શાસ્ત્રીજી મહારાજ
@gunatit-satra-1 · 1h
Shastriji Maharaj reassures Ramji Bhatt after news of Bhagatji’s passing
ભગતજી મહારાજ મહુવામાં પોતાની અંતિમ લીલા ધારણ કરી રહ્યા હતા, ત્યારે શાસ્ત્રીજી મહારાજ રાજકોટમાં હતા. ત્યાં ભગતજી મહારાજના અંતરધાનના સમાચાર પહોંચ્યા. શાસ્ત્રીજી મહારાજની પાસે બેઠેલા હરિભક્ત રામજી ભટ્ટ આઘાતમાં બોલી ઊઠ્યા, “ભગતજી પૃથ્વી પરથી ગયા, આ પૃથ્વીનું મંગલ ગયું.”