ગયા ચોંટે, તો તરત લેશું મુખે ઘાસ રે સંતો...॥
શૂરા સંતની રીત એક સરખી, કરવો વેરીનો વિનાશ; કામ ક્રોધ લોભ મોહ જીતી, ભાવે ભજવા અવિનાશ રે સંતો...॥ એવા ભક્ત તે ભક્ત હરિના, તેહ સહે જગ ઉપહાસ; નિષ્કુળાનંદ કહે તે વિના બીજા, તેનો નાવે કે દી વિશ્વાસ રે સંતો...॥
પદ – ૧૦
શીદને રહિયે કંગાલ રે સંતો જ્યારે મળ્યો મોટો મહા માલ રે સંતો... શીદ પૂરણ બ્રહ્મ પુરુષોત્તમ પામી, ખામી ન રહી એક વાલ; અમલ સહિત વાત ઓચરવી, માની મનમાં નિહાલ રે સંતો॥ રાજાની રાણી ભમી ભીખ માગે, હાલે કંગાલને હાલ; ઘર લજામણી રાણી જાણી રાજા, ખીજી પાડે વળી ખાલ રે સંતો॥
તેમ ભક્ત ભગવાનના થઈને, રહે વિષયમાં બેહાલ; તે તો પામર નર જાણો પૂરા, હરિભક્તની ધરી છે ઢાલ રે સંતો॥ તન મન આશ તજી તુચ્છ જાણી, કાઢું સમઝી એ સાલ; નિષ્કુળાનંદ એ ભક્ત હરિના, બીજા બજારી બકાલ
પદ – ૧૧
કરિયે રાજી ઘનશ્યામ રે, સંતો તો સરે સરવે કામ રે સંતો... ટેક મરજી જોઈ મહારાજના મનની, એમ રહિયે આઠું જામ; જે ન ગમે જગદીશને જાણો, તેનું ન પૂછીએ નામ રે સંતો...॥ તેમાં કષ્ટ આવે જો કાંઈક, સહિયે હૈયે કરી હામ; અચળ અડગ રહિયે એક મને, તો પામિયે સુખ વિશ્રામ રે સંતો...॥
જુવો રીત આગેના જનની, પામ્યા વિપત્તિ વિરામ; જનમ થકી માનો મુવા સુધી, ઠરી બેઠા નહિ ઠામ રે સંતો...॥ એ તો દોયલું સોયલું છે આજ, તજિયે દોય દામ વામ; નિષ્કુળાનંદ નિઃશંક થઈને, પામિયે હરિનું ધામ રે સંતો...॥
પદ – ૧૨
ધીરજ સમ નહિ ધન રે સંતો... આવે અર્થ દોયલે દન રે સંતો... અતોલ દુઃખ પડે જ્યારે આવી, તે તો ન સે’વાય તન; તેમાં કાયર થઈને કે દી, ન વદે દીન વચન રે સંતો...॥ ધીરજવંતને આપે અત્યંત, દુઃખ બહુ દુરિજન; તે તો સરવે સહે શરીરે, જાણી તે જન અજ્ઞ રે સંતો...॥ ધીરજ ધારી રહે નરનારી, પામે તે સુખસદન; કષ્ટ કાપવાનો એ છે કુઠારો, વાઢે વિપત્તિનાં વન રે સંતો...॥
આગે સીતા કુંતા ને દ્રૌપદી, ધારી ધીરજ અતિ મન; નિષ્કુળાનંદના નાથને કર્યા, પૂરણ એણે પ્રસન્ન રે સંતો...॥
પદ – ૩
ભક્ત સાચા ભગવાનના, ઝાઝા જડતા નથી; લક્ષણ જોઈ લેવાં લખી રે, શું કહિયે ઘણું કથી. ભક્ત॥ અતિ દયાળુ દિલના, પડ્યે કષ્ટે ન કાય; પ્રાણધારીને પીડે નહિ રે, પર પીડ્યે પિડાય. ભક્ત॥ પોતાને સુખ જો પામવા, બીજાનું ન બગાડે; દુષ્ટ આવે કોઈ દમવા, તેને શાંતિ પમાડે. ભક્ત॥
ક્ષમા ઘણી ક્ષોભે નહિ, સુખ દુઃખને સહે; નિષ્કુળાનંદ એવા ભક્તથી, હરિ દૂર ન રહે. ભક્ત॥
પદ – ૧૩
સાચા સંતે અત્યંત રાજી કર્યા શ્રીહરિ, મેલી મમત તન મન તણી… સાચા હિંમત અતિ મતિમાંય તે આણીને, રતિપતિની લીધી લાજ ઘણી… સાચા॥ દામ વામ ધામ દીઠાં પણ નવ ગમે, કામ શ્યામ સાથે રાખ્યું છે જેણે; નામ ઠામ ન પૂછે ગામ ગ્રાસનું રે, આઠું જામ હામ હૈયે રહે છે તેણે... સાચા॥ એવા સંતનો સંગ ઉમંગ શું કરિયે, તો અભંગ રંગ રૂડો અંગ રહે; દિલ ન ડગમગે પગ નવ પરઠે, ચિત્ત રહી ચંગે જગ જીતી લહે... સાચા॥
સાચા સંત શૂરવીર ધીર ગંભીર છે, નીરક્ષીર કાંકરહીર કરે નિવેડો; નિષ્કુળાનંદ આનંદપદ પામીને, કે દી ન મૂકે એ વાતનો જ કેડો... સાચા॥
પદ – ૧૪
સાચા ભક્તની રીત સર્વે સાચી સહી, સાચાં સર્વે આચરણ એનાં... સાચા ખાતાં પીતાં સુતાં જાગતાં જાણિયે, ઉપદેશ રૂપ અનુપ તેનાં.... સાચા॥
હાલતાં ચાલતાં જોતાં માંય જોવું ખરું, લેતા દેતાં બોલતામાં કળી લૈયે; જાતાં આવતાં પાસ વાસ વસતાં, કેમ ન કળાય એહ કહો તૈયે... સાચા॥ કરતાં ન કરતાં હરતાં ફરતાં, ગાતાં વાતાં વળી હસતાં હોયે; રોતાં ધોતાં પોતાં પે’રતાં પરખિયે, છતાં વક્તાં જાણો સુખદ સોયે... સાચા॥
જે જે આચરણ સાચા સંત આચરે, તે તે સર્વે છે વળી સુખકારી; અખંડ ધામમાં એ જ પોં’ચાડે, નિષ્કુળાનંદ કહે છે વિચારી... સાચા॥
પદ – ૧૫
ક્ષમાવંત સંત અત્યંત સુખ ભોગવે, પામે દુઃખ ક્ષમાની ખોટવાળા; સોનું રૂપું જેમ સહે ઘણા ઘાવને રે, જોઈએ કાચને વળી રખવાળા... ક્ષમાવંત॥
રૂપા સોનાનાં ભૂષણ સહુ પે’રી ફરે, એ તો અંગોઅંગમાં શોભા આપે; કાચ ભાંગે તો કામ આવે નહિ રે, કટકા કોઈકનું તન કાપે... ક્ષમાવંત॥ સર્પ સિંહ સ્વભાવવાળા સંત શિયા, જેની પાસે જાતાં પગ પડે પાછા; અતિ અખતર નર નરસા ઘણા રે, તેને કહેવું પડે તમે સંત સાચા... ક્ષમાવંત॥
એ જેવી કે’વી દેવી નંદવાણા તણી, રૂઠે તૂઠે નિષ્કુળાનંદ કહે નવ થાય ઓરતો રે, જો પહેલા વહેલા એના પગ પરખો... ક્ષમાવંત॥
પદ – ૧૬
ધન્ય ધન્ય ધન્ય કહું સાચા સંતને, જેણે રાજી કર્યા રાધા રમાપતિ... ધન્ય માન અપમાનમાં મન હટક્યું નહિ રે, સમ વિષમે રહી એક મતિ... ધન્ય॥
સુખ દુઃખ સમતોલ સમઝ્યા સહી, અરિ મિત્રમાં રહી એક જ બુદ્ધિ; સંપત્તિ વિપત્તિ સરખી સમ થઈ રે, સમઝ્યા સંત એમ વાત સુધી... ધન્ય॥ હાર જીત ને હાણ વૃદ્ધિ જાણો વળી, હરખ શોકમાં નવ હસે રુવે; ગાંધર્વ શહેર
સ્વપ્નાની પૂજા પીડા સ્વપને રહી, તે જાગ્રતમાં એહ આવતી નથી; નિષ્કુળાનંદ એમ સાચા સંત સમઝે રે, વિચારો સહુ કહું હું વાત કથી. ધન્ય॥
પદ – ૪
ઇચ્છ્યા અટળ પદ આપવા, અલબેલો અવિનાશ; આવી એમ ધ્રુવને કહ્યું રે, માગો માગો મુજ પાસ. ઇચ્છ્યા॥ ધ્રુવજી કહે ધન્ય ધન્ય નાથજી, તમે પ્રસન્ન જ થયા; એથી બીજું શું માગવું, દિન દુઃખના ગયા. ઇચ્છ્યા॥ અખંડ રે’જો મારે અંતરે, પ્રભુ આવાના આવા; મોટું બંધન છે માયા તણું, તેમાં ન દેશો બંધાવા. ઇચ્છ્યા॥
એમ ધ્રુવજી જ્યારે ઓચર્યા, લાગ્યું સારું શ્યામને; નિષ્કુળાનંદ કહે નાથે પછી, આપ્યું અચળ ધામને. ઇચ્છ્યા॥
પદ – ૧૭
આજ આનંદ મારા ઉરમાં, મળી મને મહામોંઘી વાત રે॥ કોટી કષ્ટ કરે હરિ નવ મળે, તે તો મને મળિયા સાક્ષાત રે... આનંદ॥
રમાડ્યા જમાડ્યા રૂડી રીતશું, મળ્યા વળી વારમવાર રે...॥ હેતે પ્રીતે નિત્યે સુખ આપિયાં, તે તો કે’તાં આવે કેમ પાર રે... આનંદ॥ અન્ન જળ ફળ ફૂલ પાનની, આપી એવી પ્રસાદી અનુપ રે॥ ચરણની છાપ દીધી છાતિયે, આપ્યાં સારાં વસ્ત્ર સુખરૂપ રે... આનંદ॥
આગળ ભગત અનેક થયા, સહ્યાં તેણે શરીરે બહુ દુઃખ રે॥ તોય પ્રભુ પ્રગટ પામ્યા નહિ, પામ્યા પણ નાવ્યાં આવાં સુખ રે... આનંદ॥ કોઈકને આપી અમરાવતી, કોઈકને પુર કૈલાસ રે॥ કોઈકને સત્યલોક સોંપિયું, કોઈકને વૈકુંઠે વાસ રે... આનંદ॥ જૂજવાં એ ધામ આપ્યાં જનને, જોઈ નિષ્કામ સકામ રે॥ આજ તો અઢળક ઢળ્યા હરિ, આપ્યું સહુને અક્ષરધામ રે... આનંદ॥
સુખ સુખ સુખ જ્યાં સુખ ઘણું, તે તો મુખે કે’તાં ન કહેવાય રે॥ નિષ્કુળાનંદ એ આનંદમાં, હરખી હરખી ગુણ ગાય રે... આનંદ॥
ચોસઠ્ય કડવાં સાત એક સિંધુ, છે ચરણ વળી પદ સોળ;॥ તેની ઉપર એક છે, વધામણાનું ધોળ.॥ સંવત્ અઢાર નવાણુંવો, ચૈત્ર વદી દશમી દન;॥ રચ્યો ગ્રંથ ગઢપુરમાં, સુણી સમરો શ્રીભગવન.॥
કડવું – ૧૮
જુવો હરિભક્ત થયા હરિશ્ચંદ્રજી, જેનું સત્ય જોઈ અકળાણો ઇન્દ્રજી ત્યારે ગયો વિષ્ણુની પાસે પુરંદરજી, જઈ કહી વાત મારું ગયું મંદરજી મારું તો ઘર ગયું, આજ કાલે લેશે અવધપતિ॥ એનું સત્યધર્મ નિ’મ જોઈને, હું તો અકળાણો અતિ॥
એને દાને કરી ડોલિયું, મારું અચળ ઇન્દ્રાસન॥ માટે રાખો કહું મુજને, હું આવ્યો શરણે ભગવન॥ ત્યારે વિષ્ણુ એમ બોલિયા, તું બેસ સ્થાનક તાહરે॥ નથી દેવું ઇન્દ્રાસન એને, એને રાખવો છે ધામ માહરે॥
પછી તેને તાવવા સારુ, તેડાવ્યા વિશ્વામિત્રને॥ હરિશ્ચંદ્રને સત્યથી પાડો, પમાડો દુઃખ નિરંત્રને॥ ત્યારે વિશ્વામિત્ર કહે વિષ્ણુને, એમાં લાગે મને અપરાધ॥ ત્યારે વિષ્ણુ કહે મારે વચને, નથી તમને કાંઈ બાધ॥ જેણે વસિષ્ઠ સુત સો સંહાર્યા, એવા છે દિલના દયાળ॥ તેને એ કામ કઠણ નથી, ઊઠી ચાલિયા તતકાળ॥
પરને પીડા પમાડવા, જેને અંતરે નથી અરેરાટ॥ સંકટ એ કેમ સહી શકશે, એવો નથી હૈયા માંહી ઘાટ॥
મનમાં મે’ર મળે નહિ, વાણીએ વિપત્ય પાડે ઘણી॥ કાયાએ રૂડું તે કેમ કરે, ધારો વિચારો તેના ધણી॥ અવધપુરીએ આવિયા, હરિશ્ચંદ્ર રાયને ઘેર॥ નિષ્કુળાનંદ હરિશ્ચંદ્રે પછી, પૂજા કરી બહુ પેર॥
કડવું – ૧૯
ષોડશ પ્રકારે કરી પૂજા અતિજી, ધૂપદીપ કરી ઉતારી આરતિજી પછી હાથ જોડી કરી વિનંતિજી, માગોમાગો મુજથી મોટા મહામતિજી માગો કાંઈક મુજ પાસથી, તેહ આપું તમને આજ॥ ત્યારે મુનિ બોલિયા, આપ્ય તારું સર્વે રાજ॥ પૂછ રાણી કુંવર તારાને, સહુ હોય રાજી રળિયાત॥ તો મેં જે માગ્યું તે આપજ્યે, નહિ તો ન કર્ય મુખથી વાત॥
રાજ્ય દઈને રાંક થાશો, નહિ મળે અંબર અન્ન આહાર॥ અણતોળ્યું દુઃખ આવશે, નહિ રહે સત્ય કેરો વિચાર॥ ત્યારે રાય રાણી કુંવરે, કર્યો એમ વિચાર॥ આપો સહુ રાજ્ય એહને, રાખો સત્ય નિરધાર॥ ત્યારે રાય કહે છે ઋષિને, આપ્યું રાજ્ય સાજ સર્વે સમૃદ્ધિ॥ ત્યારે ઋષિ બોલિયા જોઈએ, તેહ ઉપર દક્ષિણા દીધિ॥
ત્યારે રાય બોલિયા, દેશું સુવર્ણ ત્રણ ભાર॥ ત્યારે ઋષિ કહે આપ્ય હમણાં, મ કર્ય વેળ લગાર॥
રાજ્ય સાજ સમૃદ્ધિ મારી, એથી બા’ર હોય કાંય તુજતણું॥ આપ્ય તે ઉતાવળું, એમ ઘાંઘો કીધો ઘણું॥ ત્યારે રાય કહે આ રાજ્યમાં તો, અમારું નથી અણુંભાર॥ કુંવર રાણી આ દેહ મારું, એ છે દીધાં થકી બા’ર॥
ત્યારે રાય ઋષિને કહે, વેચી અમને ધન લઈયે॥ નિષ્કુળાનંદ ત્યારે ઋષિ કહે, ચાલો સહુ કાશીએ જઈયે॥
કડવું – ૨૦
વિશ્વામિત્ર કહે વીતશે એક માસજી, ત્યારે હું આવીશ તમારી પાસજી ત્યાં સુધી કરજો કાશી માંહી વાસજી, પછી હું વેચીશ કરી તપાસજી તપાસ કરીશ હું ત્રણેનો, પછી વેચીશ વિગતે કરી॥ ત્યારે ત્રણે ચાલ્યાં ત્યાં થકી, દૃઢ ધીરજ મનમાં ધરી॥ રાજા રાણી કુંવરનાં છે, અતિ કોમળ અંગ॥ સો સો સેવા જેની કરતા, નથી તેને સેવક એક સંગ॥
કાંટા કાંકરા આકરા અતિ, ખાડા ખડિયા ઠેશું ઠબકે॥ ગોખરું ભ્રંઠ ડાભ શૂળિયા, લાગે પગમાં લોહી ટબકે॥ તપે ભૂમિ તીખી અતિ, તેમાં નથી ચલાતું ચરણે॥ બળે તળાં બે પગનાં, તેણે ઢળી પડે છે ધરણે॥ ઉપર તીખો પ્રલય સરિખો, ઊગ્યો અર્ક અગ્નિ લઈ॥ પાણી ન મળે પ્યાસે મરે, અન્ન વિના દિન ગયા કંઈ॥
પ્યાસ ભૂખની પીડા થકી, નક્કી દિલે નથી ડોલતાં॥ અડવડે લડથડે પડે તોય, કાયર વાયક નથી બોલતાં॥
વાટમાં બહુ વિઘન કરવા, સત્ય મુકાવવા સામા મળે॥ ત્રણેની એક ટેક છે, તે ચળાવ્યાં પણ નવ ચળે॥ સહ્યાં ન જાય શરીરમાંહે, એવાં બીજા કષ્ટ આવે બહુ॥ તોય દુઃખી ન માને દિલમાં, એવાં શ્રદ્ધાવાળાં છે સહુ॥
દુઃખ તણા દરિયાવ માંહી, ત્રણે પડિયાં છે તળે॥ નિષ્કુળાનંદ કહે ધન્ય ધીરજ, એમ કહ્યું સંત સઘળે॥
પદ – ૫
સત્યવાદી સંત સંકટને સહે, રહે ધીર ગંભીર નીરનિધિ જેવા આપે અમાપે તાપે તપે નહિ કે દી, અડગ પગ મગે પરઠે એવા. સત્યવાદી॥ જગ ઉપહાસ ત્રાસ હરિદાસ સહે, અન્ય કાસ ત્રાસ નાશ કીધી જેણે; અવિનાશ પાસ વાસ આશ કરી, શ્વાસ ઉચ્છવાસ ઉલ્લાસ રહે છે તેણે. સત્યવાદી॥ અતિ પ્રસન્નવદન નિશદિન રહે, ધન્યધન્ય જન પાવન સરે; જગજીવન સ્વજન વિઘન હરે, તેહ વિન ભજન મન નવ કરે. સત્યવાદી॥
ગ્રહી ટેક એક વિવેક કરી ખરી, છેક તે નેક કહ્યે નવ તજે; નિષ્કુળાનંદ જગવંદ સહજાનંદ, સુખકંદ ગોવિંદ મુકુંદ ભજે. સત્યવાદી॥
કડવું – ૨૧
ત્યાર પછી ત્રણે ચાલી ભૂલ્યાં વાટજી, આગળ આવ્યું ઉજ્જડ નડેડાટજી ના’વ્યું નીર નદી કોઈ વાટ ઘાટજી, તોય મને નથી કરતાં ઉચ્ચાટજી ઉચ્ચાટ નથી જેને અંતરે, રહે છે આનંદ ઉરમાં અતિ॥ દૃઢ ધીરજ મનમાં ધરી, કરી સઘન વન વિષે ગતિ॥ ખેર કેર ખજૂરી ખરાં, બાવળ કંટાળા બોરડી॥ અતિ અણિયાળાં આંકડિયાળા, લાગે કાંટા જાયે લડથડી॥
વાઘ વરુ વાનર વીજુ, શશા સેમર શ્યાળ છે॥ ચીત્રા માતંગ નાર નોળ, એ વનમાં વીંછુ વ્યાળ છે॥ પરવત પર પાવક બળે, પાડે પશુ પંખી બુમરાણ॥ ઉપર ઉડે શકરા શમળા, કંક કોશી હરવા પ્રાણ॥ ઘૂડ હોલા ઘણા ઘૂઘવે, બીજા શબ્દ થાયે ભયંકાર॥ સહ્યા ન જાયે શ્રવણે, એવા થાય બહુ ઉચ્ચાર॥
ભૂંડી કઠણ એ ભૂમિકા, અતિ વિકટ વન સઘન॥ ચાલી ચરણ ચકચૂર થયાં, ત્યારે થયું એ વન ઉલ્લંઘન॥
ચાલી ન શકે ચરણે, ઢળી વળી પડી જાય ધરણે॥ પામે પીડા બહુ પેરની, તે તો વદને ન જાય વરણે॥ મૃતકવત મહી ઉપરે, ત્રણે પડી ગયાં તે વાર॥ મોડેથી મૂર્ચ્છા ઉતરી, તૈયે થયાં ચાલવાં તૈયાર॥
ધીરે ધીરે પગ ધરી ચાલતાં, આવી નદી પીધું નીર॥ નિષ્કુળાનંદ ત્યાં માર્ગ મળ્યો, પછી ચાલ્યાં ત્રણે સુધીર॥
કડવું – ૨૨
મળિયો મારગ ચાલિયા ચોંપેજી, પડે આખડે પગ પાછા ન રોપેજી પોં’ચિયે કાશિયે તો સારું છે સહુપેજી, નવ પોં’ચિયે તો ઋષિ રખે કોપેજી ઋષિ કોપ્યાની બીક રહે, રખે વાટે વહી જાય માસ॥ આપે શાપ તો આપણે, એવો ત્રણેને મને ત્રાસ॥ અન્ન વિના અચેત અતિ, ગતિ થોડી થોડી થાય છે॥ અડવડતાં ને આખડતાં, ત્રણે ચાલ્યાં જાય છે॥ સાંજ પડે સહુ સામટાં મળી, વળી વાત કરે ધીરજની॥ સ્મરણ કરતા શ્રીહરિનું, એમ નિર્ગમે છે રજની॥
સવારે સહુ થઈ સાબધાં, વળી ચાલે છે ચોંપે કરી॥ રખે વીતી જાય વાયદો, એવી અંતરે ખટક ખરી॥
લાંઘણે કરી લે લહેરિયાં, થયાં અન્ન વિના અચેત॥ સૂકી ગયાં શરીરમાં, રાજા રાણી કુંવર સમેત॥ તોય ટેક તજતાં નથી, કથી નથી કે’વાતી એની ધીર॥ ઓછપ ન આણે અંતરે, સુખ દુઃખ ન માને શરીર॥
એમ મહાદુઃખ પામ્યા મારગે, તેહ કે’તાં પણ કે’વાય નહિ॥ ત્યારે તે પહોંચ્યાં કાશિયે, ઊભા ત્રણે તે ચોકે જઈ॥ ત્યાં તો તૈયાર ઊભા હતા, ઋષિ વિશ્વામિત્ર જેનું નામ॥ તૃણકોળી તે ઉપર ધરી, વળી વેચવાને કામ॥ સાંજ પડી ગઈ શહેરમાં, ત્યારે આવ્યાં ઘરાક તે વેર॥ નિષ્કુળાનંદ કહે નાણું દઈ, લઈ ગયાં પોત પોતાને ઘેર॥
કડવું – ૨૩
રાણી રોહીદાસનું દ્વિજ દઈ ધનજી, તેડી ગયો તેહને નિજ ભવનજી હરિશ્ચંદ્ર એક રહ્યો રાજનજી, તે પણ વેચાણો શ્વપચને સદનજી શ્વપચ ઘેર રાજા રહ્યા, દ્વિજ ઘેરે રહ્યા રોહિદાસ॥ તારા તે પણ દ્વિજનું, કરે કામ કરી ઉલ્લાસ॥ તારા ખાંડી દિયે તાંદુલા, પીસી દિયે ગોધૂમ આદિ અન્ન॥ જળ ભરે વાળે ઘર આંગણું, લીપે સદન ધુવે વસન॥ રોહિદાસ પણ એહ જ રીતે, કરે બ્રાહ્મણનું કામ॥ પુષ્પ પર્ણ તૃણ ઈન્ધણ આણે, ચાંપે ચરણ ચારુ જામ॥
શ્વપચે સોંપ્યું હરિશ્ચંદ્રને, લેવો મડદે મડદે લાગ॥ આપે ખાપણ લઈ પઈસો, ત્યારે મૂકવા દેવી આગ॥
ત્યારે હરિશ્ચંદ્ર ધારી હૈયે, જાય સહુથી મો’રે મશાણ॥ દિયે દોટું લેવા લાગને, વળી પાડે બહુ બુંબરાણ॥ ખાપણ પઈસો લઈશ ખરો, ત્યારે તે આપીશ બાળવા॥ આપ્યા વિના રખે આગ મૂકો, આવ્યો છું હું ખાળવા॥
મોટું શહેર મરે ઘણાં, બાળે અળગાં એક એકથી॥ હમેશ ઊઠી દિયે હડિયું, નિરાંત લવલેશ નથી॥ મડદે મડદે મશાણમાં, રડવડે રાત ને દન॥ જળ ટાણે જળ ન મળે, અન્ન ટાણે ન મળે અન્ન॥ એવા કામમાં રાજા રહ્યાં, તિયાં ગયા વહી કંઈ દન॥ નિષ્કુળાનંદ ન થાય બીજે, જેવું કર્યું એહ રાજન॥
કડવું – ૨૪
વિપ્ર કહે સુણ્ય રોહિદાસ સુભાગ્યજી, સુગંધી ફૂલ લાવ્ય જઈ બાગજી ગયા ત્યારે ત્યાં ડશ્યો કાળો નાગજી, તેણે કરી તર્ત કર્યું તન ત્યાગજી ત્યાગ્યું તન જન જોઈને, કહ્યું વિપ્રને તે વાર॥ તેહના દેહને દાહ દેવા, મોકલ્યા સેવક ચાર॥
તે શબ લાવ્યા ગંગાતટે, ચે’ રચી મૂકે છે આગ॥ ત્યારે હરિશ્ચંદ્ર કે’ મ મૂકીશ અગ્નિ, આપ્યા વિના મારો લાગ॥ આપી લાગ લગાડી ચિતા, થયું અર્ધબળ્યું જ્યારે તન॥ ત્યારે નાખી ચે’ ઓલવી, ઘણો ઘણો વરષી ઘન॥
ત્યારે આવી છે તારા તિયાં, લીધું મડદું તે ખોળામાંય॥ ત્યાં આવ્યા ઋષિ કહે આપું છરી, રાખો ભૂતભય ન રહે કાંય॥ આપી છરી કહ્યું જઈ રાયને, એક વાત કહું કાને ધરિયે॥ મશાણે મરકી મનુષ્યને, ખાય છે કાપી કાપી છરિયે॥ ત્યારે ભૂપ કહે તેડી ભંગિયો, જાઓ મારો ગરદન એહને॥ ઝાલી લીધી પછી જટિયે, મારવા સારુ તેહને॥
ઢીકા ગડદા પાટુએ વળી, મારી કરી છે અધમુઈ॥ મારો મારો કહે શું વિચારો, કરો મુંડ ધડ થકી જુઈ॥
એવાં દુઃખ આવી પડિયાં, જેહ સહ્યાં ન જાય શરીર॥ સુત મુવાનો અતિ શોક છે, તોય ધરી રહ્યાં છે ધીર॥ પછી હરિશ્ચંદ્રને હુકમ કર્યો, આવ્યો મારવા ગરદન॥ નિષ્કુળાનંદના નાથની કસણી, સહી શકે કહો કોણ જન॥
પદ – ૬
રાણી વાણી જાણી તાંણી તીખી કહે, કાઢ કાઢ કાઢ કરવાળ તારી; ગ્રહે અતિ ગાઢ ગાઢ ગાઢ મને, વાઢ વાઢ વાઢ વળી મુંડ મારી. રાણી॥ રખે અડર નર ડરે ડરતો, થરથરથર કર કરીશ મા જો; ધરી ધીર શરીર શૂરવીર થઈ, નાથ હાથ વાળતા દિલે ડરીશ મા જો. રાણી॥ ત્યારે અચાનક ચાનક ચિત્તે ચડી, દડવડી ડગ ભરી દોટ દીધી; અતિ વિકરાળ કરવાળ ઝાળ જેવી કહીએ, તે ભૂપાળ ઉતાળ તતકાળ લીધી. રાણી॥
કાઢ્યું ખડગ થડક ધડક નથી, થડક થડક તે થડક ટળી; ફડક ફડક ફડકતી નથી, ઝડક ઝડક કહે મને માર વળી. રાણી॥
તીખી તરવાર માર માર માર કરે, ધારે ધારે ધારે ધીરજ ન રહે; તારે તારે તારે તારા ભણે, માર માર માર એમ સ્વમુખે કહે. રાણી॥ સુર નર સાથ સાથ સાથ મળ્યા, પાથ પાથ પાથ પડે રડે રહ્યાં; નિષ્કુળાનંદ અનાથનાથ નાથ, હાથે હાથ હાથ ગ્રહી લીધો છે તિયાં. રાણી॥
કડવું – ૨૫
માગો હરિશ્ચંદ્ર આપું તુજનેજી, તમથી વા’લું નથી બીજું મુજનેજી તમને પીડ્યા સુણી સુરેશની ગુજનેજી, ઘટે એવું કામ કરવું અબુજનેજી અબુજ એવું કામ કરે, જેને ડર નહિ હરિતણો॥ માટે માગો મુજ પાસથી, હું તો રાજી થયો ઘણો॥
ત્યારે હરિશ્ચંદ્ર બોલિયા, ધન્ય તમે થયા પ્રસન્ન॥ એથી અધિક બીજું નથી, મને સર્વે મળ્યો માલ ધન॥ એમ કરતાં હોય આપવું, તો માગું છું મારા શ્યામ॥ અમે અમારી રૈયત સહિત, રાખો તેડી તમારે ધામ॥
ત્યારે વિષ્ણુએ એ વર આપિયો, આપ્યો વૈકુંઠે તમને વાસ॥ એહ વાત હરિશ્ચંદ્રની કહી, સહુ સુણી લેજો હરિદાસ॥ એવી ભક્ત આદરવી ખરી, જાણો જેવી હરિશ્ચંદ્રે કરી॥ તેહ વિના તન મન તાને, નથી રીઝતા શ્રીહરિ॥ કાલાવાલાનું કામ નથી, આ તો શીશ સાટાની વાત છે॥ તેહ વિના કોઈ કરે વલખાં, તે તો કાળી કામળિયે ભાત છે॥
જેમ હવા ખાવાનું સુણી હૈયાટળ, ચાલે કોઈ ચપણ લઈ॥ પણ પેટ ભર્યાનાં છે પાંપળાં, તે જાલમ નર જાણે નઈ॥
જેમ કાની કોટે ઘાલી ગાળિયું, જઈ સૂતી સોડ તાણીને॥ મનમાં જાણે હું મરી ગઈ, એવું કામ ન કરવું જાણીને॥ શીદ ત્રોડી સંસારથી, રહેવું હતું ઘરમાંય ગરી॥ નિષ્કુળાનંદ કહે મૂવા પછી, જે જે થાત વાત તે ખરી॥
કડવું – ૨૬
જ્યારે જાય વો’રવા વસ્તુ અમૂલ્યજી, ત્યારે જોઈએ કરવો મનમાંય તોલજી દેશે ત્યારે જ્યારે મુખે લેશે માગ્યું મૂલ્યજી, એહ વાત કહી કથી નથી એમાં ભૂલ્યજી ભૂલ્યે કરે મનસૂબો મનમાં, તે વિના પૈસે પૂરો ન થાય॥ તેમ શ્રદ્ધાહીનની ભગતી, તે પણ તેવી કે’વાય॥ નથી વિત્ત વો’રે અજિયા, કરે હાથી લેવાની હોંશ॥ તે તો પામ્યાનાં પાંપળાં, અમથો કરે અપસોસ॥
જેમ વર જાનૈયા જાનમાં, વળી જાય જોડા જોડ॥ જાનૈયા તો જમે રમે, ધરે વર શિરપર મોડ॥ માટે જોઈ અધિકાર આપણો, પછી દિલમાં કરવો ડોડ॥ પ્રહલાદ ધ્રુવ હરિશ્ચંદ્ર જેવો, ક્યાંથી પૂરો થાય મન કોડ॥ જેમ પંચ અસવાર પંથે જાતાં, છઠ્ઠો ભેળો થયો નર ખરે ચડી॥ તેની પોં’ચવાની પ્રતીત કરવી, એ પણ ભૂલ્ય મોટી પડી॥
જેમ બક હંસ બરોબરી, વળી ઊજળા એક જ વાન॥ તેમ સાચા કાચા સંત સરિખા, એમ જાણવું એ જ અજ્ઞાન॥
શરીર સુખને સંભારતાં, નિશદિન નવરાં નવ રહિયે॥ મહા સુખ મહારાજનું, કહો તે કઈ રીતે લઇયે॥ કાયરને કેમ ધીરજ થાવું, એ પણ અટપટી વાત છે॥ વેષ લેતાં શૂરવીરનો, જન જાણો ઘટની ઘાત છે॥
પેખી ભક્ત પૂરવના, હૈયે રે’તી નથી વળી હામ॥ નિષ્કુળાનંદ આજે આદર્યું, તે કઠણ છે ઘણું કામ॥
કડવું – ૨૭
સુણો વળી કહું રંતિદેવની રીતજી, ભક્ત પ્રભુનો પૂરો પુનિતજી સહ્યાં તેણે દુઃખ શરીરે અગણિતજી, કહું તેની વાત સુણો દઈ ચિત્તજી કહું વાત રંતિદેવની, કરે નિજ નગરનું રાજ॥ પોતે પોતાની પ્રજા પાસે, રખાવે બહુ અનાજ॥ એમ કરતાં આવી પડ્યો, બાર વરસનો વળી કાળ॥ એકાદશ વરસ અન્ન પોં’ચિયું, દ્વાદશનો થયો જંજાળ॥
ત્યારે રાયે અન્ન આપિયું, તે પણ પોં’ત્યું દશ માસ॥ પછી લાગ્યા છે પડવા, ઉપરા ઉપર ઉપવાસ॥ કળકળે જન અન્ન વિના, બહુ બહુ પાડે છે બકોર॥ તે સુણી રાય ચાલિયા, સંગે રાણી સુત વધૂ ભોર॥ ઉપવાસ ચોખા ચારેને પડ્યા, એકે ઓછા પૂરા પચાસ॥ ત્યાં અણઇચ્છાયે અન્ન મળ્યું, બેઠાં જમવા પાસોપાસ॥
પાશેર પાશેર પાણિમાં, વળી આવ્યું હતું જે અન્ન॥ ઉપવાસ ઓગણ પચાસમે, કરવા બેઠાં ભોજન॥
અભ્યાગત અન્નાર્થી, તેહની વાટ જુવે છે વળી॥ આપીએ એને આ માંયથી, એમ વિચારે છે ચારે મળી॥ તિયાં અઘોરી એક આવિયો, સંગે લઈને વળી શ્વાન॥ ભૂખ્યો ભૂખ્યો એમ બરકે, કોઈ આપો ભોજન પાન॥
ત્યારે આપ્યું અન્ન જળ એહને, રાય રાણી સુત સુતભામ॥ નિષ્કુળાનંદ પાણી પી અઘોરિયે, ઠેલ દઈ ફોડ્યું જળ ઠામ॥
કડવું – ૨૮
ફૂટ્યું જળ ઠામ કૂપ ઊંડો અપારજી, પ્યાસા રહ્યાં એહ રાજા સહિત ચારજી પડ્યું દુઃખ એવું તોય પામ્યાં નહિ હારજી, વળતો રાયે એમ કર્યો વિચારજી વિચાર કરી એમ બોલિયા, મળ્યું અન્ન કેટલેક દન॥ ભલે આવ્યું અર્થ અભ્યાગતને, એમ કહી થયા પ્રસન્ન॥ ત્યારે ટળી અઘોરી તર્ત થયા, ધર્મદેવ મૂરતિમાન॥ માગ્ય માગ્ય રાજા મુજ થકી, આપું તને તે વરદાન॥
ત્યારે રાય કહે ધન્ય ધન્ય ધર્મ, માગું રાજી થયા જાણી તમને॥ સુખી રહે સહુ પ્રાણધારી, એની આવે પીડા અમને॥ ત્યારે ધર્મ કહે પરની પીડા લિયે, તેને અંગે પીડા આવે નહિ॥ એહ વિના વણમાગ્યે આપું છું, અવિનાશ ધામે વસશો જઈ॥ ધન્ય એ રાયની ધીરજને, ધન્ય સત્યવાદી દયા ઘણી॥ એવી અનાદિની રીત જોઈ જન, પછી વિચારવી રીત આપણી॥
એના જેવી હોય આપણી, તો ઠરી બેસવું એહ ઠીક છે॥ નહિ તો કસર કાઢવી, એહ જ રૂડો વિવેક છે॥
પણ ખજિને ખોટ્ય ન આણવી, જાણવી એ પણ વાત॥ બીજે બગડ્યે શું બગડે, એહ સમજવું સાક્ષાત॥ બીજાં કામ તો કૈંક કર્યા, કેડે રાખ્યું એક કરવું કલ્યાણ॥ એને સમઝું સમઝવું, એ પણ જાણ તે અજાણ॥
આપે જમ્યા વિના આપણી, ભૂખ કહો કેમ ભાંગશે॥ નિષ્કુળાનંદ કહે સાચું કે’તા, કોઈકને દુઃખ પણ લાગશે॥
પદ – ૭
કઠણ કસોટી મોટી મહારાજની, સહી રહે વળી કોઈ સંત શૂરા; જેમ જેમ દુઃખ પડે આવી દેહને, તેમ તેમ તેમ પરખાય પૂરા. કઠણ॥
જેણે પાડી છે આંટી મોટી જીવમાં, મન માન્યું છે મરી કરી મટવું; ભર અવસર પર ધરધરી, ફરી ખરી હાક વાગ્યે નથી જ હટવું. કઠણ॥ અનેક દેહ ખોયા અણઅરથે, તેહ દેહ કાંયે નાવ્યા કામે; હવે આ દેહ હરિઅરથે કરી, રાખવું છે અચળ તે આઠું જામે. કઠણ॥
એમ દૃઢ ધીરજ ધરી કરીને, ભજે છે જેહ ભગવાન ભાવે; નિષ્કુળાનંદ કહે એમ જાણવું, અંતે અરથ પણ એ જ આવે. કઠણ॥
કડવું – ૨૯
વળી કહું વાત એક અનુપજી, ભક્ત એક રત્નપુરીનો ભૂપજી નામ મયૂરધ્વજ સદાય સુખરૂપજી, કરે યજ્ઞ હોમે હવિષ્યાન્ન તૂપજી હોમે હવિષ્યાન્ન જગન કરે, ભલો ભક્ત સત્યવાદી સઈ॥ ત્યાં શ્રીકૃષ્ણ અર્જુન આવિયા, વેષ વિપ્રનો લઈ॥ કૃષ્ણ થયા કૃષ્ણ શર્મા, અર્જુન થયા તેના શિષ્ય॥ યજ્ઞશાળામાં આવિયા, જ્યાં બેઠા હતા નરેશ॥ ત્યારે રાય ઊઠી ઊભા થયા, કર્યો દંડવત પ્રણામ॥ ભલે પધાર્યા પ્રભુ મારા, માગો કાંઈક મન અતિ અભિરામ॥
ત્યારે બ્રાહ્મણ કહે ધન્યધન્ય રાજા, સત્યવાદી તું સાચો સહિ॥ પણ મારે છે જે માગવું, તે તરત તને કે’વાય નહિ॥
ત્યારે નરેશ કહે નિઃશંક થઈ, માગો મનવાંછિત શંકા તજી॥ રાજ સાજ સુખ સંપત્તિ, માગો વસ્તુ જે મન રજી॥ ત્યારે દ્વિજ કહે ધર્મપુરથી, હું પુત્ર પરણાવા ચાલિયો॥ આવ્યા આ શહેરની સીમમાં, ત્યાં સુતને સિંહે ઝાલિયો॥
એક જ પુત્રને એમ થયું, ગયું મારું કુળ સમૂળું સહિ॥ બૂઢાપણમાં બાળક બીજો, આવવાની આશા નહિ॥ હરખ હૈયે નવ રહ્યો, ગયો આનંદ સર્વે ઊચળી॥ મારી ને મારા સુતની, વાઘ ન જાણે પીડા વળી॥ ત્યારે મેં કહ્યું મેલ્ય પુત્ર મારો, એને સાટે ખાઈ જા મુજને॥ ત્યારે વાઘ કહે નિષ્કુળાનંદનો, નાથ ભજ્ય કહું તુજને॥
કડવું – ૩૦
તેને મેં કરી બહુ બહુ વિનતિજી, પણ વાઘે ન માની મારી એક રતિજી મારે તો પડી ત્યાં વિકટ વિપત્તિજી, તે જોઈ સિંહ કહે સુણ્ય શુભમતિજી શુભમતિ સાંભળ્ય સહિ, મૃગપતિ ન મૂકે મુખથી॥ બહુ દિને મળ્યો બાળક તારો, ઘણું પિડાણો હતો ભૂખથી॥ એમ કરતાં હોય ઉગારવો, તો તું જાચ્ય જઈ ભૂપાળને॥ આપે અંગ જો અરધું, તો મેલું તારા બાળને॥ ત્યારે વિપ્ર કે’ મેં કહ્યું વાઘને, એ વાત મુથી કેમ થાય॥ કદાપિ માગું હું અંગ એનું, પણ રાયે કેમ દેવાય॥
અન્ન ધન આપે અવનિ, તે તો સત્યવાદીને છે સોયલું॥ પણ અંગ કાપીને જે આપવું, એથી બીજું શું દોયલું॥
વણ માગ્યાનું જે માગવું, તેનો કરવો તપાસ॥ વે’રી આપે અંગ અધિપતિ, એવો આવે કેમ વિશ્વાસ॥ ત્યારે વાઘ કહે એ વસમું નથી, અંગ આપશે જા તું અચિર॥ આગે અસ્થિ દધીચિયે આપ્યાં, આપ્યું શિબિયે કાપી શરીર॥
કર્ણે કવચ આપિયું, આપ્યું બળિયે ત્રિલોકીનું રાજ॥ સત્યવાદીને છે સોયલું, જઈ જાચો નહિ પાડે તે ના જ॥ એમ કહી ઇયાં મોકલ્યો, તરત તમારે રાય પાસ॥ નથી મગાતું મેં મુખથી, તેમ નથી મેલાતી સુત આશ॥ ઉભય સંકટ આવિયાં, એક એક થકી અધિક॥ નિષ્કુળાનંદનો જે નાથ કરશે, તે જ થાશે અંતે ઠીક॥
કડવું – ૩૧
ત્યારે રાય બોલિયા થઈ પ્રસન્નજી, ભલે તમે આવિયા મારે ભવનજી આપીશ હું તમને મારું આ તનજી, તે જાણજ્યો તમે જરૂર મનજી જરૂર તમે જાણજ્યો, આપું ઉતાવળું આ દેહ॥ વિલંબ તેની નથી વળી, સાચું માનજ્યો નથી સંદેહ॥ ત્યારે ત્યાં મોરુધ્વજને તેડાવિયો, આપી રાજગાદી એહને॥ પુત્ર પ્રજાને પાળજો, મ ટાળજો હરિશું સનેહને॥ પછી નરેશ નાહી તિલક કરી, ધરી કંઠમાં તુલસીદામ॥ મંગાવ્યું કરવત વે’રવા, ત્યારે ઊઠ્યું અકળાઈ ગામ॥
હાલકલોલ શહેર સહુ થયું, રહ્યું નહીં ધારતાં ધીર॥ હાહાકાર હવો ઘણો, ભર્યા સહુએ નયનમાં નીર॥
ત્યારે મોરુધ્વજ એમ કહે, હું સુત તમારો તમારું તન॥ આપો મને એ વિપ્રને, વળી કરો એને પ્રસન્ન॥ ત્યારે રાણી કે’ અર્ધ અંગ હું કા’વું, આપો રાય મને એ જાયે લઈ॥ પામે પુત્ર એ પોતા તણો, મને વાઘના મુખમાં દઈ॥
કુંવર રાણીની વાણી સુણી, બોલ્યા દ્વિજ સેવકને સંગ॥ આ તો વાત વઘરે પડી, નહિ આપે રાય અર્ધું અંગ॥ મેલી લાલચ્ય ચાલો મારગે, જઈએ વેગે વાઘની પાસ॥ અસ્થિ એનાં પરજાળિયે, જ્યારે ખાઈ જાય એનું માંસ॥ પડી વાત પંચાયતે, તે ન નીપજે નિરધાર॥ નિષ્કુળાનંદના નાથને, એવું ગમિયું આ વાર॥
કડવું – ૩૨
ત્યારે કુમુદ્વતીને કહે દ્વિજ આમજી, નારી અંગ નરનું પણ વેદે કહ્યું વામજી માટે અંગ તારું નાવે એને કામજી, એણે તો લીધું છે દક્ષિણનું નામજી નામ લીધું છે દક્ષિણનું, રાણી કુંવરનું વે’રેલ॥ એવું લઈને આવજ્યે, આપ્યું હોય હરખે ભરેલ॥
ત્યારે મહીપતિ કહે મ બોલો કોઈ, સહુ રહો રાજી રળિયાત॥ આ અવસર અમૂલ્યમાં, રખે કોઈ બગાડો વાત॥ માગે મોટા જે મગન થઈ, તેવી તક આવી મારે આજ॥ ધન્ય ધન્ય મારા દેહને, જે આવ્યું બ્રાહ્મણને કાજ॥
લાવો કરવત કાકરી, આકરી કરી તેની ધાર॥ માથું ચીરીને માહરું, તરત પોં’ચે જઈ પાર॥ પાછળ રે’જે તું પુત્ર મારા, સામી રે’જે વળી તું સુંદરી॥ વચ્ચેથી માંડો તમે વે’રવા, અતિશય હરખ હૈયે ભરી॥ રાજી કરો ઋષિરાયને, કોઈ દિલ મ કરો દિલગીર॥ મારા દુઃખને દેખી કરી, રખે નયણે ભરો કોઈ નીર॥
મારે નથી એવું મનમાં, જે અવળું થયું આ વાર॥ તમે શોક શીદને કરો, થાઓ વેગે વે’રવા તૈયાર॥
એમ કહી ઊભા સ્થંભ બે મધ્યે, અતિ અતિ ઉતાવળા થાય॥ તેહ જોઈને જન બીજા, કરે છે ઊભાં ત્રાય ત્રાય॥ અસ્રકની છોળ્યું ઊડશે, રહેજ્યો છેટે સહુ નરનાર॥ નિષ્કુળાનંદનો નાથ જોતાં, કર્યું કરવત તૈયાર॥
પદ – ૮
આકરે કાકરે કરવત કાઢિયું, વાઢિયું મસ્તક લલાટ લગે; ધડક ફડક થડક નથી મને, અચળ અકડ ઊભા એક પગે. આકરે॥
છૂટી છોળ અતોળ લાલ લોહીની, તે જોઈ જન મન ચડી ચિત્તે ચિતરી; દેખી ભૂપતિની વિપત્તિ મતિ ચળી, ઢળી વળી પડ્યાં મૂરછાયે કરી. આકરે॥ કરે કરેરાટ ચરેરાટ માંડ્યું ચાલવા, તે વામ અંગે એહની વાત જાણી; એહ અંગ તેહ ઉમંગ ભંગ થયું, વળી આવી ગયું આંખ્યમાંય પાણી. આકરે॥
તે જોઈ દ્વિજ બોલિયો ક્રોધ કરી, કલપીનું દાન હું ન લેઉં કદી; હડકી ફડકી ચડકી ચાલિયા, તેહને વાળિયા દીનતા વાણી વદી. આકરે॥ પછી આવીને પૂછ્યું એહ અંગને, કહે આંસુ આવ્યાનું કારણ સહિ; ત્યારે તે કહે અભાગ્ય શી અર્ધા અંગની, જે બ્રાહ્મણને અર્થે આવ્યું નહિ. આકરે॥ એવું સુણી દ્વિજ પલટીને થયા, તિયાં પ્રગટ પુરુષોત્તમરૂપ રે; નિષ્કુળાનંદનો નાથ ગાથ કહે, માગ્ય માગ્ય માગ્ય મુજ પાસથી ભૂપ રે. આકરે॥
કડવું – ૩૩
મયુરધ્વજ કહે માગું હું તે દેજોજી, આવું રૂપ અનુપ હૃદિયામાં રે’જોજી; વળી એક બીજું મારે માગવું છેજોજી, હવે આવી પરીક્ષા કેનીએ મ લેજોજી. લેશોમાં આવી પરીક્ષા કેની, તમે દયાળું દયાને ગ્રહી॥ એમ મયુરધ્વજે મોર્યે માગ્યું, સહુ જીવ સારુ જાણો સહી॥
ભલો ભલો એહ ભૂપતિ, જેની મતિ અતિ મોટી ઘણી॥ ભલી કરી એણે ભગતિ, એના જેવી જોઈએ આપણી॥ સત્ય શ્રદ્ધા ધીરજપણું, જોઈએ એના જેવો વિવેક॥ ધર્મ પણ દૃઢ ધારવો, જોઈએ એના જેવી ગ્રહી ટેક॥
ટેક એક હરિભક્તને, નેક છેક સુધી છાંડવી નહિ॥ કરી વિવેક અતિ ઉરમાં, વળી એક રંગે રે’વું સહિ॥ પળે પળે રંગ પલટે ચઢે, કૈ’યે નવલ કસુંબી કૈ’યે નીલનો॥ એક રે’ણી કે’ણી એક રીત નહિ, સ્વભાવ સમ સલિલનો॥ પણ જે જે ભક્ત મોરે થયા, તે સર્વેની સુણીએ રીત॥ કસ્યા વિના
જેમ ઇક્ષુ પામે અમૂલ્યતા, તે તો પ્રથમ પોતે પીલાય છે॥ ત્યાર પછી ચડે તાવડે, તેના ગોળ ખાંડ સાકર થાય છે॥
તેમ કસ્યા વિના કોઈ વસ્તુ, ખરે ખપે નથી આવતી॥ એમ સમજી સંકટ સહો, તો ભલી ભજી જાયે ભગતિ॥ પોં’ચ્ય વિના પર્વતે ચડ્યાની, હૈયે કરે કોઈ હોંશ॥ નિષ્કુળાનંદ કહે એ નહિ બને, અમથો થાશે અપસોસ॥
કડવું – ૩૪
પ્રભુ ભજવા જેને કરવો ઉપાયજી, તેને એમ કરવું જેમ કર્યું ઋભુરાયજી પ્રભુ પ્રસન્ન કરવા ગયા વનમાંયજી, આરંભી તપ ઊભા એક પાયજી એક પગે ઊભા રહ્યા, અડગ મને અચળ થઈ॥ કર બેઉ ઊંચા કર્યા, શરીર પર ફેરવે નહિ॥ ઇચ્છા મેલી અન્ન પાનની, પ્રભુ પ્રસન્ન કરવાને કાજ॥ તજી આશા વળી તનની, જેમ તજી આવ્યા નિજરાજ॥
શરીર સર્વે સૂકી ગયું, રહ્યું નહિ લોહી ને માંસ॥ અસ્થિ રહ્યાં એક અંગમાં, રહ્યો શ્વાસ વણ વિશ્વાસ॥ નાડી રહી સર્વે નીસરી, ઉઘાડી અંગથી બા’ર॥ ગળ્યું અંગ મળ્યું પેટ પૂઠે, તોય કરે છે નામ ઉચ્ચાર॥ માથું ગૂંઠણ મોટા થયા, રહ્યું હૈયું બા’રું નીસરી॥ અજિન વળગ્યું અસ્થિએ, થઈ કૃશ કાયા તપે કરી॥
લાગે પવન અંગ લડથડે, વળી ડોલે છે તેણે દેહ॥ એવું અચેત અંગ થયું, તોય તપ ન તજે તેહ॥
સૂકા કાષ્ઠ સમ ઊભા રહ્યા, અરણ્યમાં એકાએક॥ હાલે ચાલે નહિ ચરણે, એવી ગ્રહી આકરી ટેક॥ રાજી કરવા રમાપતિ, અતિ આકરું તપ આદર્યું॥ ધરણી લાગી ધ્રુજવા, સ્વર્ગ કંપાયમાન કર્યું॥
એવું તપ જોઈ આકરું, સર્વે બીન્યા સુર અસુર॥ નિષ્કુળાનંદના નાથને કહી, લેશે આપણા સ્થાનક જરુર॥
કડવું – ૩૫
ત્યારે સુર ગયા શ્રીપતિ પાસજી, અમર સહુએ કરી અરદાસજી અમને રાખ્યા ત્યાં અમે કર્યો છે નિવાસજી, પણ હવે નથી હરિ એ સ્થાનકની આશજી આશા નથી એહ સ્થળની, જોઈ તપ ઋભુરાય તણું॥ એના તપ પ્રતાપે કરી, અમે તો તપિયા ઘણું॥ ત્યારે શ્રીહરિ કહે સુર સાંભળો, તમે જાઓ તમારે સ્થાનકે॥ એમ કહીને ઊઠિયા, અવિનાશી અચાનકે॥
આવ્યા રાય ઋભુ પાસળે, દીધાં દયા કરી દરશન॥ માગો માગો રાય મુજથી, હું થયો છું પ્રસન્ન॥ હેત કરી હાથ ફેરવે, મુખ માથે ને સરવે શરીર॥ જોઈ ધીરજ એ રાજનની, આવી ગયાં નયનમાં નીર॥ અતિ દીન આધીન ઊભા, આગળ ઓશિયાળા થઈ॥ જાણે આપું એ જનને હું, મારું સુખ સરવે લઈ॥
વા’લપ દેખાડે છે વળી વળી, હેત હૈયામાં નથી સામતું॥ અકળાઈ થયા છે ઉતાવળા, મન ધીરજ નથી પામતું॥
ત્યારે રાય પાયે લાગ્યા પ્રભુને, કહે ધન્ય અનાથના નાથ॥ નીરખી તમને નયણે, શ્રીહરિ હું થયો સનાથ॥ માગું છું હું મહાપ્રભુ, પંચવિષય સંબંધી જે સુખ॥ દેશો મા તે દયા કરી, જેથી થાય તમથી વિમુખ॥
ત્યારે શ્રીહરિ કહે શુદ્ધ ભક્ત તમે, નથી માયાનો લેશ તમમાં જરા॥ નિષ્કુળાનંદનો નાથ કહે, અનન્ય ભક્ત મારા ખરા॥
કડવું – ૩૬
એમ પ્રસન્ન કર્યા પરબ્રહ્મજી, સહી શરીરે બહુ પરિશ્રમજી એહ વાત સાંભળી લેવો મર્મજી, વાત છે કઠણ નથી કાંઈ નર્મજી નર્મ નથી છે કઠણ ઘણી, જેવા તેવાથી થાતી નથી॥ સહુ સહુના મનમાં જુવો, ઊંડું વિચારી અંતરથી॥ વણ ખપવાળાને એ વારતા, અણુ એક અર્થે આવે નહિ॥ મહિમા માહાત્મ્ય મોટપ્ય મુખથી, કહિયે મર કથી કથી કહિ॥ જેમ પશુજનને ચાર્ય પ્યારી, તેહ નીલી દેખીને નવ તજે॥ સહે કષ્ટ બહુ એહ સારુ, તોય ભાવે કરી એહને ભજે॥
જોને મોટી આશા છે મનમાં, જેવી પામવાને પૈસાતણી॥ તેવી આશા નથી અવિનાશ પદની, વાત શું કહિયે ઘણી ઘણી॥
અન્ન વસન સારુ અંગ આપે, જિયાં કાપે શત્રુ વળી શીશ॥ એ તો થાય છે ઉછરંગશું, પણ ભજાય નહિ જગદીશ॥ અસત્ય સુખ સારુ એવું કરે, પિંડ પાડ્યા સુધી પ્રયાણ॥ સત્ય સુખને સાંભળી, વળી થાતી નથી એવી તાણ॥
વિષનો કીડો વિષમાં, વસી વખાણે વિષનું સુખ॥ તેને રે’તા અમૃતમાં, થાય જરૂર જાણજો દુઃખ॥ તેમ ભક્ત આ બ્રહ્માંડમાં, ભજે હરિ ન તજે વિકાર॥ જેમ કેશ કહિયે કઠેકાણા તણા, શ્વેત શ્યામ સહુ એક હાર॥ ભક્ત થાય ભગવાનના, પ્રથમના ભક્ત પ્રમાણ॥ નિષ્કુળાનંદ કહે તે વિના, બીજા માનો માયાના વેચાણ॥
પદ – ૯
દોયલું થાવું હરિદાસ રે સંતો... દોયલું જોઈએ તજવી તનસુખ આશ રે સંતો... દોયલું… ટેક શૂરો જેમ રણમાં લડવા, ધરે હૈયામાં અતિ હુલાસ; પેટ કટારી મારી કાયર મનમાં કરે મનસૂબા, રે’શું ઊભા આસપાસ; એમ કરતાં જો ચડી ગયા ચોંટે, તો તરત લેશું મુખે ઘાસ રે સંતો...॥
શૂરા સંતની રીત એક સરખી, કરવો વેરીનો વિનાશ; કામ ક્રોધ લોભ મોહ જીતી, ભાવે ભજવા અવિનાશ રે સંતો...॥ એવા ભક્ત તે ભક્ત હરિના, તેહ સહે જગ ઉપહાસ; નિષ્કુળાનંદ કહે તે વિના બીજા, તેનો નાવે કે દી વિશ્વાસ રે સંતો...॥
કડવું – ૩૭
વળી કહું વાત અનુપમ એકજી, સુણજો સહુ ઉર આણી વિવેકજી કહું સત્યવાદી રાય શિબિની ટેકજી, મૂકી નહિ નૃપે મૂવા લગે છેકજી છેક ટેક તજી નહિ, દિયે દેદેકાર કરી દાન॥ જે જે માગે તે તે આપે તેને, બહુ કરી સનમાન॥ ભૂખ્યો પ્યાસો કોઈ પ્રાણી આવે, માગે મનવાંછિત જે વળી॥ આપે તેને આદરશું, આરત્ય વાણી સાંભળી॥ તેણે જશ વાધ્યો આ જકતમાં, પરલોકે પડી ફાળ॥ ઇન્દ્ર કહે લેશે આસન મારું, કરું કાંઈક રખવાળ॥
પે’લી વે’લી પાળ બાંધિયે, તો રહે તળાવે તોય॥ આવ્યે જળે જે આદરવું, તે કામ ન આવે કોય॥
લાગી આગ્યે કોઈ કૂપ ખણે, તેણે ઓલાય નહિ અંગાર॥ માટે મેલી ગાફલતા, વે’લો વે’લો કરવો વિચાર॥ પછી શક્ર થયો શકરો, થયો હોલો તે હુતાશન॥ આવ્યા બેઉ ઊડતા, જ્યાં બેઠા હતા રાજન॥
કપોત ગર્યો આવી ગોદમાં, બેઠો શકરો સામો સુજાણ॥ આપ્ય મારા તું આહારને, મારા ભૂખે જાય છે પ્રાણ॥ ત્યારે શિબિ કહે સુણ શકરા, શરણે આવ્યો તે કેમ અપાય॥ માગ્ય બીજું હોય મનમાં, જેણે કરી તારું દુઃખ જાય॥ ત્યારે બાજ કહે બીજું જોઈતું નથી, જોઈએ છે ખાવાનું આ વાર॥ નિષ્કુળાનંદનો નાથ નાથ કરી, આપ્ય માંસ એહ હોલાભાર॥
કડવું – ૩૮
શિબિ રાજા છે દયાનો નિવાસજી, પાપ કરતાં પામે બહુ ત્રાસજી તેણે કેમ અપાય મારી પરમાંસજી, તેનો તન મનમાં કર્યો તપાસજી તપાસ કરી તને મને, ત્રાજુ મગાવ્યાં તે વાર॥ કાતું લઈ માંડ્યું કાપવા, આપવા આમિષ હોલાભાર॥ કાપી કાપી રાયે આપિયું, સર્વે શરીરનું માંસ॥ તોય ત્રાજુ નવ ઊપડ્યું, તેહ હોલો બેઠો છે જેહ પાસ॥ ત્યારે રાયે વિચારિયું, આ તો કપોત કારણરૂપ રે॥ માટે આપું અંગ આખું એને, એમ કહે છે વળી ભૂપ રે॥
ત્યારે બેઠા રાય જઈ ત્રાજવે, હુવો લોકમાં હાહાકાર॥ ત્યારે હોલો ટળી હુતાશન હવો, હવો શકરો શક્ર તે વાર॥
ત્યારે ઇન્દ્ર કહે ધન્ય ધન્ય રાજા, તું જેવો નથી બીજો એક॥ તન અભિમાની તું નહિ, અમે જોયું કરી વિવેક॥ સત્ય ધર્મ નીમ ટેક તારી, ભારે ધારી ભલી તમે ભૂપ॥ તન તજી બ્રહ્મલોક જાશો, થાશો બ્રહ્મસ્વરૂપ॥
પે’લું વે’લું લિયે પારખું, પછી દિયે છે અભયદાન॥ એવા સંકટને સહન કરતાં, જાણો નથી કાંઈ જ્યાન॥ વામને બાંધ્યા બળિરાયને, પછી પોતે બંધાણા બહુ પેર॥ હજી સુધી હેતે કરી, હરિ રહે છે એને ઘેર॥ એમ વર દઈ સુરેશ ગયા, થયો અતિ જયજયકાર॥ નિષ્કુળાનંદ હરિભક્તને, ગ્રહી લેવું એવું સાર॥
કડવું – ૩૯
આપ્યું કાપી તન સત્યવંત શિબિરાજજી, તે તો પરલોકના સુખને કાજજી એના જેવું આપણે કરવું તે આજજી, ત્યારે રીઝશે ઘનશ્યામ મહારાજજી ઘનશ્યામ ઘણું રીઝે ત્યારે, જ્યારે રહે એ રાજાની રીત॥ ધીરજ ધર્મ સત્ય સુશીલતા, તેના જેવી કરવી જોઈએ પ્રીત॥
અંગથી અળગું અવનિએ, વળી જે જે જણસો હોય॥ તે તે આપે ત્રિલોકમાં, સુખે થકી સહુ કોય॥ પણ જ્યારે આવે અંગ ઉપરે, સુખ દુઃખના સમૂહ મળી॥ ત્યારે દૃઢ ધીરજ રહે, સંત કહિયે તેને વળી॥
મોટી વાત કરતાં મુખથી, વળી સ્વાદ આવે છે સહુને॥ પણ જ્યારે જોઈએ આ જીવમાં, ત્યારે ભળાયે ભૂલ્ય બહુને॥ એહ ભૂલ્યને અળગી કરી, ખરી હરિની ભક્ત કરિયે॥ મોટા ભક્ત જે મોરે થયા, તેના મતને અનુસરિયે॥ મનગમતું મેલી કરીને, મત મોટાનો મન ધારિયે॥ પ્રસન્ન કરવા છે પ્રાણપતિને, એટલું તો જરૂર વિચારિયે॥
અંતરજામીની આગળે, નહિ ચાલે જૂઠ જરાય॥ એમ વિચારી આપણે, કસર ન રાખવી કાંય॥
એહ વાત અનુપ છે, નક્કી સુખ થાવાની નિદાન॥ વણ સમઝે વિપત પડે, રણ તૃણાર્થી સંગ શ્વાન માટે મોટા સંતને મળી, વળી ટાળવી સરવે ભૂલ્ય॥ નિષ્કુળાનંદ કહે નવ ખોઈએ, અવસર આવ્યો અમૂલ્ય॥
કડવું – ૪૦
જેને ઉપાય કરવો હોય એહજી, તેને થાવું સહુથી નિઃસનેહજી જેમ વરત્યા જનક જેહજી, કરતાં રાજય કે’વાણા વિદેહજી વિદેહ કહેવાણા તે સાંભળી, ત્યાં આવ્યા નવ ઋષિરાય॥ ઊઠ્યા જનક ભેટ્યા સહુને, ઘણે હેતે ઘાલી હૈયામાંય॥
પછી મળ્યા એક એકને, તેની પૂછી ઋષિયે વાત॥ અમે ન સમજ્યા આ મર્મને, તમે સમઝાવો સાક્ષાત॥ ત્યારે જનક કહે આ દેહનો, નથી પળ એકનો વિશ્વાસ॥ મળાય કેમ આ મુનિને, જ્યારે થઈ જાય તન નાશ॥
એમ કહીને પૂજા કરી, ભાવે કરાવ્યાં ભોજન॥ પછી બેઠા સભા કરીને, પૂછ્યાં રૂડાં પ્રશન॥ ત્યાં મિથિલાપુરી પરજળી, ધાયાં સહુ સહુને ઘેર લોક॥ જનક કહે મારું નથી જળતું, શાને કરું હું મને શોક॥ રાજ સાજ સુખ સંપત્તિ, વળી દેહ ગેહ દારા દામ॥ એહ કોણ કેનાં કોણ આપણે, કોઈ કેને ન આવે કામ॥
અણ સમઝણે આપણું, સહુ માની રહ્યા મનમાંય॥ જુવે વિચારી જીવમાં, તો નથી આપણું કાંય॥
એમ રાજ્યમાં રહી રાગ તજ્યો, એ છે લક્ષ લેવા જેવો ઘણો॥ તુચ્છ પદાર્થ સારુ તણાવું, એવો જોઈએ નહિ મત આપણો॥ ખાવા ખટરસ નરેશ સુતને, તોય ડોડાં દેખી ડગે દલ॥ નિષ્કુળાનંદ એ કંગાલ છે, નથી આવ્યો રાજાનો અમલ॥
પદ – ૧૦
શીદને રહિયે કંગાલ રે સંતો જ્યારે મળ્યો મોટો મહા માલ રે સંતો... શીદ પૂરણ બ્રહ્મ પુરુષોત્તમ પામી, ખામી ન રહી એક વાલ; અમલ સહિત વાત ઓચરવી, માની મનમાં નિહાલ રે સંતો॥ રાજાની રાણી ભમી ભીખ માગે, હાલે કંગાલને હાલ; ઘર લજામણી રાણી જાણી રાજા, ખીજી પાડે વળી ખાલ રે સંતો॥
તેમ ભક્ત ભગવાનના થઈને, રહે વિષયમાં બેહાલ; તે તો પામર નર જાણો પૂરા, હરિભક્તની ધરી છે ઢાલ રે સંતો॥ તન મન આશ તજી તુચ્છ જાણી, કાઢું સમઝી એ સાલ; નિષ્કુળાનંદ એ ભક્ત હરિના, બીજા બજારી બકાલ
કડવું – ૪૧
વળી કહું વાત હરિજનની અમળજી, નલરપુરીનો રાજા એક નળજી રૂપ ગુણ શીલ ઉદાર નિર્મળજી, એવો વીરસેનનો સુત સબળજી સબળ ને સત્યવાદી સુણી, દમયંતીએ વિચારી વાત॥ વરવું છે એ નળને, બીજા પુરુષ તાત ને ભ્રાત॥ તેહ વાત ન જાણે તાત એહનો, રચ્યો સ્વયંવર તેહ વાર॥ તેમાં રાજા તેડાવિયા, સહુ આવવા થયા તૈયાર॥
ત્યારે નારદે કહ્યું જઈ ઇન્દ્રને, ધર્મ અગ્નિ સુણો વરુણ॥ તમ જોગ્ય એ કન્યા ભીમની, સુણ્યા સર્વે એના મેં ગુણ॥ પણ એને વરવું છે નળને, એવી દૃઢ ધારી છે ટેક॥ ટેક તજાવી તમે વરો, તો વળે વડો વશેક॥ નળ અંતરે નિરમળ છે, જેમ કહેશો તેમ કરશે॥ તજી પ્રિય પોતાતણું, તમારું પ્રિય અનુસરશે॥
ત્યારે ચારે મળી કહ્યું નળને, તું કર્ય અમારાં વખાણ॥ તું તારી નિંદા કરજે, તો અમને વરશે એહ જાણ॥
ત્યારે નળે કહ્યું જઈ દમયંતીને, ઇન્દ્ર અગ્નિ ધર્મ ને વરુણ॥ એને વર્ય તું વેગે કરી, તો તારે તોલે આવે કહું કોણ॥ ત્યારે દમયંતી કહે એ દેવતા, હું તો વરી છું નળરાય॥ હવે ડગાવું જો દિલને, તો પતિવ્રતાપણું જાય॥
ત્યારે ઇન્દ્રાદિ ચારે નળ થયા, પલટાવી પોતાનો વેષ॥ નિષ્કુળાનંદ કહે નાથ સમરી, ત્યાં આવ્યા નળ નરેશ॥
કડવું – ૪૨
પછી પાંચે થયા નળ સમ પ્રમાણજી, પતિવ્રતા ધર્મથી પડી ઓળખાણજી નાખી નળકંઠે વરમાળ સુજાણજી, સુર નર થયા નિરાશી નિરવાણજી નિરાશી નર અમર ગયા, ત્યારે ઇન્દ્રે કર્યો ઉપાય॥ આપી કળિને આગન્યા, તું પ્રવેશ કર નળમાંય॥ ત્યારે નળ મતિ રતી નવ રહી, રમ્યો દ્યુતવિદ્યા ભ્રાત સાથ॥ રાજ સાજ સુખ સમૃદ્ધિ, લીધી જીતી કર્યો અનાથ॥
પછી કાઢ્યાં દંપતી પુરથી, આપી પે’રવા એક અંબર॥ મૂક્યાં કાઢી મોટા વનમાં, જ્યાં ન લિયે કોઈ ખબર॥ જળ ટાણે જળ નવ મળે, અન્ન ટાણે ન મળે અન્ન॥ ભૂખ પ્યાસનાં ભેળાં ભમે, દુઃખમાંહી નિગમે દન॥ મનુષ્ય માત્ર જ્યાં ન મળે, મળે વનવાસી વિકરાળ॥ ખાવા આવે ખરાં થઈ, તોય ન કરે તન સંભાળ॥
ભૂત ભૈરવ ભયંકર ભમે, દમે દુષ્ટ બીજાં આવી દેહને॥ આપે સંકટ સંતાપે સહું, કહે નહિ કાંઈ તેહને॥
જેને સંકટ શરીરમાંય, અણું જેટલો આવ્યો નથી॥ તેને સંકટ સામટો પડ્યો, જે કહેવાય નહિ મુખથી કથી॥ અણવાણાં ફરે અરણ્યમાં, ચરણમાં ચાલે રુધીર॥ તોય અકળાય નહિ અંતરે, સમઝી મને સુધીર॥
રાત દિવસ એમ રડવડે, પડે અન્ન વિના ઉપવાસ॥ નિષ્કુળાનંદ કહે એહ વનમાં, ફરે ધરે નહિ તન ત્રાસ॥
કડવું – ૪૩
વન વિષમ અતિશય વિકટજી, જ્યાં જ્યાં જાય ત્યાં પામે સંકટજી રાત દિવસ રહે દુઃખ અમટજી, ઝાડ પા’ડ પૃથ્વી અતિ દુરઘટજી દુરઘટ દેખી અટવી એહ, ચળી જાય મનુષ્યનાં ચિત્ત॥ તેમાં રાજા રાણી રડવડે, પડે દુઃખ ત્યાં અગણિત॥ ઘણા ગોખરું આવી સ્પર્શે એ અંગમાં, તેણે સૂજી જાય છે શરીર॥
પશુ પંખી પરસ્પર, કરે શબ્દ ભૂંડા ભયંકાર॥ સહ્યા ન જાય તે શ્રવણે, એવા થાય વનમાં ઉચ્ચાર॥ નિશામાંહી નિશાચર ફરે, હરે પશુ પંખીના પ્રાણ॥ એવા વનમાં દંપતી અતિ, નિઃશંક ફરે નિરવાણ॥ ખાન પાન ખોળે નવ મળે, મળે હિંસક જન હમેશ॥ તોય સંભારે નહિ સુખ રાજ્યનું, હૈયામાંહી લવલેશ॥
જેમ જેમ પડે વિપત્તિ વળી, તેમ તેમ મને મગન॥ એમ વનમાંય વિચરે, રાત દિન રાણી ને રાજન॥
એવા વનમાં ઋષિ રહે, જેને અન્નનો નહિ આહાર॥ જોઈ રાજા એવા ઋષિને, ત્યાંથી ચાલી નીસરે તે વાર॥ એમ દિન કંઈ વહી ગયા, પછી રાજાએ કર્યો વિચાર॥ રાણી ખાણી સર્વે દુઃખની
પછી અર્ધું અંબર લઈ અર્ધ રાતે, ચાલી નીસર્યા નળ વળી નરેશ॥ નિષ્કુળાનંદ કહે દમયંતી, પામી પૂરણ ક્લેશ॥
કડવું – ૪૪
દમયંતી પોકાર કહે હે રાજનજી, મેલી તમે મુજને રડવડતી વનજી હું પતિવ્રતા મારું અબળાનું તનજી, તમ વિના મારી કોણ કરશે જતનજી જતન કરતા તે જાતા રહ્યા, હવે રહીશ હું શી રીતમાં॥ હે દૈવ દીધું દુઃખ તે સામટું, તેહનું ન વિચાર્યું ચિત્તમાં॥ રડી લડથડી પડી ગઈ, શુદ્ધ ન રહી શરીરની॥ નળ વિયોગે એ નારને, નયણે નદી ચાલી નીરની॥ પછી પડતી આખડતી વળી, ચાલી એકા એક લાગ્યા કાંટા કાંકરા ખરા, તેની પીડા થઈ છે તનમાં॥
તેમ જ નળરાય તનમાં, પામે છે પીડા અતિ ઘણી॥ પણ સત્ય ન મૂકે ધર્મ ન ચૂકે, શું કહિયે ધીરજ તેહતણી॥
એમ કંઈક કષ્ટ ભોગવ્યાં, તેનો કહેતાં ન આવે પાર॥ રાત દિવસ રડવડતાં, વળી વહી ગયાં વર્ષ બાર॥ પછી પામ્યા નિજ રાજ્યને, ભાવે ભજ્યા શ્રી ભગવાન॥ એટલું કળિ વળી કરી ગયો, તોય ન ચળ્યાં સત્યથી નિદાન॥
એમ સાધુને સત્ય રાખવું, રાખવી દૃઢમતિ ધર્મમાં॥ સુખ દુઃખ સહી શરીરને, રહેવું અચળ નિજ આશ્રમમાં ॥ ધર્મ સમ ધન નથી, નરનારીને નિદાન॥ ધર્મ જાતાં જો ધન મળે, તો જાણવું થયું એ જ્યાન॥ એવી આંટી પાડી અંતરે, હરિજન હિંમત રાખો હૈયે॥ નિષ્કુળાનંદનો નાથજી, થાશે રાજી અતિશે તૈયે॥
પદ – ૧૧
કરિયે રાજી ઘનશ્યામ રે, સંતો તો સરે સરવે કામ રે સંતો... ટેક મરજી જોઈ મહારાજના મનની, એમ રહિયે આઠું જામ; જે ન ગમે જગદીશને જાણો, તેનું ન પૂછીએ નામ રે સંતો...॥ તેમાં કષ્ટ આવે જો કાંઈક, સહિયે હૈયે કરી હામ; અચળ અડગ રહિયે એક મને, તો પામિયે સુખ વિશ્રામ રે સંતો...॥
જુવો રીત આગેના જનની, પામ્યા વિપત્તિ વિરામ; જનમ થકી માનો મુવા સુધી, ઠરી બેઠા નહિ ઠામ રે સંતો...॥ એ તો દોયલું સોયલું છે આજ, તજિયે દોય દામ વામ; નિષ્કુળાનંદ નિઃશંક થઈને, પામિયે હરિનું ધામ રે સંતો...॥
કડવું – ૪૫
વળી કહું એક રાજા અંબરીષજી, તેને ઘેર આવ્યા દુર્વાસા લઈ શિષ્યજી ભોજન કરાવ્ય અમને નરેશજી, ત્યારે નૃપ કહે નાહી આવો મુનેશજી મુનિ વે’લા તમે આવજો, આજ છે દ્વાદશીનો દન॥ નાવ્યા ટાણે જાણી નૃપે, કર્યું ઉદકપાન રાજન॥ વીતી વેળાયે મુનિ આવિયા, રાજા કેમ કર્યું તે ભોજન॥ મને જમાડ્યા વિના જમ્યો, દઉં છું હું શાપ રાજન॥ શાપ દઈ આપે ચાલિયા, આવ્યું સુદર્શન તે વાર॥ બહુ ભાગે આવે બાળતું, પછી આવ્યા હરિને આધાર॥
કહ્યું હરિને કષ્ટ નિવારિયે, ટાળિયે સુદર્શનનો ત્રાસ॥ ત્યારે શ્રીપતિ કહે ઋષિ સાંભળો, તમે જાઓ અંબરીષ પાસ॥
ત્યારે ઋષિ આવ્યા રાય પાસળે, રાય પાય લાગી કહ્યો અભિપ્રાય॥ આજ તે દી એક ભાવ હોય તો, સુદર્શન દૂર થાય॥ એમ શત્રુ મિત્ર જેને સમ છે, સમ છે સુખ દુઃખ દેનાર॥ એવા ભક્ત જે જક્તમાંહી, તેની ઉપર પ્રભુનો પ્યાર॥
પર પ્રાણીને પીડે નહિ, મર પીડાય પંડ પોતાતણું॥ એવો વિચાર જેને અંતરે, ઘડીઘડીએ રહે છે ઘણું॥ હિતકારી ભારી સૌ જીવના, જેને ભૂંડાઈ ભાગ આવી નથી॥ તેણે અવળું અવરનું, કેમ થાય ઉપર અંતરથી॥ સમુદ્ર શીતળ સદાય, કેને દુઃખ ન દિયે કાંય॥ નિષ્કુળાનંદ એ ભક્તની, શ્રીહરિ કરે છે સા’ય॥
કડવું – ૪૬
વળી કહું એક ભક્ત વિભીષણજી, ભજે હરિ કરી વિવેક વિચક્ષણજી તેહ જાણી રાવણ કોપ્યો તતક્ષણજી, તેનું કોણ કરે રાક્ષસ રક્ષણજી રાક્ષસ રાવણે લાત મારી, કાઢ્યા લંકાથી બા’ર॥ આવ્યા રામના સૈન્યમાં, ના’પ્યા ગરવા તે વાર॥
ત્યારે વિભીષણ કહે રખવાળને, જઈ કહો રામજીને વાત॥ ભક્ત તમારો નામ વિભીષણ, આવ્યો છે રાવણનો ભ્રાત॥ ત્યારે સેવકે કહ્યું શ્રીરામને, સુણી રામ કહે સુણ્ય દાસ॥ આવે તો આવે સમ ખાઈને, વણ સમે નહિ વિશ્વાસ॥
ત્યારે સેવકે કહ્યું વિભીષણને, ખાઈ આવ સુધા સાચા સમ॥ તો તેડી જાઈએ પ્રભુ પાસળે, નહિ તો જાવાનું છે વિષમ॥ ત્યારે વિભીષણ કહે સુત દારા સંબંધી, રાજ સાજ અમલ અન્ન ધન॥ આપે રૂપ અનુપ રામજી, જો દગો હોય મારે મન॥ તે સેવકે સુણાવ્યું શ્રીરામને, સુણી તર્ત તેડાવિયા પાસ॥ ભલો ભક્ત વિભીષણ તું, જગ સુખથી છો ઉદાસ॥
સુત કલત્ર કારણે, સુર અસુર નર ઇચ્છે ઘણું॥ રાજ્ય ધનરૂપે સહુએ સુખ માન્યું છે, તે તે બંધન જાણ્યું આપણું॥
એમ કહી વિભીષણને, રાજી થયા શ્રીરામ॥ ધન્ય એવા હરિજનને, જેને સુખ સંસારી સમને ઠામ॥ એમ નર નિર્જરનાં, જેને સુખ સ્વપ્નાને તૂલ્ય॥ નિષ્કુળાનંદ કહે એ ભક્ત હરિના, અતિ મોટા અમૂલ્ય॥
કડવું – ૪૭
હંસધ્વજ સુત સુધનવા જેહજી, તેને અતિ શ્રીહરિમાં સનેહજી દૃઢ હરિભક્ત અચળ વળી એહજી, અલ્પ દોષે આવ્યા તાતના ગુન્હામાં તેહજી તેને તાતે તપાસ કઢાવી, નાખ્યો તપેલ તેલની માંઈ॥ શ્રીહરિના સ્મરણ થકી, વળી કાયા ન બળી કાંઈ॥
ત્યારે કહે તેલ તપ્યું નથી, કાં તો ઔષધિ છે એહ પાસ॥ તેલ પણ તપેલ ખરું, નહિ ઔષધિ કાઢ્યો તપાસ॥ ત્યારે કહે મંત્ર છે એના મુખમાં, તેનો અખંડ કરે છે ઉચ્ચાર॥ તે મંત્ર તો શ્રીહરિ સ્મરણ, એણે નાવ્યો અંગે અજાર॥
સાચો ભક્ત શ્રીકૃષ્ણે જાણીને, કરી કષ્ટમાંયે એની સા’ય॥ ખરી પળે નવ ખમી શકે, દુઃખ દાસનું મનમાંય॥ પળપળની પીડા હરવા, હરિ હરિજન પાસે રહે॥ વણ વિશ્વાસી એહ વાતને, લેશમાત્ર પણ નવ લહે રાત દિવસ રક્ષા કરે, નિજભક્તની ભગવાન॥ મીટે થકી તે મૂકે નહિ, નિશ્ચય નાથજી નિદાન॥
જનક જનની નિજ જનના, સાચા શ્રીહરિ કહેવાય॥ એહ હેત જેવું કરે જીવને, તેવું બીજે કહો કેમ થાય॥
નક્કી ભક્ત સારુ નાથજી, અવનિયે રહે છે અખંડ॥ દુર્મતિ તે દેખે નહિ, જેમ પડદા આડું પંડ॥ પડદે રહીને પેખે હરિ, દેખે દાસની દૃઢતા ધીર॥ નિષ્કુળાનંદ કહે કષ્ટ માંહી, કરે સહાય હરિ અચીર॥
કડવું – ૪૮
એહ આદિ ભક્ત થયા બહુ ભૂપજી, સાચા સત્યવાદી અનઘ અનુપજી પરપીડા હરવા શુદ્ધ સુખરૂપજી, કરી હરિ રાજી તરી ગયા ભવકૂપજી ભવ કૂપરૂપ તે તર્યા, આગળે ભક્ત અનેક॥ ધન્ય ધન્ય એની ભક્તિ, ધન્ય ધન્ય એહની ટેક॥
એવી ટેક જોઈએ આપણી, કરવા પ્રભુને પ્રસન્ન॥ જ્યાં સુધી ન રીઝે શ્રીહરિ, ત્યાં સુધી કરવી જતન॥ જેમ ધુવે કોઈ લૂગડું, પણ માંય રહી જાય મેલ॥ ત્યાં સુધી ન જાણવું, એહ વસ્ત્રને ધોયેલ॥
જેમ બેસે કોઈ જા’જમાં, હોય ઊંડા અર્ણવમાંય॥ ત્યાં સુધી સુખ ભૂમિનું, શીદ માનીને મલકાય॥ કર્યા કેશરિયાં શૂરા સરખાં, પણ લીધી નથી લડાઈ॥ ત્યાં સુધી તે વેષની, કેમ વખાણાય વડાઈ॥ શૂરા દેખી દૃગે શત્રુને, કરે દૃગે કરી ઘણું ઘાય॥ હરિજનને અરિ ઝીણા અતિ, કરે તે કોણ ઉપાય॥
કામ ક્રોધ લોભ કહીએ, એ અતિશે ઝીણા અરિ॥ આવતાં એને ઓળખીને, વળી ખબર તે રાખવી ખરી॥
અખંડ આગ્રહ એહ ઉપરે, જેહ જેહ રાખે છે જન॥ તેહ તેહ એ શત્રુ થકી, નર રહે નિરવિઘન॥ ગાફલને ઘાયલ કરે, સાજું રહેવા ન દિયે શરીર॥ નિષ્કુળાનંદ સચેત રહેવું, ધરી દૃઢતા અતિ ધીર॥
પદ – ૧૨
ધીરજ સમ નહિ ધન રે સંતો... આવે અર્થ દોયલે દન રે સંતો... અતોલ દુઃખ પડે જ્યારે આવી, તે તો ન સે’વાય તન; તેમાં કાયર થઈને કે દી, ન વદે દીન વચન રે સંતો...॥ ધીરજવંતને આપે અત્યંત, દુઃખ બહુ દુરિજન; તે તો સરવે સહે શરીરે, જાણી તે જન અજ્ઞ રે સંતો...॥ ધીરજ ધારી રહે નરનારી, પામે તે સુખસદન; કષ્ટ કાપવાનો એ છે કુઠારો, વાઢે વિપત્તિનાં વન રે સંતો...॥
આગે સીતા કુંતા ને દ્રૌપદી, ધારી ધીરજ અતિ મન; નિષ્કુળાનંદના નાથને કર્યા, પૂરણ એણે પ્રસન્ન રે સંતો...॥
કડવું – ૪૯
એવા ધીરજવાળા જાણો જડભરતજી, હતા અતિ આપે અત્યંત સમર્થજી સહ્યાં દુઃખ દેહે રહી ઉન્મત્તજી, કરે ઘર પર કામ તેમાં એક મતજી મત રહિત મુનિ રહે, મળે અન્ન જેવું તેવું જમે॥ કોહ્યું કસાયું સડ્યું બગડ્યું, બળ્યું ઊતર્યું ખાઈ દિન નિર્ગમે॥ ત્યારે ભ્રાતે કહ્યું જડભરતને, રાખો ખરી ખેતની ખબર॥ ત્યારે જડભરતજી જઈ રહ્યા, ઊભા રાતમાં અડર॥
અતિશે ભૂલી શુદ્ધ અંગની, વરતે છે અંતરે વરતિ॥ આપાપર ભાવ નથી ભાસતો, એવી ખરી કરી છે મતિ॥ મતિમાં રતી નવ રહ્યો, સુખ દુઃખ સંભવ વળી॥ એવી રીતે જડભરતજી, સાચવે છે ખેતર ખળી॥ ત્યાં તસ્કર નર આવીને, ઝાલી લઈ ગયા જડભરતને॥ ઊભા રાખ્યા દેવી આગળ્યે, તેને મારવા તરતને॥
ત્યારે ચોર કહે પછી ચડાવિયે, સારી પેઠે જમાડી સુખડી॥ ત્યારે જડભરત જમિયા, તરત વળી તેહ ઘડી॥
પછી તીખી તરવાર લઈ કરી, હાથ ઉપાડ્યો હણવા કાજ॥ તે દેખી ન શકી દિલે દેવી, હાથ ઝાલી લીધો વાજોવાજ॥ પછી લીધી કરવાલ કરથી, તેણે કાપ્યાં સર્વના શીશ॥ પીધું લોહી ને ખાધું માંસને, ત્યારે ઊતરી દેવીને રીશ॥
જોડી હાથ જડભરત આગળે, કરે અતિ વિનંતી તે વળી॥ નિષ્કુળાનંદના નાથના વા’લા, તમને પીડ્યા પાપીએ મળી॥
કડવું – ૫૦
એમ કહી દેવી ગઈ છે સમાયજી, નથી હર્ષ શોક જડભરતને કાંયજી તેહ સમે રાજા આવ્યો એક ત્યાંયજી, નામ રહુગણ બેસી શિબિકાયજી શિબિકાનો વુઢારથી વાટમાં, પડ્યો માંદો આવી તેની ખોટ॥ ઝાલી જડભરત જોડિયા, લીધા તે ઘડી દડીદોટ॥ જડભરત જાળવે જીવજંતુ, કીડી મકોડી ન કચરાય॥ દિયે તલપ તે દેખીને, તે થડક રાયે ન ખમાય॥
ત્યારે ભૂપ કહે છે ભોઈને, આવી કરો છો અવળાઈ કેમ॥ ત્યારે ભોઈ કહે ભૂપાળને, આ નવો કરે છે એમ॥ ત્યારે નવા પ્રત્યે કહે નરપતિ, અતિ વસમા લાવી વચન॥ ત્યારે જડભરત બોલિયા, સુણ્ય વચન કહું રાજન॥ અવળાઈ જે મારા અંગની, તે કહું હું સર્વે તુજને॥ તેં જે જે કહ્યું તારી જીભથી, તેનું નથી દુઃખ કાંઈ મુજને॥
તેં કહ્યું જોઈ આ તનને, તેહ નથી આત્મામાં એક॥ દેહદર્શી તો એમ જ દેખે, જેને નથી અંતરે વિવેક॥
ત્યારે પૂછ્યું રાયે પિછાન પડી, લાગ્યા પાય પ્રણિપત કરી॥ ક્ષમા કરજો અપરાધ મારા, એમ કહ્યું અતિ કરગરી॥ એના જેવું થાય આપણે, ત્યારે પડે પૂરી પિછાન॥ ખરા ખોટાની ખબર ખરી, નક્કી જણાયે નિદાન॥
ભાદે વડ ભીંડો તડોવડ્ય છે, સામુ વડથી વધે છે વશેક॥ નિષ્કુળાનંદ નમૂલિયાની, અંતે ટકે નહિ ટેક॥
કડવું – ૫૧
ટેક એક નેક શુકજીની સારીજી, મતિ અતિ મોટી સૌને સુખકારીજી ગજપુર આવ્યા રાય પાસે વિચારીજી, પંથમાં પીડા પામ્યા મુનિ ભારીજી ભારે પીડા પામ્યા પરથી, કરી બહુ બહુ ઉપહાસ॥ ઉન્મત્ત જાણી કહે કઠણ વાણી, ડરાવે દેખાડી ત્રાસ॥ કોઈક નાખે ગોબર ઠોબર, પેશાબ ઈંટ પાણા કઈ॥ કોઈક સંચારે છે સરિયા, પાપી નર પૂઠ્યમાં લઈ॥ કોઈક તાડે તાળી પાડે, પમાડે દુઃખ વિમુખ ઘણું॥ શોક હરખ તેનો શુકજીને, નથી અંતરની માંય અણું॥
કે’તા નથી તેનું કોઈને, જાણી જક્તના જીવ અજાણ॥ એવા થકા આવ્યા નરેશ પાસે, કર્યું રાજાનું કલ્યાણ॥
આગે વ્યાસને આપ્યો જેણે, ઉત્તર જન વનમાં રહી॥ આવરણ રહિત આત્મદર્શી, એવા સમર્થ શુકજી સહી॥ સમર્થ પણ એ સર્વે સહ્યું, અસમર્થ સહે તેનું શું કહીએ॥ આજ તપાસો આપણું, એના જેવા નથી કે છઈએ॥
ભક્તની રીત જો ભક્તમાં, જન જાણો જોઈએ જરૂર॥ પોતાની રીત પરહરી પરી, હરિદાસ ન કરવી દૂર॥ વેષે લેશ લેવાય નહિ, શાહુકાર નરેશનું સુખ॥ બોલી દેશી તો બહુ તેમ જ કરે, પણ દામ હુકમનું રહે દુઃખ॥ ઓઢી અજીન અંગે સિંહનું, જંબુક કરે જેમ જોર॥ નિષ્કુળાનંદ એહ વાતનો, અંતે નહિ આવે નોર॥
કડવું – ૫૨
વળી કહું ઋષિ નારદ એક નકીજી, જેને પ્રતીત પ્રગટની છે પકીજી આપે જ્ઞાન દાન જનને વિવેકીજી, પામ્યા ભવપાર અગણિત એહ થકીજી અગણિત જીવ ઉદ્ધારવા, ફરે સ્વર્ગ મૃત્યુ ને પાતાળ॥ જ્યાં જ્યાં હોય જીવ જીજ્ઞાસુ, ત્યાં ત્યાં જાય તતકાળ॥ એમ કરતાં આવિયા, નારદ નારાયણ સર॥ દીઠા સામટા સહસ્ર દશ તેને ઉપદેશ આપી કાપી, સંસાર સુખની આશ॥ તેહ સાંભળી દક્ષ દિલે, અતિશે થયો ઉદાસ॥
ત્યાર પછી એક સહસ્રને, ઉપજાવી મૂક્યાં એહ સ્થાન॥ તેને પણ તેના ભાઈના જેવું, આપ્યું છે નારદે જ્ઞાન॥
તે સુણી દક્ષ દિલગીર થયો, આપ્યો નારદજીને શાપ॥ મુહૂર્ત ઉપર તમે જ્યાં રહો, ત્યાં મૃત્યુ પામજો આપ॥ આપ એ શાપ ચડાવી શિર ઉપરે, આપે છે હજી ઉપદેશ॥ એહના જેવો આગ્રહ, હરિજનને જોઈએ હંમેશ॥
કે’વી વાત હરિકૃષ્ણની, હેત દેખાડી હૈયાતણું॥ કાઢી લેવો કાળમુખથી, એવો ઉપકાર કરવો ઘણું॥ ચોખે મારગે ચલાવતાં, કોઈને ગમે કે નવ ગમે॥ કહ્યામાં કસર નવ રાખવી, સુખ દુઃખ સમે વસમે આળસી ન બેસવું આપણે, હેતે કરવી હરિની વાત॥ નિષ્કુળાનંદનો નાથજી, રહે રાજી તે પર દિન રાત॥
પદ – ૧૩
સાચા સંતે અત્યંત રાજી કર્યા શ્રીહરિ, મેલી મમત તન મન તણી… સાચા હિંમત અતિ મતિમાંય તે આણીને, રતિપતિની લીધી લાજ ઘણી… સાચા॥ દામ વામ ધામ દીઠાં પણ નવ ગમે, કામ શ્યામ સાથે રાખ્યું છે જેણે; નામ ઠામ ન પૂછે ગામ ગ્રાસનું રે, આઠું જામ હામ હૈયે રહે છે તેણે... સાચા॥ એવા સંતનો સંગ ઉમંગ શું કરિયે, તો અભંગ રંગ રૂડો અંગ રહે; દિલ ન ડગમગે પગ નવ પરઠે, ચિત્ત રહી ચંગે જગ જીતી લહે... સાચા॥
સાચા સંત શૂરવીર ધીર ગંભીર છે, નીરક્ષીર કાંકરહીર કરે નિવેડો; નિષ્કુળાનંદ આનંદપદ પામીને, કે દી ન મૂકે એ વાતનો જ કેડો... સાચા॥
કડવું – ૫૩
એવા તો સનકાદિક સુજાણજી, વિષયસુખ દુઃખરૂપ જાણી તજી તાણજી ભજી પ્રભુ પામિયા પદ નિર્વાણજી, એહ વાત સરવે પુરાણે પ્રમાણજી પુરાણે વાત એહ પરઠી, સનકાદિક સમ નહિ કોય॥ વેર કરી વિષયસુખ સાથે, ભજ્યા શ્રીહરિ સોય॥ જેહ સુખ સારું શિવ બ્રહ્મા, સુર અસુર નર ભૂખ્યા ભમે॥ તે સુખ સનકાદિકને, સ્વપ્નામાં પણ નવ ગમે॥ ભક્તિ કરી હરિને રીઝવ્યા, માગો માગો કહે શ્રીઘનશ્યામ॥ માગિયે વય વર્ષ પાંચની, વળી રહિયે સદા નિષ્કામ॥
પછી પામી અવસ્થા વર્ષ પાંચની, સર્વે લોકમાં ફરે સુજાણ॥ સુણાવે કથા શ્રીકૃષ્ણની, કરે બહુ જીવનાં કલ્યાણ॥
ઊંડી અંતરથી ઇચ્છા ગઈ, સ્પર્શ સુખ ત્રિયા તનની॥ એની પેઠે કરો આપણે, મેલી દિયો ઇચ્છા મનની॥ નિરવિષયી ગમે છે નાથને, વિષય વિકળ જેમ સમળ નર બેસે સભામાં, સહુ જાણે ઊઠી જાયે આંહીંથી॥
ઉપર બન્યા બહુ ઊજળા, માંયે મેલની મણા નથી॥ એવા જન જોઈ જગપતિ, અભાવ કરે છે ઉરથી॥ ઇચ્છાઓ અનેક ઉરમાં, ખાન પાન સ્પર્શ સુખની॥ એવા ભક્તની ભગતિ, હરિ વદે નહિ વિમુખની॥ પંચ વિષયની પટારિયું, ઘણી ઘાટે ભરી ઘટમાંય॥ નિષ્કુળાનંદ કહે નાથના, એહ ભક્ત તે ન કહેવાય॥
કડવું – ૫૪
વળી ઋષિ એક જાણો જાજળીજી, આરંભ્યું તપ અતિ વિષમ વળીજી કર્યું હરિધ્યાન તેણે તન શુદ્ધ ટળીજી, આવ્યાં વનવિહંગ ઘણી સુઘરિયો મળીજી સુઘરિયે મળી માળા ઘાલ્યા, વળી બેઉ કાનની કોર॥ ઈંડાં મૂકીને અહોનિશ, કરે છે શોર બકોર॥
અડગ પગે તે ઊભા રહ્યા, વળી જાય ન આવે ક્યાંય॥ જાણે પંખીને પીડા ઊપજશે, એવી દયા ઘણી દિલમાંય॥ ચારે દિશે જાય ચણ્ય સારું, વળી આવી રહે ત્યાં રાત॥ પછી ઈંડા મટી ઈંડજ થયાં, ગયાં ઊડી પ્રભાત॥
તોય જાજળી જોઈ રહ્યા, દિન કેટલાક સુધી વાટ॥ પાછાં ન આવ્યાં પંખી જ્યારે, ત્યારે તજ્યો મન ઉચ્ચાટ॥ એના જેવી દયા દિલમાં, રાખવી અતિ ધરી ધીર॥ ઝીણા મોટા જીવનું સહેવું, સુખ દુઃખ તે શરીર॥ આપણે અંગે પીડા આવતાં, જો થાય સામાને સુખ॥ તો ભાવે કરી ભોગવિયે, દિલમાં ન માનિયે દુઃખ॥
અલ્પ જીવ ઉપર વળી, રાખવો નહિ રોષ એક રતિ॥ સ્થાવર જંગમ જીવ ઉપર, પરહરવી હિંસક મતિ॥
પરને પીડા કહું કરવી, એ તો કામ છે કસાઈનું॥ સર્વેને સુખ થાવા ઇચ્છવું, એહ કૃત્ય છે સંત સુખદાયીનું॥ એહ મત ખરો હરિભક્તનો, નવ પીડવા પ્રાણધારીને॥ નિષ્કુળાનંદનો નાથજી રીઝે, એવું કરવું વિચારીને॥
કડવું – ૫૫
અરુણી ઉપમન્યુ આપત્યધૌમ્યના શિષ્યજી, ગુરુ આગન્યામાં વરતે અહોનિશજી જાય અન્ન જાચવા હરખે હંમેશજી, આણી આપે ગુરુને નાપે ગુરુ તેને લેશજી લેશ ન આપે જ્યારે શિષ્યને, શિષ્ય જાચે અન્ન પછી જઈ॥ ત્યારે ગુરુ કહે ગરીબ ગૃહસ્થને, ફરી ફરી પીડવા નહિ॥
ત્યારે પય પળી પીને વળી, કરે છે તેહ નિરવાહ॥ ત્યારે ગુરુએ પય વત્સફીણની, પાડી છે ચોખી નાહ॥ પછી ખાધાં તેણે ક્ષુધામાંહિ, અર્ક પાન થયા તેહ અંધ॥ વનથી આવતાં વાટમાં, પડી ગયા છે કૂપ મધ્ય॥
આવ્યાની વેળા વહી ગઈ, ત્યારે ગોતવા ગુરુ નીસર્યા॥ પોકાર કરતાં પડેલ કૂવામાં, સામસામા સાદ કર્યા॥ પછી કૂવામાંથી કાઢી કહ્યું, ઉપમન્યું તું છે મારો દાસ॥ મને તે પ્રસન્ન કર્યો, હવે માગ્ય કાંઈક મુજ પાસ॥ એમ ગુરુની આગન્યા, જે પાળે પરમ સુજાણ॥ નિરવિઘન તે નર થઈ, પામે પદ નિરવાણ॥
મન ગમતું મેલી કરી, રહે આજ્ઞાને અનુસાર॥ તેજ શિષ્ય સાચા ખરા, બીજા સરવે સંતાપનાર॥
કુક્કર કાનના કીટ સરિખા, શિષ્ય ન થાવું સમઝી॥ ગુરુ વાળે તેમ વળવું, અહંતા મમતા મનની તજી॥ ગુરુકૃપાએ સુખ પામિયે, ગુરુકૃપાયે ઉપજે જ્ઞાન॥ નિષ્કુળાનંદ ગુરુ કૃપા કરે, તો આપે અવિચળ દાન॥
કડવું – ૫૬
એ કહ્યા સરવે પરોક્ષ હરિજનજી, એને કેને પ્રગટ નથી મળ્યા ભગવનજી તોય કોઈ મોળા ન પડિયા મનજી, કહું વાર હજાર એને ધન્યધન્યજી ધન્ય ધન્ય એહ જનને, જેણે શીશ સાટે સોદો કર્યો॥ તજી છે આશ તન મનની, એવો ઉદ્યમ જેણે આદર્યો॥ લીધો સિંદોરો શીશ હાથમાં, તેહ સાથ જોવા કેમ રહે॥ મરવાની તો બીક જ મટી, અસિઆગ્યનો ભાગ્યો ભહે॥
આગળ ચાલતાં આનંદ અતિ, આવે ઝટ દઈ રણ ઝુંપ રે॥ એક લડી મરે એક બળી ટળે, માને બેઉ વાત અનૂપ રે॥ તેમ જ સાચા સંતને, તજી જોઈએ તે તનની આશ॥ દેહરખા સરખા કાયરનર, તે તો કે દી ન હોય હરિદાસ॥ હરિદાસને હોય હિંમત ઘણી, ગણે તનને તરણા તોલ॥ લાલચ મેલી આ લોકસુખની, પામવા વસ્તુ અમોલ॥
અચળ સુખમાં આવી ઘણી, પૂરણ વળી પ્રતીત॥ અસત્ય સુખ પણ ઓળખ્યું, જાણ્યું જેવી છે એની રીત॥
પડ્યું પોતાને પારખું, ખરા ખોટાનું ખરાખરું॥ સુખ ઘણું માન્યું ઘનશ્યામમાં, મેલ્યું અલ્પ સુખ અળગું પરું॥ શીદને ખાય ખાટી છાશને, મેલી પીયુષ રસ પ્રવાહ॥ પટુ પાંબરી પરહરીને, કરે કોણ ચરમની ચાહ॥
તેમ ભક્ત જક્તનાં સુખ જોઈને, લોભાય નહિ લગાર॥ નિષ્કુળાનંદ તેહ ભક્ત સાચા, ફેર નહિ રતી ભાર॥
પદ – ૧૪
સાચા ભક્તની રીત સર્વે સાચી સહી, સાચાં સર્વે આચરણ એનાં... સાચા ખાતાં પીતાં સુતાં જાગતાં જાણિયે, ઉપદેશ રૂપ અનુપ તેનાં.... સાચા॥
હાલતાં ચાલતાં જોતાં માંય જોવું ખરું, લેતા દેતાં બોલતામાં કળી લૈયે; જાતાં આવતાં પાસ વાસ વસતાં, કેમ ન કળાય એહ કહો તૈયે... સાચા॥ કરતાં ન કરતાં હરતાં ફરતાં, ગાતાં વાતાં વળી હસતાં હોયે; રોતાં ધોતાં પોતાં પે’રતાં પરખિયે, છતાં વક્તાં જાણો સુખદ સોયે... સાચા॥
જે જે આચરણ સાચા સંત આચરે, તે તે સર્વે છે વળી સુખકારી; અખંડ ધામમાં એ જ પોં’ચાડે, નિષ્કુળાનંદ કહે છે વિચારી... સાચા॥
કડવું – ૫૭
સુણો એક મુદ્ગલ ઋષિની રીતજી, વીણે અન્ન દિન પંદર લગી નિત્યજી કરી પાક જમાડે અભ્યાગત ઘણે હિતજી, વધે અન્ન તેહ જમે કરી અતિ પ્રિતજી કરી પ્રીત અતિ જમતો, ત્યાં દુર્વાસા ઋષિ આવિયા॥ અતિ આદર દઈ બ્રાહ્મણે, જમવાને બેસારિયા॥ જમી અન્ન જે વધ્યું હતું, તે ચોળી પોતાને તન॥ ચટક દઈ ચાલી નીસર્યા, ગયા શિવને ભવન॥
પછી પંદર દિવસે વળી, ભેળું કર્યું બ્રાહ્મણે અન્ન॥ તે પણ તેમનું તેમ કર્યું, તોય રહ્યા મુદ્ગલ મગન॥ એમનું એમ કરતાં વળી, વીતી ગયા દ્વાદશ માસ॥ અન્ન વિનાના એટલા, પડ્યા ચોખા ઉપવાસ॥ ત્યારે દુર્વાસા કહે ધન્ય દ્વિજ તું, ધન્ય ધીરજ તારી નિદાન॥ તેહ સમામાં તેડવા, આવ્યાં વિબુધનાં વિમાન॥
બેસો ઋષિ વિમાનમાં, તેડી જાયે અમરપુરમાંય॥ સત્ય ટેક તમારી જોઈને, અમે આવ્યા તેડવા આંય॥
ત્યારે પૂછ્યું સુખ દુઃખ સ્વર્ગનું, કહ્યું કંઈક ચઢે પડે પણ ખરાં॥ ત્યારે મુદ્ગલ કહે નહિ આવું એ ધામે, લઈ જાઓ વિમાનને પરાં॥ અલ્પ સુખને ભોગવી, પુન્ય ખૂટે પાછું પડવું॥ એવા સુખને વળી સાંભળી, ચોખું નથી એ વેને ચડવું॥
પછી અવધે તન તજી કરી, ગયા તે અખંડ ધામમાં॥ નિષ્કુળાનંદ કહે સહ્યું કષ્ટ જેહ, તેહ આવિયું કામમાં॥
કડવું – ૫૮
વળી કહું એક શિલોંચ્છવૃત્તિધારીજી, વીણે એક કણકણ ધર્મ વિચારીજી ઋષિ ઋષિસુત ઋષિનારી સુતનારીજી, જમે દિન આઠમે એહ મળી વળી ચારીજી ચારે બેઠાં જ્યારે જમવાને, હતો સાથુ શેર જુગલ॥ ત્યાં ધર્મ ધરી રૂપ દ્વિજનું, તક જોઈ આવ્યા તેહ પલ॥ આવી કહ્યું આપો અન્ન મને, હું ભૂખ્યો છઉં બ્રહ્મન્ન॥ ત્યારે ઋષિએ આદરે આપિયું, પોતાના ભાગનું અન્ન॥ પછી આપ્યું ઋષિપત્નીએ, આપ્યું ઋષિસુતે કરી પ્યાર॥ પછી આપ્યું એની નારીએ, થયાં અન્ન વિના એ ચાર॥
અન્ન વિન દિન આઠ ગયા, પાછી આઠે પણ નહિ આશ॥ તોય ચારે રાજી રહ્યાં, વળી કોઈ ન થયાં ઉદાસ॥
આપ્યું અન્ન અભ્યાગતને, જળ ઢળ્યું ધોયેલ કર ચર્ણનું॥ તેમાં આળોટ્યો આવી નોળિયો, થયું અર્ધુ અંગ સુવર્ણનું॥ એવું શુદ્ધ અન્ન એહનું, તે જમિયા વૃષભ વળી॥ રાજી થયા ઋષિ ઉપરે, જાણું આપું સમૃદ્ધિ સઘળી॥
ત્યારે દ્વિજ પલટી ધર્મ થયા, માગો માગો તમે મુજ પાસ॥ ત્યારે દ્વિજ કહે ધન્ય ધર્મ તમે, આપો તમારા ધામમાં વાસ॥ એમ સમે આવી કોઈ અન્ન જાચે, વળી હોયે ક્ષુધાએ આતુર॥ પોં’ચ્ય પ્રમાણે આપવું, રાજી થઈ જન જરૂર॥ અન્ન ન આપે ઉત્તર આપે, કાં તો સંતાપે કઠણ કહી॥ નિષ્કુળાનંદ હરિજનની, એવી રીત જોઈએ નહિ॥
કડવું – ૫૯
વળી કહું એક જયદેવજીની વાતજી, સાંભળ્યા સરખી છે સારી સાક્ષાતજી જેને ઘેર પદ્માવતી વિખ્યાતજી, કરે હરિભક્ત દોય દિવસ ને રાતજી રાત દિવસમાં રાગે કરી, ગાય ગોવિંદગીત પ્રીતે કરી॥ જાચી લાવે અન્ન તેહ જમે, આપે ભૂખ્યા જનને ભાવે કરી॥ બ્રાહ્મણ ને વળી ભક્ત હરિના, જાણી શિષ્ય થયાં કંઈ જન॥ એમ કરતાં ક્યારેક કાળ પડ્યો, જડે નહિ જાચતાં અન્ન॥ પછી જયદેવ ચાલ્યા જાચવા, શિષ્ય પાસેથી જાચ્યું ધન॥ તે લઈ આવતાં વાટમાં, મળ્યા મારગમાં દુરિજન॥
આવતાં ઓળખી એહને, જયદેવે વિચારી વાત॥ આપું ધન તો તન ઊગરે, નહિ તો થાશે બેઉની ઘાત॥
કટાણે ને કઠેકાણે, તક જોઈ આવ્યા છે તેહ॥ જરૂર મારશે જીવથી, એ વાતમાં નહિ સંદેહ॥ એમ જયદેવે વિચારી જીવમાં, આપી દીધું રાજી થઈ ધન॥ ત્યારે ચારે ચોરે વિચારિયું, કાંઈક કપટ છે એને મન॥
માટે મારી નાખો એહને, તો જરે આ સઘળો માલ॥ ત્યારે એક કહે કાપો હાથ પગને, એની મેળે મરશે બેહાલ॥ પછી હાથ પગ કાપી હાલિયા, મહાપાપીને નહિ મે’ર॥ તિયાં આવ્યો એક નૃપતિ, વે’લ્યે બેસારી લઈ ગયો ઘેર॥ પછી રાજાએ એને ઓળખ્યા, જાણ્યા ભક્ત આ તે જયદેવ॥ નિષ્કુળાનંદના નાથના વા’લા, જાણી કરે છે બહુ સેવ॥
કડવું – ૬૦
પછી એના શિષ્ય થયા ભૂપાળજી, એમ કરતાં પાછો પડી ગયો કાળજી આવ્યા એ ચોરટા સાધુ થઈ ઘાલી માળજી, તેને ઓળખ્યા જયદેવે તતકાળજી તતકાળ એને ઓળખી, બહુ બહુ કરાવે છે સેવ॥ ત્યારે ચોરટે પણ જાણિયું, આ ખરો ખૂની જયદેવ॥ આવ્યા અરિના હાથમાં, હવે ઊગર્યાની આશા સહિ॥ જોઈ અપરાધ આપણો, માર્યા વિના એ મૂકે નહિ॥ પાપીને પાપ પોતા તણાં, આવ્યાં નજરે તે નિરધાર॥ કહો ભાઈ કેમ કરશું, એમ ચિંતવે છે ચોર ચાર॥
પછી ચોરે ચાલવાનું કર્યું, ત્યારે અપાવ્યાં ઘઉં ગાડાં ભરી॥ આગળ જઈ ક્યાંક ઊતર્યા, ગાડાવાળાને વાત કરી॥
જયદેવ જાતનો ઝાંપડો, રાજાના ગુન્હામાં આવ્યો હતો॥ અમને સોંપ્યો હતો મારવાને, ત્યારે અમે મેલ્યો એને જીવતો॥ તે ગુણે આપ્યાં ઘઉંનાં ગાડલાં, વળી બીન્યો પણ મનમાં સહી॥ જાણ્યું એમ મારી જાતનું, રખે રાજાને આપે કહી॥
એમ કહેતાં ફાટી અવનિ, પહોંચ્યા ચોર ચારે પાતાળ॥ ગાડાં વાળી ઘેર લાવિયા, કહ્યું વૃત્તાંત થયું તેહ કાળ॥ ત્યારે જયદેવે ઘસ્યા કર ચરણને, થયા સાજા તે સમયે સોય॥ જુવો વિચારી જન મને, એવા ક્ષમાવાન કોણ હોય॥ સાચા જન તેને જાણિયે, ખરી ક્ષમા રાખે મનમાંયે॥ નિષ્કુળાનંદના નાથને, એથી વા’લું નથી બીજું કાંયે॥
પદ – ૧૫
ક્ષમાવંત સંત અત્યંત સુખ ભોગવે, પામે દુઃખ ક્ષમાની ખોટવાળા; સોનું રૂપું જેમ સહે ઘણા ઘાવને રે, જોઈએ કાચને વળી રખવાળા... ક્ષમાવંત॥
રૂપા સોનાનાં ભૂષણ સહુ પે’રી ફરે, એ તો અંગોઅંગમાં શોભા આપે; કાચ ભાંગે તો કામ આવે નહિ રે, કટકા કોઈકનું તન કાપે... ક્ષમાવંત॥ સર્પ સિંહ સ્વભાવવાળા સંત શિયા, જેની પાસે જાતાં પગ પડે પાછા; અતિ અખતર નર નરસા ઘણા રે, તેને કહેવું પડે તમે સંત સાચા... ક્ષમાવંત॥
એ જેવી કે’વી દેવી નંદવાણા તણી, રૂઠે તૂઠે નિષ્કુળાનંદ કહે નવ થાય ઓરતો રે, જો પહેલા વહેલા એના પગ પરખો... ક્ષમાવંત॥
કડવું – ૬૧
થોડી થોડી વાત કહી રાય ઋષિની કથીજી, જેમ છે તેમ તે કહેવાણી નથીજી વિસ્તારે વાત સુણજો પુરાણથીજી, એ જેવા થયા કૈ અધિક એક એકથીજી એક એકથી અધિક થયા, કૈક ઋષિ કૈક રાજન॥ તે પ્રસિદ્ધ છે પુરાણમાંયે, સહુ માનજો જન મન॥
કઠણ કસણી સહી શરીરે, કાઢ્યો મેલ માંહેલો માયાતણો॥ ત્રણ ગુણ પંચવિષય વાસના, કર્યો ત્યાગ તેનો તને મને ઘણો॥ અખંડ વરતે નિત્ય અંતરે, બાહ્ય દૃષ્ટિને સમેટી વળી॥ જેમ વરસે જળ અચળ પર, પણ નીચી ભૂમિએ આવે ઢળી॥
તેમ વૃત્તિયો સર્વે વળી, મળી આવી તે અંતરમાંયે॥ પછી મૂર્તિ મેલી મહારાજની, જાયે ન આવે ક્યાંયે॥ માલ મળ્યો મોટો ઘણો ઘરમાં, તેના અમલનો આનંદ રહે॥ મેલી ચંદન મળિયાગરુ, વળી વેઠે કોયલા કોણ વહે॥ એવાં સુખ સંસારનાં, જાણો કુચ્ય કોયલા સમાન॥ કાળપ્ય આપે ખંજોળી સંતાપે, વળી ના’પે સુખ નિદાન॥
એવા સુખને અભાગિયા, રાત દિવસ રૂવે છે રહ્યા॥ પણ વાત નથી વિચારતા, જે ઠાલે હાથે કૈક ગયા॥
મહા દુઃખે જે સુખ મળે, તે પણ ટળી વળી જાય॥ એવા સુખને અજ્ઞ જન વિન, કહો ભાઈ કોણ ચહાય॥ એમ આગળ રાય ઋષિએ, સમજીને કીધો છે ત્યાગ॥ નિષ્કુળાનંદ કહે નર અભાગીને, નથી ઊપજતો વૈરાગ॥
કડવું – ૬૨
વૈરાગ્ય વિના તનસુખ ન તજાયજી, તનસુખ તજ્યા વિના હરિ ન ભજાયજી હરિ ભજ્યા વિના ભક્ત ન નીપજાયજી, લીધી મેલી વાતે ભક્તપણું લજાયજી લજ્જા જાય આલોકમાં, પરલોકે પણ પહોંચે નહિ॥ એવી ભક્તિ આદરતાં, કહો ભાઈ કમાણી સહી॥
જેમ કેશરિયાં કોઈ કરી ચાલે, ઘાલે કાખમાં કોળી તરણની॥ કામ પડે કો’ કેમ આવે, પ્રતીતિ એના મરણની॥ જેમ સતી ચાલી બા’રે બળવા, ભેળાં ભરી લિયે જળ માટલાં॥ આગ્ય લાગે ઊઠી ભાગશે, હોલવી તરણનાં ત્રાટલાં॥
એમ ભક્ત થઈ ભગવાનનો, વળી કે’વાણો સહુથી ભલો॥ પણ શરીર સુખરૂપી રાખિયો, મોટો મિયાંનો ગોખલો॥ જ્યારે વેચી હવેલી વિત્ત લઈ, ત્યારે આળિયાનો શો અર્થ છે॥ પણ દગો છે એના દિલમાં, જે અંતે કરવો અનર્થ છે॥ એવા ભમરાળા ભક્ત ન થાયે, થાયે ભક્ત આગળ કહ્યા એવા॥ જ્યારે સાત ભાત્યની કરી સુખડી, ત્યારે ન બગાડિયે કાચરિયે વિ’વા॥
દીધું આંધણ જ્યારે દૂધનું, તેહ માંહી મીઠું ઓરવું નહિ॥ ખાતાં ન ખવાય દૂધ જાય, કહો તેમાં કમાણી સહી॥
ભલી ભક્તિ આદરી, પામવા પુરુષોત્તમ સહી॥ પછી પંડ સુખને ઇચ્છવું, એ તો વાત બને નહિ॥ ખાવો ભૈરવ જપને જ્યારે, ત્યારે ખસતું ન મેલવું અંગ॥ નિષ્કુળાનંદ જેમ દીવો દેખી, પાછો ન વળે પતંગ॥
કડવું – ૬૩
હરિજનને છે એક મોટું જ્યાનજી, જો આવી જાયે અંગ અભિમાનજી તો ન ભજાય કે દી ભગવાનજી, પંડ્ય પોષવા રહે એક તાનજી તાન રહે એક પંડ્ય પોષ્યાનું, ખાનપાનને રહે ખોળતા॥ મળે તો મહાસુખ માને, ન મળે તો નાસે આંખ્યો ચોળતા॥
જેમ ભાંડ બાંડ ના’વે ભીડ્યમાં, કુલક્ષણાની જાણે કળા॥ સો સો વાતે ના’વે સાંકડ્યે, વાદી વાદી એમ નર અભાગિયા, કરે કળ છળ હુન્નર હજાર॥ અનેક રીતે આવવા વળી, ન દિયે અંગે અજાર॥
કર્મવશ કોટિ કષ્ટ સહે, રહે રાત દિવસ રોસિવડો॥ પણ સત્સંગમાં લેશ દુઃખ સહેતાં, જાય છે એનો જીવડો॥ અણ અર્થે અભાગિયો, દુર્મતિ અતિ દુઃખ દ્યોત॥ પ્રભુ ભજતાં પગ ન માંડે, જેમ બેઠો કટિયે કપોત॥ કોટિ કોટિ શાસ્ત્ર સાંભળ્યા, વળી કોટિ કોટિ સાંભળશે॥ અજ આવી ઉપદેશ દેશે, તોય ભૂલ્ય એની કાંઈ ટળશે॥
ગુરુ સહસ્ર ઘણું ઘણું, સમઝાવે છે સર્વે મળી॥ પણ પકડ્યું પૂચ્છ નરે ખરનું, નથી મૂકતો વણશેલ વળી॥
આંટી પડી ઉરે અવળી, તે વાત ન સમઝે સવળી સહી॥ ઝાલી ટેક ખાવા ઝેરની, તે મૂવા સુધી મૂકે નહિ॥ મૂઠી વાળી જેમ મરકટે, ચપટી ચણાને કાજ॥ નિષ્કુળાનંદ ફંદ પડિયો ગળે, પરવશ થયો પશુરાજ॥
કડવું – ૬૪
ધીરજાખ્યાન છે આનું નામજી, ધીરજવાળાનું સારશે કામજી ગાશે સાંભળશે કરી હૈયે હામજી, તેહ જન પામશે પ્રભુનું ધામજી ધામ પામશે પ્રભુ તણું, જિયાં કાળ માયાનો ક્લેશ નહિ॥ અટળ સુખ આનંદ અતિ, તે તો કોટિ કવિ ન શકે કહી॥ દિવ્ય ભૂમિ દિવ્ય મંદિર, દિવ્ય દેહધારી ત્યાં જન રહે॥ દિવ્ય પદારથ દિવ્ય વસ્તુ, દિવ્ય સુખ તે સહુ લહે॥
દિવ્ય વસન દિવ્ય ભૂષણ, દિવ્ય સરવે સાજ સમાજ॥ દિવ્ય સિંહાસન ઉપરે આપે, બેઠા શ્રી મહારાજ॥ દિવ્ય પૂજા વળી દિવ્ય પુષ્પ, દિવ્ય ચંદન દિવ્ય મણિમાળ॥ મહાસુખમય મૂરતિને, પ્રેમે પૂજે છે મરાળ॥ લઈ પૂજા નિજ જનની, થઈ પ્રસન્ન પુરુષોત્તમ॥ પછી અમૃતભરી આંખ્યશું, જુવે છે સહુને પરબ્રહ્મ॥
તેહ સમાનું સુખ સરવે, કે’તાં પણ કહેવાયે નહિ॥ તેહ પામે છે સંત સાચા, વા’લાને વચને રહી॥
વચનમાં જેહ વાસ કરી, રહ્યા છે રુદે રાજી થઈ॥ તેની નજરમાં નર અમરનાં, સુખની ગણતી સઈ?॥ અનુપને ઉપમા ન આવે, અકળ તે ન કળાય॥ અચળ તે ચળે નહિ, એવું એ સુખ કહેવાય॥
એહ સુખ સહજે પામિયે, સંત વાળે તેમ જો વળિયે॥ નિષ્કુળાનંદ નિર્ભય સુખથી, તુચ્છ સુખ સારુ શીદ ટળિયે॥
પદ – ૧૬
ધન્ય ધન્ય ધન્ય કહું સાચા સંતને, જેણે રાજી કર્યા રાધા રમાપતિ... ધન્ય માન અપમાનમાં મન હટક્યું નહિ રે, સમ વિષમે રહી એક મતિ... ધન્ય॥
સુખ દુઃખ સમતોલ સમઝ્યા સહી, અરિ મિત્રમાં રહી એક જ બુદ્ધિ; સંપત્તિ વિપત્તિ સરખી સમ થઈ રે, સમઝ્યા સંત એમ વાત સુધી... ધન્ય॥ હાર જીત ને હાણ વૃદ્ધિ જાણો વળી, હરખ શોકમાં નવ હસે રુવે; ગાંધર્વ શહેર
સ્વપ્નાની પૂજા પીડા સ્વપને રહી, તે જાગ્રતમાં એહ આવતી નથી; નિષ્કુળાનંદ એમ સાચા સંત સમઝે રે, વિચારો સહુ કહું હું વાત કથી. ધન્ય॥
પદ – ૧૭
આજ આનંદ મારા ઉરમાં, મળી મને મહામોંઘી વાત રે॥ કોટી કષ્ટ કરે હરિ નવ મળે, તે તો મને મળિયા સાક્ષાત રે... આનંદ॥
રમાડ્યા જમાડ્યા રૂડી રીતશું, મળ્યા વળી વારમવાર રે...॥ હેતે પ્રીતે નિત્યે સુખ આપિયાં, તે તો કે’તાં આવે કેમ પાર રે... આનંદ॥ અન્ન જળ ફળ ફૂલ પાનની, આપી એવી પ્રસાદી અનુપ રે॥ ચરણની છાપ દીધી છાતિયે, આપ્યાં સારાં વસ્ત્ર સુખરૂપ રે... આનંદ॥
આગળ ભગત અનેક થયા, સહ્યાં તેણે શરીરે બહુ દુઃખ રે॥ તોય પ્રભુ પ્રગટ પામ્યા નહિ, પામ્યા પણ નાવ્યાં આવાં સુખ રે... આનંદ॥ કોઈકને આપી અમરાવતી, કોઈકને પુર કૈલાસ રે॥ કોઈકને સત્યલોક સોંપિયું, કોઈકને વૈકુંઠે વાસ રે... આનંદ॥ જૂજવાં એ ધામ આપ્યાં જનને, જોઈ નિષ્કામ સકામ રે॥ આજ તો અઢળક ઢળ્યા હરિ, આપ્યું સહુને અક્ષરધામ રે... આનંદ॥
સુખ સુખ સુખ જ્યાં સુખ ઘણું, તે તો મુખે કે’તાં ન કહેવાય રે॥ નિષ્કુળાનંદ એ આનંદમાં, હરખી હરખી ગુણ ગાય રે... આનંદ॥
ચોસઠ્ય કડવાં સાત એક સિંધુ, છે ચરણ વળી પદ સોળ;॥ તેની ઉપર એક છે, વધામણાનું ધોળ.॥ સંવત્ અઢાર નવાણુંવો, ચૈત્ર વદી દશમી દન;॥ રચ્યો ગ્રંથ ગઢપુરમાં, સુણી સમરો શ્રીભગવન.॥