પ્રીતની રીત છે જો ન્યારીરી... પ્રી૦ જેહની બંધાણી તેણે રે જાણી, બીજા ન જાણે લગારીરી... પ્રી꠶॥
Nishkulanand Swami
પદ ૧
ચકોર સ્નેહી ચંદ્ર વદનનો, વણ દીઠે દુઃખ ભારી। મીન સ્નેહી જાણો રે જળનો, પ્રાણ તજે વિન વારીરી... પ્રી꠶॥ પ્રીત પતંગ પ્રાણ પાવકમાં, દેખત દૃગ દેત જારી। ચાતક સ્નેહી સદાયે સ્વાંતનો, મરે પિયુપિયુ પોકારીરી... પ્રી꠶॥
પ્રીતિની રીત પ્રસિદ્ધ પ્રતીજે, કીજે તો કીજે વિચારી। નિષ્કુળાનંદ એવા સ્નેહીને સંગે, સદાયે રહે છે મુરારીરી... પ્રી꠶॥ ૪॥ પદ॥
પદ ૨
સ્નેહને રે સમાન, ના’વે કોઈ સ્નેહને રે સમાન। રાગી ત્યાગી ને તપસ્વી રે, વળી ધરે વન જઈ ધ્યાન... ના’વે॥
જોગ જગન બહુ જજતાં રે, તજતાં તેનું મને માન। તજી ઘરવાસ ઉદાસ ફરે કોય, કરે તીરથ વ્રતદાન... ના’વે॥ માળા તિલક ધરે ફરે ફક્ત, નખ શિખા વધારી નિદાન। કરે અટન રટન નિરંતર, વળી કરે ગંગાજળ પાન... ના’વે॥
સ્નેહ નહિ જેને નાથશું રે, શું થયું કરતાં રે જ્ઞાન। નિષ્કુળાનંદ સ્નેહી જનને, વશ સદા ભગવાન... ના’વે॥ ૪॥ પદ॥
પદ ૩
મથુરા મ જાશો રે પ્રીતમ પાતળા રે, નાખિ અમને નોધારાં મારા નાથ। જરૂરને જાવું રે હોય તિયાં તમને રે, તો લેજો શ્યામળા અમને રે સાથ... મથુરા꠶॥ પ્રીત કરીને રે પિયુજી મા પરહરો રે, રાખો પ્રીતમ અમને રે પાસ। અળગાંને રે’તાં રે અધીર અતિ અમને રે, વણ દીઠે રહે અંતર ઉદાસ... મથુરા꠶॥
જેમ મણિ વિના ફણી રે અણ દીઠે આંધળો રે, વળી કોઈ લિયે લોભીનું ધન। વણ મૃત્યુએ મૃત્યુ તેને માનવું રે, જેનુ કાંઈ જાતું રહ્યું છે જીવન... મથુરા꠶॥ જળવાસી જીવ રે જ્વાળામાં જીવે નહિ રે, અમારે છે તમ વિના હરિ તેમ। નિષ્કુળાનંદના રે સ્વામીજી સુજાણ છો રે, અજાણ જે હોય તેને કે’વું એમ... મથુરા꠶॥ ૪॥ પદ॥
પદ ૪
બાઈ પ્રીત કરતાં પ્રીતમશું, જ્યારે પીડાયે પંડ। ઓષડ એનું એ કોઈ ન મળે રે, જો ભમિયે બ્રહ્માંડ... પ્રીત꠶॥ બાઈ મીન જળે જ્યારે જળમાં, ત્યારે ઠરે કોણ ઠામે। ચકોર દુઃખી થયો ચંદ્રથી રે, ત્યારે ક્યાં સુખ પામે... પ્રીત꠶॥
બાઈ ચકવો દુઃખ પામ્યો દિનેશથી, પિયૂષથી માનવી। કોણ ઉપાય હવે કીજિયે રે, ગજ જળિયો જાહ્નવી... પ્રીત꠶॥ એમ નિષ્કુળાનંદના નાથથી, પીડા આપણે પામી। શું કરીયે હવે સજની રે, આશા ઊગર્યાની વામી... પ્રીત꠶॥ ૪॥ પદ॥
પદ ૧
પ્રીતની રીત છે જો ન્યારીરી... પ્રી૦ જેહની બંધાણી તેણે રે જાણી, બીજા ન જાણે લગારીરી... પ્રી꠶॥
ચકોર સ્નેહી ચંદ્ર વદનનો, વણ દીઠે દુઃખ ભારી। મીન સ્નેહી જાણો રે જળનો, પ્રાણ તજે વિન વારીરી... પ્રી꠶॥ પ્રીત પતંગ પ્રાણ પાવકમાં, દેખત દૃગ દેત જારી। ચાતક સ્નેહી સદાયે સ્વાંતનો, મરે પિયુપિયુ પોકારીરી... પ્રી꠶॥
પ્રીતિની રીત પ્રસિદ્ધ પ્રતીજે, કીજે તો કીજે વિચારી। નિષ્કુળાનંદ એવા સ્નેહીને સંગે, સદાયે રહે છે મુરારીરી... પ્રી꠶॥ ૪॥ પદ॥
પદ ૫
રાગ: આશાવરી પ્રાણ મ રે’જો પ્રીતમ વિના, વળી પિયુ વિયોગે પે’લા જાજો રે। મગન થઈને હું માગુ છું મનમાં, એવું બાઈ મારે થાજો રે... પ્રાણ꠶॥ સખી રે મણિ નિગમતાં મણિધર જીવે, તેને તે સુખ સખી કિયું રે। ધન હારી નિર્ધન નર રે’તાં રે, તેને સુખ રતી ક્યાં રહ્યું રે... પ્રાણ꠶॥ સખી રે જત ગયા પછી જતી મરે જો, સત ગયા પછી સતી રે। પત ગયા પછી કોય મરે જો, નગર ગયા પછી નગરપતિ રે... પ્રાણ꠶॥
સખી રે ફળ રહિત રંભા જે કોયે રહે, તે તો અર્થ શે આવે રે। નિષ્કુળાનંદના નાથ વિયોગે, માગ્યું મોત ક્યારે ન આવે રે... પ્રાણ꠶॥ ૪॥ પદ॥
પદ ૬
ના’વ્યો સંદેશો નાથનો (૨) જી રે; જુવતી જોતાં જો વાટ (૨) આ શું થયું રે આપણે। આ શું થયું રે આપણે જી રે, પ્રાણ રહે છે શા માટ (૨) ના’વ્યો꠶॥ બાઈ મીન મરે જળ મૂકતાં (૨) જી રે, ધન્ય એ પ્રીત પરમાણ (૨) પિયુ વિયોગે પ્રમદા। પિયુ વિયોગે પ્રમદા જી રે, પાપી રહ્યા કેમ પ્રાણ (૨) ના’વ્યો꠶॥ કુંજતણાં બાઈ બાળકાં (૨) જી રે, જુવે વાટ ષટ માસ (૨) અવધે ન આવે જો જનની। અવધે ન આવે જો જનની જી રે, તજે તન થઈ નિરાશ (૨) ના’વ્યો꠶॥
જીવન વિના જે જીવવું (૨) જી રે, એ તો અણઘટતી વાત (૨) નિષ્કુળાનંદના નાથ વિના। નિષ્કુળાનંદના નાથ વિના જી રે, પંડડું નવ થયું પાત (૨) ના’વ્યો꠶॥ ૪॥ પદ॥
પદ ૭
ઉદ્ધવજી હવે ઉચ્ચરો, કરો વા’લાની વાત। જે રે કરો તે જીવાડજો, અમો છીએ અબળાની જાત; ઉદ્ધવજી꠶॥
સહુ મળી અમે સુણવા, લેવા સુખ શરીર। ઉદ્ધવ અમે છીએ અધિરિયાં, તેને આપજો ધીર; ઉદ્ધવજી꠶॥ એક વાતે શાન્તિ ઊપજે, એકે ઊઠે છે ઝાળ। વિવેકે કહેજો તે વીરા વળી, થઈ દિલના દયાળ; ઉદ્ધવજી꠶॥
વલવલું છું અમે વનિતા, તે તો કૃષ્ણને કાજ। નિષ્કુળાનંદનો નાથજી, ક્યારે મળશે મહારાજ; ઉદ્ધવજી꠶॥ ૪॥ પદ॥
પદ ૮
શ્રીનાથ સાથે મન માનિયું, ઉદ્ધવ એ વિના અમે ન રહેવાયે હો। વાલાને વિયોગે વીતે પળ વળી, તેતો જુગ તુલ્ય જાયે હો... શ્રીનાથ꠶॥
સુતાં બેઠાં સાંભરે છે સલુણો, સુખકારી શ્યામ સદાયે હો। ખાતાં પીતાં ખટકે હૃદયે, અલબેલો અંતરમાંયે હો... શ્રીનાથ꠶॥ દર્શન વિના જે દલડું દાઝે છે, તે તો કેને ન કહેવાયે હો। અવર કોયે ઓષડ ઉસતાદે, શરીર સુખ નવ થાયે હો... શ્રીનાથ꠶॥
પ્રેમના પાશમાં પાડી ઉદ્ધવ અમને, ઘેરીને માર્યું છે ઘાયે હો। નિષ્કુળાનંદના નાથે નથી રાખ્યો, ઊગરવાનો ઊપાયે હો... શ્રીનાથ꠶॥ ૪॥ પદ॥
પદ ૨
સ્નેહને રે સમાન, ના’વે કોઈ સ્નેહને રે સમાન। રાગી ત્યાગી ને તપસ્વી રે, વળી ધરે વન જઈ ધ્યાન... ના’વે॥
જોગ જગન બહુ જજતાં રે, તજતાં તેનું મને માન। તજી ઘરવાસ ઉદાસ ફરે કોય, કરે તીરથ વ્રતદાન... ના’વે॥ માળા તિલક ધરે ફરે ફક્ત, નખ શિખા વધારી નિદાન। કરે અટન રટન નિરંતર, વળી કરે ગંગાજળ પાન... ના’વે॥
સ્નેહ નહિ જેને નાથશું રે, શું થયું કરતાં રે જ્ઞાન। નિષ્કુળાનંદ સ્નેહી જનને, વશ સદા ભગવાન... ના’વે॥ ૪॥ પદ॥
પદ ૯
વાલીડો વિજોગી ગયા રે, હો ઉદ્ધવજી અમને। વિસામો વિજોગી ગયા રે; હો ઉદ્ધવજી꠶ ટેક. અમને કરી અનાથ, નેક નાખી ગયા નાથ। હવે કેમ આવે હાથ, કુબજ્યાના નાથ થયા રે; હો ઉદ્ધવજી꠶॥
પિયુ સંગે પળેપળ, કોયે નવ પડી કળ। અંતરે આવે છે વળ, દેખો દૂર રહ્યા રે; હો ઉદ્ધવજી꠶॥ કો’ને અમે કરું કેમ, અલબેલે કર્યું એમ। અંતર જળે છે જેમ, ડુંગર દાઝિયા રે; હો ઉદ્ધવજી꠶॥
નિષ્કુળાનંદનો નાથ, અમારી એ મિરાંથ હાથ। વિસારી વ્રજનો સાથ, દિલમાં નાણી દયા રે; હો ઉદ્ધવજી꠶॥ ૪॥ પદ॥
પદ ૧૦
અલબેલા આગળે ઉદ્ધવજી રે કહે છે, પ્રમદાના પ્રાણ કોણ જાણે કેમ રહે છે રે; ઉદ્ધવ꠶॥
નીર વિના નયણાં મેં કેદિયે ન દીઠાં, આંખડિયેથી આંસુ ઝરીઝ રી પડે છે હેઠાં રે; ઉદ્ધવ꠶॥ રોઈ રોઈ ખોયા છે રે દેહના રે હાલ, તમ વિના કૃપાનિધિ થઈ છે કંગાલ રે; ઉદ્ધવ꠶॥
તમારા વિયોગ રોગે મણા નથી રાખી, ઝૂરી ઝૂરી જુવતી રે પડી છે ઝાંખી રે; ઉદ્ધવ꠶॥ પ્રાણ ગયાની પેર એની રે મેં દીઠી, વા’લા વધામણી મેલો રે તમે મીઠી રે; ઉદ્ધવ꠶॥ નિષ્કુળાનંદના નાથજી રે તમને, કહ્યું કર જોડી જેવું જણાણું રે અમને રે; ઉદ્ધવ꠶॥ ૬॥ પદ॥
પદ ૧૧
ધન્ય ધન્ય સ્નેહ શિરોમણી, ના’વે સાધન કોઈ સમતોલ। સાંભળજો સ્નેહ સમાન તે શું કહું. જપ તપ તીર્થ વ્રત જોગ જે, કોઈ કરે જો જજ્ઞ અતોલ; સાંભળજો꠶॥ અપવાસી ઊદાસી વાસી વન, કોઈ તનમાં ન ધરે પટત; સાંભળજો꠶। કોઈ ફળ ફૂલ પય પાનશું, કરી આહાર આણે તન અંત; સાંભળજો꠶॥
પુણ્ય દાન પાળે કોઈ ધર્મને, રહે નિ’મ ધારી નરનાર; સાંભળજો꠶। સર્વે સૂનું એક સ્નેહ વિના, એ તો પ્રપંચનો પરિવાર; સાંભળજો꠶॥ જોગી થાક્યા જોગીપણું પાળતાં, તપી થાક્યા સહી શિત તાપ; સાંભળજો꠶। ધ્યાની થાક્યા ધરતાં ધ્યાનને, જપી થાક્યા જપતાં જાપ; સાંભળજો꠶॥ જતિ થાક્યા જતને જાળવતાં, મુનિ થાક્યા રે’તા વળી મુન્ય; સાંભળજો꠶। બીજાં અવર સાધન અનેક જે, એક સ્નેહ વિના સર્વે શૂન્ય; સાંભળજો꠶॥
કોટિ કાયા ક્લેશને કરતાં, હરિ કેને ન આવ્યા હાથ; સાંભળજો꠶। પ્રેમવશ થઈ પિયુ પાતળો, સદા રમિયા વ્રજજન સાથ; સાંભળજો꠶॥
હેત પ્રીતે સ્નેહીની સંગે, અલબેલો આપે છે આનંદ; સાંભળજો꠶। વા’લો નિષ્કુળાનંદનો નાથજી, સ્નેહવશ શ્રીસહજાનંદ; સાંભળજો꠶॥ ૭॥ પદ॥
કડવું ૧૨
અહો કષ્ટ અચાનક આવિયોજી, જ્યારે હરિવરને કંસે બોલાવિયોજી। મથુરાની નારીનો દાવો બાઈ ફાવિયોજી, આપણે તો લેખ એવો જો લખાવિયોજી॥ લેખ લખતાં ભૂલ્યો તું બ્રહ્મા, અને અકલ ગઈ તારી ઊચળી। જોડ્ય જોડિ નાખે છે ત્રોડી, તારી અસત મત્ય એવી વળી॥
વિવેક હોય જો વિધિ તુંમાં, તો એવું ન કરે કોઈ દિને। જોગ મેળી દે છે ઉબેળી, તેની મે’ર નથી તારે મને॥ મન ગમતું સુખ મેળવીને, વળી વિછોહ પાડછ વળતો। માટે મૂરખ મોહોટો ભાઈ, નથી કોઈ તુંજ ટળતો॥ જેમ કલ્પાકરે કાંઈ કરિયાં, ઘણાં ઘણાં રચે ઘરઘોલિયાં। રમતાં રમતાં રોષ ઊપનો, તારે ભાંગતાં તે કાંયે ભૂલિયાં॥
તેહ માટે તુંને બ્રહ્મા ભાઈ, ઉપમા તે એહની આપિયે। હરિવર તેં આપ્યો અમને, તો અસન પેઠે ન ઉથાપિયે॥
હોંશ અમારી હૈયાં કેરી, નથી પૂરી કરી નાથને। વાલાથી કેમ કરે છે વેગળાં, એવો વેરી થયો શું વ્રજસાથને॥ નયણે નીરખતાં નાથને, જેહ મટકે કરી પાંપણ મળે। તેહજ બ્રહ્મા ભૂલ્ય તારી, કાંરે ભાઈ તું નવ કળે॥
એટલી ખોટ તે ખરખરે, તો વેગળે મન કેમ વાળીયે। તેહ માટે ભાઈ કહ્યું તુજને, દયા દલથી નવ ટાળીયે॥ કૃષ્ણ વિના કેમ કરીને, વળી વિકટ ઘડી વામશે। નિષ્કુળાનંદનો નાથ ચાલતાં, પ્રાણ પ્રીતે દુઃખ પામશે॥ ૧૦॥ કડવું॥
પદ ૩
મથુરા મ જાશો રે પ્રીતમ પાતળા રે, નાખિ અમને નોધારાં મારા નાથ। જરૂરને જાવું રે હોય તિયાં તમને રે, તો લેજો શ્યામળા અમને રે સાથ... મથુરા꠶॥ પ્રીત કરીને રે પિયુજી મા પરહરો રે, રાખો પ્રીતમ અમને રે પાસ। અળગાંને રે’તાં રે અધીર અતિ અમને રે, વણ દીઠે રહે અંતર ઉદાસ... મથુરા꠶॥
જેમ મણિ વિના ફણી રે અણ દીઠે આંધળો રે, વળી કોઈ લિયે લોભીનું ધન। વણ મૃત્યુએ મૃત્યુ તેને માનવું રે, જેનુ કાંઈ જાતું રહ્યું છે જીવન... મથુરા꠶॥ જળવાસી જીવ રે જ્વાળામાં જીવે નહિ રે, અમારે છે તમ વિના હરિ તેમ। નિષ્કુળાનંદના રે સ્વામીજી સુજાણ છો રે, અજાણ જે હોય તેને કે’વું એમ... મથુરા꠶॥ ૪॥ પદ॥
કડવું ૧૩
પિયુ પરિયાણિયા મથુરાં જાવા માવજી, રથે બેઠા રસિયો અંતરે છે ઉછાવજી। આપણ ઉપરથી ઉતરિયો ભાવજી, પિયુ વિના પ્રમદા લે’શું કે’શું લાવજી॥ લા’વો લેતાં લાડીલાશું, ઘણું આનંદે ઘડી નિગમતાં। દિન જાતા વદન જોતાં, વળી રજની જાતી એ’શું રમતાં॥ એહ સુખ બાઈ ક્યાંથી સાંપડે, અક્રૂર મૂલે આવિયો। પ્રાણ લેવા પાપિયો, આ રથ જોને લાવિયો॥
જાદવ કુળના વૃદ્ધ વે’લા, આને મોર્યે બહુ મરી ગયા। આપણે ભાગ્યે અક્રૂર જેવા, વેરી કેમ વાંસે રહ્યા॥
બાઈ ઘણા દિવસનો જે હોય ઘરડો, તેને મે’ર ન હોય મનમાં। નિર્દય હોય દગ્ધ દિલનો, બાઈ ત્રાસ ન હોય તેના તનમાં॥ હમણાં રથને હાંકશે, બાઈ ધાઈને આડાં ફરજો। આ જો લૂંટી જાયે અમને, એમ પ્રગટ પોકારજો॥
માત તાત સુત સંબંધીની, વળી લોકની લાજ મ લાવજો। મરજાદા મૂકી રથને રોકી, વળી વા’લાને વાળી લાવજો॥ જેહ લાજમાં બાઈ કાજ બગડે, તે લાજને શું કીજિયે। પ્રીતમ રે’તાં જો પત્ય જાયે, તો જોકશું જાવા દીજિયે॥ પ્રેમને બાઈ નેમ ન હોય, જેના પ્રાણ પ્રીતમશું મળ્યા। લોકલાજ વેદવિધિ કર્મ, તે તો તેને કરવાં ટળ્યાં॥
એટલા માટે આપણે, રાખો રસિયાનો રથ રોકીને। નિષ્કુળાનંદનો નાથ સજની, કેમ જાશે વિલખતાં મૂકીને॥ ૧૦॥ કડવું॥
કડવું ૧૪
આ વૃદ્ધ સઘળાની મત વામી ગઈજી, નંદ યશોદાની અકલ કાંઈ ન રહીજી। શું એને આપણે સમઝાવિએ કહીજી, એણે કોઈ વિચાર અંતર કર્યો નહીજી॥
વિચાર ન કર્યો વ્રજવાસીએ, તેમ વિઘ્ન પણ કોઈ નવ પડ્યું। કેમ કરી રહે કૃષ્ણ બાઈ, અપરાધ આપણું આવી નડ્યું॥ આ સમે કોઈ મરે અચાનક, તો કૃષ્ણ રહે તેહ કારણે। મોડાં વે’લા મરશે ખરા પણ, આજ મરે તો જાઉં વારણે
અન્ય ઉપાયે અલબેલડો, વળી નથી રે’વા કોઈ રીતડી। અહો બાઈ અભાગ્ય આપણાં, પિયુ ત્રોડી ચાલ્યા પ્રીતડી॥ આ જો રથે બેઠા રસિયો, વળી ખેડાવિયો પણ તે ખરો। ધ્રોડો બાઇ જાઈએ ધાઈ, વનિતા વિલંબ જો મા કરો॥ બાઈ રોકી રાખીએ રથને, વળી વા’લાને પાછા વાળીયે। સાન કરીને કહીયે હરિને, પિયુ પ્રીત તો નવ ટાળિયે॥
એમ ટોળે મળો વીંટી વળો, મેલી માનિની મરજાદને। જીવન જાતાં નથી ખમાતું, મર લોક કરે અપવાદને॥
મર જણાયે આ જગતમાંહે, હવે શીદને શાન્તિ રાખશું। છાનું છે તે મર થાય છતું, આજ નેક ઉઘાડું નાખશું॥ નિંદક જન મર નિંદા કરે, વળી દુરિજન મર દાઝતાં। કૃષ્ણ ધણી મારો કૃષ્ણ ધણી, એમ કે’શું મુખે ઘણું ગાજતાં॥
લોક મળી વળી ચળી કે’શે, તે તો સાંભળી રે’શું શ્રવણે। પણ નિષ્કુળાનંદના નાથની, બાઈ ખોટ્ય ન ખમાયે આપણે॥ ૧૦॥ કડવું॥
કડવું ૧૫
અબળાનો આશય અલબેલે ઓળખીજી, વિયોગે વનિતા દીઠી અતિશય દુઃખીજી। પ્રમદાના પ્રાણ નહિ રહે મુજ પખીજી, કહું એને કાંઈક ધીરજ ધારે સખીજી॥ ધીરજ ધારો કૃષ્ણ કહે, સહુ દેખતાં મ કરો શોર। હેત રાખો હૈયા માંહે, બા’રે મ કરો બકોર॥
મારે તમારે પ્રીત છે તે, છાનિ છપાડિને રાખિયે। લાજ જાય ને હાંસી થાયે, એવું ભેદ વિના કેમ ભાખીએ॥ લોક મુજને એમ લેખે, છે બ્રહ્મચારી ભગવાન। આજ લાજ તે ખોઈ ખરી, મારું માડિયું તમે માન॥ તમ સાથે મ સ્નેહ કીધો, તે તો હળવું થાવા હે સખી। પણ સ્ત્રી હોય આપ સ્વારથી, એમ સર્વે શાસ્ત્રમાં લખી॥
પ્રીતનું આજ ફળ પ્રગટ્યું, મને છાનાને છતો કર્યો। સ્નેહ કરતાં તમ સાથે, અંતે અર્થ એ નીસર્યો॥
હજી કહું છું જે કેણ માનો, અને જાઓ વળી ઘેર જુવતી। એક વાર આપણ મળશું, હૃદે રાખજો સ્નેહ સતી॥ એમ ધીરજ દીધી વાત કીધી, તમે પ્યારી છો મને પ્રાણથી। તમ વિના ત્રિલોકમાંહિ, વા’લું તે મને કોઈ નથી॥
હું તો વશ છઉં હેતને, સાચું કહું છું સુંદરી। હું છઉં જેનો તે છે મારે, એ તો વાત અંતે છે ખરી॥ પ્રેમની દોરિયે પ્રમદા, હું તો બંધાણો બેઉ હાથજી। એમ કહિને ચાલિયા, નિષ્કુળાનંદનો નાથજી॥ ૧૦॥ કડવું॥
કડવું ૧૬
હરિવર હાલિયા મથુરાં મારગેજી, જુવે રુવે જુવતી ઊભી રહી એક પગેજી। નયણે ન મળે પળેપળે જળ વહે દોય દ્રગેજી, રથ જાતાં રસિયાનો દીઠો છે દૂર લગેજી॥ દૂર લગી તો રથ દીઠો, પછી ખેહ તેહ રહી જોઈ। જ્યારે નયણે ગરદ ન દીઠી, ત્યારે પડી પૃથવીએ રોઈ॥ જેમ પ્રાણ જાતાં પંડને, અતિશય પીડા ઊપજે। એવી ગત્યને પામી ગોપીકા, જાણે તન તજ્યું કે તજે॥
સૂધ ન રહી શરીરની, મૂર્છા ખાઈ પડી માનની। ઊઠી ન શકે અવનિ થકી, વળી ભૂલી દશા દેહભાનની॥
હંસ ગયો હરિની સાથે, રહ્યું દેહ તેહ પડી પૃથવી। જેમ દોરી તૂટી દારુકની, ચાલ્ય રહિત પૂતળી હવી॥ એવી અવસ્થા પામી અબળા, વળી શ્યામળિયો સધાવતાં। વણ દરદે દરદ વ્યાપ્યું, લાલશું લેહ લગાવતાં॥
એટલા પછિ અંગ સંભાળી, અને ઊઠી સર્વે અબળા। માંહોમાંહિ મળી વળી કહે જે, નાથજી પાછા નવ વળ્યા॥ અહો આ શું થયું બાઈ, હવે ભૂધરને કૈયે ભાળશું। સદન માંહી સખી આપણે, શું જોઈને મન વાળશું॥ ઘેર જાતાં ચરણ ન ચાલે, આઘી ચાલીને પાછી વળે। પછી પગલાં જોઈને પિયુજીનાં, વારંવાર તિયાં ટળવળે॥
રજ લઈ લઈ મસ્તક મૂકે, વળી વળી કરે બહુ વંદના। વે’લા વળજો વા’લા મારા, નાથ નિષ્કુળાનંદના॥ ૧૦॥ કડવું॥
પદ ૪
બાઈ પ્રીત કરતાં પ્રીતમશું, જ્યારે પીડાયે પંડ। ઓષડ એનું એ કોઈ ન મળે રે, જો ભમિયે બ્રહ્માંડ... પ્રીત꠶॥ બાઈ મીન જળે જ્યારે જળમાં, ત્યારે ઠરે કોણ ઠામે। ચકોર દુઃખી થયો ચંદ્રથી રે, ત્યારે ક્યાં સુખ પામે... પ્રીત꠶॥
બાઈ ચકવો દુઃખ પામ્યો દિનેશથી, પિયૂષથી માનવી। કોણ ઉપાય હવે કીજિયે રે, ગજ જળિયો જાહ્નવી... પ્રીત꠶॥ એમ નિષ્કુળાનંદના નાથથી, પીડા આપણે પામી। શું કરીયે હવે સજની રે, આશા ઊગર્યાની વામી... પ્રીત꠶॥ ૪॥ પદ॥
કડવું ૧૭
એમ વળી વનિતા વિલખી પાછી વળીજી, ચરણ ન ચાલે ધરણિયે પડે ઢળીજી। અંબર આભૂષણ સંભાળવા સૂધ ટળીજી, વાયદો વાલાનો કોઈ ન શકી કળીજી॥
કળી ન શકી જે કૃષ્ણે કહ્યું, તેને વિચારવા વનિતા મળી। શું કહ્યું બાઈ શ્યામળે, ક્યારે આવશે વ્રજમાં વળી॥ અચેત હતી સહુ આપણે, પ્રીછ પડી નહિ તેહ પળમાં। કાંઈક કૂડું સાચું સજની, કહ્યું છબીલે છળમાં॥
એણે કહ્યું એકવાર મળશું, એમાં કપટ કાંઈક છે સહિ। એકવાર તે કોણ જાણે કૈયે, એનો કાંઈ નિરધાર નહિ॥ બાઈ જાતાં જાતાં જૂઠું બોલ્યા, અને કોલ બોલ કૂડાં કર્યા। નખશિખ લગી નાથ બાઈ, ઘણું છબિલોજી છળમાં ભર્યા॥ હાથ ન આવે હવે હરિ, ખોઈ બેઠાં ખરી મીરાંથજી। મણિ ચોરાણી મળે નહિ બાઈ, પિયુ ગયા પરને હાથજી॥
શુકન જુવો સહુ મળીને, અલબેલોજી કૈયે આવશે। પોતે પધારશે પ્રેમશું કે, આપણને ત્યાં તેડાવશે॥
એમ માંહો માંહિ મળી વળી, મનસૂબો કરે મનમાં। એમ વિલખી વિલખી વનિતા, પછી ભામિની ગઈ ભવનમાં॥ તીયાં મહી માખણ દૂધ દેખી, ઘણો શોક કરી રુવે સુંદરી। હવે ગિરિધર વિના ઘરમાં, આ પીશે કોણ પ્રેમે કરી॥
અંતર પ્રીત ને ઉપર કે’તાં, લાજ લોકની વળી લાવતાં। નિષ્કુળાનંદના નાથને બાઈ, કાંઈ મષ લઈને બોલાવતાં॥ ૧૦॥ કડવું॥
કડવું ૧૮
વનિતાને વેદના વ્યાપી વિયોગનીજી, પણ વીતે પંડ્યને વણ રોગે રોગનીજી। કરે અતિ ઝંખના શ્યામ સંયોગનીજી, ભૂલી ગઈ ભામિની ભવવૃત્તિ વૈભોગનીજી॥ ભવ વૈભવની ભૂલી વૃત્તિ, જેની સુરતિ લાગી લાલશું। રહે ઉદાસી થઈ નિરાશી, મન મોહે નહિ ધન માલશું॥
જેહનું પ્રીતે ચિત્ત ચોરાણું, અને ઇશક લાગી જેના અંગમાં। તેનું માશૂક વિના મન બીજે, રાચ્યું નહિ કોઈ રંગમાં॥ બોલ્યું ન ગમે બીજું તેહને, પ્રીતમના ગુણ ગાન પખી। અન્ય કથા કાને સુણતાં, દાઝે દલ ને થાય દુઃખી॥ જેમ મીનને નેક નીર વિના, વળી ક્ષીરે ક્ષણું સુખ નવ વળે। તેમ પ્રેમી જનને પિયુ વિના, અન્ય ઉપાયે અંતર જળે॥
જેનું પ્રેમબાણે પ્રાણ પ્રોયું, ભાવભલકે ભીતર ભેદિયું। તેહને તે જંપ ક્યાંથી હોય તનમાં, જેનું રંગ ને રૂપ છેદિયું॥
ફરે ઊદાસ મૂકે નિશ્વાસ, પાસે નથી પિયુ જેહને। ઉન્મત્તવત ગતિ હોયે અંગની, અન્ય જન ન જાણે તેહને॥ એવા ભાવને પામી અબળા, હરિ વિયોગે વળી વિરહણી। પિયુ પિયુ પોકાર કરતાં, વણદીઠે પ્રીતમ વિલખે ઘણી॥
લોહી માંસ ને લાલી મુખની, હરિ જાતાં એટલું હરિ ગયા। અસ્થિ ત્વચા ને પ્રાણ પ્રેમીનાં, વળતાં તનમાં તે રહ્યાં॥ પ્રાણને પિયુ વિયોગે, પ્રેમી ન રહે રાખીને। નિષ્કુળાનંદના નાથને, જાણું જોશું ક્યારે કરી ઝાંખીને॥ ૧૦॥ કડવું॥
કડવું ૧૯
એમ વિયોગ રોગ તે વનિતાને વાધિયોજી, જેનો પ્રાણ પ્રીતમશું બાંધિયોજી। જેણે શ્યામ સાથે સ્નેહડો સાંધિયોજી, પ્રમદાના પ્રેમનો પાર નવ લાધિયોજી॥ પાર ન લાધ્યો પ્રેમ કેરો, વળી સુંદરીના સ્નેહનો। પ્રેમવશ પરવશ થઈ, ન કર્યો સંભાળ જેણે દેહનો॥ જળ ભરવા જાયે જુવતી, સ્થળ સ્થળ પ્રત્યે થોભે ઘણું। ઇયાં રહી મારી આળ કરતા, ઇયાં તાણ્યુંતું અંબર અંગતણું॥
ઇયાં મુજને આડા ફરતા, ઇયાં રોકી મુજને રાખતા। હેત દેખાડી લોભ લગાડી, ઇયાં ફંદમાં મને નાખતા॥
ઘડો ચઢાવી ઘણા હેતે, વળી સાનમાં સમઝાવતાં। કોયે ન જાણે જન બીજો, એમ મંદિર મારે આવતાં॥ એવાં સુખ સંભારતાં, વળી હૃદયે ભરાય છે રોદને। એકાંતે જાઈ રુવે અબળા, કરી વિલાપ ઊંચે વદને॥
રોઈ રોઈને રાતાં કરે, લોચન લાલ ગુલાલ રે। સ્નેહ સાલે શરીર માંયે, જેને વા’લા સાથે છે વા’લ રે॥ ઘણીવાર જાણી ભરે પાણી, વળી વનિતા પાછી વળે। રહે આતુરતા અંતરમાંયે, જાણે મોહનજી ક્યારે મળે॥ ઘટ ગાગર સોતી ઘેર પો’તી, વીસરતો નથી વિયોગ વળી। ભાર ન ગણે ઊભી આંગણે, જાણ્યે પ્રાણ વિનાની પૂતળી॥
સ્નેહ એનો હું શું કહું, જેને પિયુશું પૂરણ પ્રીત છે। નિષ્કુળાનંદ નથી કે’વાતું, જથારથ જેવી એની રીત છે॥ ૧૦॥ કડવું॥
કડવું ૨૦
એ દિન જાયે બહુ દિલ દાઝતાંજી, ભૂલી સૂધ ભામિની હરિ સંગે હેત બાંધતાંજી। વિયોગે વિલખે રુવે ધૂમમષે રાંધતાંજી, એમ અહોનિશ વીતે પિયુને આરાધતાંજી॥ અલબેલાને આરાધતાં, અતિ વ્યાકુળ થાયે વનિતા। જાણે જાઉં વનમાં જીવન હશે, એમ અંતરે થઈ આતુરતા॥
ગોરસ રસ ભરી ગોળીયે, મહી વેચવાનો મષ લઈ। પછી કુંજકુંજમાં કામિની, જીવનને ગોતે જઈ॥ ક્યાં હશે બાઈ કૃષ્ણ કહોને, એમ માંહોમાંહિ પૂછે મળી। જ્યારે ખબર ન પામે ખોળતાં, ત્યારે વલવલે વિલખે વળી॥ કહે આ જ વનમાં ક્રીડા કરતા, કહે આ જ વનમાં રાસ રમિયા। તેહ જ વનમાં જીવન જાતાં, સર્વે સ્થળ ખાવા થિયાં
જેમ જેમ વન જુવે જુવતી, તેમ તેમ કૃષ્ણ સાંભરે। વિરહ વાધે અંગ બાધે, પછી આંખડિયે આંસુ ઝરે॥
સજ્જન થોડા સાલે શરીરે, અંગે સાલે ઘણાં એંધાણ। સંયોગમાં એ નવ જણાએ, પણ વિયોગે વિલખે પ્રાણ॥ એમ વૃક્ષ વેલી વન સરવે, ઘણું શોધતાં સંધ્યા પડે। પણ કૃષ્ણ વસે મથુરાં માંહે, તે વનમાં જોતાં કેમ જડે॥
એમ વન જોઈને જુવતી, વળી ભુવન આવી ભામિની। રાજ વિના કાંઈ કાજ ન સૂઝે, જેને લાગી લગન શ્યામની॥ પ્રાણ પ્યારાની પ્રીત લાગી, તેણે ત્યાગી તનની આશ જો। નિષ્કુળાનંદ એહ સ્નેહે નારી, પડી પ્રેમને પાશ જો॥ ૧૦॥ કડવું॥
પદ ૫
રાગ: આશાવરી પ્રાણ મ રે’જો પ્રીતમ વિના, વળી પિયુ વિયોગે પે’લા જાજો રે। મગન થઈને હું માગુ છું મનમાં, એવું બાઈ મારે થાજો રે... પ્રાણ꠶॥ સખી રે મણિ નિગમતાં મણિધર જીવે, તેને તે સુખ સખી કિયું રે। ધન હારી નિર્ધન નર રે’તાં રે, તેને સુખ રતી ક્યાં રહ્યું રે... પ્રાણ꠶॥ સખી રે જત ગયા પછી જતી મરે જો, સત ગયા પછી સતી રે। પત ગયા પછી કોય મરે જો, નગર ગયા પછી નગરપતિ રે... પ્રાણ꠶॥
સખી રે ફળ રહિત રંભા જે કોયે રહે, તે તો અર્થ શે આવે રે। નિષ્કુળાનંદના નાથ વિયોગે, માગ્યું મોત ક્યારે ન આવે રે... પ્રાણ꠶॥ ૪॥ પદ॥
કડવું ૨૧
એમ અબળા અકળાય અતિ ઘણુંજી, મન કરે મોહનમુખ જોવા તણુંજી। વણદીઠે વા’લમ અંતર સુખ નહિ અણુજી, મેલી નિઃશ્વાસ ધિક્કારે આપ ઘણુંજી॥ આપણો અવગુણ પરઠી, અબળા મુખે એમ ઉચ્ચરે। અહો બાઈ કૃષ્ણ વિના, હેત આપણે એવું કોણ કરે॥ જે દિ અસન હતાં બાઈ આપણે, પિયુ સુખને નવ પ્રીછતાં। અસત્ય સત્યને ઓળખ્યા વિના, વળી અનેક વસ્તુને ઇચ્છતાં॥
ખબર નહોતી ખોટ બુદ્ધિની, વળી ન્યાય અન્યાય નવ જાણતાં। સુખ દુઃખને સમજ્યા વિના, વળી વિષ એ અમૃતવત માણતાં॥
એમ વિમત હતી આપણી, બાઈ એશું અવળાં ચાલતાં। હેત કરી હરિ મંદિર આવતા, તેને તસ્કર કરીને ઝાલતાં॥ એનો આપણે અભાવ લઈ, જઈ કહેતાં જશોદા આગળે। તોયે હૃદયે રોષ નવ ધારતા, કરતા પ્રીત હેતે પળે પળે॥
પરાણે એણે પ્રીત કીધી, અલબેલે આપણે સાથજી। જાત બાઈ ભવવારિમાંહી, તે તો હરિએ રાખ્યાં ગ્રહી હાથજી॥ સમે સમે એણે સુખ દીધાં, વળી લાડિલાએ લાડ લડાવિયાં। આપણું ગમતું કીધું એણે, માન દઈને મન મનાવિયાં॥ વળી આપણી અવળાઈ જુઓ, એને બંધાવિયાતા આગળે। એના ગુણ અવગુણ આપણા, કેટલાક લખીએ કાગળે॥
જે જે હેત કર્યું હરિયે, તે તો કહ્યે કેમ આવશે। હવે નિષ્કુળાનંદના નાથ વિના, બાઈ લાડ કોણ લડાવશે॥ ૧૦॥ કડવું॥
કડવું ૨૨
વળી વા’લપ વા’લાની કહ્યે નથી આવતીજી, જે જે કાંઈ કરિયું એણે આપણી વતીજી। અલબેલે આપિયું સુખ સમે સમે અતિજી, આપણે ન જાણ્યું માનિની મહા મૂઢમતિજી॥
મૂઢમતિ અતિ આપણી, એને કાળો કહીને બોલાવતી। કંઈક વાતની વાતમાંયે, એને હા કહીને હુલાવતી॥ વળી મહી મથાવ્યાં વત્સ ચરાવ્યાં, વળી કરાવ્યાં ઘરનાં કામને। કઠણ કહેતાં મ્હેણાં દેતાં, વળી લેતાં ટુંકારે નામને॥
છાશ ખાટી વાટી દેતાં, વળી માખણ દઈને નચાવતાં। નટની પેરે નૃત્ય કરાવી, ઘેર ઘેરથી જોવા આવતાં॥ વળી ડાહી થઈ બાઈ આપણે, એને કાળો જાણીને કલાવતી। અંતરે ભાર એનો આપણે, લેશ પણ નવ લાવતી॥ કપટી લંપટ કૂડા બોલો, વળી તસ્કર કહેતી તેહને। અનાદર બાઈ કરતાં એનો, તોયે તે નવ તજતો સ્નેહને॥
વળી ભલાઈ બાઈ ભૂધરજીની, જોને કહીએ મુખથી કેટલી। નથી કહેવાતી હેત પ્રીતની રીત, જેહ એણે કરી છે એટલી॥
આપણા રે અપરાધનો, બાઈ પાર ન આવે પેખતાં। તેમ મોટપ જોતાં મહારાજની, કાંઈ લેખું ન આવે લેખતાં॥ એમ મળી વળી અબળા, અવગુણ પરઠે આપણા। અહો બાઈ કહીએ કેટલા, ગિરાએ ગુણ ગોવિંદતણા॥
બાઈ સાંભળતા હશે શ્યામને, સર્વે ગુણ ગોપીજન તણા। નિષ્કુળાનંદના નાથ સાથે, રાખી નથી કોઈ રીતે મણા॥ ૧૦॥ કડવું॥
કડવું ૨૩
બાઈ આપણશું એણે અતિશય હેત કર્યુંજી, ગોપી ને ગોવાળ હેતે સ્વધામ પરહર્યુંજી। મેલી માન મોટપને મનુષ્યનું દેહ ધર્યુંજી, જોને બાઈ એનું આપણ થકી શું સર્યુંજી॥ સર્યું નહિ કાંઈ શ્યામનું, આપણ માંયથી એક રતિ। કેવળ હેત એક કર્યું એણે, આપણે ન જાણ્યું મૂઢમતિ॥
બાઈ ભવ બ્રહ્મા જેને ભજે, વળી નેતિ નેતિ નિગમ કહે। તેહને જાણ્યા જાર જુવતી, બીજું અજ્ઞ આપણથી કોણ છહે॥ બાઈ ઈન્દ્ર આદિ અમર સર્વે, જેની અહોનિશ આજ્ઞા કરે। વળી શશી સહિત સૂર્ય સદા, જેના વચનમાં ફેરા ફરે॥ સરસ્વતી કહે ઊત્તમ કીર્તિ જેની, વળી નારદ ગુણ જેના ગાય છે। સહસ્ર ફણીમાં જુગલ જીભે, શેષ સમરે જેને સદાય છે॥
સર્વે સુખનું એહ સદન સજની, અને પ્રીતનો વળી પૂંજ છે। પૂરણકામ ને ઠામ ઠર્યાનું, વળી ઓછપ એહમાં શું જ છે॥
જેમ નદી સર ને કૂપ વાપી, ભરપૂર જો હોયે ભરી। પણ વારિધિ કોય વારિ વડે, સુખ ન માને સુંદરી॥ તેમ સુખ સરવે સજની, રહ્યાં અલબેલાને આશરી। એવા જાણીને જુવતી, રતિ કૃષ્ણ સાથે નવ કરી॥
જેમ મૂરખને કોઈ મિરાંથ મળે, પારસ કે ચિંતામણિ। શિલા સમ તેનું સુખ સમજે, જેને બાળક બુદ્ધિ છે ઘણી॥ એમ થયું બાઈ આપણે, ઓળખી ન શક્યાં એહને। નિષ્કુળાનંદને નાથે સજની, તેહ સારુ દીધો છે છેહને॥ ૧૦॥ કડવું॥
કડવું ૨૪
છબીલોજી દઈ ગયા બાઈ છેહજી, જાણી જન અજ્ઞ આપણે અતિ શેહજી। મૂઢમતિ જોઈ અબળાનો દેહજી, શિયા ગુણ જોઈ રાખે આપણશું નેહજી॥
શિયો ગુણ જાણી શ્યામળો, અલબેલો આપણશું આચરે। જોઈ જોઈ ને જોયું અંતે, સાર નવ દીઠું સરે॥ બાઈ અસન અતિ જડમતિ, તે તો શું સમજિયે સ્નેહને। જાડાબોલી પાલવખોલી, તેણે કરી ન ગમી તેહને॥
વાટે ઘાટે વનમાં વિચરું, વળી છૂટે છેડે ફરીએ। એવા ગુણ જાણી આપણા, બાઈ હેત તોડ્યું છે હરિએ॥ સરવે જાતમાં જડ જંગલી, વળી તેથી જડ તેની જુવતી। બાઈ એવા કુળમાં ઊપન્યાં, તેહ ન સમજું સ્નેહ રતી॥ રૂપ રંગ અંગે નહિ આપણે, વળી પ્રીતમાંહિ પ્રીછું નહિ। એવાં કઠોર નઠોર નગણાં જાણી, નંદલાડીલે તજ્યાં લહિ॥
બાઈ વનચરિયું નિર્લજ્જ ફરિયું, વળી વ્યભિચાર ભાવે એને ભજી। એવા ગુણ જાણી આપણા, બાઈ તેહ સારુ તેણે તજી॥
ક્યાં પારસ ને ક્યાં પથરો, ક્યાં કાચ ને ક્યાં કંચન। એહ આગળ બાઈ એમ આપણે, તેણે માન્યું નહિ એનું મન॥ દૈવ જોગે દોય જ દહાડા, પ્રકટ્યો હતો થર સુખનો। પલટી પળ ને પ્રિયે પરહર્યા, દઈ ગયા દિવસ દુઃખનો॥
વળી અવગુણ જોયા આપણા, ના’વ્યો સંદેશો નવ લહી સારને નિષ્કુળાનંદને નાથે સજની, વિસારી બાઈ વ્રજનારને॥ ૧૦॥ કડવું॥
પદ ૬
ના’વ્યો સંદેશો નાથનો (૨) જી રે; જુવતી જોતાં જો વાટ (૨) આ શું થયું રે આપણે। આ શું થયું રે આપણે જી રે, પ્રાણ રહે છે શા માટ (૨) ના’વ્યો꠶॥ બાઈ મીન મરે જળ મૂકતાં (૨) જી રે, ધન્ય એ પ્રીત પરમાણ (૨) પિયુ વિયોગે પ્રમદા। પિયુ વિયોગે પ્રમદા જી રે, પાપી રહ્યા કેમ પ્રાણ (૨) ના’વ્યો꠶॥ કુંજતણાં બાઈ બાળકાં (૨) જી રે, જુવે વાટ ષટ માસ (૨) અવધે ન આવે જો જનની। અવધે ન આવે જો જનની જી રે, તજે તન થઈ નિરાશ (૨) ના’વ્યો꠶॥
જીવન વિના જે જીવવું (૨) જી રે, એ તો અણઘટતી વાત (૨) નિષ્કુળાનંદના નાથ વિના। નિષ્કુળાનંદના નાથ વિના જી રે, પંડડું નવ થયું પાત (૨) ના’વ્યો꠶॥ ૪॥ પદ॥
કડવું ૨૫
અંતરજામીએ અંતરની જાણીજી, ઉદ્ધવ પ્રત્યે ઉચ્ચરિયા વાણીજી। સુણો શુભમતિ વાત ચિત્ત આણીજી, પ્રેમવશ પ્રમદા અમે ચાલ્યે અકળાણીજી॥ અકળાણી અતિ અમ કાજે, વળી પ્રાણ ગતવત થઈ પડી। તે મુજ વિના એ માનિનીને, કેમ નિગમતી હશે ઘડી॥
એટલા માટે ઉદ્ધવજી, તમે વ્રજ જઈ કરો વાતડી। સમઝાવજો તમે સહુ જનને, વળી રે’જો તિયાં પંચ રાતડી॥ અધ્યાત્મ એને જ્ઞાન આપી, સમઝાવજો બહુ પેરજી। એટલો પરમારથ કરો ઉદ્ધવ, તમે મનમાં આણી મે’રજી॥ સર્વે પેરે સુજાણ છો, વળી ઘણું કહેવાનું કામ નથી। સમાસ કરજો સારી પેરે, કે’જો તત્ત્વને તમે કથી॥
જેણી રીતે વળી જુવતી, અતિ સુખ પામે સુંદરી। ઉદ્ધવજી જઈ એટલું, વળી આવજો કારજ કરી॥
સગુણ જાણી એણે સ્નેહ કીધો, નિર્ગુણ ન જાણ્યો નારીએ। તેણે એનું તન તપીયું, એને એમ સમઝાણું સખી સારીએ॥ આવ્યા ગયા જાણ્યા અમને, એક પ્રેમના વશમાંય। તમો ગયે ગુણ થાશે ઘણો, વળી કસર નહિ રહે કાંય॥
અમે ગયાનો અર્થ સરશે, પ્રતીત પડે છે તમ તણી। ઉદ્ધવ એમાં વિલંબ ન કીજે, જાઓ તમે વળી વ્રજ ભણી॥ એવી રીતે ઉદ્ધવજીને, હેતેશું તે કહ્યું હરિ। નિષ્કુળાનંદના નાથની, પછી આજ્ઞા એહ શિર ધરી॥ ૧૦॥ કડવું॥
કડવું ૨૬
એહ જો આજ્ઞા ઉદ્ધવે શિર ધરીજી, જેવી શ્રીમુખે કહિ છે જો શ્રીહરિજી। પછી વ્રજ જાવાને અર્થે રથ આણ્યો જોતરીજી, તૈયેં ઊઠિયા ઉદ્ધવજી વંદના કરીજી॥ કરી વંદના ઊઠ્યા ઉદ્ધવ, કર જોડી ઊભા વળી આગળે। કૃષ્ણે કહ્યું તે કરવું ખરું, પણ અળગે ગયે અંતર જળે॥ શીશ નમાવીને શીખ માગી, જુતો રથ ઉપર બેઠા જઈ। ત્યારે કૃષ્ણ કહે સુણો ઉદ્ધવ, એક સંદેશો કહું તે સઈ॥
નંદ જશોદાને ઝાઝા ઝાઝા, પ્રણામ કે’જો પાયે પડી। એહના ગુણ ઓશિંગણ અમે, થઈ ન શકિયા એક ઘડી॥
બહુપેરે એણે બેઉ જણે, ઘણું ઘણું કરી જો જતનને। અર્ધ ઘડી અળગો ન મૂકતાં, જેમ રંક જાળવે રતનને॥ અસનપણે અમે હતા અટારા, નિત્ય રાવ નવલી લાવતા। તોયે અમને કાંઈ ન કહ્યું એણે, સામું સ્નેહ કરીને બોલાવતા॥
વળી ગોળી ઢોળી મહી પીતા, ખાતા મનમાન્યું માખણજી। અચપળાઈ અમે એવી કરતા, તોયે ન આણ્યો એણે અવગુણજી॥ એહ માત પિતાની મોટપ, મુખે ઉદ્ધવ કહ્યે નથી આવતી। અમે ન થઈ સેવા એહની, એ તો અમને ખટકે છે અતિ॥ તેને લળી લળી તમે પાય લાગી, વળી ચરણમાં શીશ ધરજો। પછી ગોપીજનને અમારા, ઘણા ઘણા પ્રણામ કરજો॥
શીશ નમાવી વળી સર્વેને, કે’જો પ્રણામ વ્રજ સાથને। કુશળ છે ને કુશળ પુછ્યું, નિષ્કુળાનંદના નાથને॥ ૧૦॥ કડવું॥
કડવું ૨૭
શ્રીકૃષ્ણે કહ્યું તે શ્રવણે સાંભળીજી, પછી પ્રભુ પાયે ઉદ્ધવ લાગ્યા લળીજી। ચરણ ચિંતવી ચાલ્યા વ્રજમાં વળીજી, સંધ્યા સમે આવિયા ગોકુળની ગલીજી॥
ગોકુળ ગામની ગલીએ આવી, નંદને ભવન રથ છોડિયો। મળી લળી નંદપાયે લાગ્યા, વળી કરપુટ તે જોડિયો॥ ત્યારે નંદ કહે કૃતારથ કીધો, ઉદ્ધવજી ભલે આવિયા। આજ ભાગ્ય જાણું અમારાં, તમે આવતાં ઉદે થયાં॥
આજ કષ્ટ મટ્યાં અમારાં, તમે પધારિયા પ્રેમે કરી। રામ કૃષ્ણ બંધવ બેઉની, ખબર અમને આપો ખરી॥ કુશળ છે બળ કૃષ્ણ બેઉ મળી, વીરા કરો એહ વારતા। અમે દોયે રંકને વળી, કંઈએ કૃષ્ણજી સંભારતા॥ એવું સુણીને ઉદ્ધવ પાયે, લાગ્યા તે જશોદા નંદને। અર્ધક્ષણ ગુણ તમારા, નથી વિસરતા ગોવિંદને॥
વળી બહુ પ્રેરે પ્રણામ કહ્યા, કહે મારી વતી પાય લાગજો। અમારા અનુગ્રહનું વચન, કર જોડી કૃષ્ણ કહે માગજો॥
અમે કુશળ છીએ અંગે, તેહ તો પુણ્ય તમ તણે। અતિ સ્તુતિ કરી કહ્યું, બળ કૃષ્ણજી બેઉ જણે॥ એમ વાત કરતાં વીતી રજની, પછી ઘેર ઘેર ગોપીજન જાગીયાં। કૃષ્ણ કૃષ્ણ કહેતાં કાંઈ, મહી મથવા લાગિયાં॥
ઉદ્ધવ સુણી આશ્ચર્ય પામ્યા, આ તો વશ સહુ છે સ્નેહને। નિષ્કુળાનંદને નાથે કહ્યું, તે તો કેમ કહેવાશે એહને॥ ૧૦॥ કડવું॥
કડવું ૨૮
પછી ઊગ્યો અર્ક ને જાતી રહી જામનીજી, ભવન ભવનથી ભેળી થઈ ભામનીજી। નંદ ઘરે નવલો રથ કેનો આવ્યો કામનીજી, અલબેલો આવ્યા જાણી ધામધામનીજી॥ ધામધામથી ધાઈ ગોપી, વળી રથ જાણીને રાજનો। ટોળે મળી વળી વનિતા, મેલ્યો ધંધો ઘર કાજનો॥
આવી જોયું ત્યાં ઉદ્ધવ દીઠા, પછી ભેટી તેને ભાવશું। પછી પ્રેમે કરીને પ્રમદા, પૂછે ઉદ્ધવને ઉચ્છાવશું॥ શિયો સંદેશો સુખનો, કૃષ્ણજીએ અમને કા’વિયો। તમને મૂક્યા તે ન આવ્યા, એવો શિયો અભાવ આવિયો॥ સાચું કહેજો સમ અમારા, અમે પૂછું છું એ પ્રશ્નને। અમ ઉપરે ઉદ્ધવ એણે, કહો કેમ ધાર્યું છે કૃષ્ણને॥
અહોનિશ ઉદ્ધવ તમે, મોહનશું રહો છો મળી। કોઈ વારે કૃષ્ણજી કહેતા, વ્રજમાં જાશું વળી॥
ઉદ્ધવ કહેજો અમને, હોય જથારથ જેવું સહિ। શિયે વાંકે શ્યામળો, વળી વ્રજમાં આવ્યા નહિ॥ સ્નેહ છે એને કોણ સાથે, કેની પ્રીત કરી પિયુ વાધિયા। કેને વશ થઈ રહ્યા વહાલો, જે અમને તજી તેના થયા॥
ઉદ્ધવ અમને અલબેલાની, કથા તે સર્વે કહો કથી। કોણ કારણ ઉદ્ધવ અમને, મોહને ઉતાર્યાં મનથી॥ ઉદ્ધવજી હવે ઊચ્ચરો, રખે વા’લે કહ્યું તે વિસારતા। નિષ્કુળાનંદના નાથજીની, કરો વિધ વિધ વારતા॥ ૧૦॥ કડવું॥
પદ ૭
ઉદ્ધવજી હવે ઉચ્ચરો, કરો વા’લાની વાત। જે રે કરો તે જીવાડજો, અમો છીએ અબળાની જાત; ઉદ્ધવજી꠶॥
સહુ મળી અમે સુણવા, લેવા સુખ શરીર। ઉદ્ધવ અમે છીએ અધિરિયાં, તેને આપજો ધીર; ઉદ્ધવજી꠶॥ એક વાતે શાન્તિ ઊપજે, એકે ઊઠે છે ઝાળ। વિવેકે કહેજો તે વીરા વળી, થઈ દિલના દયાળ; ઉદ્ધવજી꠶॥
વલવલું છું અમે વનિતા, તે તો કૃષ્ણને કાજ। નિષ્કુળાનંદનો નાથજી, ક્યારે મળશે મહારાજ; ઉદ્ધવજી꠶॥ ૪॥ પદ॥
કડવું ૨૯
ઉદ્ધવ કહે વળી સુંદરી સુણો સહુજી, તમે છો હરિને બાઈ વ્હાલી બહુજી। નિશદિન નાથની સાથે બાઈ હું રહુંજી, કહ્યું મને શ્રીકૃષ્ણે તે તમને કહુંજી॥ કહ્યું છે બાઈ કૃષ્ણજીએ, કરજો કર જોડી પ્રણામ। વળી વળી શું કહું કૃષ્ણ કહે, મારે સુંદરી સુખધામ॥ રાત દિવસ રટણ રહે છે, વારંવાર વ્રજ સાથને। તમારા પ્રેમની વાત પ્રમદા, નથી વિસરતી નાથને॥
વળી ઊઠતાં બેસતાં એમ બોલે, શું કરતી હશે વ્રજ સુંદરી। સુતાં સુતાં જાગે જ્યારે, ત્યારે ગોપી ગોપી ઊઠે કરી॥
એમ સંભાળે છે શ્યામળો, વળી વળી વ્રજજનને। પ્રાણ થકી અધિક અબળા, જણાવો છો જીવનને॥ ભવ બ્રહ્મા ભજે છે જેને, તે તો ભજે છે બાઈ તમને। તમારી તેની ખબર ખરી, કાંઈ પડતી નથી અમને॥
કોણ જાણે જે કેમ હશે, વળી નથી કળાતી વારતા। રાત દિવસ હૃદયથી, હરિ તમને નથી વિસારતા॥ ઉદ્ધવ કહે હું આશ્ચર્ય પામ્યો, શિયાં પુણ્ય તમારાં છે સજની। સુતાં બેઠાં જાગતાં, વ્હાલો વાત કરે છે વળી વ્રજની॥ બાઈ પ્યારી છો તમે પ્રાણથી, કૃષ્ણે કહ્યું ને હું પણ કહું। હરિ તમારા હેતનો હું, પાર કઈ પેરે લહું॥
પણ હેત કરી હરિ હૈયાનું, હારદ કહ્યું છે અમને। નિષ્કુળાનંદના નાથનું ગમતું, તે સાંભળો તો કહું તમને॥ ૧૦॥ કડવું॥
કડવું ૩૦
ઉદ્ધવ કહે સુણો સરવે સુંદરીજી, કેવા જાણી કૃષ્ણને કહો તમે પ્રીત કરીજી। સમઝ્યા વિના સુખ ના’વે જો જાયે મરીજી, જૂઠું નથી જુવતી વાત અંતે એ ખરીજી॥ ખરી કહું ખોટી નથી, તમે સમઝ્યાં નહિ કાંઈ સુંદરી। પરાપર જે બ્રહ્મ પૂરણ, તેને તમે જાણિયો જાર કરી॥
પૃથ્વી જળ ને તેજ વાયુ, વળી વ્યોમ ત્રિગુણ અહંકાર। એહ મળી મહત્તત્ત્વ માયા, એક પુરુષને આધાર॥ પુરુષ રહે પરબ્રહ્મ માંહિ, પરબ્રહ્મ રહે નિરાધાર। તેહ જે શ્રીકૃષ્ણ મૂરતિ, તેને જાણિયો તમે જાર॥ વળી વિશ્વમાંહિ વ્યાપી રહ્યો, પિંડ બ્રહ્માંડમાં ભરપૂર। કૃષ્ણ વિના તો કોયે નથી, તેને દેખિયો તમે દૂર॥
હવે એકાગ્ર ચિત આણો, તમે ધરો અંતરે ધ્યાન। બાહ્ય વૃત્તિ મેલો બાઈ, ભીતર છે ભગવાન॥
મન કૃત્ય મિથ્યા કરીને, અંતર વૃત્તિ વાળીયે। તો સાક્ષીરૂપે સરવ માંહિ, વ્યાપક વસ્તુને ભાળિયે॥ આંખ્ય મીંચી જુવો અબળા, તો ધ્યેય ધ્યાતા ધોખો ટળે। અણછતાં શું થાઓ ઊભાં, એક વિના અન્ય નવ મળે॥
વેદ વેદાંત ને સાંખ્યનું, સુંદરી એહ સાર છે। એમ સમઝે થાશો સુખિયાં, અંતે તેહ નિરધાર છે॥ દેહબુદ્ધિ બાઈ દૂર કરી, વળી વિષય વાસના પરહરો। નિષ્કુળાનંદના નાથે કહ્યું, તમે જોગ જુગતે શું આદરો॥ ૧૦॥ કડવું॥
કડવું ૩૧
ઉદ્ધવજી તમે એશું બોલીયુંજી, અમને એ કહ્યું તમે અણતોળિયુંજી। ભાઈ અમને ભામિનીને શીદ પાડો છો ભૂલીયુંજી, છતે કંથે છાર કો’ને કેણે ચોળીયુંજી॥ છાર ન ચોળ્યું છતે ધણીએ, એતો વિધવા કેરો વેપાર છે। કંથ વિયોગી અંતર રોગી, તેને ભૂંસવી ભલી છાર છે॥ વળી નર કોઈ નિરભાગી, સુત વિત્ત દારાનો દુઃખિયો। તેહ જોગ લઈને જાય જંગલે, થાવાનો કોઈ સ્થળે સુખિયો॥
વળી ભવવૈભવ જેને હોય વા’લા, તે તો એક બ્રહ્મ કહી ઉચ્ચરે। ભાય ઉભયભ્રષ્ટ થઈને, પછી મનમાન્યા વિષય કરે॥
વળી ધણી વિના જે ધ્યાન ધરે, તે તો કોઈકનું ઘર ઘાલવા। જેમ આંખ્ય મીંચી બેસે બલાઈ, તે તો ઝડપી ઉંદરને ઝાલવા॥ ડગમગ દિલ ચળ ચિત્તવાળા, જેને પ્રતીતિ નહિ પ્રગટતણી। તે તો વણ કહ્યે વેપાર એહવો, ભાઈ ધાઈને કરશે તેનો ધણી॥
ઉદ્ધવજી તમે કહ્યું જે અમને, તેમાં સાર ન દીઠો કાંઈ શોધતાં। અમને કહ્યું એવું જે જ્ઞાન, તમને કેટલું થયું પરમોદતાં॥ બહુ સાધને સાધ્યું હશે, ઉદ્ધવજી એવું જ્ઞાન। આટલા દિવસ આવા વેષનું, કેમ અળગું ન કર્યું અજ્ઞાન॥ બીજાને તો જોગ ધરાવો, ભાઈ તમે તે ભોગી કેમ રહ્યા। અમે કંગાલની ઉપરે, છેક ન થઈએ નિર્દયા॥
એવા સંદેશા સાટે ઉદ્ધવ, કેમ ના’ણ્યો કૂપ વિષનો ભરી। નિષ્કુળાનંદના નાથનું મોકલ્યું, ખાત અમે ખાંતે કરી॥ ૧૦॥ કડવું॥
કડવું ૩૨
ઉદ્ધવજી અમે જોગ કેમ કરીએજી, અમે કૃષ્ણકામિની કાષાયાંબર કેમ ધરીએજી। તે થકી વીરા મર વિષ ખાઈને મરીએજી, ગજથી ઊતરી કેમ ચડીએ ખરીએજી॥
ખરીએ ન બેસાયે કરી તજી, કણ મુકી કુકસ કોણ ગ્રહે। કંચન મુકીને કાદવ કોઈ, લોભાવે પણ નવ લહે॥ મણિરત્નની માળા મુકી, શંખલાનો શણગાર કોણ કરે। બાવના ચંદન તજી તનમાં, ભસ્મ કોણ ભૂંશી ફરે॥
અંબર અંગે ઓઢવાં મેલી, વળી કોણ ધરે મૃગચર્મને। ઉત્તમ ક્રિયા મુકી અંગની, કોણ કરે મલિન વળી કર્મને॥ ખીર ખાંડ ઘૃત ખાવું તજીને, ખાયે કોણ આંક ધંતુરા પાન। સેજ પલંગને પરહરીને, કોણ સૂવે જઈ સ્મશાન॥ જેહ મુખે અમે પાન ચાવ્યાં, તેહ મુખે આવળ કેમ ચાવશું। કૃષ્ણ વિના ઉદ્ધવ અમે, બીજું અંતરે કેમ ઠેરાવશું॥
પ્રીતે પતંગ અંગ પાવકે આપે, મૃગ મરે નિઃશંક થઈ નાદમાં। ઉદ્ધવજી સુખ એટલું શું, નહિ જાણિયે શ્યામના સ્વાદમાં॥
આ તો તન મન આપ્યું છે એહને, એક રતિ અમે રાખ્યું નથી। શ્રીકૃષ્ણ કૃષ્ણ કે’તાં મરશું, પણ બીજું નહિ થાય અમથી॥ આ જીહ્વા તો અન્ય ન ઉચ્ચરે, પણ મુવા પછી પારખું કોઈ લેશે। નળી ભૂંગળી વળી વાંસળી કરે કોય, તોયે કૃષ્ણ કૃષ્ણ એમ બોલશે॥
અમો અબળાનું અંતર એવું, જેણે ઢાળે ઢળ્યું તેણે ઢળિયું। નિષ્કુળાનંદના નાથ સાથે, મન મળિયું તેહ મળિયું॥ ૧૦॥ કડવું॥
પદ ૮
શ્રીનાથ સાથે મન માનિયું, ઉદ્ધવ એ વિના અમે ન રહેવાયે હો। વાલાને વિયોગે વીતે પળ વળી, તેતો જુગ તુલ્ય જાયે હો... શ્રીનાથ꠶॥
સુતાં બેઠાં સાંભરે છે સલુણો, સુખકારી શ્યામ સદાયે હો। ખાતાં પીતાં ખટકે હૃદયે, અલબેલો અંતરમાંયે હો... શ્રીનાથ꠶॥ દર્શન વિના જે દલડું દાઝે છે, તે તો કેને ન કહેવાયે હો। અવર કોયે ઓષડ ઉસતાદે, શરીર સુખ નવ થાયે હો... શ્રીનાથ꠶॥
પ્રેમના પાશમાં પાડી ઉદ્ધવ અમને, ઘેરીને માર્યું છે ઘાયે હો। નિષ્કુળાનંદના નાથે નથી રાખ્યો, ઊગરવાનો ઊપાયે હો... શ્રીનાથ꠶॥ ૪॥ પદ॥
કડવું ૩૩
ઉદ્ધવ અમે અંતરે થઈ છું જાજરીજી, તે તો શ્યામ સલુણાને સ્નેહે કરીજી। ધીર અંગે અબળા નથી શકતી ધરીજી, અધૂરું પૂરું કરવા આવિયા તમે ફરીજી॥ અધૂરું પૂરું કરવા કાજે, એ સંદેશો કૃષ્ણે કહાવિયો। કાળજું તો કાપીને ગયા’તા, વળી મારીને પ્રાણ મંગાવિયો॥
પ્રાણ અમારા લઈને ઉદ્ધવ, અલબેલોજી શું કરશે। અમો અબળાનો અંત આણે, એનું કારજ તે શું સરશે॥ માશી મલ્લ મામાને માર્યો, એમ આવી મારે મર અમને। પણ દૂર રહીને દગા રચે છે, તે તો ઘટતું નથી ત્રિકમને॥ સ્વારથ વિના શાને માટે, અમ ઉપર એણે આદર્યું। અમે અબળાએ ઉદ્ધવ એનું, ભૂંડું તે ભાઈ કહો શું કર્યું॥
અનેક અપરાધ હોય અબળાના, તોયે નર નથી કોઈ મારતા। ભણી આવ્યા છે ભાઈ બહુ, કેમ એટલું નથી વિચારતા॥
પારાધી બાંધી મારે પશુને, તે તો માંસ ચર્મને માટ જો। એ તો અમારું અર્થ નહિ આવે, શું મારીને કરશે ખાટ જો॥ નો’તું દીઠું નો’તું સાંભળ્યું, જે પ્રીત કરીને પ્રાણ હરવા। ઉદ્ધવજી એવું અલબેલાને, કોણે શીખવ્યું જો કરવા॥
કેને કહીએ કોણ સાંભળે, જ્યારે અલબેલે એવું આદર્યું। ઊગરવાની અમે આશા મેલી, મરવાનું મન નિશ્ચે કર્યું॥ અધુરે સુખે મરશું અમે, રે’શે આશા અમારી એહશું। નિષ્કુળાનંદના નાથ સાથે, નથી પડવું નોખું સ્નેહશું॥ ૧૦॥ કડવું॥
કડવું ૩૪
ઉદ્ધવજી એહની વાત કહું કથીજી, કોઈ રીતે કૃષ્ણમાંહિ જો કાચું નથીજી। અમે તો વિચાર્યું અમારા મનથીજી, અર્થ સારી ગયા એહ આપ સ્વારથીજી॥ અર્થ સારી અલબેલડો, અળગા જાઈને એહ રહ્યા। વિયોગે અમે વિલખી વિલખી, શરીરના સુખથી ગયા॥ જેમ પુષ્પની વાસ લઈ વેગળો, અલિ ઊડીને આઘો ફરે। જમ ફળ ખાઈ ખગ તજે તરુ, તેમ કૃષ્ણજી પણ એમ કરે॥
દાહક વનને જેમ મૃગ મેલે, વિન તેજ રાજન રૈયત તજે। જેમ નિર્ધન પુરુષ પરહરે પુંશ્ચલી, એમ અમને તજ્યાં બાંધી ધ્વજે॥
જેમ સૂકા સરને પરહરીને, મેલીને જાય છે મરાલ। જેમ ભીક્ષા લઈને તજે ભુવન ભીક્ષુ, એવો નેહ કરે નંદલાલ॥ વિદ્યાર્થી જેમ વિદ્યા ભણીને, વળી તજે છે વિદ્યાવાનજી। જેમ દક્ષિણા લઈ યજમાન તજે, તેમ કરે છે એહ કાનજી॥
એમ અમને પરહર્યાં, અલબેલે ઉદ્ધવ આજ રે। અમારું સુખ રાખ્યું અધૂરું, એણે સાર્યું એનું કાજ રે॥ હવે છેટે રહી છેદે છે છાતી, દૂર રહીને દિયે છે દુઃખજી। પ્રીત કરી પ્રાણ હરિ મેલ્યા, પછી શાનું રહે હવે સુખજી॥ સુતાં બેઠાં સ્નેહ સાલે, પળે પળે પિંડ ઘણું પરજળે। ઉદ્ધવજી અંતરની વાતો, તે બા’રે બીજું કોણ કળે॥
ભરી કસી બાણ ભીંતરે, માર્યાં છે એણે મર્મનાં। નિષ્કુળાનંદના નાથે અમને, ટાળ્યાં લોક કુળ ધર્મનાં॥ ૧૦॥ કડવું॥
કડવું ૩૫
ઉદ્ધવજી એવું હતું એને મનજી, જે કલપાવી કલપાવી તજાવશું તનજી। તો ઠોરઠોર નહોતી કરવી જતનજી, જ્યારે એને આપવો તો અમને આવો દિનજી॥
દિન દેવો’તો જો દુઃખનો, વળી વણ મોતે હતાં મારવાં। તો અનેક વિઘ્નમાંહિથી અમને, આગે નોતાં ઉગારવાં॥ ભયાનક વ્યોમાસુર ભયથી, વળી રાખિયાં રૂડી રીતશું। શકટાસુર તૃણાવર્ત તેથી, પહેલાં ઉગારિયાં એને પ્રીતશું॥
કેશી વૃષભ અઘાસુરથી, અમને અલબેલે ઉગારિયાં। વત્સાસુર બગાસુર બીજાથી, વળી વ્રજનાં વિઘ્ન નિવારિયાં॥ વિષ નિરવિષ ઘર વરુણથી, કરી વ્રજવાસીની એણે સાર। અમારે કારણે ઉદ્ધવ એણે, દાવાનળ પીધો દોય વાર॥ વળી ઇન્દ્ર કોપ્યો વ્રજવાસી ઉપરે, મહાપ્રલયનો મેઘ મેલિયો। વીજ ઝભકે નીર ખળકે, વળી અંધકાર અતિશે થયો॥
ઘોર ગર્જના સુણી થયાં ઘાંઘાં, જાણ્યું આજ કલ્પાંત આવિયો। ત્યારે ધરી ગોવર્ધન કર ઉપરે, વ્રજસાથ એણે બચાવિયો॥
ઉદ્ધવ એણે અમને, અનેક વિઘ્નથી ઉગારિયાં। આવું હતું જો મનમાં એને, તો મોર્યે કેમ ન મારિયાં॥ નથી ખમાતું ઉદ્ધવ અમે, પીડી પીડી જે લેશે પ્રાણ। અંતરની શું કહીએ ઉદ્ધવ, તમે નથી અમારા અજાણ॥
કૃષ્ણે કર્યું એવું કોઈ ન કરે, ઉદ્ધવજી કહું અમને। નિષ્કુળાનંદના નાથના સખા, છો ત્યારે કહ્યું તમને॥ ૧૦॥ કડવું॥
કડવું ૩૬
વીરા નથી વિસરતી ઉદ્ધવ એહ વારતાજી, દિલડું દાઝે છે એ સુખ સંભારતાંજી। વિસરતું નથી વળી અમને વિસારતાંજી, ચાલોને દેખાડીએ જ્યાં હરિ ગાયો ચારતાજી॥ ગાયો ચારતા ગોવિંદ જિયાં, તિયાં ઉદ્ધવને તેડી ગયાં। વનિતા વળી ટોળે મળી, સર્વે સ્થળ વનનાં દેખાડિયાં॥
ઇયાં એણે અઘાસુર માર્યો, ઇયાં બ્રહ્માજીએ વત્સ હરિયાં। ઇયાં બેસી અન્ન જમિયા, ઇયાં વત્સ બાળક બીજાં કરિયાં॥ આ સ્થળે એણે ગાયો ચારી, આ સ્થળે પાયાં એને નીર। આ સ્થળે એ સ્નાન કરતા, સુંદર શ્યામ સુધીર॥ આ ઠામે એણે અમને રોક્યાં, આ ઠામે મહી લઈ લૂટિયાં। આ ઠામે એણે અંબર તાણ્યું, તેણે કરી માંટ મારાં ફૂટિયાં॥
ઇયાં એણે વેણ વગાડી, ઇયાં રમાડ્યાં એણે રાસ જો। ઇયાં તજી ભાગી ગયા ભૂધર, ત્યારે અમે થયાં ઉદાસ જો॥
પછી ઇયાં જોયાં એનાં પગલાં, તિયાં લાધી અમને એની ભાળ। જુવતી સહિત જાતા જાણ્યા, વળી વળગાડી તેને ડાળ॥ ઇયાં વશ કીધા અમે, ઇયાં આવ્યા હતા અલબેલ। ઇયાં રાસ ફરી રચિયો, પછી રમાડિયાં રંગરેલ॥
ઉદ્ધવને સર્વે સ્થળ દેખાડતાં, અતિ આંખડિયે આંસુ ઝરે। ઉદ્ધવ અમે કેમ કરીએ, એમ કહી કહીને રુદન કરે॥ એવાં સુખ નથી દીધાં એણે, જે વિસાર્યાં પણ વિસરે। નિષ્કુળાનંદના નાથ વિયોગે, પાપી પ્રાણ પણ નવ નિસરે॥ ૧૦॥ કડવું॥
પદ ૯
વાલીડો વિજોગી ગયા રે, હો ઉદ્ધવજી અમને। વિસામો વિજોગી ગયા રે; હો ઉદ્ધવજી꠶ ટેક. અમને કરી અનાથ, નેક નાખી ગયા નાથ। હવે કેમ આવે હાથ, કુબજ્યાના નાથ થયા રે; હો ઉદ્ધવજી꠶॥
પિયુ સંગે પળેપળ, કોયે નવ પડી કળ। અંતરે આવે છે વળ, દેખો દૂર રહ્યા રે; હો ઉદ્ધવજી꠶॥ કો’ને અમે કરું કેમ, અલબેલે કર્યું એમ। અંતર જળે છે જેમ, ડુંગર દાઝિયા રે; હો ઉદ્ધવજી꠶॥
નિષ્કુળાનંદનો નાથ, અમારી એ મિરાંથ હાથ। વિસારી વ્રજનો સાથ, દિલમાં નાણી દયા રે; હો ઉદ્ધવજી꠶॥ ૪॥ પદ॥
કડવું ૩૭
ઉદ્ધવનું અંતર મન આશ્ચર્ય પામિયુંજી, આપણું ડહાપણપણું ગોપીને દેખી વામિયુંજી। જાણ્યું હરિનું હેત જુવતી ઘટ જામિયુંજી, પછી પ્રમદાને ચરણે ઊદ્ધવે શિશ નામિયુંજી॥ શિશ નમાવી વળી વંદના કીધી, ધન્ય ધન્ય બાઈ તમે ધન્ય છો। સ્નેહ પણ સાચો તમારો, વળી તમે હરિનાં તન છો॥ તમારા પ્રેમને પાશલે, વળી સર્વે સાધન ન્યૂન છે। મને થયું દરશન તમારું, તેહ મારાં મોટાં પુણ્ય છે॥
પ્રીત તમારી પ્રમદા, તેની રીત અલૌકિક અબળા। તમારી શ્રીકૃષ્ણ સ્વામીની, કોયે કળાતી નથી કળા॥
એટલું તો જાણું જો અમે, તમે ગોપી છો ગોલોકની। એહ વિના તો ન હોય આવું, હોય બીજે બુદ્ધિ તો કોકની॥ મોટાં ભાગ્ય માતાજી મારાં, જે કૃષ્ણે મુજને મોકલ્યો। સુણી સુધાસમ વાણી તમારી, પ્રેમેશું પીતાં હું છળ્યો॥
તમારી પદ રજ માગવા, બાઈ લલચાણું મારું મન। તમારા દાસનું દાસપણું, એહ આપજો જુવતી જન॥ બાઈ બાળક બુદ્ધિએ હું બોલિયો, તેનો હૃદયે ન ધરશો રોષ। કાલું બોબડું કહ્યું મેં જેહ, તેહ દાસનો નિવારીએ દોષ॥ સાચી તમારી પ્રીત સજની, વળી સાચો તમારો સ્નેહ। સાચી ભક્તિ તમે કરી સુંદરી, આવો પામી અબળાનો દેહ॥
મે’ર કરો માતા મુજને, આપો આજ્ઞા તે શિર ધરું। નિષ્કુળાનંદના નાથ પાસે, કહો તો જાવાનું હવે કરું॥ ૧૦॥ કડવું॥
કડવું ૩૮
ઉદ્ધવ ઉચ્ચરિયા કરી અતિ વિનતિજી, માતાજી મારી છે જો થોડી મતિજી। મૂઢ નવ જાણે ગૂઢ તમારી ગતિજી, આપો મને આજ્ઞા જાઉં હવે જુવતિજી॥
જાઉં હવે જગદીશ પાસે, એવી આજ્ઞા કરો તમે। ત્યારે સુંદરી કહે સારું વીરા, સુખે પધારો રાજી અમે॥ પછી ભવન ભવન ગઈ ભામીની, લાવી ભેટ ભૂધર અરથે। મહી માખણ દૂધ ઘૃત ગાડવા, વળી લાવીને બાંધ્યા રથે॥
કોઈક કુરમલડો લાવી, કોઈક તલ બાજરી તલ સાંકળી। કોઈક ધોતી પોતી પીતાંબર, કોઈ લાવી કાળી કાંબળી॥ ભર્યો રથ લઈ ભેટશું, લાવી વસ્તુ બહુ પ્રકારની। અગર ચંદન માળા આપી, ઉદ્ધવ કરજો પૂજા મોરારની॥ કોઈક કહે ચરણ હૃદે ધરજો, કોઈ કહે અંગોઅંગ ભેટજો। કોઈક કહે હૈયે હાથ ચાંપી, કોઈ કહે ચરણમાં લોટજો॥
કોઈ કહે જઈ બકી લેજો, કોઈ કહે ગાલ ઝાલી તાણજો। કોઈ કહે હાથ જોડી કહેજો, હરિ અમને પોતાનાં જાણજો॥
જેને જેવું અંગ હતું, તેણે તે તેવું કા’વિયું। હેત છુપાળ્યું નવ છુપે, હૈયાનું તે હોઠે આવિયું॥ વળી સહુ મળી પ્રણામ કહ્યા, ઉદ્ધવ કહેજો જઈ કૃષ્ણને। દયાનિધિ દયા કરીને, દેજો વહેલાં હરિ દૃષ્ણને॥
ઉદ્ધવજી સ્તુતિ કરજો, કર જોડી અમારી વતી। નિષ્કુળાનંદના નાથ આગળે, વિધવિધ કરજો વિનતિ॥ ૧૦॥ કડવું॥
કડવું ૩૯
પ્રમદાનો પ્રેમ તે કેમ કરી જાય કહ્યોજી, સુંદરીનો સ્નેહ દેખી દિગમૂઢ થયોજી। ધન્ય ધન્ય અહો ઉદ્ધવ એમ કરે રહ્યોજી, જોયું હેત જુવતીનું અપાર પાર નવ લહ્યોજી॥ પાર ન લહ્યો પ્રેમ કેરો, જોઈ જોઈ જોયું ઉદ્ધવે। શ્રીકૃષ્ણ વિના પ્રાણ આના, કેમ કરીને રે’શે હવે॥
કોઈક મુખ નિશ્વાસ મૂકે, કોઈ આંખડીએ આંસુ ભરે। કોઈક વદન કરી ઊંચું, ગાઢે સ્વરે રોદન કરે॥ ઉદ્ધવ કહે બાઈ એમ મ કરો, તમે ધરો અંતર ધીર। તમને હરિ સુખ આપશે, લોઈ નાખો નયણનાં નીર॥ ત્યારે સુંદરી કહે અમે શું કરું, કેમ રહે નયણાંનાં નીર ઝાલિયાં। તમે હતા જે કથા કે’તા, તેહ પણ વીરા તમે ચાલિયા॥
સારું સધાવો સ્નેહી શ્યામના, દરશ સ્પરશ કરો હરિચરણને। અમારાં આશિષ વચન, કે’જો અશરણ શરણને॥
પછી ઉદ્ધવ ગોપીને પાયે લાગી, માગી શીખ રથ ચલાવિયો। અહો સ્નેહ સુંદરીનો, મનન કરતાં મથુરાં આવિયો॥ ઉદ્ધવ આવિને ભેટ્યા ભૂધરને, નયણાં તૃપ્ત ન થાયે નીરખતાં। ત્યારે કૃષ્ણ કહે ભલે આવ્યા ઉદ્ધવ, શું કરેછે વ્રજવનિતા॥
સ્નેહ મુજશું સુંદરીને હતો, અતિ ઘણો અતોલજો। કોઈ હવે સંભારે છે વ્રજમાં મને, તમે ઉદ્ધવજી સાચું બોલજો॥ ઉદ્ધવ કહે સુણો શ્રીહરિ, ધન્ય ધન્ય વ્રજની વિરહિણી। નિષ્કુળાનંદના નાથ કે’તાં, વીતે છે દિન ને રેહણી॥ ૧૦॥ કડવું॥
કડવું ૪૦
ઉદ્ધવ કહે હું શું કહું શ્રીહરિજી, તમારા સ્નેહવશ વ્રજસુંદરીજી। હે કૃષ્ણ હે કૃષ્ણ કરે છે ભાવે ભરીજી, નાથ નથી રહી એને ખાન પાનની ખબર ખરીજી॥
ખાન પાનની ખબર નથી, ઉન્મત્ત ગત લોકલાજ કાજ ત્યાગ કરી, રાતી છે તમારા રંગની॥ જેમ નર કોઈ માદક પીયે, તેને તન તણી સુધ વિસરે। તેમ તમારા સ્નેહની કેફે કરી, એને દેહ દશા નવ દિસે સરે॥
જોગ યજ્ઞ જપ તપ તીરથ, વળી વેદવિધિ કરી કેમ શકે। સ્નેહ માંહિ રહે સમાઈ, બોલે નહિ બોલાવી બોલ્યે થકે॥ પ્રેમ જોઈને પ્રમદાનો, મારો ગર્વ સર્વે ગળીયો। હુંતો ગયો તો શીખ દેવા, પણ સામું શીખ લઈને વળિયો॥ એવા નિર્મળ અંતર વિના, સ્નેહ રસ શેમાં રહે। ચારણીચિત્તે લટક પ્રીતે, પ્રેમ સુધારસ શું ગ્રહે॥
એવા સ્નેહ વિના શીદને, મૂરખ કોયે મલકાય છે। હજી પશુ જેવી પણ પ્રીત નથી, તો હરિજન હોડ કાંયે થાય છે॥
પ્રીતમ વિના પ્રેમીના પ્રાણ ન રહે, અને રહે તો પ્રીત ન હોય। જેમ જળ વિયોગે ઝષ ન જીવે, પણ જીવે દાદુર કૂર્મ દોય॥ તેમ તમ વિના ગોપીના પ્રાણ ન રહે, પણ રહેવા છે એક રીત। જાણે હમણાં હરિ આવશે, એવું ચિંતવે છે ચિત્ત॥
પછી ભેટ દીધી પૂજા કીધી, કહ્યું વા’લા આપી છે વ્રજસાથને। વળી કહ્યું અંગોઅંગ મળજો, નિષ્કુળાનંદના નાથને॥ ૧૦॥ કડવું॥
પદ ૧૦
અલબેલા આગળે ઉદ્ધવજી રે કહે છે, પ્રમદાના પ્રાણ કોણ જાણે કેમ રહે છે રે; ઉદ્ધવ꠶॥
નીર વિના નયણાં મેં કેદિયે ન દીઠાં, આંખડિયેથી આંસુ ઝરીઝ રી પડે છે હેઠાં રે; ઉદ્ધવ꠶॥ રોઈ રોઈ ખોયા છે રે દેહના રે હાલ, તમ વિના કૃપાનિધિ થઈ છે કંગાલ રે; ઉદ્ધવ꠶॥
તમારા વિયોગ રોગે મણા નથી રાખી, ઝૂરી ઝૂરી જુવતી રે પડી છે ઝાંખી રે; ઉદ્ધવ꠶॥ પ્રાણ ગયાની પેર એની રે મેં દીઠી, વા’લા વધામણી મેલો રે તમે મીઠી રે; ઉદ્ધવ꠶॥ નિષ્કુળાનંદના નાથજી રે તમને, કહ્યું કર જોડી જેવું જણાણું રે અમને રે; ઉદ્ધવ꠶॥ ૬॥ પદ॥
કડવું ૪૧
શ્રીહરિ કહે ઉદ્ધવ એહ સત્ય છેજી, મુજ સાથે સુંદરીને અતિશે આરત છેજી। દેહ ગેહ સુખથી એહ વનિતા વિરક્ત છેજી, અચળ અડગ એની મુજ વિષે મત છેજી॥ મત એની મુજમાંહિ છે, તેણે કરી તનસુખ ત્યાગ છે। વન જઈ શું કરે વનિતા, એને વણ લીધો વૈરાગ્ય છે॥
કામ ક્રોધ ને લોભ મોહ, તે તો વિરહ વહ્નિએ બળિયા। આતુરતાના અનિલે કરીને, તન વિકાર તેહના ટળિયા॥ એકાદશ ઇંદ્રિય એની, ઉદ્ધવ આવી એહને મનમાં। સંસાર સંકલ્પ ના’વે સ્વપને, રહે સદાયે બૂડી પ્રેમમાં॥ પ્રીત વશ છે પ્રાણ એના, જેની ચિત્તવૃત્તિ મુજમાં મળી। સ્નેહ મુજ સાથે કરતાં, તેણે બીજી વાસના ગઈ બળી॥
ઇચ્છા નથી કોઈ એને અંતરે, મુજ ચરણ વિના ચૌદલોકની। ચતુરધાની એણે ચાહના મૂકી, રાખી ભક્તિ એણે રોકની॥
મુજ વિયોગે વિલખી વિલખી, તજ્યાં સુખ સર્વે તનથી। ઉદ્ધવજી એવા જન જેવું, વા’લું તે મુજને કોઈ નથી॥ હું જ છઉં પ્રાણ પ્રેમીના, અને પ્રેમી જ મારું તન। ઉદ્ધવજી એમાં અસત્ય નથી, સત્ય માનજે તું મન॥
મને પ્યાર છે પ્રેમીનો, હું તો પ્રેમીજનને પૂઠે ફરું। સ્નેહ સાંકળે સાંકળ્યો હું, જે જે જન કહે તેતે કરું॥ પ્રેમીનું પણ પાળવાને, મ્હારું પણ મેલ્યું પ્રેમી પાસળે। નિષ્કુળાનંદનો નાથ કહે છે, એમ ઉદ્ધવની આગળે॥ ૧૦॥ કડવું॥
કડવું ૪૨
ભક્તિ મારી છે બહુ ભાતનીજી, જન મળી કરે છે જુજવી જાતનીજી। પણ પ્રેમની ભક્તિ છે પ્રાણ ઘાતનીજી મુખ વાત તેની નથી થાતી, એ તો પ્રાણ ગયાની પેર છે, એવી જે જન આદરે, તેહ ઉપર મારી મે’ર છે॥ સ્નેહ કરે જે મુજ સાથે, તન મન કરી કુરબાણ। ઉદ્ધવ મારે ધન એહ છે, વળી જાણું છું જીવનપ્રાણ॥
મુને સંભારે છે સ્નેહી જન, તેમ સંભારું હું સ્નેહીને। અરસ પરસ રહે એકઠાં, જેમ પ્રીત છે દેહ દેહીને॥
અંતર પ્રીત સરળ ચિત્ત, વળી હૈયે હેત અતિ ઘણું। ઉદ્ધવ એવા જન જેહ છે, તેહ રે’વા ઘર છે મુજ તણું॥ જેનું અંતર લૂખું હૃદય સૂકું, વળી નેહ નહિ જેના નેણમાં। ઉદ્ધવજી હું તો ત્યાં ન રહું, મર ધરે ધ્યાન દિન રેણમાં॥
જપ તપ તીરથ જોગ જજ્ઞ, જેહમાં તે ફળની આશ છે। એહને ધાયે કોય નર નિરાશી ચરણ ઉપાસી, મમતા રહિત મુજને ભજે। એવા ભક્ત જક્ત વિરક્ત જેહ, તેહ ઉદ્ધવજી મુજને રજે॥ હું તો વશ છઉં પ્રેમને, કહું ગોપ્ય મારો મત છે। સ્નેહ વિના હું શિયે ન રીઝું, એહ માનજે સત્ય સત્ય છે॥
વ્રજવનિતા પ્રેમરતા, પ્રીતે અજીત મને જીતિયો। નિષ્કુળાનંદનો નાથ કહે છે, ઉદ્ધવ હેતે હું એનો થયો॥ ૧૦॥ કડવું॥
કડવું ૪૩
ધન્ય ધન્ય ગોપિકા સ્નેહની મૂરતિજી, જેને અલબેલો સંભારે છે અતિ અતિજી। જેહનો અપાર સ્નેહ ને અપાર મતિજી, જેના જશ ગાય છે નિત્યે નિત્યે શ્રુતિજી॥ શ્રુતિ ગાય છે જશ જેનો, વળી સરાયે છે જેને શ્રીહરિ। ધન્ય ધન્ય સ્નેહ એહનો, વળી સાચી ભક્તિ એણે કરી॥
ધન્ય ધન્ય એહનો પ્રેમ કહીએ, ધન્ય ધન્ય એહની પ્રીતને। ધન્ય ધન્ય હેત એના હૈયાનું, ધન્ય ધન્ય એહની રીતને॥ ધન્ય ધન્ય ભાવ ભલો એહનો, ધન્ય ધન્ય એહની મત્યને। ધન્ય ધન્ય સમજણ એહની, ધન્ય ધન્ય એહનાં કૃત્યને॥ ધન્ય ધન્ય અંતર એહનું, ધન્ય ધન્ય એહના મનને। ધન્ય ધન્ય બુદ્ધિ ચિત્ત સમેતને, જે કર્યું અર્પણ કૃષ્ણને॥
શ્રવણ નયન નાસિકા, ધન્ય ત્વચા રસના તેહને। પાદ પાણિ ધન્ય એહનાં, ધન્ય ધન્ય એહના દેહને॥
સર્વે અંગે અતિ રંગે, કરી કૃષ્ણની જેણે ભગતિ। ત્રિલોકશું તોડી હરિશું જોડી, કરી પ્રીત અચળ અડગ અતિ॥ ભવરોગ વામી કૃષ્ણ પામી, સ્વામી સદા સુખકંદને। દાઝ ટળી શાંતિ વળી, મળી પરમાનંદને॥
કરી પ્રીત પૂરણ રીતે, જીતી ગઈ જશ જુવતી। જશ જેના ઊત્તમ એના, ગુણ ગાય છે ગૃહસ્થ ને જતિ।૯॥ ભૂત ભવિષ્ય વર્તમાનમાં, કોઈએ સ્નેહ તુલ્ય નથી આવતું। નિષ્કુળાનંદના નાથજીને, સ્નેહ વિના નથી ભાવતું॥ ૧૦॥ કડવું॥
કડવું ૪૪
સ્નેહગીતા જે જન ગાશેજી, સુણતાં સદ્ય આનંદ ઉપજાવશેજી। પ્રીતમની પ્રીતની રીત જો જણાવશેજી, સ્નેહી જનને સુધાસમ ભાવશેજી॥ જણાવશે રીત પ્રીત કરી, હશે કાસલ તે કલાવશે। પછી સ્નેહીજન સજ્જ થઈને, ચિત્ત હરિચરણ લાવશે॥ વળીદેહ ઇંદ્રિય મન પ્રાણની, કોઈ રૂંધવાની રીત કરે। તો સર્વે સાધન મેલી મનનાં, પ્રીતે ચિત્ત હરિચરણે ધરે॥
અંતઃકરણ ને ઇંદ્રિની વૃત્તિ, લોલુપ કિયાં નથી લોભતી। પ્રગટ મૂર્તિ વિના વળી, અન્ય સ્થળે પળ નથી થોભતી॥
સર્વે વાસના ત્યારે ગળે, જ્યારે મળે મનોહર મૂરતિ। સાધન સર્વે થાય પૂરાં, એમ ગાય સત્ય નિત્ય સુરતિ॥ પ્રભુપદની પ્રીત વિના, વિકાર તે નવ વિસમે। વ્રેહ વિના વાસના ન બળે, અન્ય ઉપાયે શીદ દેહ દમે॥
સ્નેહ સાચો સ્નેહી જનનો, શ્રીકૃષ્ણ સાથે કરજો। પ્રીત રીતે જો પંડ પડે, તોયે દિલમાંહિ મા ડરજો॥ સ્નેહગીતા ગ્રંથ ગાવા, ઇચ્છા કરી અવિનાશ। નિષ્કુળાનંદને નિમિત્ત દેઈ, કર્યો ગ્રંથ એહ પ્રકાશ॥ એકાદશ પદ ને ચુંવાળીસ કડવે, કહી સ્નેહની કથા કથી। પંચ દોયે કમ જે પાંચસે
સર્વે ચરણે સ્નેહ કથા, વરણવી વિવિધે કરી। હરિને મને હેતે સાંભળી, કરજો પ્રીત હરિ સાથે ખરી॥
સંવત અઢાર બોતેરના, વૈશાખ શુદ ચતુરથી। હરિજનના હેત અર્થે, સ્નેહગીતા કહી કથી॥ ૧૧॥ કડવું॥
પદ ૧૧
ધન્ય ધન્ય સ્નેહ શિરોમણી, ના’વે સાધન કોઈ સમતોલ। સાંભળજો સ્નેહ સમાન તે શું કહું. જપ તપ તીર્થ વ્રત જોગ જે, કોઈ કરે જો જજ્ઞ અતોલ; સાંભળજો꠶॥ અપવાસી ઊદાસી વાસી વન, કોઈ તનમાં ન ધરે પટત; સાંભળજો꠶। કોઈ ફળ ફૂલ પય પાનશું, કરી આહાર આણે તન અંત; સાંભળજો꠶॥
પુણ્ય દાન પાળે કોઈ ધર્મને, રહે નિ’મ ધારી નરનાર; સાંભળજો꠶। સર્વે સૂનું એક સ્નેહ વિના, એ તો પ્રપંચનો પરિવાર; સાંભળજો꠶॥ જોગી થાક્યા જોગીપણું પાળતાં, તપી થાક્યા સહી શિત તાપ; સાંભળજો꠶। ધ્યાની થાક્યા ધરતાં ધ્યાનને, જપી થાક્યા જપતાં જાપ; સાંભળજો꠶॥ જતિ થાક્યા જતને જાળવતાં, મુનિ થાક્યા રે’તા વળી મુન્ય; સાંભળજો꠶। બીજાં અવર સાધન અનેક જે, એક સ્નેહ વિના સર્વે શૂન્ય; સાંભળજો꠶॥
કોટિ કાયા ક્લેશને કરતાં, હરિ કેને ન આવ્યા હાથ; સાંભળજો꠶। પ્રેમવશ થઈ પિયુ પાતળો, સદા રમિયા વ્રજજન સાથ; સાંભળજો꠶॥
હેત પ્રીતે સ્નેહીની સંગે, અલબેલો આપે છે આનંદ; સાંભળજો꠶। વા’લો નિષ્કુળાનંદનો નાથજી, સ્નેહવશ શ્રીસહજાનંદ; સાંભળજો꠶॥ ૭॥ પદ॥