સમરતાં સુખ હોય, કોઈ વિઘન ન વ્યાપે વળી॥ સુખદ મૂરતિ સોય, સહજાનંદ આનંદકંદ॥
Nishkulanand Swami
નિર્ણયઃ ૧
સમર્થ શ્રીઘનશ્યામ, હામ મદન મનની હરી॥ કર્યા જન નિષ્કામ, દામ વામ દોષ દૂર કરી અવતારી આપે અનુપ, રૂપ અનુપમ આપે ધરી॥ સો યહ સુખદ સ્વરૂપ, સહજાનંદ જગવંદ હરિ॥
સરવોપરી સુખધામ, શ્યામ સહુના નાથ સહી॥ પ્રભુજી પૂરણકામ, હામ કરી હરિ રહિયે હૈયે॥ એક વાત અનુપ છે, સાંભળજ્યો સહુ કોઈ॥ સંશય ન રહે શ્રેયમાં, છે સમજ્યા સરખી સોઈ॥ શુદ્ધ મુમુક્ષુ જે સુજાણ રે, પૂછ્યું થાવા પ્રથમ કલ્યાણ રે॥ મહામુક્ત તમે શિરોમણિ રે, સુણો વિનતિ એક મુજ તણી રે॥
સહુ સહુના મનને મતે રે, માન્યું કલ્યાણ મન ગમતે રે॥ કોઈ કે’ અમે મત્સ્ય ઉપાસી રે, કોઈ કહે કૂર્મ સુખરાશી રે॥
કોઈ કહે વારાહના દાસ રે, કેને નૃસિંહનો વિશ્વાસ રે॥ કોઈ વામનરૂપને ભજે રે, કેને પરશુરામરૂપ રજે રે॥ કોઈ રામ ભરોંસે રહે છે રે, કોઈ કૃષ્ણ કૃષ્ણ કહે છે રે॥ કોઈક બુધજીનું બળ લઈ રે, બેઠા કંઈક કલકિ કઈ રે॥
એહ આદિ દશ અવતાર રે, એ તો સર્વે સુખના દાતાર રે॥ તેને ભજે છે ભિન્ન ભિન્ન ભાવે રે, મને અતિ અચંબો એ આવે રે॥ જે જે જનના જે ઇષ્ટદેવ રે, તે તે જન કરે તેની સેવ રે॥ તે વિના નથી બીજું સહેવાતું રે, બોલે બીજા દેવનું ઘસાતું રે॥ વળી એ વિના બીજા જે અનેક રે, ઝાલી બેઠા છે જૂજવી ટેક રે॥ વેષ વાત ભિન્ન ભિન્ન ભાતે રે, ઉપાસના તે જૂજવી જાતે રે॥
કોઈ કોઈ ભેળા નવ ભળે રે, માન્યું સત્ય પોતાનું સઘળે રે॥ કોઈ કાન ફડાવી ફરે છે રે, કોઈ કાષાંબરને કરે છે રે॥
કોઈ દંડી મુંડી ડામખાઈ રે, કોઈ મગન નીરમાં નાઈ રે॥ કોઈ જટી કાટી ખાલ ખરી રે, કોઈ માળા તિલક રહ્યા ધરી રે॥ કોઈ કંથા ગોદડી કોપીન રે, વનકલ ટાટાંબર મૃગાજીન રે॥ કોઈક થયા પંડિત પુરાણી રે, કોઈ એક બ્રહ્મ બોલે વાણી રે॥
કોઈ રાજ મહારાજ મહારાણી રે, શૂન્ય સમીર પાવક પાણી રે॥ કોઈ કર્મ ધર્મ કબીર રે, કોઈ કંથર ભરથર પીર રે॥ કોઈક કપર્દીથી કલ્યાણ રે, માન્યું પરિપૂરણ પ્રમાણ રે॥ કોઈ શેષ દિનેશ ગણેશ રે, કોઈ શશી વસી વન સુરેશ રે॥ કોઈ દશા વિશામાનું ભાવે રે, સદા શ્રીરંગ અભંગ ગાવે રે॥ એમ કલ્યાણ અનેક રીતે રે, સહુએ માન્યું છે ચોક્કસ ચિત્તે રે॥
તેમાં પોતાનો દોષ ન દેખે રે, અન્યથી આપ અધિક લેખે રે॥ સહુથી સમજે પોતાનું સરસ રે, આવે બીજાનું નજરે નરસ રે॥
નથી નક્કી એક નિરધાર રે, મારે મને એ મોટો વિચાર રે॥ વળી અવતારના જે ઉપાસી રે, તેની પણ મતિ ગઈ નાશી રે॥
નોખાં નોખાં વપુને વંદે છે રે, પરસ્પરને નંદે છે રે॥ કોઈક પૂજે છે બાળમુકુન્દ રે, કોઈક ભજે છે શ્રીવ્રજચંદ રે॥ કોઈ કહે રુક્મિણીરાય રે, કોઈ રમાપતિ ગુણ ગાય રે॥ એમ ભેદ પાડીને ભજે છે રે, તેહ વિના બીજાને તજે છે રે॥
એમ જૂજવું જૂજવું જન રે, મનભાવતું કરે છે ભજન રે॥ એહ વિના બીજા ઉપાસી રે, તે પણ પૂછું છું કહેજ્યો તપાસી રે॥ કહું કલ્યાણ બહુ પ્રકારે રે, જુદું જુદું માન્યું છે સંસારે રે॥ સર્વે સરખું કલ્યાણ છે એહ રે, કે કાંઈ અધિક ન્યૂન છે તેહ રે॥ સહુ પામશે પૂરણ પદ રે, ત્યારે બાંધી જોઈએ નહિ હદ રે॥ જેમ આ લોકે છે ખેંચાતાણ રે, તેમ કલ્યાણમાં પણ જાણ રે॥
જેમ આ લોકમાં મારું તારું રે, તેમ કરે છે મતપંથ સારું રે॥ નથી અલૌકિકપણું એમાં રે, ગૃહી ત્યાગી ગુરુ કહ્યા તેમાં રે॥
રહ્યું કાચું પોતાની કોરનું રે, પૂછ્યું છે નોર કે કનોરનું રે॥ બૂડ્યો બૂડ્યાને કેમ તારશે રે, માટે મોટો એ વાતનો સંશે રે॥ કહો કેને સેવ્યે કેવું સુખ પામે રે, કેને સેવ્યે કેવું દુઃખ વામે રે॥ કેને સેવ્યે કેવું ફળ થાય રે, કેને પૂજ્યે કાળથી મૂકાય રે॥
કોણ થકી જાય અક્ષરધામ રે, કોણ થકી થાય પૂર્ણકામ રે॥ એહ સંદેહ સર્વે મટાડી રે, કે’જો વિવેકે વિગતિ પાડી રે॥ જોગ્ય છોજી જથાર્થ કે’વા રે, પૂછ્યા પ્રશ્નનો ઉત્તર દેવા રે॥ પૂછી એટલું જોડિયા પાણ રે, ત્યારે બોલિયા મુક્ત સુજાણ રે॥
નિર્ણયઃ ૨
મુક્ત કહે સુણ્ય મુમુક્ષુ, સારા પૂછ્યા તેં પ્રશ્ન॥ ઉત્તર એનો આપિયે, કાપિયે સંશય સઘન॥ કલ્યાણ છે કૈક ભાત્યનાં, તેની જૂજવી જૂજવી જાત॥ સર્વે કલ્યાણ સરખાં નહિ, તેની સાંભળી લે હવે વાત॥
સાચું કે’તાં સંતાપ છે, ખોટું કહ્યામાં સઈ ખાટ્ય બેઉ પ્રકારે બાધ છે, મને વિચારું છું તેહ માટ્ય॥ પણ જ્યારે પૂછ્યું તેં પ્રીતશું, ત્યારે આપશું ઉત્તર અનુપ॥ કે’શું કલ્યાણની વારતા, સાચા સાચી શુદ્ધ સ્વરૂપ॥ ભેખ ભક્ત આ ભવમાં ઘણે રે, માન્યું કલ્યાણ પુણ્ય આપણે રે॥ જે જે કરે છે જગમાં જન રે, વ્રત દાને માને શ્રેય મન રે॥
કેને ચપટી ચૂર્ણ દેવાય રે, તેને પણ કલ્યાણ કે’વાય રે॥ કેને પોષ ભરી પાય પાણી રે, તે પણ કલ્યાણ થવાનું જાણી રે॥
કોઈ ભૂખ્યાને આપે ભોજન રે, તે પણ કલ્યાણ માનીને મન રે॥ કોઈ વસન ભૂષણ આપે ગર્થ રે, તે પણ કલ્યાણ થાવાને અર્થ રે॥ સોનું રૂપું આપે ત્રાંબા દાન રે, તે પણ કલ્યાણ કાજે નિદાન રે॥ ગાય મહિષી ને ગજ બાજ રે, ધામ ધરાદિ કલ્યાણ કાજ રે॥
કાશીએ જઈ લિયે કરવત રે, તે પણ કલ્યાણ થાવા તરત રે॥ હિમાળે જઈ હાડને ગાળે રે, ગડે પૃથ્વીએ પિંડ પ્રજાળે રે॥ કમળપૂજા ભૈરવ જપ ખાય રે, તે પણ કલ્યાણ સારુ કે’વાય રે॥ કોઈ કરે તીર્થ વ્રત સ્નાન રે, કોઈ આપે છે સર્વસ્વ દાન રે॥ કોઈ ધર્મ નીમ ટેક ધારે રે, જ્યારે કલ્યાણ કરવા વિચારે રે॥ કોઈ કઠણ તપ કરે છે રે, થઈ ઉદાસી વન ફરે છે રે॥
ફળ દળ કરે જળ આહાર રે, કરવા કલ્યાણનો નિરધાર રે॥ એહ વિના ઉપાય હજારું રે, કરે છે સહુ કલ્યાણ સારુ રે॥
પણ જેનો જેવો પરિશ્રમ રે, પામે કલ્યાણ માનો એ મર્મ રે॥ કોઈ પામે અન્ન ધન ધામ રે, કોઈ પામે ગરાસ ને ગામ રે॥ કોઈ પામે રાજ્ય સાજ સુખ રે, સુત કલત્ર નહિ દેહે દુઃખ રે॥ એ પણ કલ્યાણ એક કે’વાય રે, સુખ માની રહ્યાં છે એમાંય રે॥
કોઈ પામે અમરાવતી રે, તે પણ પૂર્ણ માને છે પ્રાપતી રે॥ શિવ બ્રહ્માની પુરીને પામી રે, માન્યું પામ્યા પૂરણ ભાંગી ખામી રે॥ એહ વિના બીજા બહુ લોક રે, પામી સમાવી બેઠા છે શોક રે॥ પણ આત્યંતિક જે કલ્યાણ રે, તેની રીત ભાત જુદી જાણ રે॥ તે તો હરિ હરિજનથી થાય રે, સાચું કલ્યાણ જેને કે’વાય રે॥ સમજી લેજે તું એટલું સાર રે, નથી બીજો નિશ્ચે નિરધાર રે॥
મળે પ્રભુ પ્રગટ પ્રમાણ રે, કાં તો તેના મળેલે કલ્યાણ રે॥ તેહ વિના તો કોટિ ઉપાયે રે, આત્યંતિક કલ્યાણ ન થાયે રે॥
જેમ રવિ વિનાની રાત રે, ન જાય ન થાય પ્રભાત રે॥ તેમ પ્રગટ પ્રભુ મળ્યા પખી રે, નોય કલ્યાણ લેવું એ લખી રે॥ તેહ વિના જો થાય કલ્યાણ રે, પડે જૂઠાં તો સર્વે પુરાણ રે॥ ભવે ભેખ ભગત છે બહુ રે, સાવધાન થઈ મંડ્યા સહું રે॥
મત પોતાને પુષ્ટિને અરથ રે, નવા નવા નિપજાવ્યા ગ્રંથ રે॥ સર્વે પોતાનું કર્યું છે સાચું રે, કેણે રાખ્યું નથી વળી કાચું રે॥
પણ કલ્યાણ પ્રભુની પાસ રે, તેહ વિના વલોવે છે છાસ રે॥ એ છે સર્વે શાસ્ત્રનો મત રે, તે તો ન થાય કે દી અસત રે॥ એમ સંત શાણા કહે છે રે, શ્રેય પ્રગટ પાસળે રહે છે રે॥ એમ સર્વેનું છે સિદ્ધાંત રે, મો’રે મોટા ભાંગી ગયા ભ્રાંત રે॥
જેને ફરી ન પડે ફરવું રે, તેને આત્યંતિક શ્રેય કરવું રે॥ તેહ વિના તો કલ્યાણ કાચું રે, પામી પડવું પડે છે પાછું રે॥ કૈક આ લોક સુખથી પડ્યા રે, કૈક પડ્યા સ્વર્ગ લોકે ચડ્યા રે॥ કૈક હરપુરીથી હણાણા રે, કૈક ચંદ્રલોકથી પછડાણા રે॥ કિયાં રહ્યું થયું એ કલ્યાણ રે, ભાગ્યું વચ્ચે વારિધિયે વા’ણ રે॥ એ કલ્યાણ કામ ન આવે રે, જેને કાળ માયા મળી ચાવે રે॥
જેને માથે છે મોટાં વિઘન રે, એવું કલ્યાણ મ માનો મન રે॥ તન મનમાં વાત તોળીને રે, કરવું કલ્યાણ ખરું ખોળીને રે॥
ભેખ લીધે ભલાઈ મ ભાળો રે, એહ ભૂલ્ય ભીંતરથી ટાળો રે॥ મત મમતે રહ્યાં જે બંધાઈ રે, તેમાં કલ્યાણ ન મળે કાંઈ રે॥ પરઘર મારી એમાં કે દિ’ મ માનો કલ્યાણ રે, જેમાં ખરી ખુવારી છે જાણ રે॥
કહ્યું તમે જે પૂછ્યું’તું તેહ રે, એહ વાતમાં નથી સંદેહ રે॥ સાચું માની લેજ્યે સાક્ષાત રે, કહી કલ્યાણની તને વાત રે॥
નિર્ણયઃ ૩
મુમુક્ષુ કહે મુક્ત સાંભળો, તમે કહી કલ્યાણની રીત॥ પ્રગટ વિના છે પાંપળાં, ખરાખરું કહ્યું ખચિત॥
પ્રગટ પ્રભુ ન હોય પૃથ્વીએ, કોઈ કરવા ઇચ્છે કલ્યાણ॥ કહું તેને કેમ કરવું, એહ પૂછું છું જોડી પાણ॥ હોય અવતારનો આશરો, ભાવે કરતો હોય ભજન॥ કલ્યાણ કરવા કારણે, ઝાઝી કરતો હોય જતન॥
વળી સેવતો હોય સંતને, સાંભળતો હોય પુરાણ॥ તેણે કરીને તેહનું, કેમ ન હોય કલ્યાણ॥ સંત શાસ્ત્ર છે કલ્યાણકારી રે, સહુ કહે છે એમ વિચારી રે॥ સાધુ સરવે નાના મોટા રે, ગ્રંથ પણ ખરા નથી ખોટા રે॥ શાસ્ત્ર શાસ્ત્ર સરખાં છે સહુ રે, સંત સંત છે સરખાં કહું રે॥ સંત સહુ માળાના મણકા રે, એમાં કોણ ઓછા ને અધિકા રે॥
બાનું જોઈ નમાવિયે શીશ રે, જોઈએ નહિ કરણી એની લેશ રે॥ એમ સાચે મને સંતને સેવે રે, તે તો મોટા સુખને લેવે રે॥
શાસ્ત્ર શ્રદ્ધાયે કરી સાંભળે રે, તેના સર્વે સંકટ ટળે રે॥ સંત શાસ્ત્રથી કૈક સુધર્યા રે, ભણ્યા સહુ કહે છે ભવ તર્યા રે॥ એવું સાંભળીને સંશય ટળ્યો રે, જાણું મોક્ષનો મારગ મળ્યો રે॥ સંત સેવીને કૈક સુખ પામ્યા રે, શાસ્ત્ર સુણી કૈક દુઃખ વામ્યા રે॥
સંતે કૈક અધમ ઉદ્ધાર્યા રે, પામર પતિતને પણ તાર્યા રે॥ સંતે ઉદ્ધારિયો અજામેલ રે, મહા સમલનો હતો જે શૈલ રે॥ સજના હસના હતા કસાઈ રે, તેને સંત મળ્યા સુખદાઈ રે॥ મહાપાપથી તેને મુકાવ્યા રે, આ જક્તમાં ભક્ત તે કા’વ્યા રે॥ ખગ મૃગ ને ખેવટ જાત રે, કર્યા સંતે સુખી સાક્ષાત રે॥ ગજ ગીધ ગનિકા ગણિયે રે, સંતે ભવ તાર્યા તે ભણિયે રે॥
શ્રુતદેવ સુદામો વિદુર રે, સુખી સંતથી થયા જરૂર રે॥ દક્ષપુત્ર જે દશ હજાર રે, એક વારે થયા ભવપાર રે॥
વળી હજાર મૂકીને હાલ્યા રે, ચોરાશી માર્ગમાં ન ચાલ્યા રે॥ નવ જોગી જનક જે’દેવ રે, સંતે સુખી કર્યા તતખેવ રે॥ સહસ્ર અઠ્યાસી ઋષિ કહેવાય રે, તે પણ સંતનો મહિમા ગાય રે॥ સંત સેવે ભોળે ભાવે કરી રે, જાય સંસારસિંધુ તો તરી રે॥
સંત નાવ જેવા નિરધાર રે, એથી પામ્યા કઈ ભવપાર રે॥ કૈક ઋષિ તપસી રાજન રે, પામ્યા સંતથી સુખસદન રે॥ ધ્રુવ પ્રહલાદ સુખી થયા આપે રે, તે પણ કે’ છે સંત પ્રતાપે રે॥ રાય રુક્માંગદ અંબરીષ રે, એહ જેવા બીજા જે નરેશ રે॥ શિબિ સુધનવા સત્યવાદી રે, રહુગણ રંતિદેવ આદિ રે॥ દ્વિજ ક્ષત્રી વૈશ્ય વળી શુદ્ર રે, પામ્યા સંતથી સુખસમુદ્ર રે॥
સંત સહુના છે સુખદાઈ રે, એમ કહે છે સહુ જુગ માંઈ રે॥ એથી પામ્યા બહુ સુખધામ રે, પડ્યું નહિ પ્રભુ પ્રગટનું કામ રે॥
કર્યો ઉદ્યમ અફળ ન જાય રે, નથી પ્રગટનું કામ કાંય રે॥ જોઈએ ભક્તની ભલી ભગતિ રે, પ્રભુ ન હોય તોય થાય ગતિ રે॥
અમને તો સમજાય છે એવું રે, નથી સાચા વિશ્વાસ જેવું રે॥ સેવે સંત રાખી મન સાચું રે, તો કલ્યાણનું ન રહે કાચું રે॥ વળી શાસ્ત્રને કોઈ સાંભળે રે, તેની ભૂલ્ય કહો કેમ ન ટળે રે॥ શાસ્ત્ર સર્વે રહ્યાં ધર્મધારી રે, શાસ્ત્ર પ્રમાણે રહે નરનારી રે॥
શાસ્ત્રે કરી છે વર્ણ આશ્રમ રે, શાસ્ત્રે કરી છે ધર્મ અધર્મ રે॥ શાસ્ત્રે કરી છે સર્વે વે’વાર રે, શાસ્ત્ર જણાવે સાર અસાર રે॥ શાસ્ત્રમાંયે કહ્યું છે કલ્યાણ રે, તે પણ વાત નથી અપ્રમાણ રે॥ શાસ્ત્ર સુણવે ન હોય કલ્યાણ રે, એવી સાંભળી નૈ વળી વાણ રે॥ સતશાસ્ત્ર સહુનાં સુખદાઈ રે, એમાં ફેર નથી કહું કાંઈ રે॥ સતશાસ્ત્રથી શ્રેય ન થાય રે, એવું અમે મુખે ન કે’વાય રે॥
સતશાસ્ત્રનો સંગ જો હોય રે, તો તર્યા વિના ન રહે કોય રે॥ એમાં પ્રગટ પ્રભુજીનું કામ રે, નથી પડતું કહું કરભામ રે॥
તમે તો કહ્યો પ્રગટ પ્રતાપ રે, તે પામ્યા વિના ન ટળે તાપ રે॥ ત્યારે સંત શાસ્ત્રથી શું સર્યું રે, જ્યારે કલ્યાણ પ્રગટમાં ઠર્યું રે॥ એહ વાતમાં વડો સંદેહ રે, તમે કૃપા કરી કહો તેહ રે॥ તમ વિના એ સંશય ન નાસે રે, માટે અમે પૂછ્યું તમ પાસે રે॥
શ્રદ્ધા છે જો સાંભળવા માંઈ રે, કહેજ્યો કસર ન રહે કાંઈ રે॥ જેણે ન હોય નક્કી નિરધાર રે, તેહ સાંભળ્યામાં શું સાર રે॥ જેમાં ફરી ફેરવણી ન હોય રે, સૌને સુણવા સરખું સોય રે॥ કરિયે ઉદ્યમ ન આવે અર્થ રે, ઠાલો જાય આ જનમ વ્યર્થ રે॥ માટે સરવે સુફળ થાય રે, એવો અનુપમ કે’જો ઉપાય રે॥ એમ મુમુક્ષુ કહે મહાંત રે, સાચા સાચું કહેજ્યો એ સિદ્ધાંત રે॥
નિર્ણયઃ ૪
ત્યારે મુક્ત કહે સુણ્ય મુમુક્ષુ, તમે પૂછ્યું જે જે પ્રશ્ન॥ તેનો ઉત્તર અમે આપિયે, તમે સાંભળજ્યો દઈ મન॥
પૂર્વે ઉત્તરમાંહિ પ્રીછવ્યો, હરિ હરિજનનો સંબંધ॥ તેહ વિના કોઈ જીવના, વળી છૂટે નહિ ભવબંધ॥ જે જે જીવ તર્યા જક્તમાં, તેનો કરો વિચારી વિવેક॥ હરિ હરિજન વણ મળ્યે, કોઈ ઉદ્ધરિયા નહિ એક॥
અંતરમાં અવરાઈ રહ્યું, ઉપદેષ્ટાને અજ્ઞાન॥ તે સામાને શું સમજાવશે, વળી નક્કી વાત નિદાન॥ માટે જેને મળ્યા મહારાજ રે, એવા સંતથી સરે છે કાજ રે॥ હરિ સાથે હોય હળ્યા મળ્યા રે, પ્રભુ પ્રગટ પામી તાપ ટળ્યા રે॥ રહી નહિ ઉધારાની વાત રે, પામ્યા સાચા સાધુ સાક્ષાત રે॥ અટકળ અકળ ન રહ્યું રે, જથાર્થ જે છે તે થયું રે॥
એવા સંતનો જે સમાગમ રે, તે તો ટાળવા દુઃખ વિષમ રે॥ જેની સંશય રહિત વાત સાચી રે, પૂરણ પ્રાપતિમાં નથી કાચી રે॥
એની બોલી છે રોકડી રૂડી રે, નથી વારતા એની નમૂડી રે॥ ખાતે ચોપડે નથી ખોળવી રે, જ્યારે જોઈએ ત્યારે નિત્ય નવી રે॥ વણ દીઠી નથી વખાણતા રે, કહે છે નજરો નજરની જાણતા રે॥ પ્રભુ પાસળના જે રહેનાર રે, જે કહે તેમાં નહિ ફેરફાર રે॥
બોલે પ્રભુ પ્રસન્નતા પ્રમાણ રે, તેમાં નહિ તન મન તાણ રે॥ જોઈ મહાપ્રભુની મરજી રે, ઘણું વાત કરે છે ગરજી રે॥ અતિ અમલ સહિત ઉચ્ચરે છે રે, બહું જીવનાં કાજ કરે છે રે॥ સાચા સંત એ છે સુખદાઈ રે, એમ કહે છે સહુ જગ માંઈ રે॥ એવા સંતથી સરે છે કાજ રે, તેહ દિવસ કે વળી આજ રે॥ તે તો કહ્યું’તું મેં તુંને મો’રે રે, ભૂલી પૂછ્યું તેં પૂછ્યાને હોરે રે॥
સાચા સંત કે શ્રીહરિ સોય રે, જીવ તારવા એ જગે દોય રે॥ તેહ વિના જે સંત કહેવાય રે, તેહ સંતથી કાજ ન થાય રે॥
એ તો સંત તણો લઈ વેશ રે, પેટ સારુ આપે ઉપદેશ રે॥ તેને પણ સમજશો સંત રે, થાશે જ્યાન મોટું જો અત્યંત રે॥ એનો જો કરશો વિશ્વાસ રે, નાખશે તો કોટે કાળપાશ રે॥ પાડશે પ્રભુનો કાળ ચોખો રે, થાશે એ વાતનો બહુ ધોખો રે॥
કાં તો કરશે કર્મ પ્રધાન રે, કહેશે ઘટ ઘટમાં ભગવાન રે॥ કાં તો થઈ ગયા હવે થાશે રે, એમ બંબેબંબ બહુ ગાશે રે॥ નથી પ્રભુ તણી દિશ લાધી આપ સ્વારથ સારવા કાજ રે, કરે બહુ જીવનાં અકાજ રે॥ એવા થકી માનશે કલ્યાણ રે, તે તો બહુ દિન થાશે હેરાણ રે॥ એહ સમજીને લેવું સાર રે, કલ્યાણ અકલ્યાણ કરનાર રે॥
સાચા સંતથી સાચું કલ્યાણ રે, બીજે તો મુખસ્વાદની વાણ રે॥ માટે જે જે તર્યા જગે જંત રે, તેને મળ્યા પ્રગટના સંત રે॥
હવે શાસ્ત્રનું કહી સંભળાવું રે, તારો સર્વે સંશય ટળાવું રે॥ શાસ્ત્ર શ્રીમુખના જેહ વેણ રે, સત્ય શાસ્ત્ર એ છે સુખદેણ રે॥ એના વચન તે સુખકારી રે, લેવાં સહુને અંતરે ધારી રે॥ એ છે વેદ શાસ્ત્ર ને પુરાણ રે, એમાં રહ્યું છે કોટિ કલ્યાણ રે॥ કાં તો એની લીલા ને ચરિત્ર રે, સુખદાઈ એ પરમ પવિત્ર રે॥ કાં તો એના માનેલ જે ગ્રંથ રે, આવે એટલા શ્રેયને અર્થ રે॥
બીજા કવિ કોવિદની કાવ્ય રે, એ તો વારિ વિનાની છે વાવ્ય રે॥ તેમાં રહ્યાં છે ભૂત ભોયંગ રે, ગરે તેનું કરે અંગ ભંગ રે॥
વળી મત મતના જે ગ્રંથ રે, કર્યા સારવા પોતાનો અર્થ રે॥ તેહ વિના બીજા ગ્રંથ વળી રે, થાય ભૂંડું એ ગ્રંથ સાંભળી રે॥ રસિકપ્રિયા રસમંજરી રે, સુણતાં તરત જાય બુદ્ધિ ફરી રે॥ વળી વામી વેદાંતીના ગ્રંથ રે, અતિ નાસ્તિક નામ અનર્થ રે॥
આવે આસ્તિક મતિ જો એમાં રે, થાય દુઃખી રહે નહિ શેમાં રે॥ માટે એ સંત શાસ્ત્રનો સંગ રે, સમજી વિચારી ન કરવો અંગ રે॥ ન હોય ઊજળું એટલું દૂધ રે, તે પણ સમજી લેવું સુબુધ રે॥ જેમ શાહુકાર શહેરમાં હોય રે, તેમ ચોર વિના શહેર નો’ય રે॥ એક કનક કુંદન કહેવાય રે, હોય બડવાળ બહુ બીજા માંય રે॥ માટે શાસ્ત્ર શાસ્ત્ર નહિ એક રે, સંત સંતમાં પણ વિવેક રે॥
તે તો શુદ્ધ મુમુક્ષુને સૂઝે રે, સહુ સરખું એમ ન બૂજે રે॥ જેને પામવું પરમ કલ્યાણ રે, તેને અતિ ન રહેવું અજાણ રે॥
વાત સરવે સમજી લેવી રે, ગ્રહ્યા જેવી હોય તેને ગ્રહેવી રે॥ એટલું તો જાણવું જરૂર રે, ભીંતર ભોળાપણ કરી દૂર રે॥
નિર્ણયઃ ૫
મુમુક્ષુ સુજાણ જેહ, તેહ કહે છે જોડી પાણ॥ સર્વે સરખું સમજતાં, તેહની આજ પડી ઓળખાણ॥ પણ એક ભક્ત આ જક્તમાં, તે ભક્તના પણ ભગત॥ તેનું કલ્યાણ કેમ છે, કહું પાડો તેહની વિગત॥
જૂજવી રીતે આ જક્તમાં, થયા ભક્ત તે બહુ ભાત॥ તેના શિષ્ય સંસારમાં, નથી માનતા કેની વાત॥ પ્રભુ થકી પરાપરું ખરું, સમજે છે પોતાનું સિદ્ધાંત॥ માયિક કહી અવતારને, બહુ જીવને ભરાવી ભ્રાંત॥ સતશાસ્ત્રને પણ ન માને રે, કહે પોથાં થોથાં લખ્યાં પાને રે॥ સર્વે શાસ્ત્રમાંહિ શું છે સાર રે, નવરે નવરે કર્યો નિરધાર રે॥
બાંધ્યા વર્ણાશ્રમ ચાર ચાર રે, વળી એ વિના વર્ણ અઢાર રે॥ તેના મર્ણ પરણની વિધિ રે, બહુ નોખી નોખી બાંધી દીધી રે॥
એમાં સમજો સઈ થઈ ખાટ રે, જીવ ભ્રમાવી ભુલાવી વાટ રે॥ એમાં આત્માનું શું સર્યું રે, સર્વે પંડનું કૂટણું કર્યું રે॥ જોજ્યો વ્યાસ વાલ્મિકની બુદ્ધિ રે, કોઈ વાત કરી નહિ સુધી રે॥ પારાશર ને શંખ લિખિત રે, ઋષિમુનિ ન સમજ્યા રીત રે॥
પાપ પુણ્ય પુરાણે પ્રમાણી રે, બાંધ્યા બહુ જીવને તેમાં તાણી રે॥ ગૂંથી ગયા છે જાળ્યો જોરાણ રે, તેમાં સહુ થાય છે હેરાન રે॥ ગ્રંથ ખોટા ને ખોટા કરનાર રે, એમાં અમે તો ન દીઠું સાર રે॥ એમ ખળ ખંડે સત્ય ગ્રંથ રે, અભાગી કરવા અનરથ રે॥ વળી કહે છે અવતાર ખોટા રે, ચૈતન્યમાં કોણ નાના મોટા રે॥ કહે છે ચોવીશ પ્રભુના રૂપ રે, ત્યારે બીજાં તે કેનાં સ્વરૂપ રે॥
સર્વે રૂપે રમે એક રામ રે, નથી દેવ દાનવ નર વામ રે॥ પશુ પંખી સ્થાવર જંગમ રે, તેની ગોતી કાઢો તમે ગમ રે॥
સર્વે પંચભૂતનાં પૂતળાં રે, શોભે રૂપે અનુપ સઘળાં રે॥ તેમાં ચૈતન્ય ચમત્કારી રે, તે તો રહ્યું છે સહુને ધારી રે॥ ચૈતન્ય ચૈતન્ય નહિ ફેર વાલ રે, દીવો દીવી મેતાબ મશાલ રે॥ એમ ચૈતન્ય ચૈતન્ય એક રે, પિંડ પરઠી કહે છે અનેક રે॥
એમ શાસ્ત્ર સુણી શુભ મતિ રે, નથી રે’તી તે નરને રતિ રે॥ એમ કહે છે કુલક્ષણા કથી રે, જેને કોઈની પ્રતીતિ નથી રે॥ તીર્થ વ્રત નીમ સદાચાર રે, તેના કાપનારા છે કુઠાર રે॥ એવા જ્ઞાની ઘરોઘર ઘણાં રે, ભર્યા ભારે કળિમળ તણા રે॥ એનું કેમ સમજવું કો’ને રે, ભારે સંશય એ તમે ભાંગોને રે॥ સત્ય વાતના થોડા કહેનાર રે, અસત્ય વાતના કહેનારા અપાર રે॥
મઠ મંદિરને અપાસરે રે, ચોરે દ્વારે એ જ વાત કરે રે॥ વાટે ઘાટે એનો જ ઉચ્ચાર રે, ચૌટે હાટે એ વાત વેપાર રે॥
ભટ્ટ પંડિત ને જે પુરાણી રે, ભેખ ભક્ત વદે છે એ વાણી રે॥ ગુરુ સંત જૂઠા જગે ડોલે રે, તે પણ એમના એમ જ બોલે રે॥ કહે છે ખાઓ પીઓ ખૂબી કરો રે, શીદ કોઈના ડરથી ડરો રે॥ નરક સ્વર્ગ ને નથી ચોરાશી રે, ખરી વાત માની લિયો ખાશી રે॥
રૂડો રહસ્ય કહ્યો રુદે ધારો રે, એમ સમજી સંશય વિસારો રે॥ કર્મ ધર્મ ગયા મુનિ કથી રે, તેને આ વાતની ગમ નથી રે॥ એમ કહે છે આ જક્તમાં ઝાઝા રે, ધર્મહીન અધર્મીના રાજા રે॥ એ તો એવાના એવા જ રહેશે રે, કે કોઈ ખબર એની લેશે રે॥
અતિ અવળી મતિ છે એની રે, નથી બીક કોઈ બીજા કેની રે॥ થયા ઉપદેષ્ટા સહુના આપે રે, પણ વરતે છે પૂરણ પાપે રે॥ યાંતો થયા છે અધર્મી આચાર્ય રે, જાણે બેઠા છીએ કરી કાર્ય રે॥ એમ મને માન્યું મૂરખાયે રે, કરવું રહ્યું નથી હવે કાંયે રે॥ પોતે માન્યું પાકું કામ થયું રે, જાણે બીજાને ઉપદેશ દિયું રે॥ જેમ પોતે સમજ્યાં છે સહી રે, તેમ પરને દેખાડે છે કહી રે॥
એવા ભવમાં બહુ ભાળેલ રે, નજરો નજરના નિહાળેલ રે॥ ખરેખરા ખૂની પ્રભુજીના રે, જાણું વેરવાઈ બહુ દિનાં રે॥
જે જે થાપ્યા છે પ્રભુએ ધર્મ રે, તેને અભાગી કહે છે અધર્મ રે॥ જેને તેને ધર્મમાંથી પાડે રે, પાપ પુણ્યને ખોટા દેખાડે રે॥ ધર્મદ્વેષી પાપના તો પા’ડ રે, મોક્ષ મારગે લોહ કમાડ તે તો તન તજે ફળ પામે રે, કહેજ્યો સર્વે સંશય શોક વામે રે॥
સમજાવજ્યો એ સારી પેર રે, મહામુનિ મોટી કરી મે’ર રે॥ ભવમાં ભૂલવણી છે ઘણી રે, મને બીક લાગે છે તે તણી રે॥ માટે વળી વળી પૂછું છું વાત રે, કહેજ્યો રાજી થઈ રળિયાત રે॥ કહેજ્યો ખરાખરું વશાવિશ રે, એમ કહીને નમાવ્યું શિશ રે॥
નિર્ણયઃ ૬
મુક્ત કહે સુણો શુભમતિ, સત્ય વાત સમજીએ સાર॥ કૃતઘ્નીના એ કામ છે, જે નંદે આગમ અવતાર॥ સતશાસ્ત્ર સુખદાયી છે, સમજાવે તે સત્ય અસત્ય॥ તેને મિથ્યા કરી માનવું, એ જ આવી જાણવી કુમત્ય॥ શાસ્ત્ર કહે તે સત્ય છે, નથી અસત્ય તે અણુભાર॥ નિશ્ચય પડશે નરકમાં, એની નિંદાના કરનાર॥
શાસ્ત્ર જે જે સૂચવે, તે કૂડું ન પડે કાંઈ॥ ગ્રહણ પાંખે છે અસમાનમાં, તેહ સહુ દેખે છે આંઈ॥
શાસ્ત્ર જણાવે સાર અસાર રે, શાસ્ત્રે કર્યો સહુ નિરધાર રે॥ સતશાસ્ત્ર કહે છે સુરસુખ રે, તેહ પામ્યાં સારુ કરે મખ રે॥ શાસ્ત્ર કહે છે કૈલાસની વાત રે, સત્યલોકે સુખ કહે સાક્ષાત રે॥ શાસ્ત્ર કહે છે વૈકુંઠ વખાણી રે, તેને પામવા ઇચ્છે છે પ્રાણી રે॥
શાસ્ત્ર કહે છે ગોલોકમાં ગુણ રે, શાસ્ત્ર વિના સમજાવે કુણ રે॥ શાસ્ત્ર કહે છે અક્ષરધામ રે, તે સુણી સહુ કરે છે હામ રે॥ શાસ્ત્ર કહે છે શ્રીહરિનું સુખ રે, જે પામતાં રહે નહિ દુઃખ રે॥ લોક અલોકમાં જે અગમ રે, તેની ગ્રંથ પડાવે છે ગમ રે॥ શાસ્ત્ર કહે છે સર્વેના સ્થાન રે, જને દીઠાં ન સાંભળ્યા કાન રે॥ શાસ્ત્ર કહે છે કલ્યાણની રીત રે, શાસ્ત્રે થાય છે પ્રભુમાં પ્રીત રે॥
શાસ્ત્ર થકી સંત ઓળખાણ રે, શાસ્ત્ર થકી સમજણ જાણ રે॥ શાસ્ત્રે કરી આવે છે સુબુદ્ધિ રે, શાસ્ત્ર વિના મતિ રહે ઊંધી રે॥
શાસ્ત્ર મરજાદે સહુ છે સુખી રે, નહિ તો દેહધારી રહે દુઃખી રે॥ દેવ દાનવ માનવ મુની રે, શાસ્ત્રે બાંધી મરજાદ સહુની રે॥ એવી કેટલી વાતો કહેવાય રે, મોટો સતશાસ્ત્રનો મહિમાય રે॥ તેમાં દોષ દેખાડે છે પાપી રે, તેની જોઈએ છીએ જીભ કાપી રે॥
તે તો મરીને જમપુરી જાશે રે, ઘણી જમદૂતની માર ખાશે રે॥ પડશે નરકના કુંડમાં તેહ રે, પાછો નહિ મળે મનુષ્યનો દેહ રે॥ શાસ્ત્ર બા’ર વરતે છે જેહ રે, શાસ્ત્ર બા’ર પામે દેહ તેહ રે॥ શ્વાન સૂકર ખર શિયાળ રે, તન તે પામશે તતકાળ રે॥ ત્યારે ઓરતો થાશે જો એને રે, કહ્યા જેવું નહિ રહે કેને રે॥ એમ દુઃખી રહેશે રાત દન રે, સત્ય માને મુમુક્ષુ તું મન રે॥
વળી પૂછી તેં પ્રભુની વાત રે, તે પણ સુણી લેજ્યે સાક્ષાત રે॥ કિયાં જીવ કિયાં જગદીશ રે, કિયાં ખદ્યોત કિયાં દિનેશ રે॥
જે જે જગજીવનથી થાય રે, તે તો જીવથી ન થાય કાંય રે॥ જોને પ્રભુ તણો પ્રતાપ રે, સહુ જાણે જગતમાં આપ રે॥ જેની આજ્ઞાને શશી સૂર રે, નથી લોપતા જાણો જરૂર રે॥ જેની આજ્ઞામાં સુરરાજ રે, મેઘ વરસાવે સહુ જન કાજ રે॥
જેની આજ્ઞા ઉર વિચારી રે, ધરણી રહી છે લોકને ધારી રે॥ જેની આજ્ઞામાં શેષ હંમેશ રે, ચૌદ લોક ધરી રહ્યા શીશ રે॥ જેની આજ્ઞામાં વેલી વન રે, આપે ફળ દળ સમે સુમન રે॥ જેની આજ્ઞામાં કાળ શક્તિ રે, દિન રાત રહે છે ડરતી રે॥ જેની આજ્ઞા માનીને મૃત્યુ રે, સદા સર્વદા રહે છે ફરતું રે॥ જેની આજ્ઞામાં અજ ઈશ રે, હરખે કરી રહે છે હમીશ રે॥
વળી દેહ ધરી કર્યાં કાજ રે, તે તો કહેતાં ન કહેવાય આજ રે॥ બહુ ધરી હરિ અવતાર રે, કર્યો કંઈ જીવનો ઉદ્ધાર રે॥
તેહ પ્રભુ તણી તડોવડ જેને નથી શરીરની સાધ્ય રે, વળી વણતોળી વેઠે છે વ્રાધ્ય રે॥ પડ્યો પરવશ પરાધીન રે, વર્તે એક એક આગે દીન રે॥ રહ્યો અજ્ઞાનમાં અવરાઈ રે, ઘણો ઘનશ્યામનો ઘનાઈ રે॥
તે જાશે મરી જમપુરી માંય રે, બહુ માર ખાશે મૂઢ ત્યાંય રે॥ પછી નરકના કુંડમાં પડશે રે, પડ્યો કૈક કાળ લગી સડશે રે॥ કર્મભોગે જો નીસરશે બા’ર રે, લેશે ભૂત પ્રેતના અવતાર રે॥ ખાશે વિષ્ટા પેશાબને પીશે રે, એવું હરિ નિંદાનું ફળ લેશે રે॥ એવું સુખ સાંભળીને કાન રે, થાવું હોય તો થાજ્યો ભગવાન રે॥ એમાં જૂઠું નહિ પડે જરાય રે, સહુ માની લેજ્યો મનમાંય રે॥
એવા પાપીનો સંગ જેને થાય રે, તેનો પણ જન્મ એળ્યે જાય રે॥ કલ્યાણનું તો રહી જાય ક્યાંય રે, સામું પડે મહાદુઃખ માંય રે॥
ફૂટ્યું નિરજળમાં જળઠામ રે, ટળી હૈયેથી જીવ્યાની હામ રે॥ મળ્યા મારગે મમોઈગરા રે, પ્રાણીના પ્રાણ લેનાર ખરા રે॥ એમ સમજી લેવું સિદ્ધાંત રે, સમજ્યા વિના ભાંગે નહિ ભ્રાંત રે॥ કહી વાત પૂછ્યા પ્રમાણ રે, હવે શું પૂછવું છે સુજાણ રે॥
નિર્ણયઃ ૭
ધન્ય ધન્ય મુક્ત શિરોમણિ, ભૂલ્ય ભ્રાંતિના ભાંગનાર॥ અજ્ઞાન તમ ટાળવા, સૂરજ સમ નિરધાર॥ ઘણા દિવસનું ઘરમાં, સંશયનું રહ્યું’તું શૂળ॥ તેહ તરત તમે ટાળિયું, મહા મોટા મોહનું મૂળ॥ વળી પૂછું છું પ્રીત શું, તમે કહેજ્યો કૃપાનિધાન॥ અનેક જીવ ઉદ્ધારવા, આવે ભૂમિ પર ભગવાન॥
કલ્યાણ કરી કોટિ કોટિનાં, પાછા પધારે પોતાને ધામ॥ કેડ્યે રહે તેના કુળના, તેથી સરે કે ન સરે કામ
પ્રભુ હોય પ્રગટ પ્રમાણ રે, ત્યારે કરે બહુના કલ્યાણ રે॥ જ્યાં જ્યાં હરિ ધરે અવતાર રે, કહું સાંભળજ્યો કરી પ્યાર રે॥ ખગ મૃગ જળચર માંય રે, ધરે નર દેહ આપ ઇચ્છાય રે॥ વિપ્ર નૃપ જાણો જોગીમાંય રે, થાય પ્રભુજી પ્રગટ ત્યાંય રે॥
તેના વંશના રહે છે વાંસે રે, ભલા ગુણના ભરેલ ભાસે રે॥ દૃઢ હોય ધર્મ નીમ માંઈ રે, અયોગ્ય આચરણ ન કરે કાંઈ રે॥ રૂડી રીતને પાળે પળાવે રે, સંશય શોકના ખાતા વળાવે રહે પ્રભુની મરજી પ્રમાણ રે, મેલી મન મમતાની તાણ રે॥ આપ સ્વારથ સારવા સારુ રે, કદી કરે નહિ મારું તારું રે॥ કામ ક્રોધ વળી લોભ લહી રે, મોહ વેનમાં
સહુને આપે શુભ ઉપદેશ રે, તેમાં સ્વારથ નહિ લવલેશ રે॥ સગા સહુના છે હિતકારી રે, ધર્મ ધીરજને રહ્યાં ધારી રે॥
શ્રીહરિના ગમતાં માંઈ રે, રહે સદા સર્વથા સદાઈ રે॥ હોય હરિના મળેલ એવા રે, તેથી સહુને ઉપદેશ લેવા રે॥ તેને મળી પામે જીવ પાર રે, તેમાં નથી જો સંશય લગાર રે॥ પણ ન હોય ધર્મ નીમ માંઈ રે, રહે અંતરે અધર્મ છાઈ રે॥
એવા પ્રભુ કેડ્યના રહી જાય રે, તેથી શ્રેય થાય કે ન થાય રે॥ કહ્યા મો’રે શુભ ગુણ સોય કલ્યાણકારી મોટપ્ય થોડી રે, રહ્યા જગ મોટપ્યે મન જોડી રે॥ વે’વારિક મોટપ્યને માંઈ રે, વાવરે છે બુદ્ધિ બહુ ત્યાંઈ રે॥ સહુથી સરસ ભોગવે છે સુખ રે, નથી કોઈ વાતનું વળી દુઃખ રે॥ મુખે કહે છે મો’રની મોટાઈ રે, તે માંયલી નથી પોતામાંઈ રે॥
એવા થકા ભૂમિયે ફરે છે રે, આપી ઉપદેશ શિષ્ય કરે છે રે॥ કહે છે કલ્યાણ છે અમ પાસ રે, આવો મંત્ર લઈ થાઓ દાસ રે॥
આપો તન મન ધન અમને રે, ભવ પાર કરીએ તમને રે॥ નથી હરિની હદમાં હાલતા રે, રહે છે મન ગમતે મા’લતા રે॥ ચાલે પ્રભુની મરજાદ ત્રોડી રે, રહે છે વિષય સાથે મન જોડી રે॥ એથી કલ્યાણ થાવાનું કેમ રે, એ પૂછું છું કહેજ્યો કરી પ્રેમ રે॥
વળી પૂછું છું એક મહારાજ રે, બહુ અવતાર ધર્યાનું શું કાજ રે॥ કાં હરિ ન રહે એક જ રૂપે રે, શીદ થાય છે બહુ સ્વરૂપે રે॥ એક હોત તો ભજત સહુ એને રે, ખેંચાતાણ રહત નહિ કેને રે॥ સહુ ભાવે કરત ભજન રે, એક બીજામાં મેળવી મન રે॥ હેતે હળી મળી રહત ભેળા રે, દિલે ન રહત કોઈ દુમેળા રે॥ આ તો પરસ્પર પડી આંટી રે, માંહોમાંહે થઈ રહ્યા માટી રે॥
એક બીજાને નિશ્ચે નંદે છે રે, સહુ સહુ પોતાને વંદે છે રે॥ એક એકની ઉપાસના માંઈ રે, કાઢે ખોળી ખાંચ્ય ખોટ્ય કાંઈ રે॥ તે તો સહુ મળી નિંદે છે નાથ રે, હીણું કરે છે પોતાને હાથ રે॥ તેમાં નહિ આવે સ્વપ્ને સુખ રે, થાશે સહુનું શ્યામ શાહીમુખ રે॥ એમાં કમાણી શી કમાશે રે, ઠાલો જનમ એળે ગમાશે રે॥ એવી ભૂલવણી છે જે ભારે રે, માટે પૂછું છું હું વારે વારે રે॥
કે’જો જો હોય કે’વા જેવું રે, નહિ તો ઘોળ્યું પરું નવ કે’વું રે॥ મેં તો સે’જે પૂછ્યું સંતજન રે, નથી સંશય એનો મારે મન રે॥
મેં તો સમજી સાબિત કીધું છે રે, દૃઢ અંતરે ધારી લીધું છે રે॥ પ્રભુ પ્રગટ વિના કલ્યાણ રે, નથી માનતો હું નિરવાણ રે॥ એની નિગઠ ગાંઠ્ય વળી છે રે, બીજી સર્વે ભ્રાંતિ ટળી છે રે॥ ખાંચ્યો પૂછવામાં નથી ખાટ રે, હવે એવું પૂછું શિયા માટ રે॥
એક પુરીષ ને પરદોષ રે, એને ઉઘાડતાં અપશોષ રે॥ હવે એવો નહિ કરું ઉચ્ચાર રે, શોધી લીધું છે સર્વેનું સાર રે॥ પણ બીજાને સમજવા સારુ રે, પૂછવું છે મહારાજ મારું રે॥ રખે પ્રપંચમાં કોઈ પડે રે, એમ મારું મન ઘાટ ઘડે રે॥
નિર્ણયઃ ૮
મુક્ત વચન એવાં સાંભળી, વળી બોલિયા કરી હેત॥ શુદ્ધ મુમુક્ષુ સાંભળ્યે, કહું સર્વે વિગતિ સમેત॥ પ્રથમ કહું હું પ્રીછવી, પ્રભુ પ્રગટના અવતાર॥ પછી કહું તેના કુળનું, નિશ્ચય કરી નિરધાર॥
એકે અનેક પ્રકારનાં, સરે નહિ સેવકના કાજ॥ તે સારુ તન જૂજવાં, ધરણિયે ધરે છે મહારાજ॥ વારિ વસુધા વ્યોમમાં, દુષ્ટે દુઃખી કર્યા હોય દાસ॥ આરતવાનને અરથે, આપે આવે છે અવિનાશ॥ એક અવતાર એકને કાજ રે, મહેર કરી લિયે છે મહારાજ રે॥ તેના સર્વે સંકટ ટાળે છે રે, પ્રીતે પૂરણ લાડ પાળે છે રે॥
હેતે હળીમળી તેહ સાથ રે, નૌતમ સુખ આપે તેને નાથ રે॥ તે તો થાય છે પૂરણ કામ રે, વળી પામે છે પ્રભુનું ધામ રે॥
એહ વિના હોય હરિદાસ રે, તેનો કષ્ટ કરવો હોય નાશ રે॥ ત્યારે એ તને જતન ન થાય રે, એમ સમજવું મનમાંય રે॥ જળવાસી કરે કામ જળનું રે, સ્થળવાસી કરે કામ સ્થળનું રે॥ માટે નોખાં નોખાં તન ધરી રે, કામ કરે છે જનનું હરિ રે॥
જ્યારે ધરે છે જૂજવા ગાત રે, ત્યારે હોય જૂજવી રીતભાત રે॥ પછી જેવી રીત જાણે જન રે, તેવી રીતે કરે છે ભજન રે॥ જેવો ગુણ રૂપ ને આકાર રે, જોઈ જન કરે નિરધાર રે॥ ધરે આકૃતિ જોઈને ધ્યાન રે, ગુણ રૂપનું કરે છે ગાન રે॥ કોઈ કહે છે મુખે મત્સ્ય મત્સ્ય રે, કોઈ કહે કલ્યાણકારી કચ્છ રે॥ કોઈ કહે છે વારાહ વારાહા રે, કોઈને નરસિંહજી પ્યારા રે॥
કોઈ ભજે વામન પરશુરામ રે, કોઈ લિયે રામજીનું નામ રે॥ કોઈ કૃષ્ણ કૃષ્ણ કહી રહે છે રે, કોઈ બુધ કલકી કહે છે રે॥
તે તો જેને મળ્યા પ્રભુ જેવા રે, તેના મનમાં રજ્યા છે તેવા રે॥ તે તો બીજે રૂપે નવ રાચે રે, કર્યું અતિ દૃઢ મન સાચે રે॥ સહુને પોતાના ઇષ્ટ છે પ્યારા રે, તેના ગુણ આકાર લાગે સારા રે॥ એમ સહુએ માન્યું મનમાંઈ રે, પર ઇષ્ટની ન ગમે મોટાઈ રે॥
એમ જૂજવી પડી છે વાત રે, તેનું સમજી લ્યે સાક્ષાત રે॥ ઝાલી ટેક એક જો સઘળે રે, હવે કોઈ કેને ભેળું ન ભળે રે॥ અતિ મમતે બંધાણા મત રે, કહે છે એક બીજાનું અસત રે॥ એમ નિંદે છે એક એકને રે, હારી બેઠા હૈયે વિવેકને રે॥ હવે હરિવંશની વાત રે, તે પણ સાંભળજ્યો મારા ભ્રાત રે॥ દશ ચોવીશ આદિ અપાર રે, જે જે ધર્યા હરિયે અવતાર રે॥
તેને મળ્યા જે જે જન ભાવે રે, તે તે સર્વે કલ્યાણકારી કા’વે રે॥ કેડ્યે રહ્યું તે કુળ કહેવાય રે, તેથી કલ્યાણ કે દી’ ન થાય રે॥
કે’શો ભક્તકુળ એકોત્તર રે, તારે તેમાં નહિ કોઈ ફેર રે॥ ત્યારે હરિકુળ કેમ ન તારે રે, તે પણ કહું સુણો સહુ પ્યારે રે॥ હરિની મરજાદમાં રહે નિત્યે રે, ધર્મનિ’મ પાળે રૂડી રીતે રે॥ લોપે નહિ આજ્ઞા લગાર રે, ચાલે પ્રભુવચન અનુસાર રે॥
હોય આજ્ઞાકારી અંગ રે, કે દી’ ન કરે આજ્ઞાનો ભંગ રે॥ એવા થકી થાય કલ્યાણ રે, કહું બીજાની સાંભળ્ય સુજાણ રે॥ મત્સ્ય પ્રભુના મત્સ્ય જ કહિયે રે, તેથી કલ્યાણ કહો કેમ લહિયે રે॥ કૂર્મપ્રભુ વંશ કચ્છ કહે છે રે, તે પણ કલ્યાણ કાંઈ કરે છે રે?॥ વરાહ પ્રભુ વંશના ભૂંડણા રે, નથી દાતા તે કલ્યાણ તણાં રે॥ નૃસિંહ પ્રભુવંશના વાઘ રે, તે તો જન જીવના ઘરાઘ રે॥
વામન પ્રભુવંશ બ્રહ્મચારી રે, તે પણ ક્યાં થકી કલ્યાણકારી રે॥ પરશુરામ વંશ પણ વરણી રે, તેનો ક્રોધ જોઈ ધ્રુજે ધરણી રે॥
રામવંશના સૂરજવંશી રે, તેમાં કલ્યાણની વાત કશી રે॥ કૃષ્ણવંશના જાદવ જાણો રે, તેમાં કલ્યાણ ક્યાંથી પ્રમાણો રે॥ બુદ્ધ પ્રભુના બોધ જ આપી રે, કહે છે કલ્યાણની જડ કાપી રે॥ કલકિ કેડે કળિમળ રહેશે રે, તેમાં કલ્યાણનું કોણ કહેશે રે॥
માટે હરિ હરિજન વોણું રે, કરશે કલ્યાણનું જો વગોણું રે॥ આપ સ્વારથ સહુ સારશે રે, હરિના થૈ પરઘર મારશે રે॥ બહુ બાંધી શબ્દ બાંધણે રે, કરશે જીવને વશ આપણે રે॥ લેશે સર્વસ્વ તેહનું ઠગી રે, કરશે સ્નેહ સ્વારથ લગી રે॥ એથી કે દી’ નહિ થાય કલ્યાણ રે, બાંધ્યો બૂડતા કોટે પાષાણ રે॥ ચાલ્યો વાટે ચોરટાને હાર
માટે તોળી તપાસવું વે’લે રે, કલ્યાણ પ્રભુ કે પ્રભુને મળેલે રે॥ તેહ વિના કલ્યાણનું કાચું રે, કહે નિષ્કુળાનંદ એ સાચું રે॥
નિર્ણયઃ ૯
મહામુક્ત કહે મુમુક્ષુ તને, વણ પૂછ્યે કહું છું વાત॥ કલ્યાણકારીના કુળની, તું સાંભળી લે સાક્ષાત॥ અલૌકિકપણું નહિ આપમાં, લોકમાં વધારવા લાજ॥ આટાટોપ એહ કારણે, સહુ રાખી રહ્યા ગુરુરાજ॥ જેણે કરી જાયે નહિ, રહે ગુરુપણું ઘરમાંહિ॥ એવી રીતને અનુસરી, બહુ ઠગ કરે છે ઠગાઈ॥
જેમ ઉદ્યમ વર્ણ અઢારમાં, સહુ કરે થઈ સાવધાન॥ તેમ ઉદ્યમ ગુરુએ આદર્યો, મન કર્મ વચને નિદાન॥
ગુરુવેષ ભજાવવા કાજ રે, રાખે શોભતો સર્વે સમાજ રે॥ સારાં વસ્ત્ર ઘરેણાં વાહન રે, કહું તેની રીત સુણો જન રે॥ પો’ળા પનાળાં કૈક સુંવાળા રે, બહુ બુટ્ટા ને રંગે રૂપાળાં રે॥ ઝીણાં પોતાં છાપેલ છેડાળાં રે, વાસેલ અત્તરે પાનડિયાળાં રે॥
એવાં વસ્ત્ર અંગોઅંગ પે’રી રે, ગુરુપણું લડાવે છે લે’રી રે॥ વળી પે’રી ઘરેણાં જો ઘણાં રે, જડેલ હીરા મોતી હેમતણાં રે॥ વેઢ વીંટી કડા બાંયે બાજુ રે, રૂડા ઘાટવાળાં ઘણાં કાજુ રે॥ બેસી ગજ બાજ સુખપાલે રે, ખોળે લાલ લઈ ગુરુ મા’લે રે॥ વળી સુંદર મંદિર રહેવા રે, કાચ ઢાળેલ હાંડિયે દીવા રે॥ ખાવા પીવા મળે ખૂબ ખાસુ રે, જેવું ચઉ ચરણને ચોમાસું રે॥
સૌથી સરસ સુખિયા ફરે છે રે, વાત કલ્યાણની જો કરે છે રે॥ આપે પ્રસાદી ને પ્રસાદિયાં રે, એમ ચેલા કરે જિયાં તિયાં રે॥
કૈક ફૂંકતા ફરે છે કાન રે, ચાદર શ્રીફળ લઈ નિદાન રે॥ કોઈ દોરા બાંધે દુવા આપે રે, કોઈ તપ્તમુદ્રાએ તન છાપે રે॥ કોઈ મૂકે છે મસ્તક હાથ રે, ઓહં સોહં જપતાં સનાથ રે॥ કોઈ મંત્ર આપે બાંધે માળ રે, કોઈ કરાવે જાતિ વિટાળ રે॥
કોઈ આપે પાન પરમાણા રે, બહુ ધન લેવાને શાણા રે॥ એમ સહુ સહુના મત મળતા રે, આપે ઉપદેશ રાખે ભળતા રે॥ એમ બાંધી બેઠા ગુરુ દોરી રે, એક બીજાથી રાખે વાત ચોરી રે॥ કહે આપણી વાત છે એવી રે, નથી કોઈ બીજાને કહ્યા જેવી રે॥ આપણ સહુનું કલ્યાણ થાશે રે, બીજાં બહુ ભવે ભટકાશે રે॥ એમ પોતે પોતાના મન માંઈ રે, માન્યું કલ્યાણ કસર ન કાંઈ રે॥
સહુએ માની છે પરમ પ્રાપ્તિ રે, થાશે કલ્યાણ નહિ ફેર રતિ રે॥ સગરા પામશે ધણીનું ધામ રે, નથી નગરાનું કોઈ ઠામ રે॥
માટે સહુ થાઓ ગુરુમુખી રે, શીદ ગુરુવિના રહો દુઃખી રે॥ એમ સહુ કોઈ સગરા થયા રે, ગુરુ વિના તો કોઈ ન રહ્યા રે॥ જેને બેસતું આવ્યું છે જેમાં રે, કરી ગુરુ મળિયા છે તેમાં રે॥ એમ કલ્યાણ ઠેરાવી ઠીક રે, બેઠા મટાડી માથેથી બીક રે॥
એવા કલ્યાણકારી કંઈ કા’વે રે, વિષય પંચ ભોગવે ભોગવાવે રે॥ કહે નિર્ભય નિઃશંક રે’જો રે, જમપુરી તમારે જૂઠી છે જો રે॥ એવી વાતો થાય ઘરોઘર રે, તેણે નીડર થયાં નારી નર રે॥ એવું ચાલ્યું કલ્યાણનું તૂત રે, કહે છે જખમારે છે જમદૂત રે॥ એવું સાંભળીને જમે જાણ્યું રે, પડ્યું ભાંગી આપણું પ્રમાણ્યું રે॥ કહે ચાલો રાયને જઈ કહિયે રે, અમે તેડવા તે કેને જઈયે રે॥
સહુ ગુરુનો આશરો લઈ રે, બહુ બેઠાં છે નિર્ભય થઈ રે॥ તેને અમે કેમ લાવું તેડી રે, મહામોટાની મરજાદ ફેડી રે॥ લિયો કાળપાશ ને કુતડાં રે, કરો ઉજ્જડ જમનાં ગામડાં રે॥ હુકમ હવે તમારો ન રહ્યો રે, તે તો જમરાય જાણી લિયો રે॥ એવું કહ્યું છે જમદૂતે જ્યારે રે, જમરાયે વિચાર્યું છે ત્યારે રે॥ હવે આ વાતનું કેમ થાશે રે, જાઉં શ્રીહરિ શ્યામની પાસે રે॥
પછી શ્રીહરિ પાસળ જઈ રે, વાત મનુષ્ય લોકની કઈ રે॥ મર્ત્યલોકે થઈ મોટી વાત રે, કરે પાપ સહુ દિન રાત રે॥
તેને ભોગવ્યાનો ભય ટાળી રે, બેઠા નિર્ભય થઈ ગાંઠ્ય વાળી રે॥ કહે છે નગરાનું નરસું થાશે રે, સગરા સહુ ધામમાં જાશે રે॥ માટે ગુરુ વિના નથી તરવા રે, કાલાઘેલા પણ ગુરુ કરવા રે॥ એમ બેઠા સહુ ગુરુ ધારી રે, ગુરુ વિના નથી નરનારી રે॥
હવે સંયમનીનું શું કામ રે, કહો તો કરિયે ઉજ્જડ એ ધામ રે॥ ગુરુમુખીને દેવો જે દંડ રે, થાય પાપ મોટું એ પ્રચંડ રે॥ માટે જેમ કહો તેમ કરિયે રે, થાય અપરાધ તેથી ડરિયે રે॥ જેના ગુરુ થયા છે જમાન રે, તેને કેમ કરું બંધિવાન રે॥ એટલું કહીને જમરાય રે, પાણ જોડી લાગ્યા પ્રભુ પાય રે॥ ત્યારે બોલિયા શ્રીહરિ હસી રે, ધર્મ વાત કરો છો એહ કશી રે॥
નિર્ણયઃ ૧૦
શ્રીહરિ કહે ધર્મ સાંભળો, ગુરુ ન હોય ઘેરોઘેર॥ ગુરુ તો એક ગોવિંદ છે, બીજી માયા બની બહુપેર॥ કલ્યાણકારી કલ્યાણ કરી, સારી જાયે અનેકના અર્થ॥ પછવાડે પ્રપંચ રચી, અતિ અજા કરે છે અનર્થ॥
જેમ નર્તકી નૃત્ય કરી, હરિ લિયે હેવાનનું ધન॥ વેશ લઈ વિધવિધના, કરે પામરને પ્રસન્ન॥ તેમ માયાયે મનગમતા, વળી લીધા વિશ્વમાંય વેશ॥ એવા ગુરુ શિષ્યની, તમે બીક મ રાખજ્યો લેશ॥ ગુરુ કહ્યે શું થઈ ગયા ગુરુ રે, સુણો ધર્મ તેની વાત કરું રે॥ ગુરુ આ જગમાંય છે ઘણાં રે, તે તો કોળિયા સહુ કાળતણા રે॥
જે ગુરુથી જમદંડ જાય રે, તે સાંભળો તમે ધર્મરાય રે॥ તે તો હોય પોતે ભગવાન રે, આપે આશ્રિતને અભયદાન રે॥
સર્વે ધામતણા હોય ધામી રે, વળી અકળ અંતરજામી રે॥ જાણે સહુના મનની વાત રે, જેમ હોય તેમ સાક્ષાત રે॥ અણુ ચોરી એ આગે ન ચાલે રે, ઊપજતાં ઉત્થાનને ઝાલે રે॥ એથી ન હોય અજાણ્યું જો કાંઈ રે, વળી જક્તગુરુ એ કહેવાય રે॥
હોય પ્રાણનાડી એને હાથ રે, સર્વેશ્વર એ સર્વેના નાથ રે॥ ખેંચે પ્રાણનાડી તો ખેંચાય રે, તેની વાર લાગે નહિ કાંય રે॥ તાણી ધમની દેખાડે ધામ રે, જોઈ જન થાય પૂરણકામ રે॥ વળી ધામધામના રે’નાર રે, દેખે અતિ સુખિયા અપાર રે॥ જન જોઈ આવે ધામ જેવું રે, આવી મર્ત્ય લોકે કહે એવું રે॥ એવી અલૌકિક રીત જિયાં રે, હોય હરિગુરુ હોય તિયાં રે॥
વળી અંતકાળે આપે આવે રે, રૂડા રથ વિમાનને લાવે રે॥ તે પર બેસારીને તેડી જાય રે, સાચા સદ્ગુરુ તેને કહેવાય રે॥
આવે તેડવા તેનાં એંધાણ રે, જેના પ્રભુ આવ્યે છૂટે પ્રાણ રે॥ હીરફેલ્ય સમ અંગ હોય રે, અતિ નર્મ વળે વાળે કોય રે॥ એવી રીત જિયાં લગી જાણો રે, તિયાં સુધી કલ્યાણ પ્રમાણો રે॥ પછી એ વાતનો થાય નાશ રે, વળતી માયા કરે તિયાં વાસ રે॥
આવી લિયે છે ગુરુનો વેશ રે, ન હોય ગુરુપણું લવ લેશ રે॥ સર્વે વિશ્વતણાં ફેલ વળી રે, માયાગુરુમાં રહ્યાં હોય મળી રે॥ દારી ચોરી વળી મદ્ય માંસ રે, તે તો મળે માયાગુરુ પાસ રે॥ ગાંજો ભાંગ્ય હોકા બહુ પેર રે, મળે આફુ મફર ગુરુઘેર રે॥ જે જે જગમાંય હોય ફેલ રે, તે તે સર્વે ગુરુએ રાખેલ રે॥ હોય વિષયી ને વ્યસની રે, ઘણાં પ્રભુજીના કૃતઘની રે॥
થઈ જમપુરીના આગવા રે, એવા ગુરુ ઘરોઘર હવા રે॥ મળી ધર્મ નીમ મુકાવે રે, વેદ મર્યાદામાંથી ચુકાવે રે॥
વર્ણાશ્રમનો જે વે’વાર રે, નો’યે માયાગુરુને સદાચાર રે॥ તર્ત કરાવે જાતિ વિટાળ રે, તીર્થ વ્રત નીમના તો કાળ રે॥ એવા ગુરુ ને ગુરુના શિષ્ય રે, ઝાલી મગાવજ્યો અહોનિશ રે॥ એની શીદ શંકા મન આણો રે, સર્વે જીવ એ તમારા જાણો રે॥
એવા ગુરુ ચેલા જગે ઘણાં રે, તે તો સર્વ કુળ તમતણાં રે॥ એવા ગુહ્નેગાર ગુરુ શિષ્ય રે, તેને હેરાન કરો હમેશ રે॥ એવા ગણિયે મર્ત્ય લોકે ગુરુ રે, સુણો ધર્મરાય નાવે સરું રે॥ જે જે ક્રિયા શીખવી જેણે રે, તે તો ગુરુ કરી માન્યા તેણે રે॥
વળી વ્યસની વૃંદળ વેષ રે, તેને પણ ગુરુ હોયે શિષ રે॥ ભાની તાની ત્રાગી સુંથરા રે, તેને પણ ગુરુ જાણો ખરા રે॥ એવા ગુરુ જગમાં અપાર રે, તે તો માનો માયાનો પરિવાર રે॥ માટે જે થકી કલ્યાણ ન થાય રે, તે પણ તે ગુરુ જેવા કે’વાય રે॥ નો’ય ગુરુનામે ગુરુ સમ રે, તેની ગોતીને કાઢવી ગમ રે॥ એવા અસત્ય ગુરુની બીક રાખી રે, શીદ દિયો છો આયુધ નાખી રે॥
લાવો ઝાલી નાખી ગળે પાસ રે, તેનો તલભાર ન રાખો ત્રાસ રે॥ પાપી લિયે છે અમારી લાજ રે, સત્ય માની લેજ્યો જમરાજ રે॥
જે જે બાંધી અમે મરજાદ રે, તે તે ત્રોડે છે એ મનુજાદ રે॥ માટે એને તો બહુ દંડ દેવો રે, કર્યો હરિયે હુકમ એવો રે॥ એવું સાંભળીને જમરાય રે, માની આજ્ઞા લાગિયા પાય રે॥ કે’ છે જે જે કૃપા કરી કહ્યું રે, તે તો નિશ્ચે નિઃસંશય થયું રે॥
એહ વાત છે પદ્મ પુરાણે રે, સ્કંદપુરાણમાં પણ જાણે રે॥ અસત ગુરુના થાશે એ હાલ રે, સંગે શિષ્ય પીડાશે કંગાલ રે॥ ત્યારે આંખ્ય એની ઊઘડશે રે, જ્યારે અણતોળ્યાં દુઃખ પડશે રે॥ થાશે પછી તેનો પસ્તાપ રે, જ્યારે નડશે કરેલ પાપ રે॥
નિર્ણયઃ ૧૧
મુમુક્ષુ કહે મુક્તને, જ્યારે જમ એ પર કરે રોષ॥ ત્યારે માયાગુરુને મર મારતા, પણ શિષ્યનો શિયો દોષ॥ કલ્યાણ કરવા કારણે, આવ્યો એવા ગુરુની પાસ॥ તન મન ધન દઈ તેહને, થયા દિલ સાચે એના દાસ॥ ઓળખી ન શક્યા અસત ગુરુ, સમજ્યા વિના થયા શિષ્ય॥ અજાણ્યા ઉપર એવડી, રાખી ન ઘટે ધર્મને રીસ॥
એમ કહ્યું કર જોડીને, તમે સાંભળો મારા શ્યામ॥ એ સંશય મારો સમાવિયે, સનેહી સુખના ધામ॥
એવું સાંભળી મુક્ત મહાજન રે, પછી બોલિયા પરમ પાવન રે॥ કહે સાંભળ્ય તું જિજ્ઞાસુ રે, ખરું પ્રશ્ન તેં પૂછિયું ખાસું રે॥ એનો ઉત્તર આપિયે અમે રે, સાવધાન થઈ સુણો તમે રે॥ હોય જૂઠું સાચું બેઉ જોડ્યે રે, રાત દિવસ બે તડોવડ્યે રે॥
હોય બક તિયાં હંસ હોય રે, જ્યાં કાગ ત્યાં કોયલ શું નો’ય રે॥ હોય ચોર તિયાં શાહુકાર રે, હોય રવિ ત્યાં રાકેશ ત્યાર રે॥ હોય પાપી ત્યાં પુણ્યવાન રે, હોય મૃત્યુ ત્યાં અમૃતપાન રે॥ હોય સાચું ત્યાં ખોટું ખરું રે, તેનું કહેતાં કહેતાં નાવે સરું રે॥ તેમ સત્ય અસત્ય ગુરુ છે રે, તે પણ ખોટું મા માનો ખરું છે રે॥ તે તો કહે છે વેદ પુરાણ રે, સત્ય અસત્યની ઓળખાણ રે॥
સતશાસ્ત્રનું એ જ સિદ્ધાંત રે, કપટી ગુરુ તે જ કૃતાંત રે॥ જમપુરીના જમાન ખરા રે, જાવા ન દિયે જીવ અરાપરા રે॥
ઝાલી આપશે જમને હાથ રે, માર્યો જાશે બિચારો અનાથ રે॥ વણ ગુહ્ને ગુહ્નેગાર થાશે રે, વણ વાંકે મોટો માર ખાશે રે॥ પડશે દુઃખના દરિયા માંઈ રે, તેની નથી ખબર એને કાંઈ રે॥ એમ સાચા સંત સહુ કે’ છે રે, તોય શઠને શઠપણું રહે છે રે॥
ત્યારે કે’તલનો શિયો વાંક રે, કહી કહી વાળ્યો આડો આંક રે॥ તોય માન્યું નહિ જો મૂરખે રે, ખાધુ હળાહળ જઈ હરખે રે॥ મેલી તરી તુંબડાં તરવા રે, બાંધ્યા કોટે પાણા બૂડી મરવા રે॥ કરી હંસ મેના શુક ત્યાગ રે, સેવ્યા ઘુડ કપોત ને કાગ રે॥ મેલી ગજ બાજ ગવા ગાય રે, વો’ર્યા વાઘ નાગ ને બલાય રે॥ એમ અવળો કર્યો ઉદ્યમ રે, તેની ન પડી ગાફલને ગમ રે॥
એવી અવળી અકલવાળા રે, તે તો ક્યાં થકી થાય સુખાળા રે॥ મેલી સુખ લીધું દુઃખ માથે રે, પોતે પોતાનું બગાડ્યું હાથે રે॥
નથી વાંક એમાં કેનો વળી રે, ખાધી મા’જમ મિસરી મેલી રે॥ મૃત્યુમોદક અમૃત જાણી રે, પીધું સર્પલાળપય પાણી રે॥ હોરે હેડ્યમાં પગ દેવાણો રે,વણ ચોરે તે ચોર કે’વાણો રે॥ ભળ્યો ભરાડીમાં શાહુકાર રે, ધણી મળ્યે મળે વળી માર રે॥
એમ અસત્ય ગુરુને આશરી રે, જીવ જાય છે તે જમપુરી રે॥ તિયાં કષ્ટ પામે છે કુબુદ્ધિ રે, જેની અતિ સમજણ છે ઊંધી રે॥ નથી સૂઝતું સાર અસાર રે, તેણે કરી ખાય જમમાર રે॥ સાચી વાત સાંભળે છે કાને રે, તોય ચઢ્યો છે ખોટાને તાને રે॥ ખોટા ગુરુના ખાધા છે ખતા રે, નથી છાના એ છે જગ છતા રે॥ પંચ વિષય શું પોષણ કરી રે, લીધું અન્ન ધન આયુષ હરી રે॥
ખરાખરો કીધો ગુરુએ ખાલી રે, પછી આપ્યો છે જમને ઝાલી રે॥ એમ ચેલો ચાલ્યો જમ સાથે રે, અણકર્યું આવી પડ્યું માથે રે॥ ફાંસીગરે ફાંસી નાખી કોટે રે, લીધો જમપુરે દડીદોટે રે॥ શાહુકાર જાણી કર્યો સંગ રે, ખરો નીસર્યો દોંગાનો દંગ
સમજ્યા વિના કર્યો સંગાથ રે, તેણે લૂંટાણો જાણો અનાથ રે॥ કહ્યા જેવું તે કેને ન રહ્યું રે, એવું મંદભાગીને માથે થયું રે॥ એમ ખબર વિના ખોટ્ય ખાધી રે, વણ વાંકે વળગી વરાધી રે॥ મતિ હીણ તે મહાદુઃખ પામે રે, જે કોઈ ભ્રમી ચઢે ભૂર ભામે માટે મતિ પોતાની હોય થોડી રે, તો મળવું મોટાને માન મોડી રે॥ પૂછી જોવી પંચને વારતા રે, મેલી મત પંથની મમતા રે॥
સાચી વાત સાથે છે જો કામ રે, જેણે કરી જાય હરિધામ રે॥ ખોટી વાતમાંહિ ખોટ્ય આવે રે, તે તો ભૂર વિના કેને ભાવે રે॥
માટે સાચાને શોધવું સાચું રે, કલ્યાણમાં ન રાખવું કાચું રે॥ સાચા સદ્ગુરુ સંતને સેવી રે, સર્વે વાતને સુધારી લેવી રે॥ ફરી ફરી ન પડે ફરવું રે, એટલું તો અવશ્ય કરવું રે॥ એ છે પોતાના હિતની વાત રે, સહુને સમજવું એ સાક્ષાત રે॥
જેણે કરીને થાય જો જ્યાન રે, એવો સંગ ન કરવો નિદાન રે॥ એમ કહ્યું મુક્તે મુમુક્ષુને રે, હોય સંશય તો પૂછજ્યે મુને રે॥
નિર્ણયઃ ૧૨
મુમુક્ષુ કહે મહામુક્તને, સંશય રહ્યો નથી રતીભાર॥ તમે કહ્યું તેમ જ છે, એમાં નથી ફેર લગાર॥ દુષ્ટ મળ્યે દુઃખ ઉપજે, શુદ્ધ સંત મળ્યે સુખ થાય॥ ખરા ખરું એ ખોટું નથી, તેને કૂડું કેમ કે’વાય॥ વળી હરિ હરિજન મળ્યા વિના, કહ્યું કે દી’ ન હોય કલ્યાણ॥ એ પણ સર્વે સત્ય છે, નક્કા નક્કી વાત નિર્વાણ॥
પણ હરિ ને હરિના જનની, કરી જોઈએ કેટલી સેવ॥ જેણે કરી શ્રેય શિષ્યનું, થાય એવો પૂછું છું ભેવ॥
પ્રભુ પ્રગટ મળે પોતે જ્યારે રે,ખોટ્ય ખામી રહે નહિ ત્યારે રે॥ જેનાં દર્શન દુર્લભ બહુ રે, નર અમર માને છે સહુ રે॥ જોગી જતિ તપસી સંન્યાસી રે, સહુ પ્રભુ દર્શનના પ્યાસી રે॥ હરિ હર અજ અમરેશ રે, પ્રભુ મળવા ઇચ્છે અહોનિશ રે॥
તોય પ્રગટ નથી પામતા રે, રહે છે સદાય શીશ નામતા રે॥ એવી વાત એ છે દુર્ઘટ રે, તે તો પ્રભુ મળ્યા પ્રગટ રે॥ પછી પ્રભુને કરવા પ્રસન્ન રે, શું શું કરે જિજ્ઞાસુ જન રે॥ કે’જ્યો એટલું કૃપા કરીને રે, કેમ રાજી કરે એ હરિને રે॥ કેવી કરે પ્રભુજીની ભક્તિ રે, જેણે કરીને પામે મુક્તિ રે॥ કેવું માને હરિનું વચન રે, કેવું રાખે સદા શુદ્ધ મન રે॥
કેવી શ્રદ્ધા હોય સેવા માંઈ રે, સેવા વિના ન ગમે બીજું કાંઈ રે॥ કેવું મેલી પોતાનું માન રે, કેવી રીતે રહે સાવધાન રે॥
કેવી રીતે વાળે તેમ વળે રે, કેવી રીતે ચલાવે ને ચલે રે॥ કેવી રીતે રાખે વિશ્વાસ રે, કેવી રીતે રહે પ્રભુ પાસ રે॥ કેવી રીતે રાખે હૈયે બીક રે, કેવી રીતે રહે ઠીકોઠીક રે॥ કેવી રીતનાં બોલે વચન રે, કેવી રીતનાં પૂછે તે પ્રશ્ન રે॥
કેવી રીતે સુણે વાત કાને રે, કેવી રીતે મને સત્ય માને રે॥ કેવી રીતે થાય પ્રસન્ન રે, કેવી મરજી જોઈને મગન રે॥ વરતે મન કર્મ ને વચન રે, કેવી રીતે પે’રાવે વસન રે॥ કેવી રીતની પૂજાને કરે રે, કેવી રીતે અલંકાર ધરે રે॥ કેવી રીતે ચંદન ઉતારી રે, કરે પૂજા પ્રભુજીની સારી રે॥ કેવી રીતનાં કુસુમ લાવે રે, કેવી રીતના હાર પે’રાવે રે॥
કેવી રીતે ઉતારે આરતી રે, કેવી રીતે કરે ધુન્ય અતિ રે॥ કેવી રીતે કરે વળી સ્તુતિ રે, કેવી રીતની કરે વિનતિ રે॥
સઈ ભેટ મૂકે પ્રભુ આગે રે, પછી કર જોડી શું માગે રે॥ કેવી રીતે વર્તવું વળી રે, મહા પ્રભુ પ્રગટને મળી રે॥ જેણે કરી હરિ રાજી થાય રે, એવા કે’જ્યો એ સર્વે ઉપાય રે॥ વિધવિધે કરી એની વાત રે, કે’જ્યો રાજી થઈ રળિયાત રે॥
વળી પૂછું છું પ્રશ્ન એક રે, કહેજ્યો તે પણ કરી વિવેક રે॥ જ્યારે પ્રભુજી પ્રગટ હોય રે, ત્યારે મનુષ્ય તરે કે તરે કોય રે॥ હોય સ્વર્ગ મૃત્યુ ને પાતાળે રે, તેનું કલ્યાણ કેમ એહ કાળે રે॥ દેવ દાનવાદિ જે કે’વાય રે, તેનું કલ્યાણ કઈ પેર થાય રે॥ ભૂત પ્રેત ને ભૈરવ ભણિયે રે, તેનું કલ્યાણ કેમ ગણિયે રે॥ વળી પશુ પંખી સરીસર્પ રે, જેના દલમાંહિ બહુ દર્પ રે॥
વૃક્ષ વેલી વિવિધ કે’વાય રે, તેનું શ્રેય થાય કે ન થાય રે॥ સ્થાવર જંગમ જડ ચૈતન્ય રે, સ્થૂળ સૂક્ષ્મ ચરાચર જન રે॥ પ્રભુ પ્રગટને પ્રતાપે રે, એહ તરે કે ન તરે આપે રે॥ જેને હોય હરિનો સંબંધ રે, તેના છૂટ્યા જોઈએ ભવબંધ રે॥ માટે એહ દેહથી ઉદ્ધાર રે, થાય કે ન થાય નિરધાર રે॥ અતિ રજ તમે ભર્યા દેહ રે, કેમ પામે કલ્યાણને તેહ રે॥
પણ એહ દેહે ઉદ્ધરે જો નઈ રે, ત્યારે પ્રભુની પ્રભુતાઈ સઈ રે॥ એહ સર્વે સમજાવી કહેજ્યો રે, જેમ હોય તેમ દેખાડી દેજ્યો રે॥
તમે દલના છોજી દયાળું રે, માટે પ્રશ્ન પૂછું છું કૃપાળુ રે॥ સુણવા હરખ ઘણો છે હૈયે રે, જાણું સર્વ એ સાંભળી લૈયે રે॥ ક્યાંથી તમ જેવા કહેનાર રે, વાત ચોખી દેખાડી દેનાર રે॥ જેમ છે તેમ કહો છો કથી રે, જેમાં લેશ સંશય રે’તો નથી રે॥
વચન સુધાસમ સુખદાઈ રે, એવાં માનું છું હું મનમાંઈ રે॥ જેણે કરી પરલોકનું સુખ રે, પામી વામિયે દારુણ દુઃખ રે॥ એમ કહીને જિજ્ઞાસુ જન રે, પછી કર જોડી કર્યું સ્તવન રે॥ એમાં સમ વિષમ જો હોય રે, કરજ્યો ક્ષમા સત્ય મુનિ સોય રે॥
નિર્ણયઃ ૧૩
જિજ્ઞાસુ તુને મેં જાણિયો, ખરા ખપવાળો નિરધાર॥ જે જે તેં પૂછ્યું તે પણ, છે સર્વે સારનું સાર॥ પ્રગટ પ્રભુને પામિયા, તે કૃતાર્થ કે’વાય॥ સર્વે કારજ સારિયાં, જાણજ્યો આ જગમાંય॥
પછી જુવે પ્રભુ પ્રગટનું, ઘણું ગમતું જેમ હોય॥ તેવી રીતે તત્પર થઈ, કરે સદા નિરંતર સોય॥ મેલી ગમતું નિજ મનનું, રહે હરિઆજ્ઞા અનુસાર॥ સાચો મુમુક્ષુ એ માનવો, નિશ્ચય કરી નિરધાર॥ જેના હરિપરાયણ પ્રાણ રે, નથી રહી જેને કોઈ તાણ રે॥ ધ્વજપટ કર્યું નિજ તન રે, વાયુ સમ હરિનું વચન રે॥
જેમ વાળે તેમ જન વળે રે, મેલી મમત અંગ સઘળે રે॥ રહ્યા અતિ આજ્ઞા અનુસાર રે, કરી નિશ્ચય મને નિરધાર રે॥
એવા શુદ્ધ સેવક સુજાણ રે, પ્રભુ પ્રગટના પ્રમાણ રે॥ બીજા સહુથી થઈ નિરાશ રે, થયા શ્રી ઘનશ્યામના દાસ રે॥ સદા જોઈ રહ્યા હરિ સામું રે, ગમતું હરિનું કરવા છે હામું રે॥ એવા સંત સદા શિરોમણિ રે, કહું રીત સુણો તેહ તણિ રે॥
કરે ભક્તિ સદા નિષ્કામ રે, ચતુરધાનું ન પૂછે નામ રે॥ માને મન કર્મ વચને વચન રે, રાખે એકાગ્રે હરિમાં મન રે॥ શુદ્ધ શ્રદ્ધા હોય સેવા માંઈ રે, તેમાં દંભ કપટ નહિ કાંઈ રે॥ મેલે મન તન અભિમાન રે, કરવા હરિ રાજી સાવધાન રે॥ વાળે હરિ જીભ ત્યાં વળે તન રે, વિષયસુખ મળ્યે ન ચળે મન રે॥ પૂરો છે પ્રભુનો વિશ્વાસ રે, રહે પ્રભુપાસે દાસાનુદાસ રે॥
અંતરજામી જાણી રાખે બીક રે, કે દી ન કરે કામ અઠીક રે॥ બોલે દીન આધીન વચન રે, કાંઈક કે’જ્યો મુને ભગવન રે॥
સુણે સાવધાન થઈ વાત રે, સત્ય વચન જાણે સાક્ષાત રે॥ મટકે રહિત જુવે હરિરૂપ રે, નીર્ખી આનંદ આવે અનુપ રે॥ જુવે રાજીપો હરિનો જેમ રે, વર્તે મન કર્મ વચને તેમ રે॥ શુદ્ધ ભોજને જમાડે શ્યામ રે, હૈયે હરિ જમાડવા હામ રે॥
લેહ્ય ચોષ્ય ભક્ષ્ય ને ભોજને રે, જમાડી પે’રાવે વસ્ત્ર તને રે॥ બહુ પ્રેમ ભરી પૂજા કરે રે, ઘણમૂલાં ઘરેણાં અંગે ધરે રે॥ અતિસુગંધી ચંદન ઉતારી રે, કરે સમો જોઈ પૂજા સારી રે॥ સારાં સુગંધી ભર્યા ફૂલ લાવે રે, કરી હાર હરિને પે’રાવે રે॥ અતિ હેતે ઉતારે આરતિ રે, થઈ મગન કરે ધુન્ય અતિ રે॥ પ્રેમે ઊભા રહી પગવતિ રે, કરે દંડવત ને વિનતિ રે॥
મેલે મસ્તક ભેટ્ય ચરણે રે, માગે પ્રભુ રાખજ્યો શરણે રે॥ વરતે થઈ દાસના દાસ રે, એમ રહે પ્રભુજીને પાસ રે॥
જે જે મહાપ્રભુને નવ ગમે રે, તે તે કરે નહિ કોઈ સમે રે॥ વળી પૂછ્યું હતું તેં પ્રશ્ન રે, જ્યારે પ્રગટ હોય ભગવન રે॥ ત્યારે મનુષ્ય તરે કે તરે કોય રે, તે પણ કહું સાંભળજ્યે સોય રે॥ તરે દેવ દાનવાદિ વળી રે, તે તો પ્રગટ પ્રભુને મળી રે॥
રાક્ષસ યક્ષ ભૂત ભૈરવ રે, મળે પ્રગટ તો તરે એ સર્વ રે॥ વળી પશુ પંખી સરિસાપ રે, તે પણ તરે પ્રભુ પ્રતાપ રે॥
વૃક્ષ વેલી પામે પરમ ગતિ રે, ફળ ફૂલ દળ દારવતિ સ્થૂળ સૂક્ષ્મ જડ ચૈતન રે, પ્રભુ પ્રગટ પ્રસંગે પાવન રે॥ સ્થાવર જંગમ ચરાચર જેહ રે પ્રભુ પ્રગટ મળ્યે તરે તેહ રે॥ જોને રામકૃષ્ણાદિ અવતાર રે, તેથી બહુ થયા ભવપાર રે॥
સ્થાવર જંગમ સ્થૂળ સૂક્ષ્મ રે, ચરાચર પામ્યા ગતિ પરમ રે॥ તેનો ગણતાં ન આવે પાર રે, એમ થયો બહુનો ઉદ્ધાર રે॥ કૈક મનુષ્ય તર્યા નર વામ રે, પશુ પંખી પામ્યાં હરિધામ રે॥ કૈક ભૂત પ્રેત ને ભૈરવ રે, વૃક્ષ વેલી ખગ મૃગ સર્વ રે॥ આગે બહુ થયા અવતાર રે, તેથી આજ સામર્થી અપાર રે॥ જોને આ સમે ઉદ્ધાર્યા કઈ રે, તે તો લખતાં લખાય નઈ રે॥
રામઅવતારે કૈં રહી ગયા રે, તે કૃષ્ણ અવતારે પાર થયા રે॥ કૃષ્ણ અવતારે ગયા’તા રહિ રે, તે તો આજ ઉદ્ધારિયા કઈ રે॥
એમ આદિ અંત મધ્યે માનો રે, પ્રતાપ પ્રગટનો નહિ છાનો રે॥ પ્રગટ પ્રભુ કે પ્રભુના સંત રે, તેહ વિના ન ઉદ્ધરે જંત રે॥ એહ બેઉ રીત વિના બીજે રે, કોઈ રીતે કલ્યાણ ન પ્રતીજે રે॥ સર્વે શાસ્ત્રનું સિદ્ધાંત કહ્યું રે, કે’વા હવે કેડ્યે નથી રહ્યું રે॥
કહી રીત સનાતન તણી રે, પણ આજ છે અલેખે ઘણી રે॥ આજ અગણિત પામ્યા આનંદ રે, એમ નિશ્ચે કહે નિષ્કુળાનંદ રે॥
નિર્ણયઃ ૧૪
એવું સુણી મુમુક્ષુ કહે, તમો સાંભળો મુક્ત મહારાજ॥ પૂછું છું વળી પ્રશ્નને, મારો સંશય સમાવા કાજ॥ કલ્યાણ કરવા કારણે, કરે અતિ ઉત્તમ ઉપાય॥ શ્રુતિ પુરાણમાં સાંભળી, વળી કરે એમ સદાય॥ પ્રગટ હરિ હોય નહિ, હોય નહિ તેના મળેલ॥ સાજ સમાજ
પાછળ પ્રભુજી પ્રગટે, આવે એનું કર્યું કાંઈ અર્થ॥ તે સા’ય કરે કાંઈ શ્રેયમાં, કે વણ સા’યે જાય વ્યર્થ॥
જે જે કરે એ કલ્યાણ કાજ રે, તે તે કહું સાંભળો મહારાજ રે॥ મેળ્યાં અન્ન ધન કર્યાં ધામ રે, વસન ભૂષણ આવે કેડ્યે કામ રે॥ વાસન વાહન ખાટ્ય પાટલા રે, ગાદી તકિયા ઓછાડ ગાદલાં રે॥ વાવ્ય કૂવા તલાવડી ક્ષેત્ર રે, આવે અર્થ પ્રભુને એ પવિત્ર રે॥
પર્વ સદાવ્રત વૃક્ષછાંઈ રે, પ્રભુ બેસે ધર્મશાળા માંઈ રે॥ ગાય ગવા મહિષી ગજ બાજ રે, હોય રથ પાલખી સમાજ રે॥ વાંસે આવે એ અર્થે હરિને રે, થાય સારું એનું તેણે કરીને રે॥ વળી આપી હોય મહિષી ગાય રે, તેનાં દહીં દૂધ ઘી જમાય રે॥ આપનારને એ અર્થ (આપ્યા) તણું રે, શ્રેય કે’જ્યો સમજાવી ઘણું રે॥ વળી અસ્થિ ત્વચા ને વિષાણ રે, વાળ વડે તે કે’જ્યો કલ્યાણ રે॥
વળી સાર દાર દળ તૃણ રે, આવે હરિ અર્થે પંખા પર્ણ રે॥ ફળ ફૂલ મૂળ રસ ફળી રે, ભાજી તરકારી ઔષધી વળી રે॥
પશુ પંખી ને મનુષ્ય માંય રે, એનું આવે સેવામાં જો કાંય રે॥ હીરા મોતી મણિ પરવાળાં રે, કંકર પથ્થર રત્ન રૂપાળાં રે॥ તે મનુષ્યનાં મેલેલ હોય રે, આવે એ માંયેલું અર્થ કોય રે॥ સ્થાવર જંગમ જે કહેવાય રે, તેહ આવે હરિસેવા માંય રે॥
એવી વસ્તુ અનેક પ્રકાર રે, એહ સાજ સમાજ દેનાર રે॥ આવે હરિ હરિજન અર્થ રે, ફળ શું મળે કહો સમર્થ રે॥ પ્રભુ પ્રગટ પૃથવિયે હોય રે, પણ તે સમે તે જન નો’ય રે॥ વળી કાવ્ય કીર્તન ગદ્ય પદ્ય રે, કર્યાં કવિએ કવિત છપય છંદ રે॥ અષ્ટક સ્તોત્ર ને વળી સ્તુતિ રે, કરી હોય બહુવિધે વિનતિ રે॥ પણ પ્રભુ પ્રગટ ન હોય રે, ના’વે એ માંયેલું અર્થ કોય રે॥
કરે વિષ્ણુયાગ જપે નામ રે, તીર્થ વ્રત કરે ફરે ધામ રે॥ રાખે નીમ કરી બહુ જતન રે, તપે કરી તજી દિયે તન રે॥
કર્યું હોય તે કલ્યાણ કાજ રે, પણ પ્રગટ ન હોય મહારાજ રે॥ એનું આવે છે એ કાંઈ અર્થ રે, કે વણ મળ્યે એ છે વ્યર્થ રે॥ કર્યું હોય એ કલ્યાણ સારુ રે, પણ પ્રભુ વિના પડ્યું ઉધારુ રે॥ કરતાં કરતાં કસર ન રાખી રે, ગઈ એમાં આવરદા આખી રે॥
બહુ કલ્યાણ કરવા રળ્યો રે, પણ એ દેહે જોગ ન મળ્યો રે॥ આખો જન્મ એમ ગુમાવ્યો રે, પણ દાખડો દોપે ન આવ્યો રે॥ પ્રભુ પ્રગટ પૃથ્વીએ નહિ રે, એની મે’નત કરે કોણ સહિ રે॥ ઘણું રળ્યો રોકડું ન મળ્યું રે, જન્મમરણનું દુઃખ ન ટળ્યું રે॥ કર્યું હોય તે કલ્યાણ કાજ રે, પણ પ્રગટ ન મળ્યા મહારાજ રે॥ કહું કેડ્યે પ્રગટે ઘનશ્યામ રે, આવે એનું કર્યું કાંઈ કામ રે॥
કર્યું હોય એ શ્રદ્ધા સહિત રે, આણી ઉરે પ્રભુની પ્રતીત રે॥ શુદ્ધ મન હોય શુદ્ધ ભાવ રે, દલમાંહિ નહિ દગા દાવ રે॥ અતિ આસ્તિક મતિ છે ઉર રે, નાસ્તિક વાતથી રહે છે દૂર રે॥ એવા જન જગતમાં જેહ રે, ન મળ્યા હરિ છૂટી ગયા દેહ રે॥ કરી પુરુષ પ્રયત્ન તન તાવ્યું રે, પણ એ દેહે અર્થ ન આવ્યું રે॥ પછી પ્રગટિયા ઘનશ્યામ રે, આવ્યું કર્યું કેડ્યે એનું કામ રે॥
તેની થાય કે ન થાય મુક્તિ રે, કે’જ્યો મુક્ત વિક્ત પાડી અતિ રે॥ જે જે પૂછી છે વાત સઘળી રે, કે’જ્યો વણ પૂછી પણ વળી રે॥
જે જે વાત જાણ્યા માંહિ આવી રે, તે તે પૂછી તમને મેં લાવી રે॥ કૈક રહી ગઈ હોય વાંસે રે, તે પણ કે’જ્યો સુણીશ ઉલ્લાસે રે॥ સર્વે વાત કે’જ્યો એ સંભારી રે, સુણી રાખીશ હૃદયે ધારી રે॥ છે એ સહુના અર્થની વાત રે, કે’તાં સુણતાં ભાંગે સર્વે ભ્રાંત રે॥
જે જે કર્યું હોય પ્રભુ સારુ રે, કે’જ્યો તેના ફળનું દેનારું રે॥ તમ વિના કે’શે બીજું કોણ રે, નથી કે’નાર જોયું છે જોણ રે॥ માટે સહુ જોઈ રહ્યા સામું રે, બોલી અમૃત વેણ પૂરો હામું રે॥ તમે દિલના છો દરિયાવ રે, માટે પૂછતા થાય છે ઉછાવ રે॥ પ્રશ્ન પૂછું છું હું લગાર રે, તે સમજાવો છો કરી વિસ્તાર રે॥ ધન્ય ધન્ય દિલના દયાળ રે, ધર્મધુરંધર ધર્મપાળ રે॥
નિર્ણયઃ ૧૫
મુમુક્ષુ તારા મનનું, મેં જોઈ લીધું છે જાણ॥ સુખદાયક એ સહુના, એવા પ્રશ્ન તારા પ્રમાણ॥
પડે પ્રતીતિ ભક્ત પરોક્ષને, મોક્ષનો સમજાય મર્મ॥ એવો આશય તારા ઉરનો, પરમાર્થ અર્થનો પર્મ॥ જગ હિતકારી જાણિયો, જિજ્ઞાસુ તુને મેં જોર॥ જે જે પૂછ્યું તેં જીભથી, તે નથી કાંઈ કનોર॥
આપું ઉત્તર હવે એહના, તેં પૂછિયું મુજને જેહ॥ શ્રુતિ દઈ હવે સુણજે, કહું સર્વે સમજાવી તેહ॥ તેં પૂછ્યું પરોક્ષ ભક્તતણું રે, તે કહું કાંઈક થોડું ઘણું રે॥ ભૂત ભવિષ્ય ને વર્તમાન રે, કહું ત્રણેની રીત નિદાન રે॥ ભક્ત ભક્તમાંહિ ભેદ ઘણા રે, સર્વે ભક્ત ન હોય પ્રભુ તણા રે॥ નિષ્કામ સકામ બે ભક્ત રે, તેની પણ જાણી જોઈએ વિક્ત રે॥
સકામ ભજે કામ સારવા રે, તાપ તન મનના નિવારવા રે॥ એને અર્થે ભજે અવિનાશ રે, તે તો અર્થ સર્યા સુધી દાસ રે॥
એને ભક્ત હરિના ન કૈયે રે, વાત એ પણ સમજી લૈયે રે॥ સુત કલત્ર દેહ સારુ રે, ભજે છે ભાવે ભક્ત હજારું રે॥ એનું આશ્ચર્ય નહિ કાંઈ અણું રે, સહુ સારે છે કામ આપણું રે॥ સાચા ભક્ત એને ન ભણિયે રે, અર્થાઅર્થી એ જન ગણિયે રે॥
એની ભક્તિ હરિને ન ભાવે રે, એ તો પ્રાકૃત ભક્ત જો કા’વે રે॥ સાચા ભક્તતણી ઓળખાણ રે, કહું સાંભળજે તું સુજાણ રે॥ શુદ્ધ અંતર ને શુદ્ધ આશે રે, શુદ્ધ મને પ્રભુને ઉપાસે રે॥ નિષકામ કપટે રહિત રે, શુદ્ધ ભાવ શ્રદ્ધાયે સહિત રે॥ યશ કીર્તિ વધારવા લાજ રે, નહિ દંભ દેખાડવા કાજ રે॥ નહિ ઇરષ્યા ને અમરષ રે, નહિ સ્પરધા થાવા સરસ રે॥
એવી રીતે જીવ જગે જેહ રે, તેનું કરેલ હોય કાંઈ તેહ રે॥ આવે તે હરિ હરિજન અર્થ રે, તે તો કદી ન જાયે વ્યર્થ રે॥
જમે અન્ન ને પે’રે વસન રે, આવે હરિ અર્થે એનું ધન રે॥ તેણે પામે પરમ પ્રાપતિ રે, તેમાં ફેર નથી રાઈ રતિ રે॥ ભૂષન વસન વાહન વળી રે, ખાટ્ય પાટ્યાદિ વસ્તુ સઘળી રે॥ આવે પ્રગટ પ્રભુને એ કામ રે, પામે સુખનિધિ એનો શ્યામ રે॥
વાવ્ય કૂવા તળાવ ભુવન રે, તેના કરાવનારા જે જન રે॥ તેહ પામે પ્રાણી પરમ ગતિ રે, પ્રભુ પ્રગટ પ્રસંગે પ્રાપતિ રે॥ પિયે પાણી ના’યે નીરમાંય રે, બેસે એનાં કરેલ ઘર છાંય રે॥ આવ્યું એનું કરેલ હરિ કામે રે, તેણે કરી એ પ્રાણી સુખ પામે રે॥ ગાદી તકિયા ગાદલાં ગોદડાં રે, અવલ ઓછાડ ઓસિસાં રૂડાં રે॥ તે પણ આવે જો કામ હરિને રે, સુતાં બેઠાં જાગવે કરિને રે॥
તેના કરાવનારા જીવ જેહ રે, પામે પ્રભુના સુખને તેહ રે॥ વાડી ખેત્ર પરબ સદાવ્રત રે, બાંધી ધર્મશાળા પામે મૃત રે॥
ગાય ગવા મહિષી ગજ બાજ રે, મેલી મરે એ સર્વે સમાજ રે॥ પણ કેડ્યે આવે અર્થ કાંઈ રે, હરિ હરિજનની સેવા માંઈ રે॥ તેણે કરીને થાય કલ્યાણ રે, તે પણ નિશ્ચે જાણજ્યે નિરવાણ રે॥ રથ વે’લ પાલખી ને મેના રે, કરાવેલ હોય જન જેના રે॥
જીવ્યો ત્યાં સુધી જોગ ન મળ્યો રે, પછી સર્વે મૂકી પ્રાણી પળ્યો રે॥ મૂવો મેલી એ સરવે મિરાથ રે, પાછળ આવી એ પરને હાથ રે॥ તેહ વડે શ્રીહરિ સેવાય રે, તેનું કલ્યાણ જરૂર થાય રે॥ દૂધ દહીં માખણ ઘી મિસરી રે, જમ્યા હોય પ્રગટ શ્રીહરિ રે॥ તેહ ગાય મહિષીની ગતિ રે, થાય પ્રભુ પ્રસંગે પ્રાપતિ રે॥ કેનાં અસ્થિ શ્રૃંગ રોમ ચામ રે, આવે મહાપ્રભુજીને એ કામ રે॥
પામે પરમ ગતિ પ્રાણી એહ રે, હરિ અર્થે આવ્યો એનો દેહ રે॥ સાર દાર દલ તૃણ વળી રે, ફળ ફૂલ મૂલ કંદ ફળી રે॥
એહ આદિ ઔષધિ જે કા’વે રે, તે જો પ્રગટ પ્રભુને અર્થે આવે રે॥ થોડે દને સ્થાવર દેહ ત્યાગી રે, થાય માનજ્યો મોક્ષનાં ભાગી રે॥ વળી હીરા મોતી મણિ માળા રે, કંકર પથ્થર રત્ન પ્રવાળાં રે॥ અતિ કષ્ટે કર્યોં હોય ભેળાં રે, પડ્યાં રહ્યાં એ ચાલતી વેળા રે॥
એહ વડ્યે પ્રભુ જો પૂજાય રે, તેના ધણીનું કલ્યાણ થાય રે॥ કાવ્ય કવિ કરી ગયા હોય રે, આવે શ્રીહરિ અર્થે સોય રે॥ તે પણ પામે છે પરમ કલ્યાણ રે, તેનું સમજી લેજ્યે સુજાણ રે॥ પ્રભુ પ્રગટનો પ્રસંગ રે, પામે પ્રાણધારી કોઈ અંગ રે॥ તે તો પામે સહુ ભવપાર રે, તેમાં સંશય નથી જો લગાર રે॥ એમ આદ્ય અંત્ય મધ્ય માંઈ રે, પ્રભુ વિના કલ્યાણ નહિ ક્યાંઈ રે॥
નિર્ણયઃ ૧૬
મુમુક્ષુ તું મને માનજ્યે, પૂરણ આણી પ્રતીત॥ હરિ હરિજન મળ્યા વિના, નો’ય કલ્યાણ કહું કોઈ રીત॥ અવિચળ અવશ્ય એ વાત ખરી, કરી પુરાણમાં પ્રમાણ॥ તેહ વિના ત્રણ લોકમાં, જુવો ઝાંખી જો જડે કલ્યાણ॥
કંઈક તર્યા કંઈક તરશે, કંઈક તરે છે વળી આજ॥ તે સહુનું તું સમજજ્યે, તર્યા મળ્યા જેને મહારાજ॥ આત્યંતિક કલ્યાણ કારણે, જાવું પ્રગટ પ્રભુને પાસ॥ મોક્ષદાયક એહ મૂરતિ, કે મોક્ષદાતા એના દાસ॥ તેહ વિના ત્રિલોકને માંઈ રે, નથી કલ્યાણ થાવાનું ક્યાંઈ રે॥ બ્રહ્મલોક લગી જુવો ભાળી રે, શિવલોકને જુવો સંભાળી રે॥
જોતાં કલ્યાણ ક્યાંયે ન મળે રે, એવું સુણ્યું પુરાણ સઘળે રે॥ યક્ષ રાક્ષસ ને રુદ્રગણ રે, તેમાં પામ્યા છે કલ્યાણ કુણ રે॥
અજ ઈશથી શ્રેય ન થાય રે, ત્યારે બીજાથી કેમ કે’વાય રે॥ મર પૂજો યજો ભજો સાચું રે, પણ કલ્યાણ થાવાનું કાચું રે॥ એવાથી પણ અર્થ ન સરે રે, તઇયે બીજા શ્રેય કોણ કરે રે॥ શશી સૂરજ ને વળી શેષ રે, સુર સુરપતિ ને ગણેશ રે॥
એહ મોટા દેવ જગે જાણ રે, પણ કરી ન શકે કલ્યાણ રે॥ ત્યારે અન્ય દેવને ઉપાસે રે, કહો કલ્યાણ તે કેમ થાશે રે॥ માટે કલ્યાણકારી સાંભળ્યા રે, એક હરિ કે હરિના મળ્યા રે॥ સાચી વાત તું માનજે સહિ રે, એહ બેઉ વિના મોક્ષ નહિ રે॥ જે જે કરે છે કલ્યાણ સારુ રે, પણ એ વિના કામ ઉધારુ રે॥ શુદ્ધ મને જો પરોક્ષ સેવશે રે, તેનું કોઈ કાળે ફળ લેશે રે॥
તે પણ જ્યારરે પ્રગટ હશે હરિ રે, એની ભક્તિ માનશે સાચી કરી રે॥ તે દી પામશે પદ નિર્વાણ રે, એ પણ સમજી લેજ્યે સુજાણ રે॥
પણ વિના પ્રભુને સંબંધ રે, નહિ કલ્યાણ આદ્ય અંત્ય મધ્ય રે॥ મોટા દેવથી મુક્તિ ન થાય રે, ત્યારે મનુષ્યથી કેમ કે’વાય રે॥ જેને અજ્ઞાને લીધા છે આવરી રે, મેલ્યા પંચ વિષયે વશ કરી રે॥ કામ ક્રોધ ને લોભના ભર્યા રે, એથી કહો કોણ જન તર્યા રે॥
પિંડ પોષવા સારુ પ્રપંચ રે, સજ્જ કરી રાખ્યા સર્વે સંચ રે॥ જેણે કરી આ જીવ ઝલાય રે, એવા શીખી લીધા છે ઉપાય રે॥ ભણ્યા શાસ્ત્ર એ સારવા અર્થ રે, ઘણું ડાહ્યા લેવા ગૌરી ગર્થ રે॥ એને પામવા પ્રપંચતણા રે, બાંધ્યા મત પંથ જગે ઘણા રે॥ એને પણ ઓળખી લેવા રે, હોય કૈક ભજ્યા તજ્યા જેવા રે॥ નોય સર્વે કલ્યાણકારી રે, વાત એ પણ જોવી વિચારી રે॥
માટે મત પંથમાંહિ મળી રે, રખે જાતા જિયાં તિયાં ભળી રે॥ નથી કોઈ કલ્યાણ કરનાર રે, પ્રભુ પ્રગટ વિના નિરધાર રે॥
દેવસેવામાં પણ રહ્યો સંશે રે, ત્યારે બીજે કલ્યાણ કેમ હશે રે॥ જોગી જંગમ શેખ સંન્યાસી રે, દત્ત દિગંબર વનવાસી રે॥ જટા શ્વેતપટા વાળકટા રે, કંથર ભર્થર ને કાનફટા રે॥ જંદા જૈન ટાટાંબર ખાખી રે, ભક્ત પંડિત કે’ મુખે ભાખી રે॥
દશા વિશા વૈરાગી ઉદાસી રે, ગોરખ ગોદડ શ્રવણ ઉપાસી રે॥ દાદુ કબીર ગુરુ ગોસાંઈ રે, દંડી મુંડી ને સૂથરા સાંઈ રે॥ કુંડ ઢુંઢ ને ઊંડા અઘોરી રે, શૂન્યવાદી વેદાંતિ મુસોરી રે॥ એહ વિના બીજા બહુ ગુરુ રે, તેમાં માન્યું છે કલ્યાણ ખરું રે॥
તેને કોણ કરે આજ ખોટા રે, પણ દેવથી એ નહિ મોટા રે॥ કોણ સમજે આ વાતનો મર્મ રે, સૌએ સત્ય માન્યો નિજધર્મ રે॥ લૂંટી આંધળે બેરે બજાર રે, તેનો કોયે ન કર્યો વિચાર રે॥ જોજ્યો પ્રભુઘેરે તમ મોટું રે, થયા કલ્યાણકારી ગુરુ કોટું રે॥ એહ ગુરુ ને ગુરુના શિષ્ય રે, તેહ ઉપર કરે હરિ રીસ રે॥ કહે જુવો અજ્ઞાની જન રે, સહી વાત સમજ્યા છે મન રે॥
જેને નથી ખબર કોય ખરી રે, થયા ગુરુ વરુ કહે હરિ રે॥ વાત સર્વે માનજ્યો સાચી રે, માટે રખે રે’તા એમાં રાચી રે॥
જે જે કે’વાનું હતું તે કહ્યું રે, નથી કેડ્યે કે’વા કાંઈ રહ્યું રે॥ સત્ય માની મુમુક્ષુ મને રે, સુણી જાળવી રાખે જતને રે॥ ભવમાં છે ભુલવણી ભારે રે, માટે કહ્યું તુંને વારે વારે રે॥ જે જે પૂછ્યા હતા તેં પ્રશ્ન રે, તે તે કહ્યા મેં જિજ્ઞાસુ જન રે॥
જે કોઈ સાંભળી સમજશે સમું રે, તેને ટળશે વિકટ વસમું રે॥ કહ્યું જે જે પૂછ્યું તે તે કથી રે, જે મેં કહ્યું તેમાં જૂઠું નથી રે॥ સાચી વાત છે શાસ્ત્ર પુરાણે રે, સમજી લખ્યું છે સંત શિયાણે રે॥ સુણી અનઘ પામશે આનંદ રે, નિશ્ચે કે’ એમ નિષ્કુળાનંદ રે॥
નિર્ણયઃ ૧૭
મુમુક્ષુ કહે મન માહે રે, નથી રહી કસર કાંઈ॥ સંશય સર્વે શમી ગયો, સુણી વચન તમારાં સુખદાઈ॥ વચને વચને મેં વિચારિયું, તેમાં જોયું તમારું મેં તાન॥ હરિ હરિજન વણ મળ્યે, નો’ય નિર્ભય જન નિદાન॥ પ્રભુ પ્રગટનું નથી પૂછતો, પૂછું છું પ્રભુના મળેલ॥ એક રહ્યા વા’લાના વચનમાં, એક વચનમાંથી ટળેલ॥
એ બેઉનાં વચન બરોબરી, કે અધિક ન્યૂન છે એહ॥ મુમુક્ષુને કેમ માનવું, એહ મટાડિયે સંદેહ॥
મો’રે બેઉ હતા હરિદાસ રે, રે’તા પ્રગટ પ્રભુને પાસ રે॥ બેઉ સરખા માનતા વચન રે, રહેતા આજ્ઞામાં રાત દન રે॥ તેમાં એક હતો આત્મજ્ઞાની રે, બીજો ઊંડો અતિ અભિમાની રે॥ આત્મજ્ઞાનીને માન ન આવે રે, દેહમાની માને સુખ પાવે રે॥
તે તો માન મળે કે ન મળે રે, ત્યારે અંતરમાં રહ્યો બળે રે॥ ઘણું ઘુઘવતો રહે ધોખે રે, પછી પ્રભુજીથી પડ્યો નોખે રે॥ બીજે જઈ બાંધે બીજો મત રે, કહે સત્સંગને તે અસત્ય રે॥ જે જે શીખ્યો’તો સંતની સાથ રે, તે તે હથિયાર આવ્યાં હાથ રે॥ કરે વાત વડાઈની ઘણી રે, તેમાં જણાવે મોટ્યપ પોતાતણી રે॥ બહુ વાત કરે છે બનાવી રે, રૂડી લાવન લલિત લાવી રે॥
બોલે મુખથી મીઠાં વચન રે, કરે જનનાં મન રંજન રે॥ બહુ દેખાડે નિશ્ચયનું જોર રે, પણ હોય પ્રભુજીના ચોર રે॥
વર્તતા હોય વચન વિરોધે રે, એવા થકા બહુ જીવ બોધે રે॥ તેહ જીવ તરે કે ન તરે રે, કે’જ્યો સમજાવી સંશયને હરે રે॥ હોય હરિના મળેલ ખરા રે, પણ વચન ન માને જરા રે॥ વરતે પોતે વચનથી બા’ર રે, તેની ખોટ્ય ન માને લગાર રે॥
થયો પ્રભુથી પોતે વિમુખ રે, માન્યું પામ્યો પૂરણ હવે સુખ રે॥ કે’ છે બીજાઓને કોરે તેડી રે, હું તો નીસર્યો છઉં ભાંગી બેડી રે॥ એવી ફરી ગઈ હોય બુદ્ધિ રે, તે તો ક્યાંથી કરે વાત સુધી રે॥ ઊંધી વાતે રાખ્યા જીવ રુંધી રે, રહ્યા અભાગી એમાં વળૂંધી રે॥ એનું કલ્યાણ થાય કે ન થાય રે, કે’જ્યો સમજાવી સંશય જાય રે॥ કહ્યું કલ્યાણ હરિ હરિદાસે રે, માટે મેં પૂછ્યું તમારે પાસે રે॥
એવું સાંભળી બોલ્યા મુક્ત રે, સુણ્ય જિજ્ઞાસુ તેની વિગત રે॥ જે જે કહ્યાં હરિયે વચન રે, તેમાં રહે જિયાં લગી જન રે॥
તિયાં લગી તારે જીવ બહુ રે, પામે હરિના ધામને સહુ રે॥ જ્યારે નીસરે વચનથી બા’રે રે, ત્યારે પોતે ન તરે ન તારે રે॥ જેમ જળ બા’ર થયું જા’જ રે, તઈયે તર્યા તારવાની નાજ રે॥ શક્કો તજીને ચાલે સિપાઈ રે, તેનો ન ચાલે હુકમ કાંઈ રે॥
છડી પડી મૂકી છડીદાર રે, કરે હજત તો ખાય માર રે॥ કોટ બા’ર નીસરે શાહુકાર રે, બહુ લૂંટાય કુટાય બા’ર રે॥ તેમ સંત વચન જો ત્યાગે રે, તેને કાળ માયાનું લારું લાગે રે॥ બીજાને તો ક્યાં થકી તારે રે, પડ્યું પોતાનું પણ ઉધારે રે॥ ખાધી ખોટ્ય મોટી થયો ખુવાર રે, કરે છે બીજાને ભાગદાર રે॥ હોય મૂરખ તે માને એનું રે, નથી ઠોર ઠેકાણું
એવાનો તો સંગ તજી દેવો રે, એનો ઉપદેશ પણ ન લેવો રે॥ નથી મુખ એનું જોયા જેવું રે, દર્શ સ્પર્શ એનું તજી દેવું રે॥
એની વાત જાણો લાળ વ્યાળ રે, જેવી હડકાયા શ્વાનની લાળ રે॥ એને પ્રસંગે પામિયે દુઃખ રે, કરે વિમુખ મળી વિમુખ રે॥ એની વાતને ઓળખી લેવી રે, ન માનવી સાચા સંત જેવી રે॥ વચન એનાં છે વિષ સમાન રે, તેને કે દી દેવા નહિ કાન રે॥
કોઈ કાયર થઈ રહે કોરે રે, બોલે પોતાનું પોતે ન જોરે રે॥ કહે સંતની મોટપ્ય ઘણી રે, પોતે કહે ખોટ્ય પોતા તણી રે॥ એવો હોય કોઈ હરિજન રે, તેનાં સાધારણિક વચન રે॥ એને સુણે નહિ સાર અસાર રે, વચન વિમુખનાં દુઃખ દેનાર રે॥ માટે સાચા સંતનાં જે વેણ રે, સહુ જનને છે સુખ દેણ રે॥ જે જે ઉચ્ચાર એના મુખનો રે, તે તો દેનાર સૌને સુખનો રે॥
મન કર્મ ને વચને કરી રે, એહ વાત માની લેજ્યો ખરી રે॥ કહ્યું કલ્યાણનિર્ણય કથી રે, ખરી વાત છે એ ખોટી નથી રે॥
શુદ્ધ મુમુક્ષુ શોધશે સાર રે, કરી અંતરે ઊંડો વિચાર રે॥ ગાફલને તો નહિ પડે ગમ રે, નીર ક્ષીર સમજશે સમ રે॥ તેને ઉપર નથી આ વાત રે, સમજુ સમજજ્યો સાક્ષાત રે॥ સમું સમજતાં પામશો પાર રે, કહે નિષ્કુળાનંદ નિરધાર રે॥
નિર્ણયઃ ૧૮
સાચેસાચું કહેશું, હરિ રાખે તેમ રહેશું રે…ટેક꠶ ખરાખરું કહેશું ખોળી, શીદ કરિયે વાત મોળી રે. સાચે꠶॥ કહું કલ્યાણને માંઈ, કસર રાખશો મા કાંઈ રે. સાચે꠶॥
જાણો જેની તેની વાતે, નથી કલ્યાણ કોઈ ભાતે રે. સાચે꠶॥ સાચા મળ્યા વિના સાચું, થાવા કલ્યાણનું કાચું રે. સાચે꠶॥ ખોટા સંગે દન ખોયે, જેમ રણમાંહિ રોયે રે. સાચે꠶॥ થયા કપટીના વેચાણ, ભાંગ્યું મહાદરિયે વા’ણ રે. સાચે꠶॥
જાણી જોઈ ઝેર ખાયે, તેમાં સુખી ક્યાંથી થાયે રે. સાચે꠶॥ એમ પાપીને ઉપદેશે, પાપ પેટમાંઈ પેસે રે. સાચે꠶॥ જાણો ધંતુરાને બીજે, ખાઈ સુખ શાનું લીજે રે. સાચે꠶॥ તેમ ખોટા ગુરુ કરતાં, પાર ના’વે ભવ ફરતાં રે. સાચે꠶॥ લાડુ મસાણને મધ્ય, નો’ય એલચીની ગંધ્ય રે. સાચે꠶॥ વોરી વીંછી વરુ વ્યાળા, કોઈ નો’ય જો સુખાળા રે. સાચે꠶॥
એવા પાપીને પરહરિયે, સંગ સ્વપ્ને ન કરિયે રે. સાચે꠶॥ ખાંત્યે વિખફળ ખાવે, તેણે સુખ શાનું આવે રે. સાચે꠶॥
ચાલે ચોરને સંગાથે, માર ખાવાનો છે માથે રે. સાચે꠶॥ એવા પ્રભુના જે ચોર, તેને મેલો ડાબી કોર રે. સાચે꠶॥ કોટે બાંધી કાળાપા’ણા, કોઈ ન તર્યા શિયાણા રે. સાચે꠶॥ દૂધ ખરસાણીની ખીરે, ખાધે સુખ શું શરીરે રે. સાચે꠶॥
એવા નકારાને સંગે, આવે દુઃખ અતિ અંગે રે. સાચે꠶॥ ગણો ગધેડાની ગાય, ધોયે ધફોયે ન થાય રે. સાચે꠶॥ નપુંસક નરને પરણી, નારી નહિ પામે અઘરણી રે. સાચે꠶॥ તેમ ખોટા ગુરુ કરી, કેમ જાશે ભવ તરી રે. સાચે꠶॥ ભવજળ તરવા કાજ, સાચા સંતનો સમાજ રે. સાચે꠶॥ ખોટા સંગે ખોટ્ય આવે, બાંધ્યા પા’ણા તે બુડાવે રે. સાચે꠶॥
એની અધોગતિ અતિ, નથી એની ઊર્ધ્વ ગતિ રે. સાચે꠶॥ માટે ઓળખીને લેવું, જ્યાં ત્યાં ઝલાઈ ન રે’વું રે. સાચે꠶॥
ચોખી ચોળાફળી જાણી, ખાયે નહિ ખરસાણી રે. સાચે꠶॥ ગાય મહિષી વરોળ્યે, ક્યાંથી વલોણું વલોવ્યે રે. સાચે꠶॥ એવા ગુરુ જ્ઞાન હીણા, તે તો કાળના ચવિણા રે. સાચે꠶॥ જળ જાહ્નવીનું જાણી, પિયે નહિ મઉ પાણી રે. સાચે꠶॥
આંબ જાણી આક ફળ, ખાધું પડી નહિ કળ રે. સાચે꠶॥ તેમ પાપી ગુરુ મળ્યે, સુખ શાંતિ ક્યાંથી વળે રે. સાચે꠶॥ અઘ ગુરુનાં એ એંધાણ, તમે સાંભળો સુજાણ રે. સાચે꠶॥ હોય દલમાં દોંગાઈ, માને મોટો મનમાંઈ રે. સાચે꠶॥ ધર્મ નીમ ભક્તિ હીણ, જાણે છૈયે પ્રવીણ રે. સાચે꠶॥ કુટિલતા ને કૂડ કપટ, દગા દલમાં દોવટ રે. સાચે꠶॥
ઝાઝી અંતરમાં જાળું, વિષયસુખની વિકરાળું રે. સાચે꠶॥ ભીતર માંઈ તો ભડકા, વિષય સારુ નાખે વડકાં રે. સાચે꠶॥
ભાયો એવાને ભરોંસે, રહેશે તેને દુઃખ થાશે રે. સાચે꠶॥ માટે વિચારવું ઊંડું, એને થયે થાય ભૂંડું રે. સાચે꠶॥
નાગ વાઘ બલાખારી, તે તો કેનાં હિતકારી રે. સાચે꠶॥ કાગ બાજ ને બલાઈ, તેથી ન થાય ભલાઈ રે. સાચે꠶॥ એમ દુષ્ટ ગુરુ દુઃખદાઈ, માની લેજ્યો મનમાંઈ રે. સાચે꠶॥ એવા ગુરુ સંત જગે, માંડી છે ઠગાઈ ઠગે રે. સાચે꠶॥
લઈ શિષ્યનું સરવસ, કરી લીધા પોતાને વશ રે. સાચે꠶॥ બહુ દિલમાંહી દગા, તે તો ન હોય કેના સગા રે. સાચે꠶॥ એને અજાણ્યે આશરે, તેનું ભારે ભૂંડું કરે રે. સાચે꠶॥ માટે કરવો સાચો સંગ, જેથી રહી જાય રંગ રે. સાચે꠶॥ સાચા હરિ ગુરુ કહિયે, જેથી પરમપદ લહિયે રે. સાચે꠶॥ કૈવલ્ય પ્રાપ્તિના દાતા, નથી બીજાને કહેવાતા રે. સાચે꠶॥
બીજા બહુ છે બકાલી, બાંધી બેઠા ઢુંગ ઢાલી રે. સાચે꠶॥ જેમ કાખના મવાળા, સર્વે સરખા ધોળા કાળા રે. સાચે꠶॥
શાણા જાણી કરિયે સંગ, સુંવાળા પણ છે ભોયંગ રે. સાચે꠶॥ હોય રૂડી હીરાકણી, પણ ખાધે વ્યાધિ ઘણી રે. સાચે꠶॥ એમ બા’રે દીસે રૂડા, પણ અંતરમાં કૂડા રે. સાચે꠶॥ એવા જગે ઘણા ધૂતા, જીવ લેવા જમદૂતા રે. સાચે꠶॥
ભડવા કેના ભરથાર, વેશ્યા કેની કુળનાર રે. સાચે꠶॥ એવા બગડેલ બેહાલ, કેને ન કરે નિહાલ રે. સાચે꠶॥ મળ્યા સો મોટલિયા થાય, પણ શેઠ ન કહેવાય રે. સાચે꠶॥ શેઠ હોય ધનવાન, ઘેરે સુખના સામાન રે. સાચે꠶॥ માટે સાચા શેઠ હરિ, પળમાં મૂકે સુખી કરી રે. સાચે꠶॥ અલૌકિક સુખ લોકે, જન ભોગવે વિલોકે રે. સાચે꠶॥
છતી દેહે પામે ધામ, વળી થાય પૂરણકામ રે. સાચે꠶॥ એવી રીત હોય જિયાં, જાણો પ્રભુ પોતે તિયાં રે. સાચે꠶॥
કથા આ છે કલ્યાણકારી, સહુ લેજ્યો હૈયે ધારી રે. સાચે꠶॥ એમ સમજે ટળશે ફંદ, નિશ્ચે કે’ નિષ્કુળાનંદ રે. સાચે꠶॥