શાસ્ત્રીજી મહારાજ
@akshar-lineage · 1h
An elderly scholar sends five prostrations to a young saint
અમદાવાદના કૃષ્ણસ્વરૂપદાસ સ્વામી ત્યારે આશરે નવ્વે-બાણું વર્ષની વયના હતા. તેઓ તીક્ષ્ણ પંડિત, મહાવિદ્વાન અને શાસ્ત્રાર્થમાં શંકરાચાર્યને પણ હરાવી ચૂકેલા સંત હતા. છતાં શાસ્ત્રીજી મહારાજ અમદાવાદ ગયા ત્યારે જે રીતે તેમણે વચનામૃતના આધારથી સિદ્ધાંત સમજાવ્યો, અને ગુણાતિતાનંદ સ્વામી તથા ગોપાળાનંદ સ્વામીનો મહિમા પ્રગટ કર્યો, તે સાંભળીને કૃષ્ણસ્વરૂપદાસ સ્વામી અત્યંત અભિભૂત થયા.